ભૌતિકશાસ્ત્રની સમયરેખા

ભૌતિકશાસ્ત્રનો આરંભ ગૅલિલિયો અને ન્યૂટનના સમયથી થયો હતો એમ ગણવામાં આવે છે.[૧]

ભૌતિકશાસ્ત્રની વિકાસરેખા ફેરફાર કરો

  • ઈ. પૂ. (આશરે) ૫૦૦ : પરમાણુની કલ્પના, ભારતમાં કણાદ તેમજ ગ્રીસમાં ડિમોક્રિટસ, પ્લેટૉ અને એરિસ્ટૉટલના વિચારો
  • ઈ. પૂ. ૨૮૭-૨૧૨ : આર્કિમીડીઝની શોધખોળો
  • ઈ. સ. ૪૭૬: આર્યભટ્ટના પૃથ્વીની ભ્રમણગતિ વિશેના ખ્યાલો
  • ૧૫૦૦-૧૬૦૦ : લિયોનાર્દો દ્ વિન્ચીના વિચારો તેમજ કૉપરનિક્સનો સૌરકેન્દ્રીય (heliocentric) સિદ્ધાંત
  • ૧૬૦૧-૧૭૦૦ : કૅપ્લરના ગ્રહીય ગતિના નિયમો; ગૅલિલિયો, ન્યૂટન વગેરે દ્વારા ભૌતિકવિજ્ઞાનનો પ્રારંભ
  • ૧૭૦૧-૧૮૦૦: ફ્રૅન્કલિનનો 'આકાશી વીજળી એ એક વિદ્યુતભાર છે' તે દરશાવતો પ્રયોગ, વાયુના ગતિવાદની ધારણાઓ, ગતિવિજ્ઞાન અથવા યંત્રશાસ્ત્રનો વિકાસ, જૅમ્સ વૉટનું વરાળયંત્ર
  • ૧૮૦૧-૧૮૫૦ : પ્રકાશના વ્યતિકરણ, વિવર્તન વગેરે ઘટનાઓની શોધ, ડાલ્ટનનો પરમાણુવાદ અને એવોગેડ્રોનો અણુ (molecule) અંગેનો ખ્યાલ, ઊર્જા-સંરક્ષણ તેમજ ઉષ્માગતિશાસ્ત્રના નિયમોની શોધ, યંત્રો તથા ઇજનેરિ વિકાસમાં ક્રાંતિનો આરંભ

સંદર્ભો ફેરફાર કરો

  1. જોષીપુરા, કમલનયન (૨૦૦૧). "ભૌતિકવિજ્ઞાન". ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૧૪. અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૮૬૬-૮૬૭.