જનતા મોર્ચોભારતીય રાજકીય પક્ષોનું ગઠબંધન હતું, જે ૧૯૭૪માં ભારતના વડા પ્રધાન ઈન્દિરા ગાંધી અને તેમની કોંગ્રેસ (આર) પક્ષની સરકારનો વિરોધ કરવા માટે રચાયું હતું. ગઠબંધન, જનતા પક્ષના સીધા પુરોગામી તરીકે ઈન્દિરા ગાંધીએ લાદેલી કટોકટી સામેના આંદોલનનો એક અવિભાજ્ય ભાગ હતું. ગઠબંધને ૧૯૭૭ની ભારતની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસ (આર) ને હરાવી સ્વતંત્ર ભારતની પ્રથમ બિન-કોંગ્રેસી કેન્દ્ર સરકારની રચના કરી હતી.[૧] જેની સ્થાપના જયપ્રકાશ નારાયણ અને મુખ્ય વિરોધી કોંગ્રેસ (ઓ) પક્ષના વડા મોરારજી દેસાઈએ કરી હતી.

ઇતિહાસ ફેરફાર કરો

૧૯૭૧ની ભારતની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસ (ઓ), સંયુક્ત સમાજવાદી પાર્ટી અને ભારતીય જનસંઘે ઈન્દિરા ગાંધી અને કોંગ્રેસ (આર) નો વિરોધ કરવા માટે "મહાગઠબંધન" નામે ગઠબંધન બનાવ્યું હતું, પરંતુ આ ગઠબંધન અસરદાર ન નિવડ્યું;[૨] અને ૧૯૭૧ની ચૂંટણીમાં ઈન્દિરાની કોંગ્રેસ (આર) એ મોટી બહુમતી મેળવી હતી અને પાકિસ્તાન સામે ૧૯૭૧ના યુદ્ધમાં ભારતની જીત પછી કોંગ્રેસની લોકપ્રિયતામાં નોંધપાત્ર વધારો થયો હતો. તેમ છતાં, બેરોજગારી, ગરીબી, ફુગાવો અને અછત જેવા ગંભીર મુદ્દાઓને ધ્યાનમાં લેવામાં ઇન્દિરા ગાંધીની અસમર્થતાથી તેમણે લોકપ્રિયતા ગુમાવી દીધી હતી.

રચના અને ચૂંટણી વિજય ફેરફાર કરો

જનતા મોર્ચાની રચના જયપ્રકાશ નારાયણ અને મોરારજી દેસાઈએ કોંગ્રેસ (આર) અને ઈન્દિરા ગાંધીના વિરોધમાં રાજકીય પક્ષોના જોડાણ તરીકે કરી હતી. આ ઘટકમાં કોંગ્રેસ (ઓ), ભારતીય જનસંઘ, સંયુક્ત સમાજવાદી પાર્ટી અને ભારતીય લોકદળનો સમાવેશ થયો હતો. ૧૧ જૂન ૧૯૭૫ના રોજ યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મોર્ચાએ આશ્ચર્યજનક વિજય પ્રાપ્ત કર્યો હતો.[૨][૩] તેના બીજા દિવસે, અલ્હાબાદ હાઈકોર્ટે ઈન્દિરા ગાંધીને ચૂંટણીની ગેરરીતિ માટે દોષિત ઠેરવ્યા અને ૧૯૭૧ની તેમની ચૂંટણીને જીત અમાન્ય ઠેકવી અને તેમના પર છ વર્ષ માટે ચૂંટણી લડવાનો પ્રતિબંધ મૂક્યો. આના કારણે ઈન્દિરાએ ૨૬ જૂન ૧૯૭૫ના રોજ કટોકટી જાહેર કરી.[૧][૨] ઈન્દિરાની સરકારે કટોકટીનો ઉપયોગ વિપક્ષને ડામવા માટે કર્યો અને નવી ચૂંટાયેલી વિધાનસભાનું વિસર્જન કર્યું, મોર્ચાને સરકાર બનાવતા અને સત્તામાં આવતા રોક્યો.

જનતા પક્ષ ફેરફાર કરો

કટોકટી દરમિયાન જનતા મોર્ચાના નેતાઓ અને કાર્યકરો જેલમાં બંધ હતા. ૧૯૭૭ની ચૂંટણીની ઘોષણા થયા પછી જનતા મોર્ચાએ સત્તાવાર રીતે ૧૮ જાન્યુઆરી ૧૯૭૭ના રોજ જનતા પક્ષની સ્થાપના કરી, જે તમામ વિપક્ષી રાજકીય પક્ષોનો સંયુક્ત મોર્ચો હતો. જનતા પક્ષે ગુજરાતમાં ૧૯૭૭ની ચૂંટણી જીતી અને મોરચાની સફળતારૂપે ભારતની પ્રથમ બિનકોંગ્રેસી સરકાર બનાવી.[૧]

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ ૧.૨ Kuldip Singh (1995-04-11). "OBITUARY: Morarji Desai". The Independent. મેળવેલ 2009-06-27.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ "The Rise of Indira Gandhi". Library of Congress Country Studies. મેળવેલ 2009-06-27.
  3. Katherine Frank (2002). Indira: The Life Of Indira Nehru Gandhi. Houghton Mifflin Harcourt. પૃષ્ઠ 371. ISBN 978-0-395-73097-3.