તુલસીશ્યામ

પ્રખ્યાત રુક્ષમણી મંદિર અને ગરમ પાણીના કુંડ.

તુલસીશ્યામ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજયનાં ગીર સોમનાથ જિલ્લાના ઉનાથી શહેરથી આશરે ૨૯ કિલોમીટર દુર જંગલ માર્ગે આવેલું એક હિંદુ તીર્થ સ્થળ છે.

તુલસીશ્યામ
—  હિંદુ ધાર્મિક સ્થળ  —
તુલસીશ્યામ મંદિર
તુલસીશ્યામ મંદિર
તુલસીશ્યામનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°03′06″N 71°01′32″E / 21.051747°N 71.025633°E / 21.051747; 71.025633
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ગીર સોમનાથ જિલ્લો
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 0 metres (0 ft)

કોડ
  • • પીન કોડ • 362530

તુલશીશ્યામ પહોંચવા માટે ઉનાથી પાકા ડામર માર્ગે ધોકડવા અને સત્તાધાર થઇને પહોચી શકાય તેમજ જુનાગઢ શહેરથી તુલસીશ્યામ ૧૨૩ કિલોમીટર દુર છે જયાં વિસાવદર, સતાધાર, ધારી થઇને ડામર માર્ગે પહોચી શકાય છે તેમજ જુનાગઢથી કેશોદ, વેરાવળ, કોડીનાર અને ઉના થઇને પણ તુલસીશ્યામ જઇ શકાય છે. આ અંતર ૧૯૬ કિલોમીટર થાય છે. જે માર્ગે વંથલી, સોમનાથ, ગોરખમઢી અને પ્રાચી જેવા તીર્થો આવે છે.

અન્ય સ્થળો ફેરફાર કરો

આ જ્ગ્યામાં વિષ્ણુ મંદીર આવેલું છે તે ઉપરાંત રૂક્ષમણીજીનું મંદીર છે. જે ૪૦૦ પગથિયાં ચઢીને ડુંગરા ઉપર આવેલું છે. અહીં ગૌશાળા આવેલી છે. આ જગ્યામાં ટ્રસ્ટ દ્વારા બનાવવામા આવેલુ અતિથીગૃહ છે અન્ય ધર્મશાળા પણ આવેલી છે. તેમજ યાત્રિકો માટે અન્નક્ષેત્ર અને ચા પાણીની દરરોજની વ્યવસ્થા છે.

તુલસીશ્યામની ચારે બાજુ ગીરનું જંગલ હોવાથી આજુબાજુ કોઇ ગામ નથી. અહીં ભાદરવા સુદ અગિયારસે જળઝિલણીના પર્વે મોટો મેળો ભરાય છે.

 
દ્રષ્ટિભ્રમવાળું સ્થાન

નજીકમાં રસ્તા પર દ્રષ્ટિભ્રમના કારણે વાહન ગુરુત્વાકર્ષણ વિરુદ્ધ જતું હોય એવું લાગે તેવી જગ્યા આવેલી છે. આ ભ્રમને અંગ્રેજીમાં "ગ્રેવિટી હિલ" કહે છે.[૧]

સંદર્ભ ફેરફાર કરો

  1. "The mystery of antigravity at Tulsishyam, Gujarat and Leh hills". Jagran Post. ૩ સપ્ટેમ્બર ૨૦૧૪. મેળવેલ ૭ ફેબ્રુઆરી ૨૦૧૬.

બાહ્ય કડીઓ ફેરફાર કરો

ઉના તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન