મહમદ બેગડો

ગુજરાતનો એક સુલ્તાન

સુલ્તાન અબુલ ફત્હ નસિરુદ્દીન મહેમુદશાહ ૧ (શાસનકાળ: ૨૫ મે ૧૪૫૮- ૨૩ નવેમ્બર ૧૫૧૧) એ મહમદ બેગડા ના નામથી પ્રસિદ્ધ ગુજરાતના મુઝફ્ફર વંશના રાજ્યકર્તા સુલ્તાન હતા.[૧] તેમણે જુનાગઢ અને પાવાગઢ એમ બે ગઢ જીત્યા હતાં તેથી બે ગઢ જીતનાર, બેગડા (બે ગઢા) નામ પડ્યું હતું. તેઓ ખૂબ ધાર્મિક હોઇ જાણીતા હતા. તેમના વિજયોથી, તેમણે માલવામાં તેના વિજય દ્વારા ગુજરાત સલ્તનતનો મહત્તમ વિસ્તાર કર્યો અને ૪૩ વર્ષ સુધી શાસન કર્યું. તેમણે પોતાને ઇલ્કાબો જેવા કે સુલ્તાન અલ્-બાર્ અને સુલ્તાન અલ્-બાહર્ અર્થાત "પૃથ્વીના સુલ્તાન, સમુદ્રના સુલ્તાન" થી નવાજ્યાં. તેમણે ચાંપાનેરને રાજધાની બનાવી હતી. તેમણે સરખેજ, રસુલાબાદ (સાજીદે મજીલ), વટવા, અમદાવાદ, ચાંપાનેર અને ધોળકામાં મસ્જિદ, રોજા વગેરે બનાવ્યાં.

સુલ્તાન અબુલ ફત્હ નસિરુદ્દીન મહેમુદશાહ ૧
શાસનમે ૨૫, ૧૪૫૮ –નવેમ્બર ૨૩, ૧૫૧૧
જન્મ૧૪૪૫
અમદાવાદ
મૃત્યુ૨૩ નવેમ્બર ૧૫૧૧
અમદાવાદ
અંતિમ સંસ્કાર
સરખેજ રોઝા, અમદાવાદ
પિતાગિયાસુદીન મહંમદશાહ
ધર્મઇસ્લામ
વ્યવસાયગુજરાતનો સુલ્તાન

વિજયો ફેરફાર કરો

ચાંપાનેર ફેરફાર કરો

 
જામા મસ્જિદ, ચાંપાનેર.

તેમના એક શરૂઆતના વિજયોમાંથી એક કહી શકાય એવા ખીચી ચૌહાણ રાજપૂતોનો પાવાગઢ કિલ્લો સર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. યુવાન સુલ્તાને, ૨૦ મહિનાઓ સુધી ઘેરો નાખ્યા પછી, ૨૧ નવેમ્બર ૧૪૮૪માં કિલ્લો સર કર્યો. ત્યારબાદ તેમણે સલ્તનતની રાજધાની ચાંપાનેર ખસેડી જે તેમણે ફરીથી પાવાગઢ કિલ્લાની નાની ટેકરીઓ પર સંપુર્ણ વસાવી, જેને મુહમ્મદાબાદ નામ આપ્યું. આ શહેર વસાવતાં ૨૩ વર્ષ લાગ્યાં, અંતે આ શહેર ઇ.સ. ૧૫૩૫માં મુઘલ સમ્રાટ હુમાયુંના હુમલાઓમાં નાશ પામ્યું.

કહેવાય છે કે, ચાંપાનેર શહેરને તેનું નામ ચંપા નામના વૃક્ષથી, અથવા સમકાલીન ચંપારાજ કે જે અણહિલવાડના રાજા વનરાજ ચાવડા હતા તેમના પરથી પડ્યું મનાય છે.

મુંબઇ ફેરફાર કરો

સુલ્તાન બેગડાને બોમ્બે ટાપુ કોળી (માછીમાર) આદિજાતી પાસેથી કબજે કરી લેવા માટે શ્રેય આપવામાં આવે છે. જો કે ત્યારબાદ આ ટાપુ તેના વારસદાર બહાદુર શાહે ઇ.સ. ૧૫૩૫માં પોર્ટુગીઝોને સોંપ્યો હતો.

મહેમુદાબાદ ફેરફાર કરો

તેમણે ઇ.સ. ૧૪૭૯માં મહેમુદાબાદ શહેર (જુનાગઢ)નો પાયો નાંખ્યો હતો. તેમણે નદીને સમાંતર પુરને ખાળતી મજબુત દિવાલોની રચના કરી, સુંદર મહેલ બંધાવીને શહેરની સુંદરતામાં વધારો કર્યો, સુંદર ઇમારતો અને વિશાળ બગીચા બંધાવ્યા.

મહાન મહત્વાકાંક્ષાઓ ફેરફાર કરો

 
મહમદ બેગડાના સમયના ચાંદીના સિક્કા.

સુલ્તાન એક મહત્વકાંક્ષી વ્યકિત હતા, તેમણે ભારતમાં મુસ્લિમ વિજય માટે લશ્કરી સહાય મેળવવા માટે ઓટોમન સામ્રાજ્યનો અને કેરોના સુલ્તાનનો સંપર્ક કર્યો હતો. આ એ અરસાની વાત છે જ્યારે તેમના શાસનકાળ દરમિયાન વિખ્યાત દીવ યુદ્ધ થયું.

તેમના ધાર્મિક શિક્ષકોમાં ઇમામ અલ્ દિન 'અબ્દ અલ્ રહિમ' હતા. જે સૈયદ ઇમામ શાહ તરીકે જાણીતાં છે, તેમણે ઇમામ-શાહી પંથની સ્થાપના કરી હતી.

કેટલાંક યુરોપિયન સાહસિકોએ ભૂલભરેલા નામ "તુર્ક મહમુદ શાહ ૧" (બેગડા), "ઝેરી સુલ્તાન" હેઠળ તેમના વિષે લોકપ્રિય વાર્તાઓનો ફેલાવો કર્યો હતો અને તે સત્તરમી સદીની અંગ્રેજી કટાક્ષકાર સેમ્યુઅલ બટલરની પંક્તિ "કેમ્બે (હાલનું ખંભાત)નાં રાજકુવર નો દૈનિક ખોરાક નાનો ઝેરી સાપ, કલગીવાળી ઝેરી ગરોળી અને દેડકો છે." માટેનો સ્ત્રોત બની.[૨]

મૃત્યુ ફેરફાર કરો

માનવામાં આવે છે કે સુલ્તાન ઇસ ૧૫૧૧માં કુદરતી રીતે મૃત્યુ પામ્યાં. તેઓને અહમદાબાદની દક્ષિણ-પશ્ચિમ સ્થિત સરખેજમાં આવેલી ભવ્ય સ્થાપત્ય સંકુલ ધરાવતી દરગાહ કે જે સરખેજ રોઝા કહેવાય છે ત્યાં તેમની રાણીની બાજુમાં દફનાવવામાં આવ્યા.

સંદર્ભ ફેરફાર કરો

  1. Sen, Sailendra (2013). A Textbook of Medieval Indian History. Primus Books. પૃષ્ઠ 114–115. ISBN 978-9-38060-734-4.
  2. James Macnabb Campbell, સંપાદક (1896). "II. ÁHMEDÁBÁD KINGS. (A. D. 1403–1573.)". History of Gujarát. Gazetteer of the Bombay Presidency. Volume I. Part II. The Government Central Press. પૃષ્ઠ 244–251. |volume= has extra text (મદદ)   આ લેખમાં પબ્લિક ડોમેનમાં રહેલા આ સ્ત્રોતમાંથી લખાણ સમાવિષ્ટ કરવામાં આવ્યું છે.