રા' દિયાસ (૧૦૦૩-૧૦૧૦) ચુડાસમા રાજા અને રા' કંવાટનો પુત્ર હતો. રા' દિયાસ વંથલીની ગાદી પર ઇ.સ. ૧૦૦૩માં આવ્યો.[૧]

રા' દિયાસ
ચુડાસમા રાજા
પુરોગામીરા' કંવાટ
અનુગામીરા' નવઘણ
જન્મ૧૦મી સદી
મૃત્યુ૧૦મી સદી

એક લોકકથા મુજબ રા' દિયાસે તેનું માથું જાતે જ કાપીને ચારણને આપી દીધું હતું, તેમ છતાં આ કથા પાટણના સોલંકી રાજા દુર્લભસેન સાથેના યુદ્ધમાં તેની હાર છુપાવવા માટેની હોય એવું મનાય છે.[૨]બીજી એક લોકકથા મુજબ રા' દિયાસે ગિરનારની યાત્રાએ આવેલ પાટણના રાજાના કુટુંબી કન્યાનું અપમાન કરતાં, પાટણે ઉપરકોટ પર ચઢાઇ કરી હતી. સ્ત્રીઓના વેશમાં છુપાયેલા સૈનિકો ઉપરકોટમાં ચઢી આવ્યા હતા અને રા' દિયાસનો વધ કર્યો હતો.[૧]

રા' દિયાસના મૃત્યુ પછી તેની રાણી સોરઠ રાણી સોમલ દે સતી થઈ હતી.[૧] રા' નવઘણ રા' દિયાસનો પુત્ર હતો.

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ ૧.૨ Gazetteer of the Bombay Presidency, Volume 8. પૃષ્ઠ ૪૯૧-૪૯૨. મેળવેલ ૫ એપ્રિલ ૨૦૧૬.
  2. Indian Antiquary, Volume 2. Popular Prakashan, 1873. પૃષ્ઠ ૩૧૩. મેળવેલ ૫ એપ્રિલ ૨૦૧૬.