નવિન પટનાયક ભારતીય રાજકારણી છે. તેઓ હાલના સમયમાં ભારત દેશના આગ્નેય (દક્ષિણ-પૂર્વ) ભાગમાં આવેલા ઑડિશા રાજ્યના મુખ્યમંત્રી છે. તેઓ આ પદ ૫ માર્ચ ૨૦૦૦થી સંભાળી રહ્યા છે. આ ઉપરાંત તેઓ ઑડિશા રાજ્યમાં વ્યાપ ધરાવતા બીજુ જનતા દળ નામથી ઓળખાતા રાજકીય પક્ષના વડા પણ છે. આ દળનું સંગઠન એમણે જ ઊભું કરેલ છે.

નવિન પટનાયક

જીવન દર્શન ફેરફાર કરો

નવીન પટનાયકનો જન્મ ઑડિશા રાજ્યના મુખ્ય શહેર એવા કટક ખાતે ૧૬ ઓક્ટોબર ૧૯૪૬ના રોજ થયો હતો. રાજ્યના દિગ્ગજ નેતાઓમાંથી એક એવા ભૂતપૂર્વ મુખ્યમંત્રી બીજુ પટનાયક એમના પિતા હતા. એમની માતાનું નામ જ્ઞાન પટનાયક હતું.