મોરબી

ભારતના ગુજરાત રાજ્યનું એક નગર

મોરબી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલા મોરબી જિલ્લાનો મહત્વના મોરબી તાલુકામાં આવેલું શહેર છે, જે આ તાલુકાનું મુખ્ય મથક પણ છે. મોરબી જામનગર, વાંકાનેર, ગાંધીધામ જેવાં મહત્વનાં નગરો સાથે રાજ્ય ધોરી માર્ગ વડે જોડાયેલું છે.

મોરબી
—  શહેર  —
મણીમંદિર, મોરબી
મણીમંદિર, મોરબી
મોરબીનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°48′43″N 70°49′25″E / 22.811989°N 70.823619°E / 22.811989; 70.823619
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો મોરબી
વસ્તી ૧,૯૪,૯૪૭ (૨૦૧૧[૧])
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ
  • • પીન કોડ • 363641
    • ફોન કોડ • +02822
    વાહન • GJ-36

મોરબી શહેર વચ્ચેથી મચ્છુ નદી વહે છે. નળિયાં, ટાઇલ્સ, ચીનાઇ માટીનાં વાસણો, દિવાલ ઘડિયાળ, કાંડા ઘડિયાળ જેવાં ઉત્પાદનો માટે મોરબી વિશ્વભરમાં પ્રખ્યાત છે.[૨][૩]

એક સમયે શહેરની તથા ઘરોની નમુનેદાર બાંધણીને કારણે "પેરિસ ઓફ ધ ઇસ્ટ" તરીકે પંકાયેલુ મોરબી નગર ૧૧ ઓગસ્ટ, ૧૯૭૯ના દિવસે ઉપરવાસમાં આવેલ મચ્છુ-૨ બંધના પાળા તુટવાને કારણે જળપ્રલયનો ભોગ બની ભારે તારાજ થયું હતું. ત્યારબાદ ૨૬ મી જાન્યુઆરી, ૨૦૦૧ ના રોજ આવેલા ભૂકંપમાં પણ મોરબી ને જાન અને માલનું ભારે નુકશાન વેઠવુ પડ્યુ હતું.

૩૦ ઓક્ટોબર ૨૦૨૨ના રોજ મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડવાની દુર્ઘટના બનતા ૧૪૧ લોકોના મૃત્યુ થયા હતા.

શૈક્ષણિક સ્થળો ફેરફાર કરો

  • નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન
  • શ્રીમતી આર ઓ પટેલ કોલેજ
  • સ્નાતક કોલેજ
  • એલ. ઇ. એન્જિનિયરિંગ કોલેજ (ડિપ્લોમા અને ડિગ્રી)
  • દોશી હાઇસ્કુલ મોરબી
  • વી.સી. ટેક્નીકલ હાઇસ્કુલ
  • સાર્થક વિદ્યામંદિર
  • ગર્લ્સ હાઇસ્કુલ
  • ઓમ વિવિઆઇએમ
  • પી.જી.પટેલ કોમર્સ કોલેજ
  • શ્રી સ્વામીનારાયણ ગુરૂકૂળ
  • આર્યાવર્ત એડયુકેશનલ એકેડેમી
  • શ્રી યુ. અને. મહેતા આર્ટ્સ કોલેજ
  • શ્રી એમ. એમ. સાયન્સ કોલેજ
  • ડી.જે.પટેલ કનયા વિદ્યાલય
  • સરદાર વલભભાઈ પટેલ કન્યા શાળા
  • શ્રીમતી જી.જે.સેઠ કોમર્સ કોલેજ- નજરબાગ

મોરબીના જોવાલાયક સ્થળો ફેરફાર કરો

  • મયુર પુલ/પાડા પુલ
  • ઝૂલતો પુલ
  • મણીમંદિર
  • વાઘ મહેલ
  • ગ્રીન ચૉક ટાવર
  • નહેરુ ગેટ (નગર દરવાજો )
  • ન્યુ પેલેસ (આર્ટ દેકો પેલેસ)
  • મચ્છૂ માતાજી મંદિર
  • રફાળેશ્વર મહાદેવ મંદિર
  • ખોખરા હનુમાનજી
  • શોભેસ્વર મહાદેવ
  • ભીમનાથ મહાદેવ

આ પણ જુઓ ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

  1. "Morvi City Census 2011 data". Population Census 2011. મેળવેલ ૩૦ એપ્રિલ ૨૦૧૬.
  2. "About Morbi city » Morbi Tiles". morbitiles.org (અંગ્રેજીમાં). મેળવેલ 2022-12-28.
  3. "Tale Of A City: How Morbi Lost The Plot". web.archive.org. 2014-05-21. મૂળ માંથી 2014-05-21 પર સંગ્રહિત. મેળવેલ 2020-05-18.

બાહ્ય કડીઓ ફેરફાર કરો