જલપાઈગુડી જિલ્લો (અંગ્રેજી: Jalpaiguri district) (બંગાળી: জলপাইগুড়ি জেলা) ભારત દેશના પૂર્વ ભાગમાં આવેલા પશ્ચિમ બંગાળ રાજ્યમાં આવેલા કુલ ૧૯ (ઓગણીસ) જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. આ જિલ્લો પશ્ચિમ બંગાળ રાજ્યના કુલ ૩ (ત્રણ) વિભાગો પૈકીના એક એવા જલપાઈગુડી વિભાગના વહીવટી ક્ષેત્ર અંતર્ગત આવે છે. આ જિલ્લો જલપાઈગુડી વિભાગમાં આવેલા કુલ ૬ (છ) જિલ્લાઓ પૈકીનો સૌથી મોટો જિલ્લો છે. જલપાઈગુડી શહેર ખાતે જલપાઈગુડી જિલ્લાનું મુખ્ય મથક આવેલું છે, જે જલપાઈગુડી વિભાગનું પણ વહીવટી મથક છે.

જલપાઈગુડી જિલ્લો
પશ્ચિમ બંગાળનો જિલ્લો
નીઓરા ચાનો બગીચો, રાયકુટ પેલેસ, મેનગુરીથી દેખાતો હિમાલય, તીસ્તા નદી પરનો પુલ, ચંપ્રામેરી અભયારણ્ય
પશ્ચિમ બંગાળમાં જલપાઇગુડી જિલ્લાનું સ્થાન
પશ્ચિમ બંગાળમાં જલપાઇગુડી જિલ્લાનું સ્થાન
દેશ ભારત
રાજ્ય પશ્ચિમ બંગાળ
વિભાગજલપાઇગુડી
મુખ્યમથકજલપાઈગુડી
સરકાર
 • લોક સભા મતવિસ્તારોજલપાઈગુડી, અલિપુરદૌર
 • વિધાન સભા મતવિસ્તારોનાગ્રકટા, દુધપુરી, મેકલિગની, માયાગુરી, માલ, દબગ્રામ-ફુલબારી, જલપાઈગુડી, રાજગની
વિસ્તાર
 • કુલ૩,૩૮૬ km2 (૧૩૦૭ sq mi)
વસ્તી
 (૨૦૧૧)
 • કુલ૨૩,૮૧,૫૯૬
 • ગીચતા૭૦૦/km2 (૧૮૦૦/sq mi)
 • શહેરી વિસ્તાર
૧૧,૦૩,૮૪૭
વસ્તી વિષયક
 • સાક્ષરતા૮૪.૭૯%
 • લિંગ પ્રમાણ૯૫૪
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
મુખ્ય ધોરીમાર્ગોNH 31, NH 31A, NH 31C, NH 31D
સરેરાશ વાર્ષિક વરસાદ૩૧૬૦ મીમી
વેબસાઇટwww.jalpaiguri.gov.in

આ જિલ્લો પર્યટન ક્ષેત્રે, પહાડી વિસ્તાર તરીકે, રમણીય દ્દશ્યો માટે, ગાઢ જંગલો માટે, ચાના બગીચા માટે તેમ જ આદિવાસી સંસ્કૃતિ માટે જાણીતો છે. આ જિલ્લો ૬,૨૪૫ ચોરસ કિલોમીટર જેટલા વિસ્તારમાં ફેલાયેલો છે. આ જિલ્લો 26° 16' અને 27° 0' ઉત્તર અક્ષાંશ તથા 88° 4' અને 89° 53' પૂર્વ રેખાંશ વચ્ચે આવેલો છે. આ જિલ્લાની સ્થાપના ઈ. સ. ૧૮૬૯ના વર્ષમાં કરવામાં આવી હતી.

સંદર્ભો ફેરફાર કરો

બાહ્ય કડીઓ ફેરફાર કરો