ભારત દેશમાં અલગ અલગ નીચે પ્રમાણેની ભાષાઓ અધિકૃત ભાષાઓ ગણાય છે. તે ઉપરાંત પણ અલગ અલગ કેટલીયે અન્ય ભાષાઓ અને બોલીઓ ભારતમાં બોલાય છે.

અધિકૃત ભાષાઓ ફેરફાર કરો

ભારતનાં બંધારણની કલમ ૩૪૫ નાં મે ૨૦૦૭નાં ૮માં પરીચ્છેદ દ્વારા નીચેની ભાષાઓને 'અધિકૃત ભાષા'ની શ્રેણીમાં મુકવામાં આવેલ છે.[૧]:

ભાષા મૂળ (Genetic affiliation) બોલનારાઓ
(૨૦૦૧),(૧૦ લાખમાં)
ભૌગોલિક વિસ્તાર
આસામીઝ/(Axomiya) ઇન્ડો-આર્યન, પુર્વીય ૧૩ આસામ
બંગાળી ઇન્ડો-આર્યન, પુર્વીય ૧૮૦ પશ્ચિમ બંગાળ, આસામ, ઝારખંડ, ત્રિપુરા
બોડો તિબેટો-બર્મન ૧.૨ આસામ
ડોગરી ઇન્ડો-આર્યન, ઉત્તરીય ૦.૧ જમ્મુ અને કાશ્મીર
ગુજરાતી ઇન્ડો-આર્યન, પશ્ચિમી ૪૬ ગુજરાત, મહારાષ્ટ્ર, તામિલ નાડુ
હિન્દી ઇન્ડો-આર્યન, ઘણી વિવિધતા ૪૨૨ "હિન્દી ભાષી વિસ્તાર", ઉત્તર ભારત (મુખ્યત્વે: દિલ્હી, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, વિગેરે)
કન્નડ દ્રવિડીયન, દક્ષિણી ૩૮ કર્ણાટક, મહારાષ્ટ્ર, તામિલ નાડુ, ગોઆ
કાશ્મીરી દર્ડીક ૫.૫ જમ્મુ અને કાશ્મીર
કોંકણી ઇન્ડો-આર્યન, દક્ષિણી ૨.૫ કોંકણ (ગોઆ, કર્ણાટક, મહારાષ્ટ્ર, કેરળ)
મૈથિલી ઇન્ડો-આર્યન, પુર્વીય ૧૨ બિહાર
મલયાલમ દ્રવિડીયન, દક્ષિણી ૩૩ કેરળ, લક્ષદ્વીપ, માહે, પોંડિચેરી
મણિપુરી, મૈતૈયી, મૈતૈ, મૈથૈઇ તિબેટો-બર્મન ૧.૫ મણિપુર
મરાઠી ઇન્ડો-આર્યન, દક્ષિણી ૭૨ મહારાષ્ટ્ર, કર્ણાટક, મધ્ય પ્રદેશ, ગુજરાત, આંધ્ર પ્રદેશ, ગોઆ
નેપાળી ઇન્ડો-આર્યન, ઉત્તરીય ૨.૫ સિક્કિમ, પશ્ચિમ બંગાળ, આસામ
ઉડિયા ઇન્ડો-આર્યન, પુર્વીય ૩૩ ઓરિસ્સા
પંજાબી ઇન્ડો-આર્યન ૨૯ પંજાબ, ચંડીગઢ, દિલ્હી, હરિયાણા
સંસ્કૃત ઇન્ડો-આર્યન ૦.૦૫ -
સંથાલી મુંડા ૬.૫ સંથાલ છોટા નાગપુર વિસ્તારની આદિજાતિ (બિહાર, છત્તીસગઢ, ઝારખંડ, ઓરિસ્સા)
સિંધી ઇન્ડો-આર્યન , ઉત્તરપશ્ચિમ ૨.૫ ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી, રાજસ્થાન, મધ્ય પ્રદેશ
તમિલ દ્રવિડીયન, દક્ષિણી ૬૧ તામિલ નાડુ, કર્ણાટક, પોંડિચેરી, આંધ્ર પ્રદેશ, કેરળ, મહારાષ્ટ્ર
તેલુગુ દ્રવિડીયન, દક્ષિણ-મધ્ય ૭૪ આંધ્ર પ્રદેશ, કર્ણાટક, તામિલ નાડુ, મહારાષ્ટ્ર, ઓરિસ્સા
ઉર્દૂ ઇન્ડો-આર્યન , મધ્ય ૫૨ જમ્મુ અને કાશ્મીર, આંધ્ર પ્રદેશ, દિલ્હી, બિહાર, ઉત્તર પ્રદેશ

અધિકૃત શાસ્ત્રીય ભાષાઓ ફેરફાર કરો

૨૦૦૪ માં, ભારત સરકારે જાહેર કર્યું કે જે ભાષાઓ નિશ્ચિત માપદંડમાં ખરી ઉતરતી હશે તેને અધિકૃત શાસ્ત્રીય ભાષાનો દરજ્જો પ્રદાન કરાશે.[૨] ત્યાર પછી શાસ્ત્રીય ભાષા તરીકે જાહેર કરાયેલ ભાષાઓમાં તમિલ (૨૦૦૪ માં),[૩] સંસ્કૃત (૨૦૦૫ માં),[૪] કન્નડ (૨૦૦૮ માં), અને તેલુગુ (૨૦૦૮ માં).[૫] નો સમાવેશ થાય છે.

સંદર્ભ ફેરફાર કરો

  1. ભારતનું બંધારણ, પાન ૩૩૦, પરિશિષ્ટ ૮ [કલમ ૩૪૪ (૧) અને ૩૫૧] ભાષાઓ
  2. "India sets up classical languages". BBC. મેળવેલ ૧ મે ૨૦૦૭.
  3. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2013-11-04 પર સંગ્રહિત. મેળવેલ 2009-06-06.
  4. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2005-10-30 પર સંગ્રહિત. મેળવેલ 2009-06-06.
  5. "Declaration of Telugu and Kannada as classical languages". Press Information Bureau. Ministry of Tourism and Culture, Government of India. મેળવેલ ૩૧ ઓક્ટોબર ૨૦૦૮.

બાહ્ય કડીઓ ફેરફાર કરો