બાલકૃષ્ણ વિઠ્ઠલદાસ દોશી, (OAL) (૨૬ ઑગસ્ટ ૧૯૨૭ – ૨૪ જાન્યુઆરી ૨૦૨૩) એ એક ભારતીય સ્થપતિ (આર્કિટેક્ટ) હતા.[૧] તેઓ દક્ષિણ એશિયાના સ્થાપત્ય વર્ગમાં એક મહત્વની વ્યક્તિ માનવામાં આવે છે અને ભારતીય સ્થાપત્યકળાના વિકાસમાં તેમનું યોગદાન નોંધનીય છે.[૨] તેમના નોંધનીય સ્થાપત્યોમાં ઈન્ડિયન ઇન્સ્ટીટ્યૂટ ઑફ મેનેજમેંટ બેંગ્લોર અને આગાખાન ઍવોર્ડ ઑફ આર્કીટેક્ચર મેળવેલ અરણ્ય લો કોસ્ટ હાઉસિંગ ડેવેલોપમેંટ, ઈન્દોર નો સમાવેશ થાય છે.[૩] ૨૦૧૮માં પ્રીત્ઝકર આર્કિટેક્ચર પુરસ્કાર મેળવનારા તેઓ પ્રથમ ભારતીય આર્કીટેક્ટ બન્યા હતા.[૪][૫]

બી. વી. દોશી
૨૦૧૩માં બી. વી. દોશી
જન્મની વિગત
બાલકૃષ્ણ વિઠ્ઠલદાસ દોશી

(1927-08-26)26 August 1927
પુણે, મુંબઈ પ્રેસિડેન્સી, બ્રિટીશ ભારત
મૃત્યુ24 January 2023(2023-01-24) (ઉંમર 95)
રાષ્ટ્રીયતાભારતીય
શિક્ષણ સંસ્થાજે.જે. સ્કૂલ ઓફ આર્કિટેક્ચર, મુંબઈ
વ્યવસાયArchitect
જીવનસાથી
કમલા પરીખ (લ. 1955)
સંતાનો
પુરસ્કારોપદ્મવિભૂષણ(મરણોત્તર)
પદ્મભૂષણ
પદ્મશ્રી
ઓર્ડર ઓફ આર્ટ્સ એન્ડ લેટર્સ
પ્રિત્ઝકર પ્રાઈઝ
આગા ખાન પુરસ્કાર
રોયલ ગોલ્ડ મૅડલ
વ્યવસાયવાસ્તુ શિલ્પ કન્સલ્ટન્ટ
ઇમારતોભારતીય પ્રબંધ સંસ્થા, બેંગ્લોર (આઈઆઈએમ, બેંગ્લોર) ભારતીય પ્રબંધ સંસ્થા, ઉદયપુર (આઈઆઈએમ, ઉદયપુર), રાષ્ટ્રીય ફેશન પ્રૌદ્યોગિકી સંસ્થા, દિલ્હી

પ્રારંભિક જીવન ફેરફાર કરો

બી. વી. દોશીનો જન્મ પુનામાં થયો હતો.[૬] તેમણે તેમનો અભ્યાસ જે જે સ્કુલ ઑફ આર્કીટેક્ટ, મુંબઈમાંથી કર્યો હતો.

કારકીર્દી ફેરફાર કરો

શરૂઆતના વાસ્તુ ફેરફાર કરો

 
આઈ આઈ એમ બેંગ્લોર - એકેડેમિક બ્લોક.
 
આઈ આઈ એમ બેંગ્લોર - લાયબ્રેરી બ્લોક.
 
હુસેન-દોશી ગુફા, અમદાવાદ

લી કોર્બસીયા સાથે ૧૯૫૧-૧૯૫૪ સુધી પેરિસમાં કાર્ય કર્યા પછી તેના અમદાવાદના પ્રોજેક્ટની દેખરેખ રાખવા દોશી અમદાવાદ આવ્યા. તેમણે ઈ.સ. ૧૯૫૫માં તેમની કાર્યશાળા : વાસ્તુ-શિલ્પ (એન્વાયરમેન્ટલ ડિઝાઈન)ની સ્થાપના કરી. જ્યારે લ્યુઈસ ખાન અને અનંત રાજે આઇ.આઇ.એમ. અમદાવાદની રચના કરતા હતા ત્યારે તેમણે તેમની સાથે મળી કામ કર્યું હતું. ઈ.સ. ૧૯૫૮માં તેઓ ગ્રેહામ ફાઉન્ડેશન ફોર ફાઈન આર્ટના ફેલો હતા. ત્યાર બાદ ઈ.સ. ૧૯૬૨માં તેમણે સ્કુલ ઑફ આર્કીટેક્ચર ચાલુ કરી.

અધ્યાપન ફેરફાર કરો

આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવનાર આર્કિટેક્ટ સાથે સાથે તેઓ અધ્યાપક અને સંસ્થા નિર્માતા તરીકે પણ જાણીતા છે. તેઓ સ્કુલ ઑફ આર્કીટેક્ચર, અમદાવાદના પ્રથમ સ્થાપક નિર્દેશક (૧૯૬૨-૭૨) હતા. તેઓ સ્કુલ ઑફ પ્લાનિંગના પ્રથમ સ્થાપક નિર્દેશક (૧૯૭૨-૭૯) હતા. તેઓ સેપ્ટ યુનિવર્સિટી (સેન્ટર ઑફ પ્લાનિંગ ઍન્ડ ટેક્નોલોજી)ના પ્રથમ સ્થાપક ડિન (૧૯૭૨-૮૧) હતા. આ સિવાય તેઓ વિઝ્યૂઅલ આર્ટ્સ સેંટર અમદાવાદ, કનોરિયા સેન્ટર ઑફ આર્ટ્સ, અમદાવાદની સ્થાપક સદસ્યો રહ્યા છે.

રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જાણીતી એવી સંસ્થા - વાસ્તુ-શિલ્પ ફાઉન્ડેશન ફોર સ્ટડીઝ ઍન્ડ રીસર્ચ ઇન એનવાયરમેંટલ ડિઝાઈનની સ્થાપનામાં શ્રી દોશી સક્રીય હતા. આ સંસ્થાએ સસ્તા ઘરોના બાંધકામ અને નગર રચના ક્ષેત્રોમાં નોંધનીય કાર્ય કર્યું છે. અલ્પ-આવક ધરાવતા કુટુંબો માટે ઘરોની રચનામાં તેમણે પહેલ કરી હતી. તેઓ તેમની સ્થિરતા ધરાવતી અવનવી રચનાઓ માટે જાણીતા છે.

સન્માન ફેરફાર કરો

દોશી રૉયલ ઇન્સ્ટીટ્યૂટ ઑફ બ્રિટિશ આર્કીટેક્ટના ફેલો હતા. તેઓ પ્રીઝકર ઈનામની ચયન સમિતિના સભ્ય હતા. આ સિવાય તેઓ ઈન્દિરા ગાંધી નેશનલ સેમ્ટર ફોર આર્ટ્સ, આગા ખાન ઍવૉર્ડ ફોર આર્કીટેક્ચર ની ચયન સમિતિના સભ્ય હતા. તેઓ ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ આર્કિટેક્ટના પણ ફૅલો હતા.

શિક્ષણશાસ્ત્રી તરીકે તેઓ ૧૯૫૮થી યુ.એસ.એ. અને યુરોપનો પ્રવાસ ખેડતા રહ્યા છે.[સંદર્ભ આપો]

માર્ચ ૨૦૧૮માં તેમને પ્રીઝકર આર્કીટેક્ચર પ્રાઈઝ એનાયત થયો. આ ઈનામ આર્કીટેક્ટ ક્ષેત્રનો નોબેલ પુરસ્કાર મનાય છે. આ ઈનામ મેળવનાર તેઓ પ્રથમ ભારતીય આર્ર્કીટેક્ટ બન્યા. પ્રીઝકરની ચયન સમિતિએ જણાવ્યું કે તેમની વાસ્તુ રચનાઓ ગંભીર, ઝાકઝમાળ રહિત અને પરંપરાથી ભિન્ન હતી" તેમણે દોશીની જવાબદારીનું ભાન, ઊંચી ગુણવત્તા ધરાવતા આર્કીટેક્ચર થકી દેશ અને લોકોની સેવા કરવાની ઈચ્છા ની પણ નોંધ લીધી.

પુરસ્કારો ફેરફાર કરો

આર્કીટેક્ચર અને અધ્યાપન ક્ષેત્રમાં તેમના યોગદાન માટે તેમને ઘણામ્ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારો મળ્યા છે.

  • પ્રીઝકર આર્કીતેક્ચર પ્રાઈઝ, ૨૦૧૮ [૪]
  • પદ્મશ્રી, ભારત સરકાર,૧૯૭૬
  • માનદ્ ડોક્ટરેટ યુનિવર્સીટી ઑફ પેન્સીલવાનીયા.
  • ફ્રાસનો કલા ક્ષેત્રનો સર્વોચ્ચ પુરસ્કાર 'ઑફિસર ઑફ ધ ઓર્દેર્ ઓફ્ આર્ટસ એન્દા લેટર્સ, ૨૦૧૧.[૭]
  • અરણ્ય કોમ્યુનીટી હાઉસિંગ નામના પ્રોજેક્ટ માટે ૧૯૯૩-૧૯૯૫ માટે ૬ઠ્ઠો આગાખાન ઍવોર્ડ ફોર આર્કીટેક્ચર.[૩]

ઈમારતો ફેરફાર કરો

  • ૧૯૬૭-૭૧ - ઈ સી આઈ એલ ટાઉનશીપ, હૈદ્રાબાદ
  • ૧૯૭૯-૮૦ - સંગત, બી વી દોશીની ઑફીસ, અમદાવાદ
  • ૧૯૭૨ - સેપ્ટ યુનિવર્સીટી (CEPT), અમદાવાદ
  • ૧૯૬૨-૭૪ - ઈંડિયન ઇન્સ્ટીટ્યૂટ ઑફ મેનેજમેંટ, બેંગ્લોર.
  • ૧૯૮૯ - નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઑફ ફેશન ટેકનોલોજી,[૮] દીલ્હી
  • ૧૯૯૦ - અમદાવાદની ગુફા, અમદાવાદ
  • અરણ્ય લો કોસ્ટ હાઉસિંગ, ઈંદોર
  • ઈફ્કો ટાઉનશીપ, કલોલ
  • સવાઈ ગાંધર્વ, પુના
  • પ્રેમાભાઇ હૉલ, અમદાવાદ
  • ટાગોર મેમોરિયલ હૉલ, અમદાવાદ
  • વિધ્યાધર નગર, જયપુર
  • ઉદયન કોન્ડોવીલે, ઉદિત (HIG), ઉત્સવ (MIG) ઉત્સર્ગ (LIG) ૨૫૦૦ ઘર, કોલકત્તા
  • ઈંડિયન ઇન્સ્ટીટ્યૂટ ઑફ મેનેજમેંટ, લખનૌ[૫]
  • ઇન્સ્ટીટ્યૂટ ઑફ ઈંડોલોજી, અમદાવાદ[૫]

ફિલ્મોમાં ફેરફાર કરો

૨૦૦૮માં હંડ્રેડ હેંડ્ઝના ડાયરેક્ટરે પ્રેમજીત સિંહે તેમની મુલાકાત સાથેનું એક વૃત્ત ચિત્ર બહાર પાડ્યું હતું. મણિરત્નમની ફિલ્મ ઓ કાદલ કન્મણી નામની ફિલ્મમાં અને શાદ અલીની ફીલ્મ ઓકે જાનુમાં પોતાનું પાત્ર ભજવ્યું.[૯]

અંગત જીવન ફેરફાર કરો

દોશીએ કમલા પરીખ સાથે ૧૯૫૫માં લગ્ન કર્યા હતા. તેમને ત્રણ દીકરીઓ છે – તેજલ, રાધિકા અને મનીષા.[૧૦] તેજલ પંથાકી કાપડ ડિઝાઇનર છે,[૧૧] રાધિકા કઠપાલિયા આર્કિટેકટ અને ફેશન ડિઝાઇનર છે,[૧૨] અને મનીષા અક્કીથમ ચિત્રકાર છે.[૧૩]

દોશીનું ૯૫ વર્ષની વયે ૨૪ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ ગુજરાતના અમદાવાદમાં અવસાન થયું હતું.[૧૪][૧૫]

સંદર્ભો ફેરફાર કરો

  1. Balkrishna Vithaldas Doshi. સંગ્રહિત ૨૦૧૧-૦૮-૨૩ ના રોજ વેબેક મશિન
  2. Ashish Nangia: "Post Colonial India and its Architecture - II" સંગ્રહિત ૨૦૧૨-૦૫-૧૦ ના રોજ વેબેક મશિન, in Boloji, 12-02-2006
  3. ૩.૦ ૩.૧ "Balkrishna Doshi Named 2018 Pritzker Prize Laureate". ArchDaily. ૭ માર્ચ ૨૦૧૮. મેળવેલ ૭ માર્ચ ૨૦૧૮.
  4. ૪.૦ ૪.૧ Top Architecture Prize Goes to Low-Cost Housing Pioneer From India, By Robin Pogrebin, New York Times, March 7, 2018.
  5. ૫.૦ ૫.૧ ૫.૨ Rajghatta, Chidanand (૮ માર્ચ ૨૦૧૮). "B V Doshi 1st Indian to win 'Nobel' for architecture". The Times of India. મેળવેલ ૭ મે ૨૦૧૮.
  6. Japan Architect, nr.05, 2001
  7. B V Doshi conferred France's highest honour for arts - Times Of India[હંમેશ માટે મૃત કડી]
  8. http://www.nift.ac.in
  9. Shah, Devanshi. "9 amazing facts you absolutely wouldn't have guessed about BV Doshi". Architectural Digest. મેળવેલ 8 March 2018.
  10. Lee Morgan, Ann; Naylor, Colin, સંપાદકો (1987). Contemporary Architects. Internet Archive. St. James Press. પૃષ્ઠ 234–237. ISBN 978-0-912289-26-7.
  11. "Tejal Design Studio". www.baroda.com. મેળવેલ 25 August 2022.
  12. "VSC Vāstu Shilpā Consultants – Team". Indian-Architects (અંગ્રેજીમાં). મેળવેલ 25 August 2022.
  13. "Maneesha Doshi". Saffronart. મેળવેલ 25 August 2022.
  14. "Celebrated architect Balkrishna Doshi passes away at 95". The New Indian Express. મેળવેલ 24 January 2023.
  15. Bernstein, Fred A. (24 January 2023). "Balkrishna Doshi, Modernist Indian Architect, Is Dead at 95". The New York Times. મેળવેલ 25 January 2023 – NYTimes.com વડે. CS1 maint: discouraged parameter (link)

બાહ્ય કડીઓ ફેરફાર કરો