જાન્યુઆરી ૨૩
તારીખ
૨૩ જાન્યુઆરી નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૩મો (લિપ વર્ષ દરમ્યાન પણ ૨૩મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૪૨ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ ફેરફાર કરો
- ૧૫૫૬ – ચીનના શાંક્સી પ્રાંતમાં ઇતિહાસનો સૌથી ભયાનક ભૂકંપનો આંચકો આવ્યો. અંદાજે ૮,૩૦,૦૦૦ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો.
- ૧૮૪૯ – એલિઝાબેથ બ્લેકવેલને ન્યૂયોર્કની જિનેવા મેડિકલ કોલેજ દ્વારા એમ.ડી.ની પદવી એનાયત કરવામાં આવી. તેઓ યુનાઇટેડ સ્ટેટ્સના પ્રથમ મહિલા ડોક્ટર બન્યા.
- ૧૯૫૦ – ક્નેસેટ (ઇઝરાયલની ધારાસભા)એ જેરુસલેમને ઇઝરાયલની રાજધાની બનાવવાનો નિર્ણય કર્યો.
- ૧૯૬૪ – રાષ્ટ્રીય ચૂંટણીઓમાં મતદાન વેરાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકતા યુનાઇટેડ સ્ટેટ્સના બંધારણમાં ૨૪મા સુધારાને બહાલી આપવામાં આવી.
- ૧૯૬૭ – સોવિયેત યુનિયન અને આઇવરી કોસ્ટ વચ્ચે રાજદ્વારી સંબંધો સ્થાપિત થયા.
- ૨૦૦૨ – અમેરિકાના પત્રકાર ડેનિયલ પર્લનું પાકિસ્તાનના કરાચીમાં અપહરણ કરવામાં આવ્યા બાદ તેની હત્યા કરવામાં આવી.
- ૨૦૨૦ – વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોવિડ-૧૯ રોગચાળાને આંતરરાષ્ટ્રીય ચિંતાની જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરી.
જન્મ ફેરફાર કરો
- ૧૮૦૯ – સુરેન્દ્ર સાએ, ભારતીય ક્રાંતિકારી (અ. ૧૮૮૪)
- ૧૮૯૪ – જ્યોતિર્મયી દેવી, ભારતીય લેખક (અ. ૧૯૮૮)
- ૧૮૯૭ – સુભાષચંદ્ર બોઝ, ભારતીય સ્વતંત્રતા સેનાની અને રાજનેતા (અ. ૧૯૪૫)
- ૧૯૨૬ – બાળાસાહેબ ઠાકરે, શિવસેનાની સ્થાપના કરનાર ભારતીય રાજકારણી (અ. ૨૦૧૨)
અવસાન ફેરફાર કરો
- ૨૦૧૮ – હ્યુ માસેકેલા, દક્ષિણ આફ્રિકાના ટ્રંપટ વાદક, ફ્લુગેલહોર્ન વાદક, કોર્નેટ વાદક, સંગીતકાર અને ગાયક (જ. ૧૯૩૯)
તહેવારો અને ઉજવણીઓ ફેરફાર કરો
બાહ્ય કડીઓ ફેરફાર કરો
વિકિમીડિયા કૉમન્સ પર January 23 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |