ટ્વિટર એ એક ઓનલાઈન સમાચાર તથા સામાજીક આપલે માટેનું માધ્યમ છે જેમાં સંદેશ ને ટ્વિટ કેહવામાં આવે છે અને આ સંદેશ ૧૪૦ અક્ષરો સુધી મર્યાદિત છે. નોધણી કરાવેલ (રજીસ્ટર) વપરાશકર્તાઓ ટ્વિટ્સ પોસ્ટ કરી શકે છે, પરંતુ જેઓ રજીસ્ટર નથી તે માત્ર તેમને વાંચી શકે છે. ઉપયોગકર્તા ટ્વિટર વેબસાઇટ ઈન્ટરફેસ, એસએમએસ અથવા મોબાઇલ ઉપકરણ એપ્લિકેશન મારફતે ટ્વિટર નો ઉપયોગ કરે છે. ટ્વિટરની મૂળ ઓફિસ સાન ફ્રાન્સિસ્કો, કેલિફોર્નિયા, યુનાઈટેડ સ્ટેટ્સમાં આવેલ છે, અને સમગ્ર વિશ્વમાં 25 થી વધુ કચેરીઓ ધરાવે છે.[૧]

ટ્વિટર માર્ચ ૨૦૦૬માં જેક ડોર્સીએ, નુહ ગ્લાસ, બિઝ સ્ટોન, અને ઇવાન વિલિયમ્સ દ્વારા બનાવવામાં આવ્યું અને જુલાઈ માં એને જાહેર જનતા માટે ખૂલું મુકવામાં આવ્યું, અને આ સેવાએ ઝડપથી વિશ્વભરમાં લોકપ્રિયતા મેળવી હતી. ૨૦૧૨માં, ૧૦ કરોડ કરતા વધારે વપરાશકર્તાઓ ૩૪ કરોડ ટ્વિટ્સ એક દિવસમાં પોસ્ટ કરતા હતા, અને આ સેવાએ દિવસ દીઠ સરેરાશ ૧.૬ અબજ શોધ આદેશ સંભાળી.

૨૦૧૩માં, તે દસ સૌથી વધુ મુલાકાત લેવાતી વેબસાઇટ્સ પૈકી એક હતી અને "ઇન્ટરનેટ એસએમએસ" તરીકે વર્ણવવામાં આવી હતી. માર્ચ ૨૦૧૬ના રોજ, ટ્વિટર પાસે ૩૧ કરોડથી વધુ માસિક સક્રિય વપરાશકર્તાઓ હતા.

સંદર્ભ ફેરફાર કરો

  1. "About Twitter" સંગ્રહિત ૨૦૧૫-૧૦-૨૮ ના રોજ વેબેક મશિન Retrieved April 24, 2014.