ફતેપુર (તા. અમરેલી)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

ફતેપુર (તા. અમરેલી) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા અમરેલી જિલ્લામાં આવેલા અમરેલી તાલુકાનું એક ગામ છે. ફત્તેપુર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

ફતેપુર
—  ગામ  —
ફતેપુરનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°36′10″N 71°13′05″E / 21.602871°N 71.21817°E / 21.602871; 71.21817
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો અમરેલી
તાલુકો અમરેલી
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશો ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમજ શાકભાજી

ઇતિહાસ ફેરફાર કરો

આ ગામ જાણીતા ભક્તકવિ ભોજા ભગતે વસાવ્યું હોવાની નોંધ મળે છે.[૧] તેઓ લોહાણા સમાજના સંત જલારામ ના તેઓ ગુરુ હતા.[૨] તેમનાં અનુયાયીઓ ફતેપુરના દર્શને આવે છે, જ્યાં તેમણે તેમના જીવનનો મોટા ભાગનો સમય ગુજાર્યો હતો. ભોજા ભગતના આશ્રમમાં તેમની પાઘડી, ઢોલિયો અને પાદુકાઓ રાખેલ છે.[૩][૪] તેમનું ઇંટોનું બનેલું મૂળ ઘર એમનું એમ છે અને તેમની અંગત વસ્તુઓ ત્યાં રાખવામાં આવી છે. આશ્રમને ગાદી-પતિ કહેવાતા મહંત સંભાળે છે.[૫][૬]

સંદર્ભ ફેરફાર કરો

  1. પ્રભુની ફૂલવાડી, લોકજીવનના મોતી, ગુજરાત સમાચાર. ૧૯૨૫.
  2. "જિલ્લા શિક્ષણાધિકારી અમરેલીની વેબસાઇટ પર માહિતી". મૂળ માંથી 2013-07-07 પર સંગ્રહિત. મેળવેલ 2013-05-22.
  3. Gujarat State Gazetteers: Amreli Front Cover. Directorate of Govt. Print., Stationery and Publications, Gujarat State. ૧૯૭૨.
  4. Ramananda Chatterjee (૧૯૧૫). The Modern review, Volume 17, Issues 2-6. Prabasi Press Private, Ltd. પૃષ્ઠ ૪૪૬. ISSN 0026-8380. મેળવેલ ૨૯ જાન્યુઆરી ૨૦૧૫.
  5. The Indian P.E.N., Volume 35. P.E.N. All-India Centre. ૧૯૬૯. પૃષ્ઠ ૧૫૪. ISSN 0019-6053. મેળવેલ ૨૯ જાન્યુઆરી ૨૦૧૫.
  6. Gujarat State Gazetteers: Amreli. Directorate of Government Print., Stationery and Publications, Gujarat State. ૧૯૭૨. પૃષ્ઠ ૬૪૧. મેળવેલ ૨૯ જાન્યુઆરી ૨૦૧૫.
તાલુકાનું ભૌગોલિક સ્થાન અને અમરેલી તાલુકાના ગામો