પુરુષોત્તમ યોગ એ ભગવદ ગીતાનો પંદરમો અધ્યાય છે. આ અધ્યાયમાં કુલ વીસ શ્લોક છે. આ અધ્યાયમાં વેદ, વેદાંત અને વૈરાગ્યની વાતો છે. સમગ્ર વિશ્વમાં ક્ષર અને અક્ષર એવા બે પ્રકારના પુરુષો કહેવાયા છે અને આ બંન્નેથી પર એવા ત્રીજા પુરુષને ઈશ્વર કહ્યા છે એવી સમજ અપાઈ છે. ઈશ્વરને અહીં પુરુષોત્તમ કહ્યા છે તેથી આ અધ્યાય "પુરુષોત્તમ યોગ" કહેવાયો છે.

સૂર્ય, ચંદ્ર, અગ્નિમાં તેજ સ્વરૂપ ઈશ્વર જ છે. ઔષધીઓમાં રસ ભરનાર અને સર્વે પ્રાણીઓમાં વૈશ્વાનર સ્વરૂપે વસી અન્ન પચાવનાર ઈશ્વર તે હું જ છું એવું જ્ઞાન આપવામાં આવ્યું છે.

આ પણ જુઓ ફેરફાર કરો