ભુસાવળ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યના જલગાંવ જિલ્લામાં આવેલા કુલ ૧૫ તાલુકાઓ પૈકીના એક મહત્વના ભુસાવળ તાલુકાનું મુખ્ય મથક છે. જલગાંવ જિલ્લામાં બીજા ક્રમે આવતું આ શહેર હજીરા-કોલકાતાને જોડતા રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૫૩ (જૂનો રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૬) પર આવેલ છે. વિશ્વવિખ્યાત પર્યટન સ્થળ અજંતાની ગુફાઓ અહીંથી આશરે ૬૩ કિલોમીટર (વાયા જામનેર) જેટલા અંતરે આવેલ છે.

ભુસાવળ

भुसावळ
ભુસાવળ રેલવે સ્ટેશન
ભુસાવળ રેલવે સ્ટેશન
ભુસાવળ is located in મહારાષ્ટ્ર
ભુસાવળ
ભુસાવળ
મહારાષ્ટ્ર, ભારતમાં ભુસાવળનું સ્થાન
અક્ષાંશ-રેખાંશ: 21°03′N 75°46′E / 21.05°N 75.77°E / 21.05; 75.77
દેશ ભારત
રાજ્યમહારાષ્ટ્ર
જિલ્લોજલગાંવ
સરકાર
 • પ્રકારનગરપાલિકા
ઊંચાઇ
૨૦૯ m (૬૮૬ ft)
વસ્તી
 (૨૦૧૧)
 • કુલ૧,૮૭,૪૨૧
ઓળખભુસાવલકર
ભાષાઓ
 • અધિકૃતમરાઠી
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
પિનકોડ
425201
વાહન નોંધણીMH-19

ભૂગોળ ફેરફાર કરો

ભુસાવળ તાપી નદીના કિનારા પર વસેલું છે. તાપી નદી મધ્ય ભારતમાં સાતપુડા પર્વતમાળા અને દક્ષિણના ઉચ્ચપ્રદેશમાં આવેલ અજંતા પહાડીઓની વચ્ચે થી વહે છે. આ નદી ભારતીય ઉપખંડની મહત્વની નદીઓ પૈકીની એક છે, જેની લંબાઈ લગભગ ૭૨૪ કિલોમીટર (૪૫૦ માઇલ) જેટલી છે. તાપી નદી, નર્મદા નદી તેમ જ મહી નદીની માફક પૂર્વ થી પશ્ચિમ તરફ વહે છે.

વસ્તી ફેરફાર કરો

વર્ષ ૨૦૧૧ની ભારતની જનગણના અનુસાર આ શહેરની વસ્તી ૧,૮૭,૪૨૧ જેટલી છે, જેમાં ૯૬,૧૪૭ પુરુષો અને ૯૧,૨૭૪ સ્ત્રીઓ છે. અહીંનો સાક્ષરતા દર ૮૮.૩૮ % જેટલો છે, જેમાં પુરુષ સાક્ષરતા દર ૯૧.૭૪ % અને સ્ત્રી સાક્ષરતા દર ૮૪.૮૭ % જેટલો છે.[૧]

વિગતવાર જનગણનાના આંકડા અનુસાર આ શહેરની ૬૪.૦૬ % વસ્તી હિંદુ ધર્મ, ૨૪.૪૦ % વસ્તી મુસ્લિમ ધર્મ અને ૮.૭૯ % વસ્તી બૌદ્ધ ધર્મને અનુસરે છે.[૧]

સંદર્ભો ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ "Bhusawal City Population Census 2011 | Maharashtra". www.census2011.co.in. મેળવેલ 2018-06-19.