Coordinates: 27°43′17″N 85°21′43″E / 27.72139°N 85.36194°E / 27.72139; 85.36194

બૌદ્ધનાથ (હિંદી: बौद्धनाथ; અંગ્રેજી: Boudhanath) નેપાળના પાટનગર કાઠમંડુના પૂર્વ ભાગમાં આવેલ પ્રસિદ્ધ બૌદ્ધ સ્તૂપ તેમ જ તીર્થસ્થળ છે. આ સ્તૂપ દુનિયાના સૌથી મોટા સ્તૂપો પૈકીનો એક છે એવી સ્થાનિક માન્યતા છે[૧]. આ સ્થળને વિશ્વ ધરોહર સ્થળ તરીકે ઘોષિત કરવામાં આવેલ છે.

બૌદ્ધનાથ, કાઠમંડુ, નેપાળ

આ સ્તૂપના નિર્માણ કાર્ય દરમિયાન આ વિસ્તારમાં ભયંકર દુષ્કાળ પડ્યો હતો, આથી પાણી ન મળવાને કારણે ઝાકળના બિંદુઓથી આ સ્થાપત્ય બનાવવામાં આવ્યું હોવાની સ્થાનીક માન્યતા છે.

આ સ્તૂપ ૩૬ મીટર ઊંચાઈ[૨] ધરાવતું સ્થાપત્ય કલાનું સુંદર ઉદાહરણ પ્રસ્તુત કરે છે.

સંદર્ભો ફેરફાર કરો

  1. "Fables of Boudhanath and Changunarayan". nepalnews.com. મૂળ માંથી 2007-02-09 પર સંગ્રહિત. મેળવેલ 2007-07-30.
  2. Department of Archaeology (Nepal). "Bauddhanath". મેળવેલ 3 May 2014.

બાહ્ય કડીઓ ફેરફાર કરો

 
Wikivoyage
વિકિયાત્રા (Wikivoyage) પર આ વિષયક વધુ માહિતી ઉપલબ્ધ છે: