અબ્દુલ રહીમ ખાન-એ-ખાનાં કે માત્ર રહીમ મધ્યકાલીન સામંતવાદી સંસ્કૃતિના કવિ હતા. રહીમનું વ્યક્તિત્વ બહુમુખી પ્રતિભા-સંપન્ન હતું. તેઓ એક કવિ, સેનાપતિ, પ્રશાસક, આશ્રયદાતા, દાનવીર, કૂટનીતિજ્ઞ, બહુભાષાવિદ, કલાપ્રેમી ઉપરાંત વિદ્વાન હતાં. રહીમ સાંપ્રદાયિક સદભાવ તથા બધાં સંપ્રદાયો માટે સમાન આદર ભાવના ના સાચા સાધક હતા. તેઓ ભારતીય સામાસિક સંસ્કૃતિના અનન્ય આરાધક હતા. રહીમ કલમ અને તલવારના બન્ને પર પ્રભુત્વ ધરાવતા હતા અને માનવ પ્રેમના સૂત્રધાર હતાં.

રહીમ
જન્મ૧૭ ડિસેમ્બર ૧૫૫૬ Edit this on Wikidata
લાહોર Edit this on Wikidata
મૃત્યુઆગ્રા Edit this on Wikidata
બાળકોJana Begum Edit this on Wikidata
માતા-પિતા
  • Bairam Khan Edit this on Wikidata
વંશJalayirids Edit this on Wikidata

તે જન્મથી એક મુસલમાન હોવા છતાં પણ હિંદુ જીવનના અંતર્-મનમાં રહીને તેમણે જે માર્મિક તથ્ય અંકિત કર્યા હતા, તે તેમની વિશાળ હૃદયતાનો પરિચય આપે છે. તેમણે જ્યાં જ્યાં હિંદુ દેવી-દેવતાઓ, પર્વો, ધાર્મિક માન્યતાઓ અને પરંપરાઓનો ઉલ્લેખ કર્યો છે, ત્યાં પૂરી માહિતી અને ઈમાનદારી સાથે કરેલ છે. તેઓ જીવનભર હિંદુ જીવનશૈલીને ભારતીય જીવનશૈલીનો સાચો અર્થ માનતા હતા. રહીમે પોતાના કાવ્યોમાં રામાયણ, મહાભારત, પુરાણ તથા ગીતા જેવા ગ્રંથોના કથાનકોને ઉદાહરણ રૂપે પસંદ કર્યા છે અને લૌકિક જીવનવ્યવહાર પક્ષને તેના દ્વારા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, જે સામાજિક સૌહાર્દ અને ભારતીય સંસ્કૃતિની શ્રેષ્ઠ ઝલક પ્રસ્તુત કરે છે, જેમાં વિવિધતામાં એકતાની વાત કરાઈ છે.

छिमा बड़न को चाहिये, छोटन को उतपात।
का रहीम हरि को घट्यौ, जो भृगु मारी लात॥

જીવન પરિચય ફેરફાર કરો

નવાબ અબ્દુર્રહીમ ખાન-એ-ખાનાં મધ્યકાલીન ભારતના કુશળ રાજનીતિજ્ઞ, વીર-બહાદુર યોદ્ધા અને ભારતીય સાંસ્કૃતિક સમન્વયના આદર્શ પ્રસ્તુત કરવાવાળા મર્મી કવિ માનવામાં આવે છે. એમની ગણતરી ચાર સદીઓથી ઐતિહાસિક પુરુષ સિવાય ભારત માતાના સાચા સપૂતના રૂપમાં થાય છે. એમની અંદર એ દરેક ગુણ મોજૂદ હતાં, જે મહાપુરુષોમાં હોય છે. એ એવા સૌભાગ્યશાળી વ્યક્તિઓમાં હતાં, જે પોતાની ઉભયવિદ્યા લોકપ્રિયતાને કારણે કેવળ ઐતિહાસિક ન રહી ભારતીય જનજીવનના અમીટ પૃષ્ઠો પર યશ શરીરથી જીવિત છે.

રહીમનો જન્મ મહા વદના ગુરુવાર, સત્તર ડિસેમ્બર, ૧૫૫૬માં લાહોર શહેરમાં થયો હતો. આ શિશુનું નામ અબ્દુર્રહીમ રાખવામાં આવ્યું હતું. રહીમના પિતા બહેરામ ખાન તેર વર્ષના અકબરના અતાલીક (શિક્ષક) અને અભિભાવક હતા. બહેરામ ખાન ખાન-એ-ખાનાની પદવીથી સન્માનિત હતા. તેઓ હુમાયુના સાઢ઼ૂ ભાઈ અને અંતરંગ મિત્ર હતા. રહીમની માતા વર્તમાન હરિયાણા રાજ્યના મેવાતી રાજપૂત જમાલ ખાનની સુંદર અને ગુણવાન કન્યા સુલ્તાના બેગમ હતી. જ્યારે રહીમ પાંચ જ વર્ષના હતા, ત્યારે ગુજરાતના પાટણ શહેરમાં સન ૧૫૬૧માં તેમના પિતા બહેરામ ખાનની હત્યા કરવામાં આવી. રહીમનો ઉછેર અકબરે પોતાના ધર્મ-પુત્ર તરીકે કર્યો હતો. શાહી ખાનદાનની પરંપરા મુજબ રહીમને 'મિર્જા ખાન'નો ખિતાબ આપવામાં આવ્યો હતો. રહીમે બાબા જંબૂરની દેખ-રેખ નીચે ઊંડું શિક્ષણ મેળવ્યું. તેમનું શિક્ષણ સમાપ્ત થતા અકબરે પોતાની ધાવની બાળકી માહબાનો સાથે રહીમના લગ્ન કરી દીધા. આ બાદ રહીમે ગુજરાત, કુમ્ભલનેર, ઉદયપુર વગેરે યુદ્ધોમાં વિજય મેળવ્યો હતો. આ પરાક્રમ બદલ અકબરે પોતાના સમયની સર્વોચ્ચ ઉપાધિ 'મીરઅર્જ'થી રહીમને વિભૂષિત કર્યા. સન ૧૫૮૪માં અકબરે રહીમને ખાન-એ-ખાનાની ઉપાધિથી સમ્માનિત કર્યાં. રહીમનો દેહાંત ૭૧ વર્ષની વયે સન ૧૬૨૭માં થયો. રહીમને તેમની ઇચ્છા અનુસાર દિલ્હીમાં જ તેમની પત્નીના મકબરાની પાસે જ દફનાવી દેવાયા. આ મઝાર આજે પણ દિલ્હીમાં મોજૂદ છે. રહીમે સ્વયં પોતના જીવનકાળમાં આનું નિર્માણ કરાવ્યું હતું.

જન્મ ફેરફાર કરો

અબદુર્રરહીમ ખાનખાનાનો જન્મ સંવત ૧૬૧૩ (ઈ.સ ૧૫૫૩) માં ઇતિહાસના પ્રસિદ્ધ બહેરામ ખાનના ઘરમાં લાહોરમાં થયો હતો. નસીબજોગે તે સમયે સમ્રાટ હુમાયુ સિકંદર સૂરીના આક્રમણનો સામનો કરવા માટે સૈન્ય સાથે લાહોરમાં મોજૂદ હતાં. બહેરામ ખાનને ઘેર પુત્રજન્મના સમાચાર સાંભળી તેઓ સ્વયં ત્યાં ગયા અને તે બાળકનું નામ “રહીમ’ રાખ્યું.

માતા-પિતા ફેરફાર કરો

અકબર જ્યારે માત્ર તેર વર્ષ ચાર મહિનાના હતા, ત્યારે બાદશાહ હુમાયુનો દેહાંત થઈ ગયો. રાજ્યની સુરક્ષા માટે આવશ્યક હતું કે અલ્પાયુ અકબરનું જ રાજ્યારોહણ કરી દેવામાં આવે. આથી દિલ્હી દરબારના ઉચ્ચ અધિકારીઓએ ૧૪ ફેબ્રુઆરી ૧૫૫૬ને દિવસે રાજ્ય સંચાલન માટે અકબરનું રાજ્યારોહણ કર્યુ. લોકોએ અકબરનું નામ લઈ અતાલિકી શાસનકાળની વ્યવસ્થા કરી દીધી. અહીંથી મોગલ સમ્રાજ્યની અભૂતપૂર્વ સફળતાનો દોર શરુ થયો. આનું શ્રેય જેને જાય છે, તે છે અકબરના અતાલીક બહેરામ ખાન “ખાનખાના’. બહેરામ ખાન મોગલ બાદશાહ અકબરના ભક્ત અને વિશ્વાસપાત્ર હતાં. અકબરને મહાન બનાવવા વાળા અને ભારતમાં મોગલ સામ્રાજ્યને વિસ્તૃત અને સુદૃઢ કરવાવાળા અબ્દુર્રહીમ ખાનાખાનાના પિતા બહેરામ ખાન ખાનખાના જ હતા. બહેરામ ખાનની ઘણી રાણીઓ હતી, પણ કોઈને સંતાન ન થયા. બહેરામ ખાને તેમની સાઠ વર્ષની ઉંમરેમાં હુમાયુની ઇચ્છાથી મેવાતી રાજપૂત જમાલ ખાનની પુત્રી સુલ્તાના બેગમ સાથે લગ્ન કર્યાં. આ મહિલાએ ભારતના મહાન કવિ અને ભારતમાતાના મહાન સપૂત રહીમ ખાનને જન્મ આપ્યો.

રહીમ અકબરના દરબારમાં ફેરફાર કરો

હુમાયુ બહેરામ ખાનના અનેક કાર્યોથી ઘણો પ્રભાવિત થયો. હુમાયુએ પ્રભાવિત થઈ યુવરાજ અકબરના શિક્ષણ માટે બહેરામ ખાનને ચુંટ્યો અને પોતાના જીવનના અંતિમ દિવસો માં રાજ્ય ચલાવવાની જવાબદારી સોંપીને અકબરના અભિભાવક તરીકે નિયુક્ત કર્યા હતા. બહેરામ ખાને કુશળ નીતિથી અકબરના રાજ્યને મજબૂત બનાવવામાં પૂરો સહયોગ આપ્યો. કોઈ બાબતે બહેરામ ખાન અને અકબર વચ્ચે મતભેદ થયો. અકબરે બહેરામ ખાનના વિદ્રોહને સફળતાપૂર્વક દબાવી દીધો અને પોતાના શિક્ષકનું માન અને લાજ રાખવા તેમને હજ પર મોકલી દેવાની ઇચ્છા સૂચવી. જેથી બહેરામ ખાન હજ માટે ગયા. બહેરામ ખાન હજ માટે જતા જતા ગુજરાતના પાટણમાં રોકાયા અને પાટણના પ્રસિદ્ધ સહસ્રલિંગ સરોવરમાં નૌકા-વિહાર પછી કિનારે બેઠા હતા ત્યારે મળવાના હેતુથી એક અફઘાન સરદાર મુબારક ખાન આવ્યો અને છળથી બહેરામ ખાનની હત્યા કરી નાખી. મુબારક ખાને આવું પોતાના પિતાના મૃત્યુનો બદલા લેવા માટે કર્યું.

આ ઘટનાએ બહેરામ ખાનના પરિવારને અનાથ બનાવી દીધો. આ હત્યારાઓએ માત્ર ખૂન જ ન કર્યું, પણ ઘણી લૂટફાટ પણ મચાવી. વિધવા સુલ્તાના બેગમ પોતાના અમુક સેવકો સહિત બચીને અમદાવાદ આવી ગઈ. અકબરને આ ઘટના વિષે સમાચાર મળતાં જ તેમણે સુલ્તાના બેગમને દરબાર પાછા આવવાનો સંદેશ મોકલી દીધો. રસ્તામાં સંદેશ મેળવીને બેગમ અકબરના દરબારમાં આવી ગઈ. આવા સમયમાં અકબરે પોતાની મહાનતાની સાબિતી આપતા તેમને ઘણી ઉદારતાપૂર્વક શરણ આપ્યું અને રહીમ માટે કહ્યું “આને બધા પ્રકારે પ્રસન્ન રખો. એને એ ખબર ન પડવી જોઈએ કે આના પિતા ખાન-ખાનાંનો આશ્રય તેના માથેથી ઉપડી ગયો છે. બાબા જમ્બૂરને કહો કે આ અમારો બેટો છે. આને અમારી નજરની સામે રાખો" આ રીતે અકબરે રહીમનો ઉછેર એકદમ ધર્મ-પુત્રની જેમ કર્યો. અમુક દિવસો પછી અકબરે વિધવા સુલ્તાના બેગમ સાથે વિવાહ કરી લીધા. અકબરે રહીમને શાહી ખાનદાનને અનુરુપ "મિર્જા ખાન"ની ઉપાધિથી સન્માનિત કર્યા. રહીમનું શિક્ષણ અકબરની ઉદાર ધર્મ-નિરપેક્ષ નીતિ મુજબ થયુ. આ શિક્ષણને કારણે રહીમના કાવ્યો આજે પણ હિંદુઓના ગળાનો હાર બનેલા છે. દિનકરજીના કહેવા મુજબ અકબરે હિંદુત્વને પોતાના દીન-એ-ઇલાહીમાં જે સ્થાન આપ્યું હશે, તેનાથી અનેક ગણુ મોટું સ્થાન રહીમે હિન્દુત્વને પોતાની કવિતાઓમાં આપ્યું. રહીમના વિષે એમ કહેવાય છે કે તેઓ ધર્મથી મુસલમાન અને સંસ્કૃતિથી શુદ્ધ ભારતીય હતાં.

રહીમનો વિવાહ ફેરફાર કરો

રહીમનું શિક્ષણ પૂરું થયા પછી સમ્રાટ અકબરે પોતાના પિતા હુમાયુની પરંપરા પ્રમાણે, રહીમના વિવાહ બહેરામ ખાનના વિરોધી મિર્જા અજીજ કોકાની બહેન માહબાનોં સાથે કરાવી દીધાં. આ વિવાહમાં પણ અકબરે જે પહેલેથી કરતો રહ્યો હતો એ જ કર્યું - કે વિવાહના સંબંધો દ્વારા આંતરિક વિખવાદ અને જૂનામાં જૂની કડવાશનો અંત કરી દીધો. રહીમના વિવાહથી બહેરામ ખાન અને મિર્જાની વચ્ચે ચાલ્યુ આવતું જૂનું વેર ખત્મ થઈ ગયુ. રહીમના વિવાહ લગભગ તેર વર્ષની ઉમરમાં કરી દેવામાં આવ્યાં હતાં.

પ્રતિભા ફેરફાર કરો

રહીમ જન્મથી જ વિલક્ષણ પ્રતિભાના માલિક હતાં. તેમની અંદર એવી ઘણી વિશેષતાઓ હતી, જેના દ્વારા તેઓ ખૂબ જલ્દીથી અકબરના દરબારમાં પોતાનું સ્થાન બનાવવામાં કામયાબ રહ્યાં. અકબરે તેમને નાની ઉમરથી જ એવા-એવા કામ સોંપ્યા કે બાકીના દરબારી આશ્ચર્યચકિત થઈ જતા. ઈ.સ. ૧૫૭૩માં ગુજરાતીઓનો વિગ્રહ દબાવવા માટે જ્યારે સમ્રાટ અકબર ગુજરાત પહોંચ્યો ત્યારે પહેલી વાર મધ્ય ભાગની કમાન રહીમને સોંપી દીધી. આ સમયે તેમની ઉમર માત્ર ૧૭ વર્ષની હતી. વિગ્રહને રહીમની અગેવાનીમાં અકબરની સેનાએ પ્રબળ પરાક્રમ સાથે દબાવી દીધો. અકબર જ્યારે આટલા મોટા વિજય સાથે સીકરી પહોંચ્યા, તો રહીમને ઘણું સન્માન આપવામાં આવ્યું. સમ્માનની સાથે-સાથે રહીમને પૂરતા ધન અને યશની પણ મળ્યું. કહેવાય છે કે અકબર ધન આપીને અન્યની કસોટી કરતો, પણ રહીમ ખાન-ખાના આ અગ્નિપરીક્ષામાં પણ સફળ થયાં. અને આ પ્રકારે અકબરને રહીમ પર ઘણો વિશ્વાસ થયો. ગુજરાત વિજયના અમુક દિવસો પશ્ચાત, અકબરે ત્યાંના શાસક આજમ ખાનને દરબારમાં બોલાવડાવ્યો. આજમ ખાન દરબારમાં આવવાથી ત્યાં તેની જગ્યા ખાલી પડી. ગુજરાત રાજ્ય ધન જનની દૃષ્ટિથી ખૂબ જ મહત્વનું હતું. રાજા ટોડરમલની રાજનીતિને કારણે ત્યાંથી વાર્ષિક પચાસ લાખ રૂપિયા દરબારને મળતા હતાં. આવા રાજ્યમાં અકબર પોતાની નજીકની, વિશ્વાસપાત્ર અને હોશિયાર વ્યક્તિને પ્રશાસક બનાવી મોકલવા માંગતા હતાં. આવી પરિસ્થિતીમાં અકબરને બધાં લોકોમાં સૌથી વધુ યોગ્ય મિર્જા ખાનને ચુંટ્યા અને ઘણો વિચાર કરીને રહીમ (મિર્જા ખાન)ને ગુજરાત પ્રાંતની સુબેદારી સોંપવામાં આવી. રહીમે પ્રસિદ્ધ યુદ્ધ - હલ્દી-ઘાટીના યુદ્ધમાં પણ મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો અને વિજયશ્રી દેવડાવવા સુધી બે વર્ષ સુધી ત્યાં હાજર રહ્યાં.

મિર અર્જનું પદ ફેરફાર કરો

અકબરના દરબારના પ્રમુખ પદોમાં એક મિર અર્જનું પદ હતું. આ પદ મેળવીને કોઈ પણ વ્યક્તિ રાતોરાત અમીર થઇ જતો હતો કેમ કે આ પદ એવું હતું, કે જનતાની ફરિયાદ ત્યાં પહોંચ્યા પછી જ સમ્રાટ સુધી પહોંચતી હતી અને સમ્રાટ દ્વારા લેવાયેલા નિર્ણયો પણ આ પદ દ્વારા જનતા સુધી પહોંચાડવામાં આવતા હતા. આ પદ પર દર બે-ત્રણ દિવસોમાં નવા લોકોને નિયુક્ત કરવામાં આવતા હતાં. સમ્રાટ અકબરે આ પદનું કામકાજ સુચારુ રુપે ચલાવવા માટે પોતાના સાચા અને વિશ્વાસપાત્ર અમીર રહીમને મુસ્તકિલ મીર અર્જ નિયુક્ત કર્યા. આ નિર્ણય સાંભળી આખું દરબાર આશ્ચર્યચકિત રહી ગયું હતું. આ પદ મળવાનો મતલબ હતો કે તે વ્યક્તિ જનતા અને સમ્રાટ બંનેમાં સમાનરૂપે વિશ્વસનીય છે.

રહીમ અને શહજાદા સલીમ ફેરફાર કરો

ઘણી માનતાઓ તથા આશીર્વાદ પછી અકબરને શેખ સલીમ ચિશ્તીના આશીર્વાદથી એક છોકરો પ્રાપ્ત થઈ શક્યો, જેનું નામ તેમણે સલીમ રાખ્યું. શહજાદા સલીમ મા-બાપ અને બીજાં લોકોના અધિક લાડને કારણે શિક્ષણ પ્રત્યે ઉદાસીન થઈ ગયા હતાં. અકબરે ઘણાં મહાન લોકોને સલીમના શિક્ષણ માટે નિયુક્ત હતા. આ મહાન લોકોમાં શેર અહમદ, મીર કલાઁ અને દરબારી વિદ્વાન અબુલ ફજલ હતાં. સૌ લોકોના પ્રયત્નો છતાં શહજાદા સલીમને અભ્યાસમાં મન ન લાગ્યું. અકબરે સદાની જેમ પોતાના છેલ્લાં હથિયાર રહીમ ખાને-ખાનાને સલીમના શિક્ષક નિયુક્ત કર્યાં. કહેવાય છે કે રહીમ ખાન આ ગૌરવ પામી બહુ પ્રસન્ન હતાં.

ભાષા શૈલી ફેરફાર કરો

રહીમે અવધી અને બ્રજભાષા બન્નેમાં કવિતા કરી છે જે સરળ, સ્વાભાવિક અને પ્રવાહપૂર્ણ છે. તેમના કાવ્યમાં શ્રૃંગાર, શાંત તથા હાસ્ય રસ મળે છે. દોહા, સોરઠા, બરવૈ, કવિત્ત અને સવૈયા તેમના પ્રિય છંદ છે.

પ્રમુખ રચનાઓ ફેરફાર કરો

રહીમ દોહાવલી, બરવૈ, નાયિકા ભેદ, મદનાષ્ટક, રાસ પંચાધ્યાયી, નગર શોભા વગેરે એમની પ્રમુખ રચનાઓ છે.

બાહ્ય કડીઓ ફેરફાર કરો