મરાઠી સાહિત્ય મહારાષ્ટ્રના લોકજીવન અને તેની સંસ્કૃતિનું અત્યંત સંપન્ન તથા સુદૃઢ ઉપાંગ છે.

ઇતિહાસ ફેરફાર કરો

મરાઠી સાહિત્યમાં પ્રારંભિક રચનાઓ યદ્યપિ ૧૨મી સદીથી ઉપલબ્ધ છે, એ ઉપરથી કહી શકાય કે મરાઠી ભાષાની ઉત્પત્તિ આ પહેલાં લગભગ ૩૦૦ (ત્રણસો) વર્ષ પૂર્વે અવશ્ય થઇ ચુકી રહી હશે. મૈસૂર પ્રદેશમાં આવેલા શ્રવણ બેલ ગોલ નામના સ્થળ પર આવેલી ગોમતેશ્વર પ્રતિમાની નીચે આવેલા ભાગ પર લખવામાં આવેલી "શ્રી ચામુંડ રાજે કરવિયલે" એ મરાઠી ભાષાની સર્વપ્રથમ જ્ઞાત પંક્તિ છે. આ સંભવત: શક સંવંત ૯૦૫ (ઈ. સ. ૯૮૩)ના વર્ષમાં ઉત્કીર્ણ કરવામાં આવી હશે. અહીંથી યાદવોના કાળ સુધીના લગભગ ૭૫ શિલાલેખ આજ સુધીમાં પ્રાપ્ત થયેલા છે. આ શિલાલેખોની ભાષાનો સંપૂર્ણ અથવા કેટલોક ભાગ મરાઠી છે. મરાઠી ભાષાનું નિર્માણ મુખ્યત્વે, મહારાષ્ટ્રી, પ્રાકૃત અને અપભ્રંશ ભાષાઓ મળીને થયેલું હોવાને કારણે સંસ્કૃતની અતુલ ભાષાસંપત્તિનો ઉત્તરાધિકાર પણ આને મુખ્ય રૂપથી પ્રાપ્ત થયો છે. પ્રાકૃત અને અપભ્રંશ ભાષાને આત્મસાત કરી મરાઠી ભાષાએ ૧૨મી સદીથી પોતાનું અલગ અસ્તિત્વ સ્થાપિત કરવાનું શરૂ કર્યું. આ ભાષાની લિપિ દેવનાગરી છે.

ઐતિહાસિક અનુસંધાનનું કાર્ય કરતા અનેક વિદ્વાનોએ એવું માની લીધું છે કે મુકુંદરાજ મરાઠી સાહિત્યના આદિ કવિ છે. એમનો સમય ૧૧૨૮થી ૧૨૦૦ સુધીનો માનવામાં આવે છે. મુકુંદરાજ દ્વારા લિખિત બે ગ્રંથ "વિવેકસિંધુ" અને "પરમામૃત" છે, જે પૂર્ણ આધ્યાત્મિક વિષય પર રચાયેલા છે. મુકુંદરાજના નિવાસસ્થાન સંબંધમાં વિદ્વાનો એક મત નથી, છતાં પણ નીડ જિલ્લાના અંબે જોગાઈ નામના સ્થાન પર બનેલી એમની સમાધિ પરથી તેઓ મરાઠવાડા પ્રદેશના નિવાસી હોવાનું પ્રતીત થાય છે. તેઓ નાથપંથી હતા. એમના સાહિત્ય દ્વારા આ પંથના સંકેત પ્રાપ્ત થાય છે. જ્ઞાનદેવ તથા નામદેવ મરાઠી ભાષાના અદ્વિતીય સાહિત્યભંડારનું નિર્માણ કરનારા જ્ઞાનદેવ જ મરાઠીના સર્વશ્રેષ્ઠ કવિ માનવામાં આવે છે. ૧૫ વર્ષની નાની વયમાં લખાયેલી એમની રચના જ્ઞાનેશ્વરી અત્યંત પ્રસિદ્ધ છે. એમના ગ્રંથ અમૃતાનુભવ તથા ચાંગદેવ પાસષ્ટી, વેદાંત ચર્ચા વડે ઓતપ્રોત છે. જ્ઞાનદેવનું શ્રેષ્ઠત્વ એમના અલૌકિક ગ્રંથનિર્માણની જેમ જ એમના ભક્તિપંથની પ્રેરણામાં પણ વિદ્યમાન છે. આ કાર્યમાં એમને પોતાના સમકાલીન સંત નામદેવ તરફથી અમૂલ્ય સહાયતા પ્રાપ્ત થઈ હતી. જ્ઞાન અને ભક્તિના સાકાર સ્વરૂપ આ બન્ને સંતોએ મહારાષ્ટ્રના પરમાર્થિક જીવનની નવી પરંપરાને સુદૃઢ઼ સ્થાન પ્રાપ્ત કરાવ્યું. એમના ભક્તિપ્રધાન સાહિત્ય તથા દિવ્ય જીવનના કારણે મહારાષ્ટ્રના દરેક વર્ગોના સમાજમાં ભગવદ્ભક્તોનું પરમાર્થિક લોકરાજ્ય સ્થાપિત હોવાનો આભાસ મળ્યો. ચોખા મેલા, ગોરા કુંભાર, નરહરિ સોનાર વગેરે સંતો આ પરંપરાના જ છે.

આ સમયમાં ચક્રધર દ્વારા સ્થાપિત મહાનુભાવ પંથના ગ્રંથકારોની એક અલગ શ્રૃંખલાનો આરંભ થયો. ચક્રધરના પટ્ટ શિષ્ય નાગદેવાચાર્યે મહાનુભાવ પંથને સંઘટિત રૂપ આપી પંથના પાયાને સુદૃઢ કર્યો. એમની પ્રેરણાથી મહેન્દ્ર ભટ, કેશવરાજ સૂરી આદિ લોકોએ ગ્રંથરચના કરી. ચક્રધરજીના સંસ્મરણોને આલેખતું મહેન્દ્ર ભટનું "લીલાચરિત્ર" આ પંથનો આદ્ય ગ્રંથ ગણાય છે. આ ઉપરાંત એમના દ્વારા લિખિત સ્મૃતિસ્થલ, કેશવરાજ સૂરીનું મૂર્તિપ્રકાશ તથા દૃષ્ટાંતપાઠ, દામોદર પંડિતનું વત્સહરણ, નરેન્દ્રનું રુક્મિણી સ્વયંવર, ભાસ્કર ભટનું શિશુપાલવધ અને ઉદ્ધવગીતા આદિ મહાનુભાવ પંથના મુખ્ય ગ્રંથ છે. શિશુપાલવધ તથા રુક્મિણી સ્વયંવર ગ્રંથ કાવ્યની દૃષ્ટિએ અત્યંત સરસ તેમ જ મહત્વપૂર્ણ છે.

હવે જ્ઞાનદેવ અને નામદેવના સમયકાળની રાજ્યસ્થિતિ બદલાઇ ચુકી હતી. યાદવોનું રાજ્ય નષ્ટ થઇને તેના સ્થાન પર મુસલમાનોનું રાજ્ય સ્થાપિત થવાને કારણે નિરાશાની ઘેરી છાયા છવાઈ ગઈ હતી. એને દૂર કરી પરમાર્થ માર્ગને ફરીથી પ્રકાશમાન બનાવવાનું કાર્ય મરાઠવાડાના અંતર્ગત પૈઠણ ક્ષેત્રના નિવાસી સંત એકનાથે કર્યું. એમના ગ્રંથ વિશદ તથા સાહિત્યિક ગુણો વડે સંપન્ન છે. એમાં વેદાંત ગ્રંથ, આખ્યાન, કવિતા, સ્ફુટ પ્રકરણ, લોકગીત, રામાયણકથા ઇત્યાદિ નાના પ્રકારના સાહિત્યનો સમાવેશ થયેલો છે. એકનાથી ભાગવત, ભાવાર્થ રામાયણ, રુક્મિણી સ્વયંવર, ભારુડ આદિ ગ્રંથ મરાઠીમાં સર્વમાન્ય છે. એકનાથના જ સમયમાં પ્રચુર માત્રામાં સાહિત્યનિર્માણ કરનારા દાસોપંત નામક કવિ થઇ ગયા હતા. એકનાથના પૌત્ર (નાતી) મુક્તેશ્વરના "કલાવિલાસ"ને મરાઠી ભાષામાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત છે. એમના લખાયેલા મહાભારતના પાંચેય પર્વ નવરસો વડે સુસજ્જિત મંદાકિની જ છે.

તુકારામ તથા રામદાસ ફેરફાર કરો

૧૭મી શતાબ્દીમાં તુકારામ તથા રામદાસે એક જ સમયકાળમાં ધર્મજાગૃતિનું વ્યાપક કાર્ય કર્યું. જ્ઞાનદેવ આદિ વારકરી સંપ્રદાયના અધિકારીઓ દ્વારા નિર્મિત ધર્મમંદિર પર તુકારામના કાર્યોએ જાણે કળશ બેસાડ્યો હોય એવું બન્યું હતું. પોથી પંડિતોના અનુભવશૂન્ય વક્તવ્યો તથા કર્મકાંડના નામ પર દેખાડવામાં આવતા ઢોંગનો ભંડો ફોડવાના કાર્ય કરવામાં તુકારામની વાણીને અદ્ભૂત ઓજ પ્રાપ્ત થયું હતું. આ ઉપરાંત જે સાધક અવસ્થામાંથી એમણે પસાર થવું પડ્યું, તેનું એમના દ્વારા કરવામાં આવેલું વર્ણન પદ્ય સાહિત્યનો ઉત્કૃષ્ટ નમૂનો છે.

રામદાસનું સાહિત્ય પરમાર્થની સાથે સાથે પ્રાપંચિક સાવધાનીનું તથા સમાજસંગઠનનું ઉપાંગ ગણાય છે. છત્રપતિ શિવાજી મહારાજના ગુરુ હોવાને કારણે એમના ચરિત્રની ઉજ્વળતા ખુબ જ વધી ગઇ. તેમ છતાં એમના દ્વારા પ્રયત્નવાદ, લોકસંગ્રહ, દુષ્ટોનું દમન ઇત્યાદિના સંબંધમાં આપવામાં આવેલા બોધના કારણે એમને સ્વયંભુ જ વૈશિષ્ટ્ય પ્રાપ્ત થયું હતું. દાસબોધ, મનાચે શ્લોક, કરુણાષ્ટક આદિ એમના ગ્રંથ પરમાર્થના વિચારથી પરિપૂર્ણ હતા. એમના કતિપય અધ્યાયોના વિષય રાજનીતિક વિચારોથી પ્રભાવિત હતા.

તુકારામ તથા રામદાસના કાળખંડમાં વામન પંડિત, રઘુનાથ પંડિત, સામરાજ, નાગેશ તથા વિઠ્ઠલ આદિ શિવકાલીન આખ્યાનકર્તા કવિઓની એક લાંબી પંરપરા થઈ ગઇ હતી. શબ્દચમત્કાર, અર્થચમત્કાર, નાદ માધુર્ય અને વૃત્તવૈચિય ઇત્યાદિ આ આખ્યાનો પૈકીનાં વિશેષ છે. વામન નામક પંડિતની યથાર્થદીપિકા ગીતાટીકા એમની વિદ્વત્તાના કારણે અર્થગંભીર તેમ જ તત્ત્વાંગપ્રચુર બની ગઈ છે. સ્વપ્નમાં તુકારામનો ઉપદેશ પ્રાપ્ત કરનારા મહીપતિ પ્રાચીન મરાઠીના વિખ્યાત સંત ચરિત્રકાર થઇ ગયા છે. કૃષ્ણદયાર્ણવનો "હરિવરદાં" તથા શ્રીધર કવિનો હરિવિજય અને રામવિજય આદિ ગ્રંથ સુબોધ તેમ જ રસપૂર્ણ હોવાને કે કારણે આબાલ વૃદ્ધોને ખુબ પંસદ પડ્યો હતો. આ પરમાર્થપ્રવૃત્ત પંડિતોની પરંપરામાં મોરોપંતનું વિશિષ્ટ સ્થાન છે. એમના રચેલા આર્યા ભારત, ૧૦૮ રામાયણ તથા સેંકડો ફુટકર કાવ્યરચનાઓ ભાષાપ્રભુત્વ તેમ જ સુરસ વર્ણનશૈલીના કારણે વિદ્વન્માન્ય થઈ છે.

પેશવાઓના સમયમાં "શાહિરી" (રાજાશ્રિત) કવિઓએ મરાઠી કાવ્યને અલગ જ રૂપ રંગ પ્રદાન કર્યું.

બાહ્ય કડીઓ ફેરફાર કરો