તાશ્કંદ સમજૂતી

ભારત-પાકિસ્તાન વચ્ચેની શાંતિ સંધિ, ૧૯૬૬

તાશ્કંદ સમજૂતી ૧૦ જાન્યુઆરી ૧૯૬૬ના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે ૧૯૬૫નું ભારત-પાકિસ્તાન યુદ્ધનું નિવારણ કરતા શાંતિ કરાર હતા. ૨૩ સપ્ટેમ્બર ૧૯૬૫ના રોજ સંયુક્ત રાષ્ટ્રસંઘની સુરક્ષા સમિતિએ બંને દેશો વચ્ચે યુદ્ધવિરામનો પ્રસ્તાવ પસાર કરતાં યુદ્ધ અટક્યું હતું.[૧]

તાશ્કંદ સમજૂતી
પ્રકારશાંતિ કરાર
સંદર્ભ૧૯૬૫નું ભારત-પાકિસ્તાન યુદ્ધ
હસ્તાક્ષર૧૦ જાન્યુઆરી ૧૯૬૬
સ્થાનતાશ્કંદ, સોવિયેત યુનિયન
Signatoriesલાલ બહાદુર શાસ્ત્રી(ભારતના વડાપ્રધાન)
મોહમ્મદ અયુબ ખાન(પાકિસ્તાનના રાષ્ટ્રપતિ)
Parties ભારત અને  પાકિસ્તાન
ભાષાઓઅંગ્રેજી

આ યુદ્ધ એપ્રિલ ૧૯૬૫ થી સપ્ટેમ્બર ૧૯૬૫ વચ્ચે બંને દેશો વચ્ચે થયેલી નાની નાની અથડામણોમાંથી તણાવ વધતાં શરુ થયું હતું.[૨] ૧૯૪૭માં વિભાજન સમયથી તણાવનો મુદ્દો રહેલા જમ્મુ અને કાશ્મીરની પ્રજા અને કુદરતી સંશાધનોને કબ્જે કરવા માટે આ યુદ્ધ લડવામાં આવ્યું.[૨]

વિહંગાવલોકન ફેરફાર કરો

સોવિયત યુનિયનના (હાલનું ઉઝબેકિસ્તાનનું પાટનગર) શહેર તાશ્કંદ ખાતે ૪-૧૦ જાન્યુઆરી સુધી શાંતિ કરાર માટે બેઠક યોજવામાં આવી.[૨]

સોવિયત પ્રતિનિધિ એલેક્સેઇ કોસિજિન એ ભારતના વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ મોહમ્મદ અયુબ ખાન વચ્ચે મધ્યસ્થી કરવા જવાબદારી ઉઠાવી.[૩][૪]

આ બેઠક દરમિયાન ભારત અને પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્રસંઘ, સંયુક્ત રાજ્ય અમેરિકા અને સોવિયત યુનિયનના દબાણ હેઠળ તેમના અગાઉના કરારોને જાળવતાં એકબીજાનો કબ્જા હેઠળનો વિસ્તાર પરત કરી અને કાશ્મીરમાં ૧૯૪૯ મુજબની યુદ્ધવિરામ રેખા જાળવી રાખી.[૫][૬]

જાહેરાત ફેરફાર કરો

આ બેઠકને સફળ માનવામાં આવી અને તેમાં કરવામાં આવેલ સમજૂતીથી લાંબા સમય સુધી શાંતિ જળવાશે તેમ અનુમાન લગાવાયું.[૧] સમજૂતી અનુસાર બંને દેશોની સેનાઓએ ૨૫ ફેબ્રુઆરી ૧૯૬૬ પહેલાં ઓગષ્ટ ૧૯૬૫ની શરુઆતે જે સ્થિતિમાં હતા તે વિસ્તારમાં પરત જવું.[૧][૨] બંને દેશો એકબીજાના આંતરિક મામલામાં દખલ નહિ કરે, આર્થિક, રાજનૈતિક સંબંધો ફરી સ્થાપવામાં આવશે, યુદ્ધકેદીઓની સુવ્યવસ્થિત અદલાબદલી કરવામાં આવશે અને બંને નેતાઓ દ્વિપક્ષીય સંબંધો સુધારવા કાર્ય કરશે.[૨]

પ્રત્યાઘાત ફેરફાર કરો

સમજૂતીની ભારતમાં ટીકા કરવામાં આવી કારણ કે તેમાં યુદ્ધ ન કરવા સંધિ નહોતી અથવા કાશ્મીરમાં છાપામાર યુદ્ધની ફરી શરુઆત અંગે પણ કોઈ ઉલ્લેખ નહોતો. ભારતના વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીનું તાશ્કંદ ખાતે રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું.[૨] અકાળ મૃત્યુને કારણે હંમેશા તેમને ઝેર આપવા અંગેની આશંકાઓ ઉઠતી રહી.[૭] ભારત સરકારે શાસ્ત્રીજીના મૃત્યુ અંગેનો આહેવાલ વિદેશી સંબંધો ખરાબ થવા, રાષ્ટ્રમાં અશાંતિ ફેલાવાનો ભય અને સંસદીય વિશેષાધિકારનો ભંગના કારણો આપી ક્યારેય પણ જાહેર ન કર્યો.[૭]

સમજૂતી અનુસાર માર્ચ ૧૯૬૬માં મંત્રી સ્તરની બેઠક બંને દેશ વચ્ચે યોજવામાં આવી. તે કોઈ અસરકારક ન રહી તેમ છતાં બંને દેશો વચ્ચે રાજનૈતિક બેઠકો આખા વર્ષ દરમિયાન ચાલુ રહી. કાશ્મીર મુદ્દે મતભેદના કારણે આ બેઠકોનું કોઈ પરિણામ ન આવ્યું. ૧૯૬૫ના યુદ્ધ દરમિયાન પાકિસ્તાની પ્રજામાં એવો અતિઉત્સાહ જગાવવામાં આવ્યો હતો કે તેઓ આ યુદ્ધ જીતી જશે. સમજૂતીની જાહેરાતના કારણે તેમને આંચકો લાગ્યો કેમ કે તેઓ કોઈ અલગ જ અપેક્ષા ધરાવતા હતા. વધુમાં, અયુબ ખાને જાહેરમાં સમજૂતી અંગે કોઈ જવાબ આપવા ના કહી. સમગ્ર પાકિસ્તાનમાં દેખાવો અને રમખાણો ફાટી નીકળ્યા.[૨] અંતે ચાર દિવસ બાદ ૧૪ જાન્યુઆરી એ અયુબ ખાને જાહેર જનતાને સંબોધી. આ સમજૂતી અંગે મતભેદના કારણે ઝુલ્ફિકાર અલી ભુટ્ટોએ અયુબ ખાનની સરકાર છોડી અને નવો રાજકીય પક્ષ પાકિસ્તાન પીપલ્સ પાર્ટી સ્થાપ્યો. તે સમયે અયુબ ખાન લોકોને શાંત કરવામાં સફળ રહ્યા પરંતુ તાશ્કંદ સમજૂતીને કારણે તેમની પ્રતિષ્ઠાને ખૂબ જ હાનિ પહોંચી અને તે તેમના પતનનું કારણ બની.[૮]

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ ૧.૨ "The 1965 war". BBC News website. મેળવેલ ૨૯ જૂન ૨૦૧૭.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ ૨.૫ ૨.૬ "June 30th 1965: A Ceasefire was Agreed under UN Auspices Between India and Pakistan, Who Signed a Treaty to Stop the War at Rann of Kutch". MapsofIndia.com. મેળવેલ ૩૦ જૂન ૨૦૧૭.
  3. Bratersky, Alexander (૧૨ જાન્યુઆરી ૨૦૧૬). "At Tashkent, Soviet peace over India and Pakistan" (અંગ્રેજીમાં). મેળવેલ ૧૦ જાન્યુઆરી ૨૦૧૮.
  4. "Tashkent Declaration". Seventeen Moments in Soviet History (અંગ્રેજીમાં). ૧ સપ્ટેમ્બર ૨૦૧૫. મેળવેલ ૧૦ જાન્યુઆરી ૨૦૧૮.
  5. Bajwa, Farooq. From Kutch to Tashkent: The Indo-Pakistan War of 1965. Hurst Publishers. પૃષ્ઠ ૩૬૨. ISBN 9781849042307.
  6. Bisht, Rachna. 1965: Stories from the Second Indo-Pakistan War. Penguin UK. પૃષ્ઠ ૧૩૯. ISBN 9789352141296.
  7. ૭.૦ ૭.૧ Dhawan, Himanshi (૧૧ જુલાઇ ૨૦૦૯). "45 yrs on, Shastri's death a mystery". The Times of India. મેળવેલ ૧૦ જાન્યુઆરી ૨૦૧૮.
  8. The falling out at Tashkent (1966) between Ayub Khan and Zulfiqar Ali Bhutto, The Friday Times newspaper, Updated 4 November 2016, Retrieved 30 June 2017