જમ્મુ-સિયાલકોટ રેલ માર્ગ

300px|thumbnail|right|સિયાલકોટ રેલ્વે સ્ટેશન

જમ્મુ-સિયાલકોટ રેલ માર્ગની ૧૯મી સદીની તસવીર
જમ્મુ શહેરના વિક્રમ ચોક ખાતે આવેલ રેલ્વે સ્ટેશન

જમ્મુ-સિયાલકોટ રેલ માર્ગ અથવા જમ્મુ-સિયાલકોટ રેલ્વે (અંગ્રેજી ભાષા:Jammu–Sialkot Railway line; હિન્દી ભાષા:जम्मू–सियालकोट रेलवे लाइन) એક નેરોગેજ કક્ષાનો રેલ માર્ગ હતો, જે ૪૩ કિલોમીટર (૨૭ માઇલ) જેટલો લાંબો હતો[૧]. આ માર્ગનું સંચાલન અંગ્રેજ શાસન હેઠળના ઉત્તર-પશ્ચિમી રેલ્વે (North Western Railway (British India))ના વહીવટી ક્ષેત્ર દ્વારા કરવામાં આવતું હતું. ઈ. સ. ૧૮૯૭ના વર્ષમાં નિર્મિત આ માર્ગ હાલના ભારત દેશના જમ્મુ શહેરને હાલના પાકિસ્તાન દેશમાં આવેલા સિયાલકોટ શહેર સાથે જોડતો હતો[૨][૩]. આ માર્ગ મુખ્યત્વે ખાંડ અને સાકરના વેપાર માટે ઉપયોગમાં લેવાયો હતો. આ માર્ગને ભારત-પાકિસ્તાનના ભાગલા પછી બંધ કરવામાં આવ્યો હતો. આ માર્ગના વિકલ્પરૂપે પઠાણકોટ-જમ્મુ રેલ માર્ગનું (બ્રોડગેજ) નિર્માણ ઈ. સ. ૧૯૭૧ના વર્ષ સુધીમાં કરવામાં આવ્યું, જે હાલમાં કાર્યરત છે[૪][૫].

સંદર્ભો ફેરફાર કરો

  1. Jammu-Sialkot handshake સંગ્રહિત ૨૦૧૪-૦૪-૦૭ ના રોજ વેબેક મશિન Daily Excelsior
  2. SIALKOTE, 1911 Encyclopædia Britannica
  3. Jammu TownImperial Gazetteer of India, vol. 14, p. 49.
  4. Train to Sialkot: Nostalgia dies hard for some Jammu veterans સંગ્રહિત ૨૦૧૪-૦૧-૧૬ ના રોજ વેબેક મશિન – PRADEEP DUTTA. INDIAN EXPRESS
  5. Historic Jammu-Sialkot rail line in oblivion- Greater Kashmir