પર્યાવરણીય શિક્ષણ (EE) એ પ્રાકૃતિક પર્યાવરણ કેવી રીતે કાર્ય કરે છે અને સાતત્યપૂર્ણ રીતે જીવવા મનુષ્ય કેવી રીતે વ્યવહાર અને નિવસનતંત્ર સાથે સમાયોજન સાધે છે તેનું શિક્ષણ આપવાનો સંગઠિત પ્રયાસ છે. આ શબ્દનો પ્રયોગ શાળાકીય વ્યવસ્થામાં પ્રાથમિકથી લઈને માધ્યમિક બાદના શિક્ષણમાં શિક્ષણ આપવા માટે થાય છે. જોકે, કેટલીક વખત સામાન્ય જનતા તથા અન્ય દર્શકવર્ગમાં જાગૃતિ ફેલાવવાના પ્રયાસરૂપે તેનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં લેખિત સામગ્રી, વેબસાઇટ, માધ્યમોના અભિયાનો વગેરેનો સમાવેશ થાય છે. સંબંધિત શિક્ષણમાં આઉટડોર શિક્ષણ અને પ્રાયોગિક શિક્ષણનો સમાવેશ થાય છે. પર્યાવરણીય શિક્ષણ એ શીખવાની એક પ્રક્રિયા છે, જે પર્યાવરણ અને તેને સંબંધિત પડકારો વિશે લોકોમાં જાગૃતિ ફેલાવે છે, તે પડકારોનો સામનો કરવા માટેની આવશ્યક આવડતો તથા કૌશલ્યોને વિકસાવે છે અને જવાબદારીપૂર્વકનાં પગલાં લેવા માટેનાં વલણ, પ્રેરણા તથા પ્રતિબદ્ધતાને પ્રોત્સાહિત કરે છે. (યુનેસ્કો (UNESCO), ટબિલિસિ ઘોષણા, 1978).

મોરોક્કાના વિદ્યાર્થીઓ મોરોક્કામાં વર્લ્ડ વેટલેન્ડ્સ ડે દરમિયાન એસઇઓ(SEO)/બર્ડલાઇફ દ્વારા આયોજિત પ્રવૃત્તિઓ દરમિયાન પક્ષીઓ નિહાળી રહ્યાં છે

ઇઇ (EE)નું કેન્દ્રબિંદુ ફેરફાર કરો

ઇઇ (EE) મુખ્યત્વે નીચેના મુદ્દાઓ પર ભાર મૂકે છેઃ

  • પર્યાવરણ તથા પર્યાવરણીય પડકારો અંગે જાગૃતિ અને સંવેદનશીલતા
  • પર્યાવરણ તથા પર્યાવરણીય પડકારો વિશે જ્ઞાન અને સમજ
  • પર્યાવરણને લઈને અભિગમ ચિંતા તથા પર્યાવરણની ગુણવત્તા જાળવી રાખવામાં મદદરુપ થવું
  • પર્યાવરણીય સમસ્યાઓના શમન માટે કૌશલ્ય
  • પ્રવર્તમાન જ્ઞાન અને પર્યાવરણ સંબંધિત કાર્યક્રમોના અભ્યાસમાં સામેલગીરી

ઇતિહાસ ફેરફાર કરો

પર્યાવરણીય શિક્ષણનો પાયો 18મી સદીમાં નંખાયો હતો, જ્યારે જીન-જેક્સ રુસોએ પર્યાવરણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરતા શિક્ષણના મહત્વ પર ભાર મૂકે છે.Emile: or, On Education ઘણાં દાયકાઓ બાદ સ્વિટ્ઝર્લેન્ડમાં જન્મેલા પ્રકૃતિવિદ્ લૂઈસ અગાસીઝે વિદ્યાર્થીઓને ‘પુસ્તકોનો નહીં, પ્રકૃતિનો અભ્યાસ’ કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું અને રુસોની વિચારધારાને સમર્થન આપ્યું.[૧] આ બંને પ્રભાવશાળી વ્યક્તિઓએ પર્યાવરણીય શિક્ષણના કાર્યક્રમનો પાયો નાંખવામાં મહત્વની ભૂમિકા ભજવી. આ કાર્યક્રમ પ્રકૃતિ અભ્યાસ તરીકે ઓળખાય છે, જે 19મી સદીના અંત ભાગ અને 20મી સદીના પ્રારંભિક ગાળા દરમિયાન આકાર પામ્યો.

પ્રકૃતિ અભ્યાસ આંદોલનમાં વિદ્યાર્થીઓ કુદરતની કદર કરે અને પ્રાકૃતિક જગત તરફનો તેમનો ઝોક વિકસે તે માટે નૈતિક શિક્ષણ અને પૌરાણિક કથાઓનો આધાર લેવાતો હતો.[૨] કોર્નેલ યુનિવર્સિટી ખાતેના ડિપાર્ટમેન્ટ ઓફ નેચર સ્ટડીના વડા અન્ના બોટ્સફોર્ડ કોમસ્ટોક પ્રકૃતિ અભ્યાસ આંદોલનમાં મહત્વની હસ્તી હતાં અને તેમણે 1911માં ‘હેન્ડબુક ફોર નેચર સ્ટડી’ નામનું પુસ્તક લખ્યું, જેમાં બાળકોને સાંસ્કૃતિક મૂલ્યોનું જ્ઞાન પૂરું પાડવા માટે પ્રકૃતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે.[૩] કોમસ્ટોક અને લિબર્ટી હાઇડ બેઇલી જેવા આંદોલનના અન્ય નેતાઓને કારણે પ્રકૃતિના અભ્યાસને સામુદાયિક નેતાઓ, શિક્ષકો અને વિજ્ઞાનીઓનો અભૂતપૂર્વ સહયોગ સાંપડ્યો તથા યુનાઇટેડ સ્ટેટ્સમાં બાળકોનો અભ્યાસક્રમ બદલવામાં પણ આ આંદોલનકર્તાઓનું પ્રદાન નોંધનીય રહ્યું.

1920 અને 1930ના દાયકા દરમિયાન મહામંદી અને ડસ્ટ બાઉલના પરિણામે પર્યાવરણીય શિક્ષણનો નવો જ પ્રકાર - ‘સંરક્ષણ શિક્ષણ’ (કન્ઝર્વેશન એજ્યુકેશન) અસ્તિત્વમાં આવ્યો. સંરક્ષણ શિક્ષણ પ્રાકૃતિક અભ્યાસ કરતાં વેજ્ઞાનિક તાલીમ ઉપર વધુ ભાર મૂકતું હોવાથી તે પ્રકૃતિ અભ્યાસ કરતાં અલગ જ પ્રકારે પ્રાકૃતિક જગતના ક્ષેત્રમાં કાર્યરત છે.[૪] તે સમયગાળા દરમિયાન સંરક્ષણ શિક્ષણ સામાજિક, આર્થિક અને પર્યાવરણીય સમસ્યાઓ ઉકેલવામાં મદદ કરનારું વેજ્ઞાનિક વ્યવસ્થાપન અને આયોજનનું મહત્વનું ઉપકરણ હતું.

1960ના દાયકાના અંત ભાગમાં અને 1970ના દાયકાના પ્રારંભિક ગાળામાં વેગવંતુ બનનારું આધુનિક પર્યાવરણીય શિક્ષણ આંદોલન મૂળ પ્રકૃતિ અભ્યાસ અને સંરક્ષણ શિક્ષણનો જ એક ભાગ છે. આ ગાળા દરમિયાન નાગરિક અધિકાર, વિએટનામ યુદ્ધ અને શીતયુદ્ધ જેવી ઘટનાઓ બની, જેના કારણે અમેરિકનો એકબીજાના તથા અમેરિકન સરકારના વિરોધીઓ બન્યાં. જોકે, મોટાભાગનાં લોકો કિરણોત્સર્ગના પ્રસારથી તથા રાચેલ કાર્સનની ‘સાઇલન્ટ સ્પ્રિંગ’માં ઉલ્લેખાયેલા રાસાયણિક જંતુનાશકોથી ભયભીત થઈ ઊઠ્યા અને વાયુ પ્રદૂષણ અને કચરાની અતિશયતાને કારણે લોકોમાં તેમના આરોગ્ય અને પર્યાવરણ બાબતે એકસમાન ચિંતા જન્મી, જેના કારણે અસ્તિત્વમાં આવેલા સૈદ્ધાંતિક માર્ગને પર્યાવરણવાદ કહેવામાં આવે છે.

એક નવા આંદોલન સ્વરૂપે પર્યાવરણીય શિક્ષણ વિશેનો પ્રથમ લેખ 1969માં ફી ડેલ્ટા કપ્પનમાં પ્રકાશિત થયો. જેના લેખક જેમ્સ એ. સ્વાન હતા. [૫]‘પર્યાવરણીય શિક્ષણ’ની પરિભાષા સૌપ્રથમ એજ્યુકેશનલ ડાઇજેસ્ટમાં માર્ચ, 1970માં પ્રકાશિત થઈ, જે વિલિયમ સ્ટેપ દ્વારા લખવામાં આવી હતી.[૬] આગળ જતાં સ્ટેપ યુનેસ્કોમાં પર્યાવરણીય શિક્ષણના પ્રથમ ડિરેક્ટર બન્યા અને ત્યાર બાદ ગ્લોબલ રિવર્સ ઇન્ટરનેશનલ નેટવર્કના પણ તેઓ ડિરેક્ટર બન્યા.

આખરે, પર્યાવરણની સમસ્યાઓ અંગે જાગૃતિ ફેલાવવાના આશયથી 22મી એપ્રિલ, 1970ના રોજ સૌપ્રથમ વખત પૃથ્વી દિનની ઉજવણી કરવામાં આવી, જેણે આધુનિક પર્યાવરણીય શિક્ષણ આંદોલન માટે માર્ગ તૈયાર કર્યો. બાદામાં, તે જ વર્ષે પ્રમુખ નિક્સને પર્યાવરણીય શિક્ષણ અધિનિયમને સ્વીકૃતિ આપી દીધી, જેનો આશય K-12 શાળાઓમાં પર્યાવરણીય શિક્ષણનું સંઘટન કરવાનું હતું.[૭] ત્યાર પછી શિક્ષકોને સંસાધનો પૂરાં પાડીને તથા પર્યાવરણીય શિક્ષણ કાર્યક્રમોને ઉત્તેજન આપીને પર્યાવરણ અંગેની જાગૃતિ વધારવા માટે 1971માં નેશનલ એસોસિએશન ફોર એન્વાયર્મેન્ટલ એજ્યુકેશન (હવે નોર્થ અમેરિકન એસોસિએશન ફોર એન્વાયર્મેન્ટલ એજ્યુકેશન)ની રચના કરવામાં આવી.

1972માં સ્ટોકહોમ, સ્વિડનમાં માનવ પર્યાવરણ પર આયોજિત યુએન (UN) કોન્ફરન્સમાં પર્યાવરણીય શિક્ષણને વૈશ્વિક પર્યાવરણીય સમસ્યાઓનો સામનો કરવા માટેનું આવશ્યક ઉપકરણ જાહેર કરવામાં આવ્યું. ત્યાર પછી આંતરરાષ્ટ્રીય સ્તરે પર્યાવરણીય શિક્ષણને માન્યતા મળી. ધ યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશન સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન (યુનેસ્કો (UNESCO)) અને યુનાઇટેડ નેશન્સ એન્વાયર્મેન્ટ પ્રોગ્રામ (યુએનઇપી (UNEP)) એ ત્રણ મહત્ત્વની જાહેરાતો કરી, જે પર્યાવરણીય શિક્ષણના પ્રવાહની માર્ગદર્શક બની રહી.

સ્ટોકહોમ ઘોષણા ફેરફાર કરો

5-16 જૂન, 1972 – માનવ પર્યાવરણ પર સંયુક્ત રાષ્ટ્ર સંમેલનની ઘોષણા. આ દસ્તાવેજ ‘વિશ્વનાં લોકોને માનવ પર્યાવરણના સંરક્ષણ અને ઉત્થાન માટે પ્રેરિત કરી શકે અને માર્ગદર્શન આપી શકે’ તે માટે 7 ઘોષણાઓ તથા 26 સિદ્ધાંતોનો બનેલો હતો.

બેલગ્રેડ ચાર્ટર ફેરફાર કરો

13-22 ઓક્ટોબર, 1975 – ધ બેલગ્રેડ ચાર્ટર બેલગ્રેડ, યુગોસ્લાવિયા ખાતે યોજાયેલી પર્યાવરણીય શિક્ષણ પરની આંતરરાષ્ટ્રીય વર્કશોપનું પરિણામ હતું. બેલગ્રેડ ચાર્ટરની રચના સ્ટોકહોમ ઘોષણા પરથી કરવામાં આવી હતી અને તે પર્યાવરણીય શિક્ષણ કાર્યક્રમનાં લક્ષ્યો, ઉદ્દેશો અને માર્ગદર્શક સિદ્ધાંતોને જોડે છે. તે પર્યાવરણીય શિક્ષણ માટે શ્રોતાઓને પરિભાષિત કરે છે, જેમાં સામાન્ય જનતાનો પણ સમાવેશ થાય છે.

ટબિલિસી ઘોષણા ફેરફાર કરો

14-26 ઓક્ટોબર, 1977 – ટબિલિસી ઘોષણામાં ‘વિશ્વના પર્યાવરણના સંરક્ષણ તથા સુધારણા માટે તથા વિશ્વના સમુદાયોના સુદૃઢ અને સંતુલિત વિકાસમાં પર્યાવરણીય શિક્ષણની મહત્વપૂર્ણ ભૂમિકાને સર્વસંમતિથી સ્વીકારવામાં આવી છે.’ ટબિલિસી ઘોષણાએ સ્ટોકહોમ ઘોષણા તથા બેલગ્રેડ ચાર્ટરમાં આધુનિક સુધારણા તથા નવાં લક્ષ્યો, ઉદ્દેશ્યો, વિશેષતાઓ અને પર્યાવરણીય શિક્ષણના માર્ગદર્શક સિદ્ધાંતોના સમન્વય દ્વારા તેમને સ્પષ્ટ કરી.

તે દાયકા બાદ, 1977માં, ટબિલિસીમાં પર્યાવરણીય શિક્ષણ અંગે યોજાયેલા આંતર સરકારી સંમેલનમાં જ્યોર્જિયાએ વૈશ્વિક પર્યાવરણના સંરક્ષણ તથા સુધારણામાં પર્યાવરણીય શિક્ષણની ભૂમિકા ઉપર ભાર મૂક્યો અને પર્યાવરણીય શિક્ષણ માટે ઢાંચો તથા માર્ગદર્શન પૂરું પાડવાની માંગણી કરી. સંમેલને પર્યાવરણીય શિક્ષણની ભૂમિકા, લક્ષ્ય અને લક્ષણો પ્રસ્તુત કર્યા તથા તેના માટે અનેક લક્ષ્યો અને સિદ્ધાંતો પૂરાં પાડ્યાં.

અમેરિકામાં આધુનિક પર્યાવરણીય શિક્ષણ ફેરફાર કરો

1970ના દાયકા બાદ, પર્યાવરણીય શિક્ષણ ક્ષેત્રે કાર્યરત બિનસરકારી સંગઠનોનું સતત ગઠન અને વિકાસ થતા રહ્યા, તથા વર્ગખંડોમાં પર્યાવરણીય શિક્ષણ આપતા શિક્ષકોની સંખ્યા વધી ગઈ અને આ આંદોલનને મજબૂત રાજકીય સમર્થન મળ્યું. યુનાઇટેડ સ્ટેટ કોંગ્રેસે રાષ્ટ્રીય શિક્ષણ અધિનિયમ 1990ને સ્વીકૃતિ આપી દીધી, તે આગળ વધવાની દિશામાં અત્યંત મહત્વપૂર્ણ પગલું હતું. તેના પરિણામસ્વરુપે પર્યાવરણીય શિક્ષણનું કાર્યાલય યુ.એસ. એન્વાયર્મેન્ટલ પ્રોટેક્શન એજન્સીમાં બનાવવામાં આવ્યું અને ઇપીએ (EPA)ને ફેડરલ સ્તરે પર્યાવરણીય શિક્ષણ સંબંધિત પહેલ કરવાની પરવાનગી મળી ગઈ.[૮]

અમેરિકામાં પૂર્વ ઇતિહાસ ફેરફાર કરો

અમેરિકામાં પ્રકૃતિ શાસ્ત્ર, સંરક્ષણ શિક્ષણ અને શાળા અભિયાન એ પર્યાવરણીય શિક્ષણનો પૂર્વ ઇતિહાસ હતા. પ્રકૃતિ અભ્યાસ બાહ્ય અન્વેષણ (રોધ 1978) સાથે શૈક્ષણિક દ્રષ્ટિકોણને એકીકૃત કરતો હતો. સંરક્ષણ શિક્ષાએ કુદરતી સંસાધનોના દુરુપયોગ તરફ જાગૃતિ વિકસાવી. જ્યોર્જ પર્કિન્સ માર્શે માનવતાના અભિન્ન અંગ રુપે પ્રાકૃતિક જગત ઉપર વક્તવ્ય આપ્યું. યુ.એસ. ફોરેસ્ટ સર્વિસ અને ઇપીએ (EPA) જેવી સરકારી એજન્સીઓ પણ સંરક્ષણના એજન્ડા પર ભાર મૂકી રહી હતી. સંરક્ષણના આદર્શો હજી પણ પર્યાવરણીય શિક્ષણને માર્ગદર્શન પૂરું પાડી રહ્યા હતા. સ્કૂલ કેમ્પિંગએ પર્યાવરણ સાથે સંસર્ગ હતો અને શૈક્ષણિક ઉદેશ માટે વર્ગખંડના બહારના સંસાધનોનો ઉપયોગ હતો. આ પૂર્વ ઇતિહાસનો વારસો હજી પણ પર્યાવરણીય શિક્ષણના ઊભરતા ક્ષેત્રમાં મોજૂદ છે.

પરિચય ફેરફાર કરો

પરંપરાગત K-12 અભ્યાસક્રમમાં પર્યાવરણીય શિક્ષણને વૈકલ્પિક વિષય માનવામાં આવે છે. પ્રારંભિક શાળા કક્ષાએ પર્યાવરણીય શિક્ષણ વિજ્ઞાન સંવર્ધન અભ્યાસક્રમ, પ્રાકૃતિક ઐતિહાસિક સ્થળોનું ભ્રમણ, સામુદાયિક સેવા પરિયોજનાઓ અને બાહ્ય વિજ્ઞાન વિદ્યાલયોનું સ્વરુપ લઈ શકે છે. ઇઇ (EE)ની નિયમાવલિ નાગરિકોને પર્યાવરણ સંદર્ભે ઊંડી જાણકારી પૂરી પાડતા શાળા અને સંગઠનોના પર્યાવરણીય શિક્ષણ કાર્યક્રમના વિકાસ અને સુધારણામાં મદદ કરે છે. શાળા સંબંધિત ઇઇ (EE) નીતિઓ ત્રણ મુખ્ય ભાગો પર ધ્યાન આપે છેઃ અભ્યાસક્રમ, હરિયાળી સુવિધાઓ અને તાલીમ.

શાળાઓ ઇઇ (EE) નીતિના પૂરતા ભંડોળ દ્વારા પર્યાવરણીય શિક્ષણને તેમના અભ્યાસક્રમમાં સંકલિત કરી શકે છે. આ અભિગમ કે જેને "પર્યાવરણને શિક્ષણ માટે એક સંકલિત સંદર્ભ" તરીકે ઉપયોગ તરીકે ઓળખવામાં આવે છે તે પર્યાવરણીય શિક્ષણને મુખ્ય વિષયોની અંદર દાખલ કરે છે અને આમ પર્યાવરણીય શિક્ષણ કળા, જિમ અથવા સંગીત જેવા અન્ય વિષયોમાંથી સમય લેતો નથી.[૯] વર્ગખંડમાં પર્યાવરણીય શિક્ષણના અભ્યાસક્રમ માટે આર્થિક સહાય સિવાય પર્યાવરણીય શિક્ષણની નિયમાવલિ વ્યવહારિક બાહ્ય શિક્ષણ માટે આર્થિક સંસાધનો પણ ફાળવે છે. આ પ્રવૃત્તિઓ અને શિક્ષણ ‘પ્રકૃતિ ઉણપ વિકાર’નો સામનો કરવામાં અને તેને ઘટાડવામાં મદદ કરે છે અને સાથે જ વધુ સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહિત કરે છે.

હરિત શાળાઓ અથવા હરિત સુવિધાનો પ્રચાર એ પર્યાવરણીય શિક્ષણનો બીજો મુખ્ય ભાગ છે. હરિત શાળા સુવિધાઓનો ખર્ચ પરંપરાગત શાળા ઉભી કરવાના ખર્ચની તુલનાએ 2 ટકા જેટલો વધુ હોય છે પરંતુ આવી ઊર્જા કાર્યક્ષમ ઇમારતમાંથી કેટલાક વર્ષોમાં જ વળતર મળવાનું શરૂ થઇ જાય છે.[૧૦] પર્યાવરણીય શિક્ષણની નીતિઓ હરિત શાળાઓ માટેના પ્રારંભિક ખર્ચની પ્રમાણમાં નાની સમસ્યાઓ ઘટાડવામાં મદદરૂપ થાય છે. હરિત શાળાઓની નીતિઓ આધુનિકીકરણ, નવીનીકરણ કે વિદ્યાલયની સુવિધાઓની જાળવણી માટે ભંડોળ પણ પૂરું પાડે છે. વધુમાં, સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સારા ભોજનનો વિકલ્પ પણ હરિત શાળાઓનું પ્રમુખ પાસું હોય છે. નીતિઓમાં વિશેષપણે શાળામાં સ્થાનિક ધોરણે ઉગાડવામાં આવેલી ઉચ્ચ ગુણવત્તાયુક્ત ચીજોમાંથી તૈયાર તાજા બનાવેલા ખોરાક પર વધુ ભાર મૂકે છે.

માધ્યમિક શાળાઓમાં પર્યાવરણનો અભ્યાસક્રમ વિજ્ઞાન અંતર્ગત જ કે વિદ્યાર્થીઓની રુચિના આધારે કેન્દ્રિત વિષય હોઈ શકે છે. સ્નાતક કે સ્નાતક પછીના સ્તરે તેને શિક્ષણ, પર્યાવરણીય અભ્યાસ, પર્યાવરણ વિજ્ઞાન અને નીતિ, પરિસ્થિતિ વિજ્ઞાન કે માનવ/સાંસ્કૃતિક પરિસ્થિતિ કાર્યક્રમો હેઠળ પોતાના જ એક ક્ષેત્રના રૂપમાં જોઈ શકાય છે.

પર્યાવરણીય શિક્ષણ વર્ગખંડની અંદરની પાઠ યોજના સુધી જ પ્રતિબંધિત નથી. બાળકો જે પર્યાવરણમાં જીવી રહ્યા છે તેનું જ્ઞાન આપવાના વિવિધ રસ્તાઓ છે. વિદ્યાલયના પ્રાંગણમાં અનુભવ પર આધારિત શિક્ષણ તથા રાષ્ટ્રીય ઉદ્યાનોની પ્રત્યક્ષ મુલાકાતથી લઈને વિદ્યાલય બાદ હરિત ક્લબો અને વિદ્યાલય સ્તરની ચિરસ્થાયી યોજનાઓ સુધી, પર્યાવરણ એક એવો વિષય છે જે સુલભતાપૂર્વક અને સરળતાપૂર્વક પ્રાપ્ય છે. વળી, પૃથ્વી દિનની ઉજવણી કે ઇઇ (EE) સપ્તાહમાં ભાગ લેવો (જે નેશનલ એન્વાયર્મેન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ દ્વારા ચલાવવામાં આવે છે) તે પર્યાવરણીય શિક્ષણ પ્રત્યે પોતાના શિક્ષણને સમર્પિત કરવાનો એક ઘણો યોગ્ય માર્ગ છે. સર્વાધિક અસરકારક હોવા માટે એક સમગ્ર માધ્યમનું પ્રોત્સાહન કરવું પડશે, જેમાં ઉદાહરણોની પ્રમુખ ભૂમિકા હોય, જે અંતર્ગત વર્ગખંડ અને વિદ્યાલયના મેદાનમાં લાંબા ગાળાના અભ્યાસોનું આયોજન થાય અને વાલીઓ તથા વિદ્યાર્થીઓને પર્યાવરણીય શિક્ષણને તેમના ઘર સુધી લઈ જવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.

પર્યાવરણીય શિક્ષણની નીતિઓનું અંતિમ છતાં મહત્વનું પાસું છે સમાજમાં વિકાસ માટે લોકોને તાલીમ આપવામાં આવે. પ્રકૃતિ સાથે એક મજબૂત સંબંધ સ્થાપિત કરવા ઉપરાંત અમેરિકન નાગરિકોને 21મી સદીના જનબળમાં સફળ થવા માટે તેની જાણકારી હોવી આવશ્યક છે અને તેમાં તેમણે કુશળ થવું આવશ્યક પણ છે. આ રીતે પર્યાવરણીય શિક્ષણ નીતિઓ અધ્યાપકની તાલીમ તથા કામદારની તાલીમની પહેલ માટે આર્થિક મદદ પૂરી પાડે છે. શિક્ષકોએ અસરકારક રીતે શીખવવા અને પર્યાવરણનું શિક્ષણ અભ્યાસક્રમમાં સમાવિષ્ટ કરવા માટે તાલીમ આપલી જોઇએ. બીજી બાજુ, વર્તમાન કર્મચારીગણને તાલીમ આપવી જોઇએ અથવા ફેર તાલીમ આપવી જોઇએ કે જેથી, તેઓ નવી હરિત અર્થવ્યવસ્થા સાથે અનુકૂલન સ્થાપિત કરી શકે. પર્યાવરણીય શિક્ષણ નીતિઓ જે તાલીમ કાર્યક્રમોને આર્થિક સહાયતા પૂરી પાડે છે તે નાગરિકોને એક સ્થાયી સમાજમાં સમૃદ્ધ થવાના હેતુસર શિક્ષિત કરવા અંગે ખૂબ વિવેચનાત્મક છે.

સંબંધિત વિષય ફેરફાર કરો

પર્યાવરણીય શિક્ષણ, બાહ્ય શિક્ષણ અને પ્રયોગાત્મક શિક્ષણના વિષયો સાથે સંમિશ્રિત છે. બંને વિષય પર્યાવરણીય શિક્ષણના પૂરક છે, તેમ છતાં તેમની વિચારધારા આગવી છે.

  • બાહ્ય શિક્ષણનો અર્થ છે બહાર ‘માટે’ અને બહારના સ્થાન ‘માં’ મેળવેલું શિક્ષણ. તે પાઠ્યક્રમના વિસ્તરણ અને બાહ્ય અનુભવો દ્વારા સંવર્ધનનું એક માધ્યમ છે. (હેમરમેન, 1980, પાના નં. 33)પર્યાવરણીય શિક્ષણ ઘણી વખત બાહ્ય અનુભવો દ્વારા શીખવવામાં આવે છે. ઘરથી બહારના અનુભવ જોકે સંપૂર્ણપણે પર્યાવરણીય નથી હોતા, તેમ છતાં પર્યાવરણ સંબંધિત શિક્ષણની સામગ્રીઓથી યુક્ત હોય છે.
  • પ્રયોગાત્મક શિક્ષણ એક એવી પ્રક્રિયા છે જેના દ્વારા એક શિક્ષાર્થી પ્રત્યક્ષ અનુભવના માધ્યમથી જ્ઞાન, કૌશલ્ય અને મહત્ત્વનું સર્જન કરે છે. (એઇઇ (AEE), 2002, પાનું 5) પ્રયોગશીલ શિક્ષણને પર્યાવરણીય શિક્ષણ સાથે જોડાયેલા વિચારો અને કુશળતાઓની પ્રક્રિયા અને પદ્ધતિ બંને સ્વરુપોમાં જોઈ શકાય છે.

આ બંનેમાંથી દરેક ક્ષેત્રના પોતાના લક્ષ્ય છે, તેની સાથે-સાથે કેટલાંક એવાં મુદ્દાઓ પણ છે, જ્યાં બંને પર્યાવરણીય શિક્ષણના ઉદ્દેશ્યો અને ફિલોસોફીના આધારે એકબીજાને અરસપરસ વ્યાપ્ત કરે છે.

વલણો ફેરફાર કરો

પર્યાવરણીય શિક્ષણ સાથે સંબંધિત વર્તમાન પ્રવાહોમાંથી એક વિચારધારા, આદર્શવાદ અને સક્રિયતાવાદના દ્રષ્ટિકોણથી અલગ એક એવા દ્રષ્ટિકોણ તરફ જવા ઈચ્છે છે, જે વિદ્યાર્થીઓને તેમના અનુભવો તથા આંકડાઓના આધારે યોગ્ય નિર્ણય લેવાની અને આગળ વધવાની પરવાનગી આપતો હોય. આ પ્રક્રિયામાં, પર્યાવરણ પાઠ્યક્રમને વિકાસાત્મક પ્રકારે સરકારી શિક્ષણના સ્તરની સાથે સંકલિત કરવામાં આવ્યો છે. કેટલાક પર્યાવરણ શિક્ષકોને આ આંદોલન કષ્ટદાયક તથા પર્યાવરણીય શિક્ષણના વાસ્તવિક રાજકીય તથા સક્રિયતાવાદી માધ્યમથી જૂદું પડતું જણાય છે, જ્યારે અન્યને આ માધ્યમ વધુ યોગ્ય અને પ્રાપ્ય જણાય છે.[સંદર્ભ આપો]

આંદોલન ફેરફાર કરો

એક આંદોલન એવું છે જેણે અપેક્ષા મુજબ તાજેતરમાં જ ઔદ્યોગિક સમાજમાં પર્યાવરણીય શિક્ષણના વિચારની સ્થાપના (1960નો દાયકો)થી વિકાસ કર્યો છે, તેણે સહભાગીઓને પ્રકૃતિની કદર અને જાગૃતિથી પરિસ્થિતિલક્ષી દ્રષ્ટિથી ચિરસ્થાયી ભવિષ્યના શિક્ષણ સુધી પહોંચાડી દીધા છે. આ પ્રવાહને સહભાગીઓને પ્રકૃતિની કદરની ભાવનાના વિકાસ દ્વારા સૌથી પહેલાં પોતાની તરફ આકર્ષિત કરવાની ઈચ્છા ધરાવતા પર્યાવરણીય શિક્ષણ કાર્યક્રમની સંખ્યાના સૂક્ષ્મ જગત સ્વરુપે જોઈ શકાય છે, જે બાદમાં સંરક્ષણ તથા ચિરસ્થાયિત્વને પ્રભાવિત કરનારા કાર્યોના સ્વરૂપે રૂપાંતરિત થશે.

આ કાર્યક્રમ ન્યૂયોર્કથી કેલિફોર્નિયા સુધી વિસ્તૃત છે, જેમાં કેલિફોર્નિયા યુનિવર્સિટી, સાંતા ક્રૂઝની લાઇફ લેબ પણ સમાવિષ્ટ છે અને સાથે જ ઇથિકાની કોર્નેલ યુનિવર્સિટી પણ સામેલ છે. [૧]

સંદર્ભો ફેરફાર કરો

ઢાંચો:Ibid

  1. Berkeley.edu
  2. બિલ ક્રોનન, WilliamCronon.net સંગ્રહિત ૨૦૧૦-૧૧-૧૮ ના રોજ વેબેક મશિન
  3. [138] ^ આઇબિડ
  4. બિલ ક્રોનન, WilliamCronon.net સંગ્રહિત ૨૦૧૦-૧૧-૧૮ ના રોજ વેબેક મશિન
  5. સ્વાન, જે.એ. (1969 સપ્ટેમ્બર ધ ચેલેન્જ ઓફ એનવાયર્નમેન્ટલ એજ્યુકેશન. ફિ ડેલ્ટા કપ્પાન, 51, 26-28.
  6. સ્ટાપ, ડબલ્યુ વગેરે (1970, માર્ચ) . ધ કન્સેપ્ટ ઓફ એનવાયર્નમેન્ટલ એજ્યુકેશન એજ્યુકેશન ડાઇજેસ્ટ, 35(7), 8-10.
  7. "EElink.net" (PDF). મૂળ (PDF) માંથી 2010-06-11 પર સંગ્રહિત. મેળવેલ 2010-11-30.
  8. "EElink.net" (PDF). મૂળ (PDF) માંથી 2010-06-11 પર સંગ્રહિત. મેળવેલ 2010-11-30.
  9. "Earthday.net". મૂળ માંથી 2010-09-26 પર સંગ્રહિત. મેળવેલ 2010-11-30.
  10. "Earthday.net". મૂળ માંથી 2010-09-23 પર સંગ્રહિત. મેળવેલ 2010-11-30.

વધુ વાંચન ફેરફાર કરો

  • ગ્રુએનીવાલ્ડ, ડી. એ. 2003, એ ફૌકૌલ્ડીયન એનાલિસિસ ઓફ એનવાયર્નમેન્ટલ એજ્યુકેશનઃ ટુવર્ડ ધ સોસિયોલોજીકલ ચેલેન્જ ઓફ ધ અર્થ ચાર્ટર, ક્યુરિક્યુલમ ઇન્ક્વાયરી 34(1):71-107.
  • હોએલ્કર, ડેવિડ ડબલ્યુ. "કલ્ટિવેટિંગ ધ ઇકોલોજિકલ કનસાયન્સઃ સ્મિથ, ઓર એન્ડ બાઉવર્સ ઓન ઇકોલોજીકલ એજ્યુકેશન એમ. એ. થેસિસ, યુનિવર્સિટી ઓફ નોર્થ ટેક્સાસ, 2009. http://digital.library.unt.edu/ark:/67531/metadc12133/m1/
  • માલોન, કે. 1999, એનવાયર્નમેન્ટ એજ્યુકેશન રિસર્ચર્સ એઝ એનવાયર્નમેન્ટલ એક્ટિવિસ્ટ્સ, એનવાયર્નમેન્ટલ એજ્યુકેશન રિસર્ચ 5(2):163-177.
  • પાલ્મર, જે. એ., 1998, એનવાયર્નમેન્ટલ એજ્યુકેશન ઇન ધ 21 સેન્ચ્યુરી: થિયરી, પ્રેક્ટિસ, પ્રોગ્રેસ એન્ડ પ્રોમીસ, રૂટલેજ.
  • સાયન્સ (ઇડી), 1997, ઓવરહોલિંગ એનવાયર્નમેન્ટલ એજ્યુકેશન, સાયન્સ, 276:361.
  • સ્માયથ, જે. સી. 2006, એનવાયર્નમેન્ટલ એન્ડ એજ્યુકેશન: એ વ્યૂ ઓફ એ ચેન્જિંગ સીન, એનવાયર્નમેન્ટલ એજ્યુકેશન રિસર્ચ 12(3,4):247-264.
  • રોથ, ચાર્લ્સ ઇ. “ઓફ ધ મેરી-ગો-રાઉન્ડ એન્ ઓન ટુ ધ એસ્કલેટર”. ઇન ફ્રોમ ઓટ ટુ એક્શન ઇન એનવાયર્નમેન્ટલ એજ્યુકેશન, વિલિયમ બી. સ્ટેપ દ્વારા સંકલિત,પાના. 12–23. કોલમ્બસ, ઓએચઃ સ્મીએક (SMEAC) ઇન્ફર્મેશન રેફરન્સ સેન્ટર, 1978. ઇડી 159 046.

બાહ્ય લિંક્સ ફેરફાર કરો