જમૈકાનો રાષ્ટ્રધ્વજ

ધ્વજ

જમૈકાનો રાષ્ટ્રધ્વજ ૬ ઓગસ્ટ ૧૯૬૨ના રોજ સત્તાવાર રીતે અપનાવવામાં આવ્યો. તે દિવસે જમૈકાબ્રિટન પાસેથી સ્વતંત્રતા મેળવી હતી. ધ્વજમાં ત્રાંસો ચોકડીવાળો ક્રોસ છે જે ધ્વજને ચાર વિભાગમાં વહેંચે છે: બે લીલા અને બે કાળા. લીલા ભાગ ઉપર અને નીચે છે જ્યારે કાળા ધ્વજદંડ તરફ અને તેની વિરુદ્ધ દિશામાં છે.

જમૈકા
પ્રમાણમાપ૧:૨
અપનાવ્યોઓગસ્ટ ૬, ૧૯૬૨
રચનાત્રાંસો ચોકડીવાળો ક્રોસ જેના ચાર વિભાગમાં બે લીલા (ઉપર અને નીચે) અને બે કાળા (ધ્વજદંડ તરફ અને તેની વિરુદ્ધ)
જમૈકાના ધ્વજ તરીકે પ્રથમ પ્રસ્તાવિત આલેખન
બીજો પ્રસ્તાવિત ધ્વજ

ડિઝાઈન અને પ્રતિનિધિત્વ ફેરફાર કરો

ધ્વજનું હાલનું સ્વરૂપ લોકો વચ્ચે કરાયેલી રાષ્ટ્રિય કક્ષાની હરિફાઈમાંથી બહાર આવ્યું. મૂળ ડિઝાઈનમાં સમાંતર પટ્ટાઓ હતા પણ તેને સ્થાને ત્રાંસા ક્રોસનો ઉપયોગ નક્કી કરાયો. તે મોટાભાગની વસ્તીનું સ્કોટ અને આઈરીશ મૂળ દર્શાવે છે. જ્યારે કાળો, લીલો અને સોનેરી રંગ સમગ્ર આફ્રિકાના રંગો હોવાથી રાષ્ટ્રની હબસી બહુમતી દર્શાવે છે.

રંગોનું શરૂઆતનું અર્થઘટન "મુશ્કેલીઓ હોવા છતાં જમીન લીલી છે અને સૂર્ય પ્રકાશે છે" એમ હતું. સોનેરી પ્રકાશતા સૂર્યનું, કાળો કઠણાઈઓનું અને લીલો જમીનનું પ્રતિક ગણાતા હતા. તેને બાદમાં કાળો મજબૂતાઈનું અને લોકોની રચનાત્મકતાનું જે તેમને મુશ્કેલીઓ સામે સફળ બનાવે છે, પીળો સૂર્યપ્રકાશનું અને લીલો ટાપુની હરિયાળીનું પ્રતિક ગણાયું.

શિષ્ટાચાર ફેરફાર કરો

ધ્વજને ફરકાવતી વખતે જમૈકામાં સામાન્ય શિષ્ટાચાર લાગુ કરાય છે જેમ કે ધ્વજ હંમેશા મુખ્ય સ્થાને જ ફરકાવવો જોઈએ, તેની અવસ્થા સારી હોવી જોઈએ. સરકારે રાષ્ટ્રિય ધ્વજ કાયદો પણ અમલમાં મૂક્યો છે.

બાહ્ય કડી ફેરફાર કરો