રામનવમી

ભગવાન શ્રીરામનો જન્મદિવસ

ભારતીય ઉપખંડના હિંદુ ધર્મના શાસ્ત્રોમાં વર્ણવ્યા અનુસાર જયારે સમાજમાં સત્‍ય ઉપર અસત્‍ય, પ્રમાણિકતા ઉપર અપ્રમાણિકતા, સદાચાર ઉપર દુરાચાર અને ઋષિ સંસ્‍કૃતિ ઉપર દૈત્‍ય શકિતઓ હાવી થવા લાગી ત્‍યારે શ્રી રામે તેમનો નાશ કરવા માટે જન્‍મ લીધો. તે સમય હતો મધ્યાહ્નનો અને તીથિ હતી ચૈત્ર સુદ નોમ. રામના આ જન્‍મ દિવસને રામનવમી તરીકે આજે પણ ધામધુમથી ઉજવવામાં આવે છે. આ રામનવમી માત્ર શ્રી રામના જીવનની જ નહી પણ એક એવા પુત્રની પણ આપણને યાદ અપાવે છે જેણે પિતા, માતા, ગુરુ, પત્નિ અને નાના ભાઈભાડું પ્રત્‍યેની ફરજો ઉપરાંત કુટુંબ તેમજ સમાજ પ્રત્‍યેની ફરજો નિષ્‍ઠાપૂર્વક નિભાવવા સાથે એક મર્યાદા પુરુષોત્‍તમ તરીકેનું જીવન વ્‍યતિત કર્યુ હતું.

શ્રીરામ નવમી
ઉજવવામાં આવે છેભારત, નેપાળ, હિંદુઓ વસવાટ કરતા હોય તેવા બધા જ દેશ
પ્રકારહિંદુ
મહત્વરામનો જન્મ
ઉજવણીઓચૈત્રી નવરાત્રીનો છેલ્લો દિવસ
ધાર્મિક ઉજવણીઓપૂજા, વ્રત, ઉપવાસ, હવન, દાન અને ઉજવણી
અંતચૈત્ર સુદ નોમ
તારીખ૧૭ એપ્રિલ (બુધવાર)
આવૃત્તિવાર્ષિક

રામ નવમી વસંત ઋતુમાં આવતો હિંદુ તહેવાર છે, જે ભગવાન રામનો જન્મદિન છે. વિષ્ણુના સાતમા અવતાર તરીકે, તે હિંદુ ધર્મનો મહત્વનો તહેવાર છે.[૬][૭] ભારતના ઘણાં રાજ્યોમાં રામનવમીની જાહેર રજા રખાય છે.

આ દિવસ ઘણી જગ્યાએ રામકથાના પઠન-પાઠન દ્વારા ઉજવાય છે. ભારતીય પરંપરા દ્વારા રામાયણ અને મહાભારતને ઇતીહાસ​ માનવામાં આવે છે. લોકો રામમંદિરોમાં પૂજન-અર્ચન, દર્શનાર્થે જાય છે. અથવા ઘરમાં પૂજા-અર્ચના પણ કરે છે. રામની બાલમૂર્તિની સેવા-પૂજા તથા પારણાનાં દર્શન પણ કરાય છે. ઘણાં લોકો આ દિવસ વ્રત-ઉપવાસ પણ કરે છે.[૬][૮]

આ દિવસે અયોધ્યા, સીતા સંહિત સ્થળ (ઉત્તર પ્રદેશ), સીતામઢી (બિહાર), જનકપુર ધામ (નેપાળ), ભદ્રાચલમ (તેલંગાણા), કોદંદરામ મંદિર (આંધ્ર પ્રદેશ) તથા રામેશ્વરમ (તામિલ નાડુ) તથા અન્ય નાના-મોટા નગરોમાં શોભાયાત્રાનું પણ આયોજન કરાય છે.[૬][૯][૧૦] અયોધ્યામાં લોકો સરયુ નદીમાં સ્નાન કરી રામમંદિરમાં દર્શનાર્થે જાય છે.[૧૧]

સંવત ૧૮૩૭માં રામનવમીના દિવસે અયોધ્યા પાસેનાછપિયા ગામમાં રાત્રે ૧૦-૧૦ કલાકે ભગવાન સ્વામીનારાયણનું પ્રાગટ્ય થયું હતું. આથી આ દિવસે સ્વામિનારાયણ સંપ્રદાયના દેશ વિદેશના મંદિરોમાં એમનો જન્મોત્સવનો ઉત્સવ ખુબ જ ધામધુમથી ઉજવવામાં આવે છે.

સંદર્ભો ફેરફાર કરો

  1. "2025 राम नवमी का दिन अहमदाबाद, गुजरात, भारत के लिए". દૃક પંચાંગ. મેળવેલ ૧૭ એપ્રિલ ૨૦૨૪. 2025 राम नवमी
  2. "2026 राम नवमी का दिन अहमदाबाद, गुजरात, भारत के लिए". દૃક પંચાંગ. મેળવેલ ૧૭ એપ્રિલ ૨૦૨૪. 2026 राम नवमी
  3. "2027 राम नवमी का दिन अहमदाबाद, गुजरात, भारत के लिए". દૃક પંચાંગ. મેળવેલ ૧૭ એપ્રિલ ૨૦૨૪. 2027 राम नवमी
  4. "2028 राम नवमी का दिन अहमदाबाद, गुजरात, भारत के लिए". દૃક પંચાંગ. મેળવેલ ૧૭ એપ્રિલ ૨૦૨૪. 2028 राम नवमी
  5. "2029 राम नवमी का दिन अहमदाबाद, गुजरात, भारत के लिए". દૃક પંચાંગ. મેળવેલ ૧૭ એપ્રિલ ૨૦૨૪. 2029 राम नवमी
  6. ૬.૦ ૬.૧ ૬.૨ Ram Navami BBC.
  7. The nine-day festival of Navratri leading up to Sri Rama Navami has bhajans, kirtans and discourses in store for devotees સંગ્રહિત ૭ એપ્રિલ ૨૦૦૯ ના રોજ વેબેક મશિન Indian Express, Friday , March 31, 2006.
  8. Ramnavami Govt. of India Portal.
  9. On Ram Navami, we celebrate our love for the ideal સંગ્રહિત ૭ એપ્રિલ ૨૦૦૯ ના રોજ વેબેક મશિન Indian Express, Monday , March 31, 2003.
  10. Shobha yatra on Ram Navami eve સંગ્રહિત ૨૦૦૯-૦૪-૦૭ ના રોજ વેબેક મશિન Indian Express, Thursday, March 25, 1999.
  11. Hindus around the world celebrate Ram Navami today, DNA, 8 Apr 2014