ભૂરિશ્રવા પૂરુ વંશના રાજા બાલ્હીકનો પૌત્ર અને સોમદત્તનો પુત્ર હતો. તેને બીજા ત્રણ ભાઈઓ હતા. મહાભારતના યુદ્ધમાં તે દુર્યોધનના પક્ષમાં હતો અને તેણે સાત્યકિના દસ પુત્રોનો વધ કર્યો હતો. વળી સાત્યકિ સાથેના યુદ્ધમાં તે જ્યારે તેનું મસ્તક છેદવા જાય છે ત્યારે અર્જુને છોડેલા બાણથી તેનો હાથ ખડગ સહિત શરીરથી જુદો થઈ ગયો. તે શોકગ્રસ્ત થઈને મૃત્યુ શૈયા પર બેસીને પ્રાણ ન્યોચ્છાવર કરવા બેઠો તે સમયે સાત્યકિએ શુદ્ધિમાં આવી તેને મારી નાખ્યો.

સ્ત્રોત ફેરફાર કરો

  • ભગવદ્ગોમંડળ