બૃહદ મુંબઇ રાજ્ય

ભારતનું ભૂતપૂર્વ રાજ્ય

ઇ. સ. ૧૯૪૭માં ભારતને આઝાદી મળ્યા બાદ, ભારત દેશ અનેક નાના રજવાડાઓમાં વહેંચાયેલો હતો. આ સમયે પશ્ચિમ ભારતમાં બૃહદ મુંબઇ રાજ્ય નામનું અલગ રાજ્ય અસ્તિત્વમાં હતું, જેની રાજધાની મુંબઈ હતી. આઝાદી પહેલા લગભગ ૧૭૫ વર્ષ સુધી ગાયકવાડનું શાસન હતું. ઓગણીસમી સદીના આરંભે ઈસ્ટ ઇન્ડીયા કંપનીએ મરાઠાઓને હરાવ્યા અને બ્રિટીશ હુકુમતે પોતાના સીધા અંકુશ હેઠળના પશ્ચિમ ભારતના પ્રદેશને વહીવટી અનુકુળતા માટે પાંચ પ્રદેશમાં (એજન્સી) વહેંચી દીધો હતો અને તેમનો વહીવટ મુંબઇના ગવર્નરને સોંપવામાં આવ્યો હતો. આ પાંચ એજન્સીઓ નીચે મુજબ હતી:

  1. રેવા કાંઠા એજન્સી
  2. મહી કાંઠા એજન્સી
  3. બનાસકાંઠા તથા પાલનપુર એજન્સી
  4. સાબરકાંઠા એજન્સી
  5. વેસ્ટર્ન ઇન્ડિયા સ્ટેટ એજન્સી
બોમ્બે પ્રાંત (૧૯૪૭ - ૧૯૫૦)
બૃહદ મુંબઇ રાજ્ય (૧૯૫૦ - ૧૯૬૦)
ભારતનું રાજ્ય
૧૯૪૭–૧૯૬૦

બોમ્બે સ્ટેટ, ૧૯૫૬-૧૯૬૦

લાલ રંગમાં બોમ્બે સ્ટેટ
રાજધાનીમુંબઈ (૧૫ ઓગસ્ટ ૧૯૪૭ થી ૧ મે ૧૯૬૦
વિસ્તાર 
• ૧૯૫૬
494,358 km2 (190,873 sq mi)
વસ્તી 
• ૧૯૫૬
48264622
ઇતિહાસ
ઐતિહાસિક કાળભારત ગણરાજ્ય
• બોમ્બે પ્રેસિડેન્સી, ડેક્કન સ્ટેટ એજન્સી અને બરોડા, વેસ્ટર્ન ગુજરાત સ્ટેટ્સ એજન્સી (આંશિક)નું વિઘટન
૧૯૪૭
• કચ્છ રાજયનું જોડાણ
૧૯૫૬
• સૌરાષ્ટ્ર રાજ્યનું જોડાણ
૧૯૫૬
• વિદર્ભનું જોડાણ
૧૯૫૬
• મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યોમાં વિભાજન
૧૯૬૦
પહેલાં
પછી
બોમ્બે પ્રેસિડેન્સી
ડેક્કન સ્ટેટ્સ એજન્સી
બરોડા, વેસ્ટર્ન ગુજરાત અને ગુજરાત સ્ટેટ્સ એજન્સી
સૌરાષ્ટ્ર
કચ્છ રાજ્ય
મહારાષ્ટ્ર
ગુજરાત
૧૯૪૭થી ભારતના રાજ્યો
બોમ્બે પ્રેસિડેન્સી, ઉત્તર વિભાગ, ૧૯૦૯
બોમ્બે પ્રેસિડેન્સી, દક્ષિણ વિભાગ, ૧૯૦૯

વિસ્તાર, ભાષા, ભૂગોળ અને સંસ્કૃતિની દ્રષ્ટિએ આ રાજ્ય ઘણુ અલગ હતું. જેનું ક્ષેત્રફળ ૨૬,૪૦૦ ચોરસ કિલોમીટર હતું. બૃહદ મુંબઇની શરૂઆત માઉન્ટ આબુ થી શરૂ કરીને દક્ષિણમા છેક મૈસૂરમાં તેનો અંત થતો હતો. દેખીતી રીતે તેનું આયોજન વ્યવસ્થિત રીતે ચાલતુ ન હતું. આઝાદી મળ્યા બાદ ઘણા વર્ષો પછી પણ આજ પરિસ્થિતિ રહી. અંતે સપ્ટેમ્બર ૩૦, ૧૯૫૫ના દિવસે સરકારે વિસ્તાર, ભાષા, ભૂગોળ અને સંસ્કૃતિના પાસાં તપાસીને ભાષાવાર રચી શકાતા દસેક રાજ્યો સુચવ્યા, પણ તેમાં ગુજરાત કે મહારાષ્ટ્ર જેવા કોઇ રાજ્યોનો ઉલ્લેખ ન હતો. જેના કારણે ગુજરાતી અને મરાઠી લોકોમાં અસંતોષ જાગ્યો અને અનેક આંદોલનો બાદ છેવટે ૧ મે,૧૯૬૦ના રોજ બૃહદ મુંબઇનું વિલીનીકરણ કરી મહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્ર, કચ્છ તથા ગુજરાત રાજ્ય બન્યું.

ગુજરાતી ભાષી રાજ્યની માંગ સાથે મહાગુજરાત આંદોલન અને મરાઠી ભાષી રાજ્યની માંગ સાથે સંયુક્ત મહારાષ્ટ્ર આંદોલન ચલાવાયા.

મુખ્યમંત્રી ફેરફાર કરો

બૃહદ મુંબઈ રાજ્યને ત્રણ મુખ્યમંત્રીઓ રહી ચુક્યા હતા.

  • બાલાસાહેબ ગંગાધર ખેર (૧૯૪૭-૧૯૫૨)
  • મોરારજી દેસાઈ (૧૯૫૨-૧૯૫૭)
  • યશવંતરાવ ચવાણ (૧૯૫૭-૧૯૬૦)

રાજ્યપાલ ફેરફાર કરો


આ પણ જુઓ ફેરફાર કરો