દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ

ભારતનો કેન્દ્રશાસિત પ્રદેશ

દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ પશ્ચિમ ભારતમાં આવેલો કેન્દ્રશાસિત પ્રદેશ છે.[૫] [૬] તે દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના ભૂતપૂર્વ કેન્દ્રશાસિત પ્રદેશોના જોડાણ દ્વારા બનાવવામાં આવ્યો હતો. જુલાઈ ૨૦૧૯માં ભારત સરકાર દ્વારા સૂચિત જોડાણની યોજનાઓની જાહેરાત કરવામાં આવી હતી અને ડિસેમ્બર ૨૦૧૯માં ભારતની સંસદમાં જરૂરી કાયદો પસાર કરવામાં આવ્યો હતો અને ૨૬ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ કાયદો અમલમાં આવ્યો હતો.[૭] [૮] આ પ્રદેશ ચાર અલગ ભૌગોલિક પ્રદેશો દાદરા, નગર હવેલી, દમણ અને દીવ ટાપુથી બનેલો છે. આ ચારેય ક્ષેત્રો પોર્ટુગીઝ ભારતનો ભાગ હતા, તેઓ ૨૦મી સદીના મધ્યમાં ભારતીય વહીવટ હેઠળ આવ્યા. આ પ્રદેશની રાજધાની દમણ છે, જ્યારે સેલ્વાસ સૌથી મોટું શહેર છે.

દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ
કેન્દ્રશાસિત પ્રદેશ
Official logo of દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ
દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવનું ભારતમાં સ્થાન
દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવનું ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ: 20°25′N 72°50′E / 20.42°N 72.83°E / 20.42; 72.83
દેશ ભારત
સ્થાપના૨૬ જાન્યુઆરી ૨૦૨૦[૧]
રાજધાનીદમણ[૨]
સરકાર
 • માળખુંકેન્દ્રશાસિત પ્રદેશ
 • સંચાલકપ્રફુલ ખોડા પટેલ[૩]
વિસ્તાર
 • કુલ૬૦૩ km2 (૨૩૩ sq mi)
વિસ્તાર ક્રમ૩૩મો
ઊંચાઇ
૮ m (૨૬ ft)
મહત્તમ ઊંચાઇ
૪૨૫ m (૧૩૯૪ ft)
ન્યૂનતમ ઊંચાઇ
૦ m (૦ ft)
વસ્તી
 (૨૦૧૧)
 • કુલ૫,૮૫,૭૬૪
 • ગીચતા૯૭૦/km2 (૨૫૦૦/sq mi)
ભાષાઓ
 • અધિકૃતગુજરાતી, હિંદી, અંગ્રેજી
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
ISO 3166 ક્રમIN-DH
વાહન નોંધણીDD-01, DD-02, DD-03[૪]
જિલ્લાઓ
વેબસાઇટhttps://ddd.gov.in

જિલ્લાઓ ફેરફાર કરો

આ કેન્દ્રશાસિત પ્રદેશ ત્રણ જિલ્લાઓથી બનેલો છે:

ક્રમ જિલ્લો વિસ્તાર,
કિમી
વસ્તી,
(૨૦૧૧)
ગીચતા,
પ્રતિ/કિમી
દમણ જિલ્લો ૭૨ ૧,૯૦,૮૫૫ ૨,૬૫૦.૭૬
દીવ જિલ્લો ૪૦ ૫૨,૦૫૬ ૧,૩૦૧.૪૦
દાદરા અને નગરહવેલી ૪૯૧ ૩,૪૨,૮૫૩ ૬૯૮.૨૭
કુલ ૬૦૩ ૫,૮૫,૭૬૪ ૯૭૧.૪૨

સંદર્ભ ફેરફાર કરો

  1. "Data" (PDF). egazette.nic.in. મૂળ (PDF) માંથી 19 ડિસેમ્બર 2019 પર સંગ્રહિત. મેળવેલ 9 June 2020.
  2. "Daman to be Dadra & Nagar Haveli, Daman & Diu UTs capital". 23 January 2020.
  3. "Tweet". મેળવેલ 9 June 2020 – Twitter વડે.[non-primary source needed]
  4. "New vehicle registration mark DD for Dadra & Nagar Haveli and Daman and Diu". Deccan Herald. 23 January 2020. મેળવેલ 31 January 2020.
  5. Dutta, Amrita Nayak (10 July 2019). "There will be one UT less as Modi govt plans to merge Dadra & Nagar Haveli and Daman & Diu". મેળવેલ 31 January 2020.
  6. "Data" (PDF). egazette.nic.in. મૂળ (PDF) માંથી 9 ડિસેમ્બર 2019 પર સંગ્રહિત. મેળવેલ 9 June 2020.
  7. "Govt plans to merge 2 UTs -- Daman and Diu, Dadra and Nagar Haveli".
  8. "Data" (PDF). 164.100.47.4. મેળવેલ 9 June 2020.

બાહ્ય કડીઓ ફેરફાર કરો