ભંડારીયા (તા. ભાવનગર)

ભારતના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાનું એક ગામ

ભંડારીયા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ભાવનગર જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા ભાવનગર તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, ઉચચતર માધયમિક શાળા, પંચાયતઘર, દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

ભંડારીયા (તા. ભાવનગર)
—  ગામ  —
ભંડારીયા (તા. ભાવનગર)નું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°35′13″N 72°07′53″E / 21.586981°N 72.131493°E / 21.586981; 72.131493
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ભાવનગર
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 66 metres (217 ft)

કોડ

ઇતિહાસ ફેરફાર કરો

ભંડારીયા મૂળ કામળીયા આહીરોનું રજવાડું હતું.[૧]

જાણીતા વ્યક્તિઓ ફેરફાર કરો

ગુજરાતી ભાષાના સાહિત્યકાર દિનકર જોષીનો જન્મ આ ગામમાં થયો હતો.

મહત્વના સ્થળો ફેરફાર કરો

ભંડારીયા તેના પથ્થરો માટે જાણીતું છે. ભંડારીયામાં આ પથ્થરોથી માલેશ્રી નદી પર એક પુલ બાંધવામાં આવેલો છે જે ભાવનગર થી મહુવા વચ્ચેના માર્ગ પર આવેલો છે.[૨]

નજીકની ટેકરીઓ જે ખોખરા પર્વતમાળાનો ભાગ છે, તેને માળનાથની ટેકરીઓ કહે છે. તેના પર માળનાથ મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિરમાં પાણીનો કુંડ આવેલો છે. ભંડારીયાની નજીકની ટેકરીઓના નામ કલવીરા, રોજમાળ, ભીનમાળ, કાન ફાટા અને કુર્મા છે.[૨]

સંદર્ભ ફેરફાર કરો

  1. "Imperial Gazetteer2 of India, Volume 15, page 165 -- Imperial Gazetteer of India -- Digital South Asia Library". dsal.uchicago.edu. મેળવેલ 2020-09-03.
  2. ૨.૦ ૨.૧ Gazetteer of the Bombay Presidency: Kathiawar (Public Domain text). VIII. Printed at the Government Central Press, Bombay. ૧૮૮૪. પૃષ્ઠ ૩૮૨.

  આ લેખ પબ્લિક ડોમેઇનમાં રહેલા પુસ્તક Gazetteer of the Bombay Presidency: Kathiawar. VIII. Printed at the Government Central Press, Bombay. ૧૮૮૪. પૃષ્ઠ ૩૮૨. માંથી લખાણના અંશો ધરાવે છે.

ભાવનગર તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન