નીરવ પટેલ

ગુજરાતી કવિ

નીરવ પટેલ (૨ ડિસેમ્બર ૧૯૫૦ - ૧૫ મે ૨૦૧૯) ગુજરાતી અને અંગ્રેજી ભાષાના કવિ, અનુવાદક અને સંપાદક હતા; જેઓ મુખ્યત્વે ગુજરાતી દલિત સાહિત્યમાં તેમના યોગદાન માટે જાણીતા છે, જેમાં બર્નિંગ ફ્રોમ બોથ ધ એન્ડ્સ (૧૯૮૦, અંગ્રેજી કવિતાઓ), વોટ ડીડ આઇ ડુ ટૂ બી બ્લેક એન્ડ બ્લુ (૧૯૮૭, અંગ્રેજી કવિતાઓ) અને બહિષ્કૃત ફુલો (૨૦૦૬, ગુજરાતી) મુખ્ય છે. તેમણે ગુજરાતીમાં દલિત લખાણના સામયિક સ્વમાનનું સંપાદન કર્યું હતું.[૨]

નીરવ પટેલ
જન્મસોમો હીરો ચમાર
(1950-12-02)2 December 1950[૧]
ભુવલડી, ગુજરાત, ભારત
મૃત્યુ15 May 2019(2019-05-15) (ઉંમર 68)
અમદાવાદ, ગુજરાત, ભારત
વ્યવસાયકવિ, અનુવાદક, સંપાદક
ભાષાગુજરાતી, અંગ્રેજી
રાષ્ટ્રીયતાભારતીય
શિક્ષણપીએચ.ડી.
લેખન પ્રકારઅછાંદસ
સાહિત્યિક ચળવળગુજરાતી દલિતસાહિત્ય
નોંધપાત્ર સર્જનો
  • બર્નિંગ ફ્રોમ બોથ ધ એન્ડ્સ (૧૯૮૦)
  • વોટ ડીડ આઇ ડુ ટુ બી બ્લેક એન્ડ બ્લ્યુ (૧૯૮૭)
  • બહિષ્કૃત ફૂલો (૨૦૦૬)
સહી
નીરવ પટેલ
શૈક્ષણિક પાર્શ્વભૂમિકા
શોધ નિબંધGujarati Dalit Poetry 1978 to 2003: A study
માર્ગદર્શકડી. એસ. મિશ્રા

જીવન ફેરફાર કરો

નીરવ પટેલનો જન્મ ભારતના ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઇ તાલુકાના ભુવલડી ગામમાં થયો હતો. તેમનું જન્મનું નામ સોમો હિરો ચમાર હતું.[૩] તેમણે પોતાનું નામ નીરવ પટેલ રાખ્યું કારણ કે તેમને જાતિવાદને કારણે અત્યાચારનો સામનો કરવો પડ્યો હતો.[૩] અંગ્રેજી સાહિત્યમાં તેમણે પીએચ.ડી. કર્યું હતું. તેમણે બેંક અધિકારી તરીકે સેવા આપી હતી. નિવૃત્તિ પછી, તેમણે પોતાનો સમય દલિત સાહિત્યમાં સમર્પિત કર્યો.

તેમણે ૧૯૬૭માં કોલેજ દરમિયાન કવિતા લખવાનું શરૂ કર્યું.[૪] તેમણે દલિત લોકો પર આધારીત દલિત કવિતા લખી, જેઓ અત્યાચાર, શોષણ, ભેદભાવ અને અલગતાનો ભોગ બની રહ્યા હતા.[૪]

તેમણે ગુજરાતી દલિત સાહિત્યની ચળવળની પહેલ કરી અને ગુજરાતના દલિત પેન્થરની આગેવાની હેઠળ ૧૯૭૮માં પ્રથમ દલિત સાહિત્યિક મેગેઝિન આક્રોશનું પ્રકાશન કર્યું. તેમણે અન્યો સાથે કાળો સુરજ, સર્વનામ, સ્વમાન અને વાચા જેવા અલ્પજીવી ગુજરાતી સામયિકો માટે સંપાદત કર્યું હતું.[૫]

૧૫ મે ૨૦૧૯ના રોજ કેન્સરના કારણે અમદાવાદમાં તેમનું અવસાન થયું હતું.[૬][૭]

સર્જન ફેરફાર કરો

તેમણે અંગ્રેજીમાં બે કાવ્યસંગ્રહો બર્નિંગ ફ્રોમ બોથ ધ એન્ડ્સ (૧૯૮૦) અને વોટ ડીડ આઇ ડુ ટુ બી બ્લેક એન્ડ બ્લુ (૧૯૮૭) પ્રકાશિત કર્યા હતા. તેમણે ૨૦૦૬માં ગુજરાતી કવિતાસંગ્રહ બહિષ્કૃત ફુલો પ્રકાશિત કર્યો હતો.[૨] તેમણે તેમની કવિતાઓમાં દલિત સંવેદનશીલતા રજૂ કરી કરી.[૮][૯]

પુરસ્કારો ફેરફાર કરો

તેમને ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી મહેન્દ્ર ભગત પુરસ્કાર (૨૦૦૪–૨૦૦૫) અને ગુજરાત સરકાર તરફથી સંત કબીર દલિત સાહિત્ય એવોર્ડ (૨૦૦૫) મળ્યો હતો. [૧૦]

સંદર્ભ ફેરફાર કરો

  1. "Neerav Patel «  The Shared Mirror". The Shared Mirror. 2001-01-26. મેળવેલ 2016-10-13.
  2. ૨.૦ ૨.૧ "Welcome to Muse India". Welcome to Muse India. 1950-10-02. મૂળ માંથી 2016-10-23 પર સંગ્રહિત. મેળવેલ 2016-08-02.
  3. ૩.૦ ૩.૧ Agarwal, Beena; Patel, Neerav (July 2009). "Conversing With Neerav Patel". Impressions (A bi-Annual Refereed e-Journal English Studies). III (II). ISSN 0974-892X. મૂળ માંથી 22 May 2019 પર સંગ્રહિત. મેળવેલ 22 May 2019.
  4. ૪.૦ ૪.૧ "Inequity of inequality: A lament in Gujarati". Firstpost. 2017-01-30. મેળવેલ 2017-06-04. Cite has empty unknown parameter: |1= (મદદ)
  5. "Poets translating Poets". Poets - Goethe-Institut (લેટિનમાં). મેળવેલ 2016-10-13.
  6. Maitreya, Yogesh (21 May 2019). "Neerav Patel, poet and pioneer of Dalit literature in Gujarat, passes away; but power of his verses lives on". Firstpost. મેળવેલ 22 May 2019.
  7. Kothari, Rita (1 June 2019). "Farewell, Neeravbhai". Economic and Political Weekly. Mumbai. 54 (22): 70–71. eISSN 2349-8846. ISSN 0012-9976. મૂળ સંગ્રહિત માંથી 2 જૂન 2019 પર સંગ્રહિત. મેળવેલ 8 ઑગસ્ટ 2019Economic and Political Weekly વડે. Check date values in: |access-date= (મદદ)
  8. "Welcome to Muse India". Welcome to Muse India. મૂળ માંથી 2016-08-20 પર સંગ્રહિત. મેળવેલ 2016-10-13.
  9. Amar Nath Prasad; M. B. Gaijan (1 January 2007). Dalit Literature: A Critical Exploration. New Delhi: Sarup & Sons. પૃષ્ઠ 156. ISBN 978-81-7625-817-3. મેળવેલ 4 January 2017.
  10. Parmar, Manoj (October 2017). Pratiti. Ahmedabad: Rannade Prakashan. પૃષ્ઠ 276. ISBN 978-93-86685-28-5.

બાહ્ય કડીઓ ફેરફાર કરો