રેનો એસ.એ. ફ્રેન્ચ ઓટોઉત્પાદક કંપની છે, જે કાર, વાન, બસ, ટ્રેકટર અને ટ્રકનું ઉત્પાદન કરે છે. ભૂતકાળમાં તે ઓટોરેલ વાહનોનું પણ ઉત્પાદન કરતી હતી. નિસાન સાથેના તેના જોડાણને પગલે હાલ તે વિશ્વની ચોથા ક્રમની અગ્રણી ઓટો ઉત્પાદક કંપની છે.[૨] તેનું હેડકવાર્ટર બોલોન-બિલેનકોર્ટ ખાતે આવેલું છે. રેનો રોમાનિયન ઓટોઉત્પાદક ઓટોમોબાઈલ ડેસિયા અને કોરિયન ઓટો ઉત્પાદક રેનો સેમસંગ મોટર્સની માલિકી ધરાવે છે. લેબેનિઝ-બ્રાઝિલિયન કાર્લોસ ગોસન તેના હાલના સીઈઓ છે. રેનો ક્લિઓ અને રેનો લગુના એ બંને આ કંપનીની અત્યાર સુધીની સૌથી સફળ કાર છે તથા યુરોપ તેનું મુખ્ય બજાર છે.[૨] કંપની તેની વિવિધ નવતર ડિઝાઈન, સુરક્ષાત્મક ટેકનોલોજી[૩] તથા મોટર રેસિંગ માટે જાણીતી છે.

Renault S.A.
Société Anonyme (ઢાંચો:Euronext)
ઉદ્યોગAutomotive industry
સ્થાપના25 February 1899
સ્થાપકોLouis Renault, Marcel Renault, Fernand Renault
મુખ્ય કાર્યાલયBoulogne-Billancourt, France
સેવા અપવામાં અવતા વિસ્તારોWorldwide (118 countries)
મુખ્ય લોકોCarlos Ghosn (Chairman and CEO), Patrick Pelata (COO)
ઉત્પાદનોAutomobiles, commercial vehicles, financing
આવક33.71 billion (2009)[૧]
સંચાલન આવકDecrease (€955 million) (2009)[૧]
નફોDecrease (€3.125 billion) (2009)[૧]
કર્મચારીઓ124,300 (2009)[૧]
ઉપકંપનીઓAutomobile Dacia (99.43%)
Renault Samsung Motors (80.1%)
વેબસાઇટRenault.com

ઇતિહાસ ફેરફાર કરો

સ્થાપના અને પ્રારંભિક વર્ષો (1898-1918) ફેરફાર કરો

1897ના ઉત્તરાર્ધથી કારનું ઉત્પાદન કરતી રેનો કોર્પોરેશનની સ્થાપના લૂઈસ રેનો અને તેમના ભાઈઓ માર્સેલ અને ફર્નાન્ડ દ્વારા 1899માં સોસાયટી રેનો ફ્રીરેસ તરીકે કરવામાં આવી હતી. લૂઇસ તેજસ્વી તથા આશાસ્પદ યુવાન એન્જિનિયર હતો. ભાઈઓ સાથે મળીને સાહસ શરૂ કરતાં પહેલાં તે ઘણાં મોડેલ્સની ડિઝાઈન બનાવીને મોડેલ્સ તૈયાર કરી ચૂકયો હતો. તેના ભાઈઓએ પિતાની કાપડ કંપનીમાં કામ કરીને વ્યાવસાયિક આવડત કેળવી હતી. લૂઇસએ ડિઝાઈન અને ઉત્પાદનની કામગીરી સંભાળી, જયારે માર્સેલ અને ફર્નાન્ડે કંપનીના વ્યવસ્થાપની જવાબદારી સંભાળી.

પ્રથમ રેનો કાર રેનો વોઈચરેટ 1સીવીની લૂઇસના પિતાના મિત્રએ 24 ડિસેમ્બર, 1898માં ટેસ્ટ ડ્રાઈવ આપ્યા બાદ તેમને વેચવામાં આવી હતી. આ ટચૂકડી કાર જે રીતે માર્ગો પર સડસડાટ દોડતી હતી અને શેરીઓ પર ચડી જતી હતી તેનાથી પ્રભાવિત થઇને તેમણે તે કાર ખરીદી લીધી હતી.

મોટર રેસિંગમાં ભાગ લેવાથી પ્રચાર થઇ શકશે તે જાણ્યા બાદ સ્વિટ્ઝર્લેન્ડના શહેરોમાં યોજાયેલી મોટર રેસમાં ભાગ લીધા બાદ રેનોને ભારે સફળતા મળી, પરિણામે ઝડપથી કંપનીનું વિસ્તરણ થયું. લૂઈ અને માર્સેલ રેનો એ બંને ભાઈઓ કંપનીના વાહનો સાથે રેસમાં ભાગ લેતા હતા, પરંતુ 1903માં પેરિસ-મેડ્રિક રેસ દરમિયાન સર્જાયેલા અકસ્માતમાં માર્સેલનું મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ લૂઈ રેનોએ કદી રેસમાં ભાગ ન લીધો, પરંતુ તેની કંપની રેસમાં ભાગ લેતી હતી, જેમાં 1906માં ફેરેન્સ ઝિસ્ઝે રેનો એકે 90સીવી ડ્રાઈવ કરીને પ્રથમ ગ્રા પ્રિ મોટર રેસિંગ[૪] સ્પર્ધા જીતી હતી. 1906માં ફર્નાન્ડ આરોગ્ય સંબંધિત કારણોને કારણે નિવૃત્ત થયો ત્યાર બાદ કંપનીની સંપૂર્ણ જવાબદારી લૂઈ પર આવી.

નવતર મોડેલ રજૂ કરનારી કંપની તરીકે રેનોને ઘણાં સમય અગાઉથી ઓળખ મળવા માંડી હતી. 1899માં રેનોએ પ્રથમ સેડાન કારનું ઉત્પાદન કર્યું. તે સમયે કાર ઘણી વૈભવી ચીજ ગણાતી, અને રેનોની સૌથી નાની કાર 3,000 ફ્રાન્કમાં મળતી, જે આ વાતની સાબિતી આપે છે. આટલી રકમ કમાતાં સાધારણ કામદારને દસ વર્ષ લાગે. કારની સાથે-સાથે રેનો યુદ્ધ અગાઉનાં વર્ષોમાં ટેકસી, બસ અને કર્મિશયલ કાર્ગો વાહનોનું પણ ઉત્પાદન કરતી હતી, અને પ્રથમ વિશ્વયુદ્ધ (1914-18) દરમિયાન દારૂગોળો, લશ્કરી વિમાન અને રેનો એફટી-17 ટેન્ક જેવા ક્રાંતિકારી વાહનોના ઉત્પાદન ક્ષેત્રે ઝંપલાવ્યું હતું. કંપનીની મિલિટરી વાહનોની ડિઝાઈન એટલી સફળ રહી કે મિત્રરાષ્ટ્રોએ તેમના વિજયમાં રેનો કંપનીનું પ્રદાન હોવાનું જણાવીને લૂઇ રેનોને બિરદાવ્યા હતા.[સંદર્ભ આપો] યુદ્ધના અંત સુધીમાં રેનો ફ્રાન્સની પ્રથમ ક્રમની ખાનગી ઉત્પાદક કંપની હતી.[સંદર્ભ આપો] કંપની અમેરિકન ઓટો ઉત્પાદકોને પણ તેના એન્જિનની નિકાસ કરતી હતી, જે રેનો 26 એચપી અથવા 40 એચપી ચાર સિલિન્ડર એન્જિન વાપરતા જીજેજી (GJG) જેવા ઓટોમોબાઈલ્સમાં વપરાતા હતા.

વિશ્વયુદ્ધો દરમિયાન (1919-38) ફેરફાર કરો

ઢાંચો:Wikify લૂઈ રેનોએ 1918 બાદ કૃષિ તથા ઔદ્યોગિક મશીનરીનું ઉત્પાદન કરીને તેની કંપનીની તકો વિસ્તારી હતી. જો કે, લોકપ્રિય બની રહેલી નાની અને પોસાઈ રહે તેવી ‘પિપલ્સ કાર’ સાથે સ્પર્ધા કરવામાં તેણે સંઘર્ષ ખેડવો પડ્યો, તે ઉપરાંત સ્ટોક માર્કેટ અને કામદારો તથા કર્મચારીઓને કારણે પણ કંપનીના વિકાસ પર વિપરિત અસર પડી. રેનોએ તેનાં વાહનોનું વધુ કાર્યક્ષમતા સાથે વિતરણ કરવાનો માર્ગ શોધવો પડ્યો. 1920માં લૂઈ રેનોએ ઉત્તર ફ્રાન્સના ઉદ્યોગ સાહસિક ગુસ્ટાવ ગોડે સાથે વિતરણનો તેનો સૌપ્રથમ કરાર કર્યો હતો.

પ્રથમ વિશ્વયુદ્ધ અગાઉ કહેવાતા ‘કોલસ્કટલ’ (કોલસો મુકવાનું ખોખું) બોનેટને કારણે રેડિયેટરને એન્જિનની પાછળ ગોઠવવામાં આવતું, જેના કારણે આગળના ભાગનો આકાર ઘણો લાક્ષણિક હતો. 1920ના દાયકા દરમિયાન પણ તેનું ચલણ રહ્યું અને 1930માં તમામ મોડેલ્સમાં રેડિયેટર આગળ મુકવામાં આવ્યા. બોનેટ બેજ ગોળાકાર હતો, તે બદલીને 1925માં હાલ છે તે જાણીતો ડાયમન્ડના આકારનો કરવામાં આવ્યો. તે વર્ષના સપ્ટેમ્બર કે ઓકટોબર મહિનામાં યોજાયેલા પરિસ મોટર શોમાં રેનોના મોડેલ્સ રજૂ કરવામાં આવ્યા. જો કે તેનાથી વાહનની ઓળખ અંગે સહેજ ગૂંચવણ ઉભી થઇ હતી. જેમ કે, ‘1927’ મોડેલનું ઉત્પાદન મુખ્યત્ત્વે 1928માં થયું હતું.

રેનોએ સ્મોલથી માંડીને લાર્જ કેટેગરી સુધીની શ્રેણીની કારનું ઉત્પાદન કર્યું. દા.ત. 1928માં રેનોએ 6સીવી, ધ મોનેસિકસ, 15સીવી, ધ વિવાસિકસ, ધ 18/24સીવી અને 40 સીવી સાથે શરૂ થયેલા સાત મોડેલ્સની રેન્જમાં 45,809 કારનું ઉત્પાદન કર્યું. ફેક્ટરી બોડી વિવિધ 8 સ્ટાઇલમાં ઉપલબ્ધ હતી અને કોચ બિલ્ડરોને મોટી ચેસિસ પુરી પાડી શકાતી હતી. વિવિધ કદના અનેક મોડલનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું. નાની કાર અત્યંત લોકપ્રિય હતી અને સૌથી ઓછું ઉત્પાદન 18/24સીવીનું હતું. ક્લોઝ્ડ કારની પ્રત્યેક શ્રેણીમાં સૌથી મોઘી ફેક્ટરી બોડી સ્ટાઇલ રજૂ કરવામાં આવી હતી. રોડસ્ટર્સ અને ટૂરર્સ (ટોર્પિડોઝ) સૌથી સસ્તા મોડલ હતા.

1928માં રેનો માટે લંડન ખાતેની કામગીરી ઘણી મહત્ત્વની હતી. યુકેનું બજાર પ્રમાણમાં મોટું હતું અને ‘કોલોનિયલ’ મોડિફાઈડ વાહનો ત્યાંથી રવાના કરવામાં આવતા હતા.

સંસ્થાનોને વેચાતા વાહનોમાં સારું કૂલિંગ, વિશિષ્ટ બોડી અને લિફટેડ સસ્પેન્શન એક સમાન હતાં. પ્રથમ વિશ્વયુદ્ધ બાદ ગ્રાન્ડ રેનો અથવા તો તે પ્રકારની હાઈ કલાસ યુરોપિયન કાર પાછી મોકલી દેવાનું સામાન્ય થઇ પડ્યું હોવાથી પ્રથમ વિશ્વયુદ્ધ અગાઉ અમેરિકાને થતી નિકાસ ઊંચી હતી, તે 1928 સુધીમાં ઘટીને લગભગ લગભગ શૂન્ય થઇ ગઇ. એનએમ 40 સીવી ટૂરરની કિંમત અમેરિકામાં 4,600 ડોલરથી વધારે થતી હતી, જે લગભગ વી12 કેડિલેક ટૂરર જેટલી જ હતી. સાત સીટની લિમોઝિન 6,000 ડોલરથી શરૂ થતી હતી, જે કેડિલેક વી-16 લિમોઝિન કરતાં મોંઘી હતી.

સમગ્ર શ્રેણી કરકસરભરી ઇજનેરી સાથે નિર્માણ કરાઈ હતી. નવી રજૂ થયેલી 1927 વિવાસિકસ મોડેલ પીજી1 (PG1)નું ’એકિઝકયુટિવ સ્પોર્ટ્સ’ તરીકે વેચાણ કરવામાં આવ્યું હતું. હળવા વજનની 3180 સીસી, 6 સિલિન્ડરથી ચાલતી ફેકટરી સ્ટીલ બોડીની કાર બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પણ ચાલી હતી.

12-foot (3.7 m)થી વધુ વ્હીલબેઝ ધરાવતી "દી ગ્રા લક્સ રેનો"નું બે મુખ્ય પ્રકાર છ અને આઠ સિલિન્ડર સાથે ખૂબ જ ઓછી સંખ્યામાં ઉત્પાદન કરવામાં આવ્યું હતું. 1927 છ સિલિન્ડર ગ્રા રેનો મોડલ એનએમ, પીઆઇ અને પીઝેડે નવા ત્રણ સ્પ્રિંગ રીયર સસ્પેન્શન રજૂ કર્યા હતા. તેનાથી રોડ પરની પકડ જાળવી રાખવામાં મદદ મળતી હતી. 90 mph (140 km/h)થી વધુ કેટલીક બોડી સ્ટાઇલ સાથે તે સંભવિત હોવાથી તે જરૂરી હતું. 8 સિલિન્ડર ધરાવતી રીનાસ્ટેલા 1929માં રજૂ કરાઇ હતી. આ મોડેલ 1939માં સુપરસ્ટેલામાં પરિર્વિતત થયું. સીસીસીએ (CCCA)એ 1923થી લઇને તમામ ગ્રાન્ડ રેનોને કલાસિક તરીકે વર્ગીકૃત કરી છે. કોચબિલ્ડર્સમાં કેલનર, લેબર્ડેટ, જે. રોથશિલ્ડ એટ ફિલ્સ અને રેનોની બોડીનો સમાવેશ થાય છે. ક્લોઝ કાર રેનોની બોડીમાં આંતરિક વૂડ વર્ક રોથ્સચાઇલ્ડ દ્વારા પૂર્ણ કરાયું હતું.

1928માં રેનોએ વધુ મોટી કાર અપગ્રેડ કરી, જેને ‘સ્ટેલા’ નામ અપાયું. વિવાસ્ટેલા અને ગ્રાન્ડ રેનોના ઈન્ટિરિયર ફિટિંગમાં આવશ્યક ફેરફારો કરવામાં આવ્યા, તેમજ તેના ફ્રન્ટ હૂડની આગળ રેનોનો નાનો ડાયમન્ડ લગાવવામાં આવ્યો હતો. આ વ્યૂહ ઘણો સફળ રહ્યો અને ’30ના દાયકામાં તમામ કારોએ મોડલની ઓળખ બનતા અગાઉના બે આલ્ફા અક્ષરોનો ત્યાગ કરીને તેની જગ્યાએ કારના નામ પાછળ સ્ટેલા પ્રત્યય મૂકવાનું શરુ કર્યું.

ધ ગ્રાન્ડ રેનોની બનાવટમાં નોંધપાત્ર પ્રમાણમાં એલ્યુમિનિયમનો ઉપયોગ થયો હતો. એન્જિન, બ્રેક, ટ્રાન્સમીશન, ફલોર અને રનિંગ બોર્ડ તથા તથા બહારની બોડી પેનલમાં એલ્યુમિનિયમ વપરાયું હતું. જે કેટલીક ગાડીઓ તૈયાર કરવામાં આવી હતી, તે પૈકીની ઘણી કાર યુદ્ધમાં સહાય કરવાના પ્રયાસના ભાગ રૂપે ભંગારમાં આપી દેવાઇ હતી.

બીજું વિશ્વયુદ્ધ અને ત્યાર પછીનો ગાળો (1939-71) ફેરફાર કરો

 
રેનો ફ્રિગેટ
 
રેનો 4સીવી

1940માં ફ્રાન્સે શરણાગતિ સ્વીકારી ત્યાર પછી લૂઇ રેનોની ફેકટરીઓ પર નાઝી જર્મનીએ કબ્જો જમાવી દીધો, પરંતુ લૂઇ રેનોએ નાઝી જર્મની માટે ટેન્ક બનાવવાનો ઇનકાર કરી દીધો. તેના બદલે તેમણે જર્મન કબજેદારો માટે લોરી બનાવવા માંડી હતી. ધ પ્રોવિઝનલ ગવર્મેન્ટ ઓફ ધ ફ્રેન્ચ રિપબ્લિકે તેમના ઉપર જર્મન ગણોતિયાઓ સાથે જોડાણ કરવાનો આક્ષેપ મૂકયો અને 1944માં ફ્રાન્સ સ્વતંત્ર થયું તે દરમિયાન તેમની ધરપકડ થઇ. પોતાનું બચાવનામું તૈયાર કરે તે પહેલાં જેલમાં તેમનું અવસાન થયું.

પિયર લેફોશોની આગેવાની હેઠળ ‘રિજી નેશનલ દ યુઝિન રેનો ’ તરીકે રેનો રાષ્ટ્રીયકૃત થઇ અને ત્યાર પછીનાં વર્ષોમાં તેણે વ્યાવસાયિક પુનરુત્થાન અને મજૂર કટોકટીનો અનુભવ કર્યો હતો. આ પરિસ્થિતિ 1980ના દાયકા સુધી ચાલી હતી.

લૂઇ રેનોએ રિયર એન્જિન 4સીવી વિકસાવ્યું,[૫] જે 1946માં લેફોશોની આગેવાની હેઠળ લોન્ચ થયું. ત્યાર પછી તરત જ રેનોએ તેનું ફલેગશિપ અને પરંપરાગત મોડેલ, 2-લીટરનું 4-સિલિન્ડર ધરાવતું રેનો ફ્રિગેટ (1951-1960) લોન્ચ કર્યું. 4સીવી મોરિસ માઈનર અને ફોકસવેગન બીટલ જેવી હરીફોની ટક્કર ઝીલવા સક્ષમ હતી, અને તેથી જ 1961 સુધીમાં પાંચ લાખથી વધારે કાર વેચાતાં કંપનીએ ત્યાં સુધી તેનું ઉત્પાદન ચાલુ રાખ્યું હતું.

4સીવીની સફળતા બાદ લેફોશોએ ફ્રાન્સના ઔદ્યોગિક ઉત્પાદન મંત્રાલય ને પડકારવાનું ચાલુ રાખ્યું હતું. આ મંત્રાલય ઇચ્છતું હતું કે રેનો તેના અનુગામીના વિકાસનો આદેશ કરીને ફકત ટ્રકનું જ ઉત્પાદન કરે[૬] લેફોશો ડોફિનના મૂળ નમૂના પર દેખરેખ રાખતા હતા (જીવન પર્યંત) - કંપનીની ટેકસટાઈલ અને કલર ડિવિઝનનો પાયો નાખવામાં કલાકાર પૌલ મેરટનો સહયોગ રહ્યો હતો..

ડોફિનનું વેચાણ ઘણું સારું થયું અને કંપનીએ તેના ઉત્પાદન અને વેચાણની કામગીરી આફ્રિકા અને ઉત્તર અમેરિકા સહિતનાં પ્રદેશોમાં વિસ્તારી હતી. યુએસમાં ડોફિનનું વેચાણ શરૂઆતમાં સારું રહ્યું, પરંતુ ત્યારબાદ શેવ્રલે કોર્વેઈર જેવી તે દેશની નવતર સ્થાનિક કોમ્પેકટ કાર સહિતની અન્ય કાર સાથે વધેલી સ્પર્ધાને પરિણામે ડોફિન આઉટડેટેડ થઇ ગઇ.

રેનોએ ત્યાર બાદ બે કાર લોન્ચ કરી જે બંને ખૂબ સફળ ગઇ - રેનો 4 (1961-1992) અને રેનો 8. આર8ની સફળતાને પગલે પ્રમાણમાં વધુ મોટું રિયર-એન્જિન ધરાવતી રેનો-10 રજૂ કરવામાં આવી, જે રિયર એન્જિન ધરાવતી છેલ્લી રેનો હતી. વધુ આધુનિક રેનો 16 દ્વારા કંપનીએ ફરી સફળતા મેળવી. 1966માં લોન્ચ થયેલી આ કાર સાથે કંપનીએ હેચબેક સેગ્મેન્ટમાં પદાર્પણ કર્યું, ત્યાર પછી તેનાથી નાની રેનો 6 આવી.

આધુનિક યુગ (1972-1980) ફેરફાર કરો

કંપનીનું નાનું અને સસ્તું રેનો 5 મોડલ 1972માં લોન્ચ થયું હતું, આ મોડલ કંપનીની વધુ એક સફળતા હતી તેમાં પણ ખાસ કરીને 1973ની ઊર્જા કટોકટીના સંદર્ભમાં. સુપર 5 એ આર 5નું સ્થાન લીધું ત્યા સુધી 1984 સુધી આર 5નું ઉત્પાદન ચાલું રહ્યું હતું. જો કે તેનું ફોર્મ્યુલા સમાન જ હતી અને સુપર 5એ તેના પિતા પાસેથી તેની સ્ટાઇલિંગ લાઇન વારસામાં મેળવી હતી. (તે રેનો 4ની પ્રથમ પેઢીની રેનો 5એ જે રીતે લોંગિટ્યુડિનલ એન્જિન વારસામાં મેળવ્યું હતું તેનાથી વિપરિત ટ્રાન્સવર્સલ એન્જિન વારસામાં મેળવ્યું હતું.) ટૂંક સમય બાદ આર6 અને આર16ની વચ્ચેની રેનો શ્રેણીમાં નવી સ્ટાઈલ ધરાવતી ચાર ડોર ધરાવતી રેનો 12 રજૂ થઇ. ’70ના દાયકા દરમિયાન આર-4, આર-5, આર-6, આર-12 અને આર-16એ રેનોનું ઉત્પાદન જાળવી રાખ્યું. ’80ના દાયકામાં છેલ્લા બે મોડેલના સ્થાને આર-9 (અને તેનું આર-11 સેડાન વેરિઅન્ટ) અને આર-15/આર-17 સ્પોર્ટ કાર આવી. બંને આર15/આર17 બે બારણાની કુપ સાથે એક સામન હતી પરંતુ આર15 મોટા ગ્લાસી ગ્રૂનહાઉસ ધરાવતું હતુંજ્યારે આર17 તેને સ્પોર્ટી દેખાવ આપવા સ્લેટેડ બારીઓ સાથે બારણાની પાછળા જાડા પાયા ધરાવતી હતી.

ઊર્જાની કટોકટીને કારણે સમગ્ર મોટર ઉદ્યોગની માફક જ જોખમમાં મુકાઇ ગયેલી કંપનીએ સિત્તેરના દાયકાના મધ્યભાગ દરમિયાન દક્ષિણ પૂર્વ એશિયા સહિતનાં વૈશ્વિક પ્રદેશોમાં અન્ય ઉદ્યોગોમાં વૈવિધ્યીકરણ સાધ્યું અને વિસ્તરણ ચાલુ રાખ્યું. ઊર્જાની કટોકટીને કારણે પણ ઉત્તર અમેરિકાનું બજાર ફરીથી કબજે કરવાના રેનોના પ્રયાસને ઉત્તેજન મળ્યું. ’50ના દાયકાના અંતમાં યુનાઈટેડ સ્ટેટ્સમાં ડોફિનને સફળતા મળી હોવાં છતાં અને સેઈન્ટ-બ્રુનો-દ-મોન્ટાર્વિલે, ક્વિબેક ખાતેના નિષ્ફળ કાર એસેમ્બ્લી પ્રોજેકટ (1964-72)ને પગલે રેનો ’70ના દાયકાના અંતે સ્વતંત્ર બ્રાન્ડ તરીકે ઉત્તર અમેરિકાના બજારમાંથી અદૃશ્ય થવા માંડી.

રેનોએ દાયકાઓથી નેશ મોટર્સ રેમ્બલર અને તેની અનુગામી અમેરિકન મોટર્સ કોર્પોરેશન (એએમસી) (AMC) સાથે જોડાણાત્મક ભાગીદારી વિકસાવી હતી. 1962થી 1967 સુધી રેનોએ રેમ્બલર કલાસિક સેડાનની બેલ્જિયમ ખાતે આવેલી ફેકટરીમાં કમ્પ્લિટ નોક ડાઉન (સીકેડી) (CKD) કિટ્સના એસેમ્બલગની કામગીરી સંભાળી હતી. રેનોની ઉત્પાદન શ્રેણીમાં લાર્જ કે લકઝરી કાર સમાવિષ્ટ નહોતી અને ‘રેમ્બલર રેનો’ કાર ર્મિસડિઝ-બેન્ઝ ‘ફિનટેઈલ’ કારના વિકલ્પ તરીકે રજૂ કરવામાં આવી હતી. તે સમયની કેટલીક આ પ્રકારની ર્મિસડિઝ કારની માફક તે પૈકીની ઘણી ‘અમેરિકન’ રેનોએ ટેકસી તરીકે રૂપાંતરિત થઇને જ આયુષ્ય પૂરું કર્યું હતું. પછીથી રેનોએ એએમસીની રેમ્બલર અમેરિકન અને રેમ્બલર કલાસિકના હાઇબ્રિડ વર્ઝનનું ઉત્પાદન અને વેચાણ આર્જેન્ટિનામાં ચાલુ રાખ્યું, જે ત્યાં રેનો ટોરિનો તરીકે ઓળખાય છે (આઈકેએ-રેનો દ્વારા વેચાણ). ’60ના દાયકાના અંત ભાગમાં રેનોએ રોટરી કન્સેપ્ટ એન્જિનના વિકાસના પ્રોજેકટ માટે એએમસી સાથે હાથ મીલાવ્યા, 1980માં આખરે તેણે એએમસીની માલિકી મેળવી હતી.

 
રેનો 5 ટર્બો

આ ’60ના દાયકાના અંત ભાગમાં અને ’70ના દાયકામાં કંપની દ્વારા હાથ ધરાયેલા જોડાણાત્મક સાહસોની સિરીઝ પૈકીનું એક પગલું હતું. કંપનીએ પૂર્વ યુરોપ, વિશેષપણે રોમાનિયાના ડેસિયા અને દક્ષિણ અમેરિકામાં પેટાકંપનીઓ સ્થાપી (જે પૈકીની ઘણી કંપનીઓ આજે પણ સક્રિય છે) અને વોલ્વો અને પુજો સાથે તકનિકી સહકારના કરાર કર્યા (જેમ કે, ’70ના અંત ભાગમાં રેનો 30, પુજો 604 અને વોલ્વો 260માં ઉપયોગમાં લેવાનાર પીઆરવી વી6 એન્જિનના વિકાસ માટેના કરાર).

’60ના દાયકાના મધ્યભાગમાં ઓસ્ટ્રેલિયન શાખા - રેનો ઓસ્ટ્રેલિયા હિડલબર્ગ, મેલબોર્ન ખાતે સ્થાપવામાં આવી. કંપની આર8, આર10, આર12, આર6, સ્પોર્ટી આર15, 17 જેવી કારથી માંડીને આર18 અને આર-20 જેવા મોડેલ્સનું ઉત્પાદન અને એસેમ્બલગ કરતી હતી. આ શાખા 1981માં બંધ થઇ ગઇ હતી. રસપ્રદ વાત એ હતી કે રેનો ઓસ્ટ્રેલિયા રેનોની સાથે-સાથે પુજો પણ તૈયાર કરીને વેચતી હતી. 1977થી આ શાખાએ કરાર હેઠળ ફોર્ડ કોર્ટિના સ્ટેશન વેગન એસેમ્બલ કરવાનું શરુ કર્યું - આ કરાર ગુમાવતાં ફેકટરી બંધ કરવી પડી હતી.

 
1974 રેનો 15 કૂપ

ઉત્તર અમેરિકામાં રેનોએ એએમસી સાથે ભાગીદારી કરી. 1979ના અંતભાગમાં થયેલી સમજૂતિ હેઠળ તેણે એએમસીને ઓપરેટગ કેપિટલ પૂરું પાડીને કંપનીના અમુક ટકા ખરીદવાના હતા. અન્ય ઉત્પાદનો, ખાસ કરીને એકસજે ચેરોકી લોન્ચ ના થઇ, ત્યાં સુધી એએમસીએ જીપ દ્વારા બજારમાં પોતાનું અસ્તિત્વ જાળવી રાખ્યું હતું. 1980ના પ્રારંભમાં 4x4 ટ્રકનું બજાર તળિયે જઇ પહાચ્યું ત્યારે એએમસી પર નાદારી નાધાવાનું જોખમ તોળાવા માંડ્યું હતું. પોતાના રોકાણોને બચાવવા માટે રેનોએ એએમસીને મોટાપાયે નાણાકીય સહાય પૂરી પાડી અને તેના બદલામાં કંપનીનો 47.5 ટકા હિસ્સો કબ્જે કર્યો હતો. રેનોએ ઝડપથી એએમસીના કેટલાંક એકિઝકયુટિવ્ઝને દૂર કરીને તેના સ્થાને પોતાના માણસો ગોઠવી દીધા હતા.

રેનો-એએમસીની ભાગીદારી યુરોપમાં જીપના વેચાણમાં પરિણમી હતી. એકસજે સિરીઝનાં કેટલાંક પ્રારંભિક રેખાંકનો રેનો અને એએમસીના એન્જિનિયરો દ્વારા સંયુકતપણે તૈયાર કરવામાં આવ્યા હોવાથી કેટલાક લોકો જીપ એકસજે ચેરોકીને એએમસી-રેનોનો સંયુકત પ્રોજેકટ ગણતા હતા (એકસજે ચેરોકી જીપની ડિઝાઈન એએમસીના માણસો દ્વારા કરવામાં આવી હોવાનું એએમસી ઈન્ઝિસ્ટ કરતી હતી, જોકે, રેનોના ભૂતપૂર્વ એન્જિનિયરે એકસજે સિરીઝ માટે કવોડ્રા-લિન્ક ફ્રન્ટ સસ્પેન્શન તૈયાર કર્યું હતું). જીપે રેનોના વ્હીલ અને સીટનો ઉપયોગ કર્યો હતો. શરૂઆતમાં ભાગીદારી બાબતે ચર્ચા થઇ હતી ત્યારે એમએમસીની વ્યૂહરચના તેની કામગીરી અને એન્જિનિયરોમાં નિપૂણતા ના આવે ત્યાં સુધી રેનો પાસેથી પૂર્જા ખરીદીને ઉત્પાદન ખર્ચમાં બચત કરવાની હતી. તેનાથી એએમસી ઇન-લાઇન સિક્સ- રેનો/બેન્ડિક્સ આધારિત પોર્ટ ઇલેક્ટ્રોનિક ફ્યુઅલ ઇન્જેક્શન સિસ્ટમ (જે સામાન્ય રીતે રેનિક્સ તરીકે ઓળખાય છે)માં સુધારો થયો હતો. તેણે તેને આધુનિક, અને ઓછા સ્થાળાંતર (4.2 લિટરથી 4.0 લિટર) સાથે 110 hp (82 kW) થી 177 hp (132 kW) સાથે સ્પર્ધાત્મક પાવરપ્લાન્ટ બનાવ્યો હતો.

રેનો-એએમસીની પેસેન્જર કારનું વેચાણ જીપના વાહનો જેટલું સફળ રહ્યું નહીં. તેનું કારણ એ હતું કે, રેનોની રેન્જ અમેરિકન બજારમાં પ્રસ્થાપિત થવા માટે સજજ હતી, તે દરમિયાન દ્વિતિય ઊર્જા કટોકટી પૂરી થઇ ગઇ, જેના કારણે ઈકોનોમિકલ, કોમ્પેકટ કારનો ટ્રેન્ડ શરૂ થયો હતો.

રેનો અલાયન્સ (રેનો 9નું અમેરિકનાઈઝ્ડ વર્ઝન) તેમાં અપવાદ હતી. તે 1983માં રજૂ કરવામાં આવી હતી. કેનોશા, વિસ્કોન્સિન ખાતેના એએમસીના પ્લાન્ટમાં તૈયાર થયેલી એલાયન્સને 1983નો મોટર ટ્રેન્ડનો સ્થાનિક ક્ષેત્રમાં કાર ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો હતો. જોડાણ હેઠળ તૈયાર થયેલી અને 72 ટકા અમેરિકન ઉત્પાદનોના ઉપયોગને કારણે આ કાર સ્થાનિક વાહનની કેટેગરીમાં આવતી હતી, ઉપરાંત વિદેશી કંપની દ્વારા તૈયાર કરવામાં આવી હોય અને એવોર્ડ મેળવ્યો હોય તેવી તે પ્રથમ કાર હતી. (2000માં મોટર ટ્રેન્ડ દ્વારા સ્થાનિક અને આયાતી વાહનો માટે અલાયદા એવોર્ડ્ઝ શરૂ કર્યા હતા.)

’80ના દાયકામાં રેનોએ યુએસમાં કેટલાંક રસપ્રદ મોડલ્સ રજૂ કર્યાં, વિશેષપણે સાધારણ દેખાવના છતાં રસપ્રદ એવા રેનો એલાયન્સ જીટીએ અને જીટીએ કર્ન્વિટબલ - 2.0 એલ એન્જિન સાથેનું ઓટોમેટિક-ટોપ કર્ન્વિટબલ - તે વર્ગની શ્રેણીમાં આ કાર મોટી હતી, અને રેનો ફયૂગો કાર. એલાયન્સ પછી તેના પર આધારિત હેચબેક એનકોર (રેનો 11નું અમેરિકન વર્ઝન) કાર રજૂ કરાઇ.

રેનોના વિસ્કોન્સિન ખાતે તૈયાર થયેલા અને આયાત કરવામાં આવેલા મોડેલ્સની નબળી ગુણવત્તા અંગે ગ્રાહકોની ફરિયાદો ઉઠી અને પરિણામે તેનું વેચાણ તળિયે બેસી ગયું હતું.

રેનોના ચેરમેન જ્યોર્જિસ બેસીની હત્યા પછી રેનોએ એએમસી 1987માં ક્રાઈસ્લરને વેચી દીધી હતી. 1987થી 1989 દરમિયાન જીપ-ઈગલ ડિલરશીપ દ્વારા રેનો મેડેલિયન (યુરોપની રેનો 21) સેડાન અને વેગનનું વેચાણ કરવામાં આવ્યું. જીપ-ઈગલ એ ક્રાઈસ્લરે અગાઉની અમેરિકન મોટર્સની સર્જેલી નવી ડિવિઝન હતી. જોકે, 1989 પછી રેનોનાં ઉત્પાદનોની યુનાઈટેડ સ્ટેટ્સમાં આયાત કરવામાં આવી નહીં. ત્યારથી લઇને અમેરિકન બજારમાં રેનોના પુનરાગમન અંગે અટકળો થઇ રહી છે, પરંતુ તેનું કોઇ પરિણામ જોવા મળ્યું નથી.

એએમસી અને રેનોની ભાગીદારી દરમિયાન પૂર્ણકક્ષાની નવી ચાર ડોર ધરાવતી સેડાન - ઈગલ પ્રિમીયર વિકસાવવામાં આવી હતી. પ્રિમીયરની ડિઝાઈન અને બ્રેમેલે, ઓન્ટેરિયો, કેનેડા ખાતે આવેલી તેની ઉત્પાદન સુવિધા ઈગલ વિઝન અને ક્રાઈસ્લર 300એમ જેવી એલએચ સેડાનના પ્રારંભનું નિમિત્ત બની.

’70ના દાયકાના અંત ભાગમાં અને ’80ના દાયકાના પ્રારંભિક ગાળામાં રેનોએ તેની ફોર્મ્યુલા વન કારમાં ટર્બોચાર્જર જેવી નવી શોધ કરીને મોટરસ્પોર્ટમાં તેની સામેલગીરી વધારી. કંપનીની રોડ કારની ડિઝાઈન પણ ક્રાન્તિકારી હતી - રેનો ઈસ્પેસ એ યુરોપની પ્રથમ મિનીવાન પૈકીની એક હતી, અને આગામી બે દાયકા સુધી તેણે યુરોપની સૌથી જાણીતી મિનીવાન તરીકે વર્ચસ્વ જાળવી રાખ્યું હતું. બીજી પેઢીની રેનો-5, યુરોપિયન કાર ઓફ ધ યર એવોર્ડ જીતનારી રેનો 9, અને રેનોની સૌથી વૈભવી કાર રેનો 25 - આ તમામ કાર ’80ના પ્રારંભિક ગાળામાં રજૂ થઇ, જેના કારણે રેનોની પ્રતિષ્ઠા પ્રસ્થાપિત થઇ. જોકે, તેની સાથે સાથે કંપનીની નબળી ગુણવત્તાને કારણે તેની ઈમેજને ઘણો ફટકો પહાચ્યો. રેનો 14ને ઘણાં લોકો ’80ના દાયકામાં રેનોની મુસીબતોની પરાકાષ્ઠા માને છે.

પુનર્ગઠન (1981-’95) ફેરફાર કરો

 
રેનો 25

રેનોની કાર રોડ પર અને ટ્રેક પર એમ બંને રીતે સફળ જઇ રહી હોવા છતાં કંપની દર મહિને અબજો ફ્રાન્કની ખોટ ખાઇ રહી હતી અને 1984માં તેણે 12.5 અબજની ખોટ નાધાવી. સરકારે દરમિયાનગીરી કરતાં જયોર્જ બેસીને ચેરમેન તરીકેની જવાબદારી સાપી. તેમણે ખર્ચ પર નોંધપાત્ર કાપ મૂકયો. રેનોની ઘણી ગૌણ મિલકતો વેચી દીધી, મોટરસ્પોર્ટમાં કંપનીની સામેલગીરી લગભગ સંપૂર્ણપણે પાછી ખચી લીધી તથા ઘણાં કર્મચારીઓની છટણી કરી હતી. પગલાંઓના પરિણામરૂપે 1986 સુધીમાં ખોટ અડધી થઇ ગઇ, પરંતુ નવેમ્બર 1986માં સામ્યવાદી આતંકવાદી જૂથ એકશન ડિરેકટ દ્વારા તેમની હત્યા કરવામાં આવી. તેમના સ્થાને રેમન્ડ લેવિ કંપનીના નવા ચેરમેન બન્યા. લેવિએ પણ બેસીના પગલે ચાલવાનું જારી રાખ્યું, જેના પરિણામે 1987ના અંત સુધીમાં કંપની આર્થિક રીતે સ્થિર થઇ ગઇ હતી.

પુનર્ગઠિત થયેલી રેનોએ ’90ના દાયકાના પ્રારંભમાં રેનો-5ની જગ્યાએ આવેલી કિલઓ, બીજી પેઢીની ઈસ્પેસ, નવતર પ્રકારની ટિ્વન્ગો, લગુના, સેફ્રેન અને રેનો 19 સહિતની ઘણી સફળ નવી કાર લોન્ચ કરી હતી. ’90ના દાયકાના મધ્યભાગમાં આર-19ની અનુગામી રેનો મેગન કારે મુસાફરોની સુરક્ષા માટેના યૂરોએનસીએપી ક્રેશ ટેસ્ટમાં ફોર સ્ટાર રેટિંગ મેળવ્યું, તે સમયે આટલું ઊંચું રેટિંગ મેળવનારી તે પ્રથમ કાર બની હતી.[સંદર્ભ આપો] 1996માં રેનોએ મેગન સિનિક રજૂ કરી, જે સામાન્ય મેગન પ્રકારની પણ સંપૂર્ણપણે નવા પ્રકારની કોમ્પેકટ મોનોસ્પેસ કાર હતી. રોડ કારને મળવા માંડેલી સફળતાની સાથે-સાથે સ્પર્ધાઓમાં પણ સફળતા મળવા માંડી - રેનો દ્વારા સંચાલિત કાર 1992થી લઇને 1997 સુધી વિલિયમ્સ અને બેનેટન એ બંને ટીમ સાથે ફોર્મ્યુલા વન વર્લ્ડ કન્સ્ટ્રકટર્સ ચેમ્પિયનશીપ જીતતી રહી હતી.

આ સમગ્ર ગાળા દરમિયાન યુરોપમાં રેનોની જાહેરાતોમાં રોબર્ટ પાલ્મેરના ગીત ‘જહોની એન્ડ મેરી’નો બહોળો ઉપયોગ થયો હતો. ટેલિવિઝનની શરૂઆતની જાહેરાતોમાં પાલ્મેરના મૂળ ગીતનો ઉપયોગ કરવામાં આવ્યો, જયારે ’90ના દાયકા દરમિયાન વિવિધ શૈલીમાં ખાસ રેકોર્ડિંગ કરવામાં આવ્યા, જેમાં સૌથી લોકપ્રિય માર્ટિન ટેલરનું એકોસ્ટિક ઈન્ટરપ્રિટેશન હતું. તેને તેણે તેના આલ્બમ ‘સ્પિરિટ ઓફ જેન્ગો’માં રિલીઝ કર્યું હતું ટેલરે રેનો માટે ઘણાં વૈકલ્પિક વર્ઝન તૈયાર કર્યા હતા, જેમાંનું છેલ્લું 1998માં રેનો કિલઓ માટે તૈયાર કરવામાં આવ્યું હતું.

ખાનગીકરણ (1996-99) ફેરફાર કરો

સરકારની માલિકીની હોવાનો રેનોનો દરજજો તેની વૃદ્ધિ માટે અવરોધરૂપ હતો તે સ્પષ્ટ થઇ ગયું હતું અને 1996માં રેનોનું ખાનગીકરણ કરવામાં આવ્યું. સ્વાયત્તતા મળવાને કારણે કંપનીને ફરી વખત બ્રાઝિલમાં નવી ફેકટરી અને આર્જેન્ટિના તથા ટર્કીમાં ઈન્ફ્રાસ્ટ્રકચરના વિકાસ સહિત પૂર્વીય યુરોપ અને દક્ષિણ અમેરિકામાં સાહસ ખેડવાની તક મળી હતી. આ સાથે જ સફળ થયેલા ફોર્મ્યુલા વન કેમ્પેઈનનો પણ અંત આવ્યો હતો.

20મી સદીમાં રેનોએ આગવી, વિલક્ષણ ડિઝાઈનના ક્ષેત્રમાં પ્રતિષ્ઠા મેળવવા માંડી હતી. લગુના અને મેગનની નવી આવૃત્તિની મહત્ત્વાકાંક્ષી, એન્ગ્યુલર ડિઝાઈનને મોટાપાયે સફળતા મળી હતી. કંપનીના વધુ અપમાર્કેટ મોડલ્સ પ્રમાણમાં ઓછાં સફળ રહ્યા હતા. કંપનીના કૂપ / બહુહેતુક વાહન - એવેનટાઈમનું નબળું વેચાણ થયું અને ત્યાર બાદ વેલ સેટિસ જેવા વૈભવી મોડલનું પણ અપેક્ષા મુજબ વેચાણ થયું નહીં. જોકે, તેની ડિઝાઈનથી કંપનીની સૌથી સફળ કાર મેગન માટે પ્રેરણા મળી. ડિસ્ટિન્કિટવ સ્ટાઈલ ઉપરાંત રેનો તેની કારની સલામતી માટે પણ જાણીતી બની. હાલમાં તેના દ્વારા તૈયાર થતી તમામ કાર સૌથી વધુ સંખ્યામાં યુરોએનસીએપી ક્રેશ ટેસ્ટમાં મહત્તમ ફાઈવ સ્ટાર રેટિંગ મેળવે છે. ફાઈવ સ્ટારનું રેટિંગ મેળવનારી લગુના રેનોની પ્રથમ કાર હતી, ત્યાર બાદ 2004માં મોડસ તેની કેટેગરીમાં આ કેટેગરી મેળવનારી કાર બની હતી.

ફ્રાન્સની સરકાર કંપનીનો 15.7 ટકા હિસ્સો ધરાવે છે. લૂઈ શ્વિટ્ઝર 1992થી રેનોના ચેરમેન છે, તેમજ તેઓ 1992થી 2005 સુધી કંપનીના સીઈઓ (CEO) હતા. 2005માં કાર્લોસ ગોસ્ન (જે નિસાનના પણ સીઈઓ હતા) રેનોના સીઈઓ બન્યા, જયારે લૂઈ શ્વિટ્ઝર ચેરમેનપદે યથાવત્ રહ્યા હતા.

રેનો સેમસંગ મોટર્સ (રેનો સેમસંગ મોટર્સ) અને ડેસિયાની માલિકી ધરાવે છે તેમજ વોલ્વો ગ્રૂપમાં લઘુત્તમ (પરંતુ અંકુશિત) હિસ્સો (20 ટકા) ધરાવે છે. (વોલ્વો પેસેન્જર કાર હવે ઝિજિઆન્ગ ગીલી હોલ્ડગ ગ્રૂપની પેટાકંપની છે). રેનોએ રોમાનિયન કંપની ડેસિયાનો 99 ટકા હિસ્સો ખરીદી લીધો અને આ રીતે 30 વર્ષ પછી પુનરાગમન કર્યું, જે દરમિયાન રોમાનિયનોએ 20 લાખથી વધુ કારનું નિર્માણ કર્યું, જેમાં મુખ્યત્ત્વે રેનો8, 12 અને 20 સમાવિષ્ટ હતી. આ ઉપરાંત રેનો નિસાનનો 44.5 ટકા હિસ્સો ધરાવે છે, જયારે નિસાન રેનોનો 15 ટકા હિસ્સો ધરાવે છે. રેનો-નિસાન એલાયન્સનો તે આધાર છે. આ જોડાણનું હાલ 10મું વર્ષ ચાલી રહ્યું છે.

રેનો નિસાન જોડાણ (1999- ) ફેરફાર કરો

ઢાંચો:Split section

 
રેનો મેગેન II

રેનો-નિસાન એલાયન્સ પર 27મી માર્ચ, 1999ના રોજ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જાપાનિઝ અને ફ્રેન્ચ કંપનીને આવરી લેતું આ પ્રકારનું પ્રથમ જોડાણ છે. વિશિષ્ટ કોર્પોરેટ કલ્ચર અને બ્રાન્ડની ઓળખ ધરાવતી બંને કંપનીઓ પરસ્પર શેરહોલ્ડિંગ દ્વારા એકમેક સાથે જોડાઇ છે. રેનો જાપાનિઝ ઓટોઉત્પાદક નિસાનનો 44.4 ટકા હિસ્સો ધરાવે છે, જયારે નિસાન રેનોમાં 15 ટકા (નોન-વોટિંગ) હિસ્સો ધરાવે છે.

2004માં રેનોની ચોખ્ખી આવક 43 ટકા વૃદ્ધિ સાથે 3.5 અબજ યૂરો અને ઓપરેટિંગ માર્જિન 5.9 ટકા નોંધાયું હતું, જેમાંથી નિસાનનું પ્રદાન 1,76.7 કરોડ યુરો હતું. ગ્રૂપ (રેનો, ડેસિયા, રેનો સેમસંગ મોટર્સ)ના વૈશ્વિક વેચાણમાં 4.2 ટકાની વૃદ્ધિ સાથે વિક્રમજનક 24,89,401 વાહનોનું વેચાણ થયું હતું. આ સાથે જ કંપનીનો વૈશ્વિક બજારહિસ્સો 4.1 ટકા નોંધાયો હતો. 18 લાખ પેસેન્જર કાર અને લાઈટ કર્મિશયલ વ્હીકલના વેચાણ તથા 10.8 ટકાના બજારહિસ્સા સાથે રેનોએ યુરોપની અગ્રણી બ્રાન્ડ તરીકેનું તેનું સ્થાન જાળવી રાખ્યું છે.

2005માં 35,97,748 (નિસાન) અને 25,31,500 (રેનો ગ્રૂપ) વાહનોના વેચાણ સાથે રેનો-નિસાન એલાયન્સે 9.8 ટકા વૈશ્વિક બજાર કબજે કર્યું (5.74 ટકા નિસાનના અને 4.04 ટકા રેનો ગ્રૂપના), તે સાથે જીએમ, ટોયોટા અને ફોર્ડ પછીનું ચોથા ક્રમનું જોડાણ બન્યું. 2008ના વર્ષમાં તેનું કુલ વૈશ્વિક વેચાણ 60,90,304 હતું. આ ઘટાડો 5 ટકાના વૈશ્વિક ઔદ્યોગિક બજારના ઘટાડા સામે 1.1 ટકા હતો. આમ વૈશ્વિક વેચાણમાં તેનો બજાર હિસ્સો વધીને 9.4 ટકા થયો હતો જે 2007માં 9.1 ટકા હતો.[૭]

વેચાણમાં મળી રહેલી સફળતા ઉપરાંત ફોર્મ્યુલા વન ક્ષેત્રે પણ તેમણે બેનેટન ટીમની ખરીદી બાદ ઉત્પાદન ક્ષેત્રે પુનરાગમન કર્યું. બેનેટન ટીમે વધુ અનુભવ ધરાવતી ફેરારી અને મેકલારેન ટીમને પાછળ પાડીને 2005 અને 2006ની બંને વર્લ્ડ ડ્રાઈવર્સ એન્ડ કન્સ્ટ્રકટર્સ ચેમ્પિયનશીપ જીતી લીધી.

 
રેનોની ફેક્ટરીઓના વૈશ્વિક સ્થાન

2006ના પેરિસ ઈન્ટરનેશનલ એગ્રિકલ્ચરલ શોમાં રેનો હાઈ-ફલેકસ કિલઓ 1.6વી દર્શાવી રહી છે. બ્રાઝિલના બજાર માટે તૈયાર કરાયેલા આ વાહનમાં રેનો દ્વારા ફલેકિસબલ-ફયૂઅલ એન્જિન ટેકનોલોજી વિકસાવવામાં આવી છે, તેનું અત્યંત સક્ષમ એન્જિન કોઇ પણ પ્રમાણમાં (0થી માંડીને 100 ટકા સુધીમાં ગમે તે માત્રામાં) પેટ્રોલ અને ઈથેનોલ ધરાવતા ઈંધણ પર ચાલી શકે છે.

30 જૂન, 2006માં માધ્યમોના અહેવાલ વહેતા થયા હતા કે જનરલ મોટર્સે જીએમ અને રેનો-નિસાન વચ્ચે જોડાણ સ્થાપવાની શેરધારક કર્ક કેર્કોરિઅનની દરખાસ્ત પર વિચારણા કરવા માટે તાકીદની બોર્ડ મિટીંગ ગોઠવી હતી. તાકીદે ગોઠવાયેલી આ બેઠક પરથી જીએમ કેર્કોરિઅનની દરખાસ્તને ગંભીરતાથી લઇ રહી હોવાનો સંકેત મળતો હતો. જીએમ-રેનો-નિસાનના જોડાણથી અમેરિકન બજારમાં રેનો માટે પુનરાગમનનો માર્ગ મોકળો થઇ શકે છે તથા તે માટે જીએમ તેની કેટલીક ઓછી નફાકારક બ્રાન્ડ્સને દૂર કરી દઇને બંધ થવાને આરે આવી ઉભેલી રેનો ફ્રેન્ચાઈઝીને ડિલરશિપ ઓફર કરે તેવી પણ અટકળો થઇ રહી છે.

જોકે, જીએમના સીઈઓ રિચર્ડ વેગનરને લાગ્યું કે આ જોડાણથી જીએમ કરતાં રેનોના હિસ્સાધારકોને ઓછો લાભ મળશે તથા તે માટે જીએમને અમુક વળતર મળવું જોઇએ. રેનોને આ વાત બહુ માફક આવી નહીં. તેથી, આખરે ચોથી ઓકટોબર, 2006ના રોજ જીએમ અને રેનો વચ્ચેની વાટાઘાટોનો અંત આવ્યો.

રેનો-નિસાન અને ડેઈમ્લર જોડાણ ફેરફાર કરો

7મી એપ્રિલ, 2010ના રોજ રેનો-નિસાનના એકિઝકયુટિવ કાર્લોસ ગોસન અને ડેઈમ્લર એજીના એકિઝકયુટિવ ડો. ડાયેટર ઝેટ્સ્કે સંયુકત પત્રકાર પરિષદમાં ત્રણે કંપનીઓ વચ્ચેની ભાગીદારીની જાહેરાત કરી.[૮]

વેઝ (VAZ)માં રોકાણ ફેરફાર કરો

29મી ફેબ્રુઆરી, 2008ના રોજ રેનોએ અગ્રણી રશિયન ઓટોઉત્પાદક વેઝમાં બ્લોકગ હિસ્સો ખરીદ્યો. ટેકનોલોજીને આધુનિક સ્વરૂપ આપવા માટે વેઝ છેક નેવુના દાયકાના ઉત્તરાર્ધથી વ્યૂહાત્મક ભાગીદારી માટે નજર દોડાવી રહી હતી. તેના માલિકોએ જનરલ મોટર્સ જેવા વિવિધ વિદેશી ઓટો ઉત્પાદકો સાથે જોડાણ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ પૈકીના મોટાભાગના પ્રયાસો ખાસ સફળ નહોતા જતા.

રેનો 2005થી વેઝ સાથે વાટાઘાટ કરી રહી હતી. શરૂઆતમાં લોગાન કારની સીકેડી (CKD) એસેમ્બ્લી તેની સુવિધાઓમાં તૈયાર કરવામાં આવે તેમ ઇચ્છતી હતી, જયારે વેઝ તેની લાડા બ્રાન્ડ જાળવી રાખવા માંગતી હતી, તથા તેને માત્ર નવું પ્લેટફોર્મ અને એન્જિન ખરીદવાં હતાં. અનેક વખત યોજાયેલી વાટાઘાટો દરમિયાન વેઝે ફિયાટ અને મેગ્ના સાથે જોડાણની માંગણી કરી. નિસાન સાથેના અગાઉના સોદાથી અલગ, રેનો શરતો હેઠળ ભાગીદારી કરવા સંમત થઇ.

રેનો તથા વેઝનો અગ્રણી હિસ્સો ધરાવતી રોસોબોરોનએકસપોર્ટ સંયુકતપણે 50 ટકા હિસ્સો ધરાવે છે. મેનેજમેન્ટના નવા માળખામાં ફ્રેન્ચ વ્યકિતઓને ચાવીરૂપ હોદ્દાઓ મળી રહ્યા છે, જેમ કે, ચીફ ઓપરેશનલ ઓફિસર, ચીફ ફાઈનાન્શિયલ ઓફિસર અને ચીફ એન્જિનિયર વગેરે. બીજી તરફ રેનો લાડા બ્રાન્ડ માટે નવા પ્લેટફોર્મનો પૂરવઠો પૂરો પાડે છે અને પ્લાન્ટ મોડર્નાઈઝેશનમાં તેને થોડો ખ્યાલ આવે છે.

ઉદ્યોગ પ્રત્યે સંભવિત અનુકૂલન (2008) ફેરફાર કરો

7 ઓકટોબર, 2008ના રોજ વોલસ્ટ્રીટ જર્નલે અહેવાલ છાપ્યા કે રેનોના એકિઝકયુટિવના જણાવ્યા પ્રમાણે કંપની ક્રાઈસ્લર સાથે ભાગીદારી કરવાનું અથવા તો તેને ખરીદી લેવામાં કંપનીને રસ હતો. ક્રાઈસ્લર એ ખાનગી ઈકિવટી કંપની સર્બેરૂસ કેપિટલ મેનેજમેન્ટની માલિકીની કંપની છે.[૯] 11મી ઓકટોબર, 2008ના ન્યૂ યોર્ક ટાઈમ્સના અહેવાલ પ્રમાણે જનરલ મોટર્સ, નિસાન અને રેનો છેલ્લા એક મહિનાથી સર્બેરૂસ સાથે ક્રાઈસ્લર એકવાયર કરવી કે નહીં તે અંગેની ચર્ચાઓ કરી રહ્યા છે.[૧૦]

કોર્પોરેટ સંચાલન ફેરફાર કરો

એપ્રિલ 2008 સુધી રેનોના બોર્ડ ઓફ ડિરેકટર્સમાં નીચેના સભ્યોનો સમાવેશ થતો હતોઃ

  • લૂઈ સ્કિવટ્ઝર,
  • કાર્લોસ ગોસ્ન,
  • વેઝ ઓડવર્ડ,
  • પેટ્રિક બિયાઉ,
  • કેથરિન બ્રેકિગ્નેક,
  • એલિયન શેમ્પિનો.

સમયરેખા ફેરફાર કરો

  • 1898 - લૂઇસ રેનોએ રેનોની સ્થાપના કરી
  • 1903 - માર્સલ રેનોનું કાર અકસ્માતમાં મોત
  • 1943 - ઈલે સેગુઈનના બિલનકોર્ટમાં આવેલી રેનો ફેક્ટરી પર સાથી દળોનો હુમલો.
  • 1944 - બીજા વિશ્વયુદ્ધમાં નાઝી સાથે સહયોગના આરોપસર ધરપકડ થયા પછી લૂઇસ રેનોનું જેલમાં મૃત્યું.
  • 1944 - કંપની સ્થાપક સામે નાઝીને સહયોગ આપવાના આરોપને પગલે ફ્રાન્સની સરકાર દ્વારા રેનોનું રાષ્ટ્રીયકરણ
  • 1961 - સિટ્રોન 2સીવી અને ફોક્સવેગન બીટલ જેવી કાર સામે સ્પર્ધા ઊભી કરવા વ્યવહારુ રેનો 4નું વેચાણ ચાલુ થયું.
  • 1965 - 1965 રેનો દ્વારા વિશ્વની પ્રથમ ઉત્પાદિત હેચબેક- રેનો 16 લોન્ચ કરાઈ.[સંદર્ભ આપો]
  • 1971 - રેનો launches the રેનો 15 and રેનો 17 two-door coupés, aimed directly at the Ford Capri and Opel Manta.
  • 1972 - 1972- રેનો તેની આર5 હેચબેક સાથે નવા ‘સુપરમિની’ બજારમાં પ્રવેશી, જે આ ક્ષેત્રની આવી પ્રથમ કારોમાં સ્થાન ધરાવે છે. બજારમાં રજૂઆત વખતે આર5 સામે સમાન શ્રેણીના માત્ર ત્રણ સ્પર્ધકો હતા, જેમાં ફિયાટ 127, ઓટોબિયાન્ચી એ112 અને પુજો 104નો સમાવેશ થાય છે.
  • 1976 - રેનો 5 આલ્પાઇનને બજારમાં રજૂ કરાઈ, તેનાથી આ બ્રાન્ડની હોટ હેચ માર્કેટમાં પ્રથમ પ્રવેશ કરનારી બની હતી. ફોક્સવેગન ગોલ્ફ જીટીઆઇનું ઉત્પાદન થયું તે જ વર્ષે સંભવત પ્રથમ હોટ હેચનું ઉત્પાદન ચાલુ થયું હતું.
  • 1977 - રેનોનો આર14 સાથે સ્મોલ ફેમિલી હેચબેક માર્કેટમાં પ્રવેશ, જે આ કદની યુરોપની પ્રથમ હેચબેક કારોમાં સ્થાન ધરાવે છે.
  • 1978 - રેનો દ્વારા પ્રથમ વૈશ્વિક કાર રેનો 18ની રજૂઆત.
  • 1979 - રેનોએ અમેરિકાના બજારમાં તેની હાજરી સ્થાપવાના હેતુ સાથે અમેરિકન મોટર્સનો હિસ્સો ખરીદ્યો.
  • 1980 - રેનો દ્વારા 5 ટર્બોની રજૂઆત, જે રેલી કાર તરીકે ડિઝાઇન કરાઈ હતી, પરંતુ તેમાં રોડગોઇંગ વર્ઝનનો સમાવેશ થતો હતો. તેમાં ફ્રન્ટ ડ્રાઇવ, ફ્રન્ટ એન્જિનની ડિઝાઇનને પડતી મૂકાઈ હતી અને તેની જગ્યાએ કારના મધ્યમાં એન્જિન (પાછળની સીટની જગ્યાએ) અને રીયલ વ્હિલ ડ્રાઇવ ડિઝાઇનનો ઉપયોગ કરાયો હતો.
  • 1980 - રેનો દ્વારા ફોર્ડ કેપ્રી, ફોક્સવેગન સ્કીરોક્કો અને ઓપેલ મન્તા જેવી કારને સીધી નિશાન બનાવીને બે ટુ-ડોર કૂપ ફ્યુગોની રજૂઆત કરાઈ.
  • 1981 - રેનો દ્વારા આધુનિક થ્રી-બોક્સ ડિઝાઇન સાથેની ફોર ડોર સલૂન આર 9ની રજૂઆત કરાઈ, તેનો હેતુ આ ક્ષેત્રમાં હેચબેકની લોકપ્રિયતામાં વધારો થઈ રહ્યો હતો, તેવા સમયે સલૂન માટે બજારના રસને જાળવી રાખવાનો હતો. તેને યુરોપિયન કાર ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો હતો.
  • 1982 -રેનો અમેરિકામાં કારનું ઉત્પાદન કરનારી ફોક્સવેગન પછી યુરોપની બીજી ઓટો કંપની બની. આર 9નું ઉત્તર અમેરિકન વર્ઝન ધ એલાયન્સનું અમેરિકન મોટર્સ દ્વારા વિસ્કોન્સિનમાં ઉત્પાદન કરવામાં આવ્યું અને પ્રથમ કાર 1983 મોડલ તરીકેની હતી. તેને મોટર ટ્રેન્ડ દ્વારા કાર ઓફ ધ યર તરીકે ઓળખાવવામાં આવી હતી.
  • 1983- રેનો દ્વારા આર 9ના હેચબેક વર્ઝન આર 11ની રજૂઆત કરાઈ, તેનાથી રેનો ફોક્સવેગન ગોલ્ફની પ્રથમ મજબૂત સ્પર્ધક બની હતી. અમેરિકામાં પાનખરમાં તેનું વેચાણ એન્કોર તરીકે શરુ થયું હતું.
  • 1984- રેનો મોટી 25 હેચબેક સાથે એક્ઝિક્યુટિવ કાર માર્કેટમાં પ્રવેશ હતી, તેનો હેતુ ફોર્ડ ગ્રેનાડા, રોવર એસડી1 અને ઓપેલ રેકોર્ડ/વોક્સહોલ કાર્લ્ટન જેવી કારની સીધી સ્પર્ધા કરવાનો હતો.
  • 1984- રેનો દ્રારા યુરોપના પ્રથમ મલ્ટી પર્પઝ વ્હિકલ ઇસ્પેસની રજૂઆત કરાઈ. અજોડ વ્યવહારુતા અને નવિનતાને કારણે આ કારની સમગ્ર યુરોપમાં પ્રસંશા થઈ હતી.
  • 1986- 9 એપ્રિલે ફ્રાન્સની સરકારે રેનોનું ખાનગીકરણ ન કરવાનો નિર્ણય કર્યો હતો.
  • 1986-રેનો દ્વારા આર-18ની જગ્યાએ નવી આર21 સલૂન અને સવાન્ના સેવન સીટર એસ્ટેટની રજૂઆત કરાઈ.
  • 1987-રેનોએ ક્રાઇસલરને અમેરિકા મોટર્સ માંથી તેનો હિસ્સો વેચ્યો.
  • 1988- 9 અને 11 રેન્જના મોડલની જગ્યાએ 19નું સિંગલ મોડલ રજૂ કરાયુ, તેની ઉત્કૃષ્ટ સવારી અને હેન્ડલિંગ તેમજ ત્રેવડપૂર્ણ અભિગમ અને ડિઝલ એન્જિનના સુધારા માટે પ્રશંસા થઈ.
  • 1990- રેનોએ ક્લિયો સુપરમિની લોન્ચ કરી હતી, જેને એવી રીતે ડિઝાઇન કરી હતી કે તેને આખરે રેનો 5 નું સ્થાન લીધું હતું. ક્લિયો એક એવી જનરેશનનું પ્રથમ મોડલ હતું, કે જે જનરેશનમાં પરંપરાગત નેમપ્લેટ સાથે નવી કાર દ્વારા સંખ્યાબંધ મોડલને રિપ્લેસ કરાયા હતા. તેને ગુણવત્તા, આરામદાયકતા અને મોકળાશના સંદર્ભમાં સુપરમિની માટે નવા માપદંડ નિર્ધારિત કર્યા હતા અને તેને યુરોપીયન કાર ઓફ ધ યર જાહેર કરવામાં આવી હતી.
  • 1991માં રેનો 19 કેબ્રિયોલેટ તરીકે ઉપલબ્ધ બની અને નજીવા ફેરફાર સાથે તેમાં સ્ટાન્ડર્ડ રેન્જની એક્સટિયર સ્ટાઇલને રિફ્રેશ કરવામાં આવી હતી.
  • 1992 - લૂઇસ શ્વિટ્ઝર રેનો ગ્રૂપના પ્રેસિડન્ટ બન્યા.
  • 1992- રેનો તેની ટ્વિન્ગો મારફત સિટી કાર માર્કેટમાં પ્રવેશી હતી, ટ્વિન્ગો ‘ક્યુબ’ ડિઝાઇન સાથેની સ્મોલ હેચબેક હતી, જેમાં ઇન્ટેરિયર સ્પેસને મહત્તમ કરવામાં આવી હતી, જોકે તે માત્ર લેફ્ટ હેન્ડ ડ્રાઇવ સિસ્ટમ ધરાવતી હતી. તે આર25નું સ્થાન લેનાર અલ્ટ્રામોડર્ન લાર્જ હેચબેક સેફ્રેનની સાથે એક્ઝિક્યુટિવ માર્કેટમાં ફરી પ્રવેશી હતી.
  • 1993- રેનો દ્વારા લગુના હેચબેકની રજૂઆત કરાઈ, જેને રેનો 21નું સ્થાન લીધું હતું. હેચબેક અને એસ્ટેટ વર્ઝન ખરીદી માટે ઉપલબ્ધ કરવામાં આવ્યા હતા.
  • 1995- રેનોએ હેચબેક, સલૂન, એસ્ટેટ, કૂપ અને કેબ્રિયોલેટ્સની રેન્જ મેગેન સાથે રેનો 19 નું સ્થાન લીધું હતું.
  • 1996- રેનો 5 નું ઉત્પાદન આશરે પોણી સદી પછી બંધ થયું હતું. તેનું 1991માં ક્લિયો ના લોન્ચ પછીથી સ્લોવેનિયામાં ઉત્પાદન કરવામાં આવતું હતું.
  • 1996- રેનો દ્રારા તેની મેગેન આધારિત સિનિક સાથે નવા ‘કોમ્પેક્ટ એમપીવી’ બજારમાં પ્રવેશી કરાયો. આ કારે ફોર્ડ કા અને ફોક્સવેગન પસાટ સાથેની સ્પર્ધામાં યુરોપિયન કાર ઓફ ધ યરનો એવોર્ડ જીતવામાં સફળતા મેળવી હતી.
  • 1996- રેનો એસ.એ નું સર્જન કરવા માટે કંપનીનું ખાનગીકરણ કરાયું હતું.
  • 1997- કંપની માટે 10 વર્ષ સુધી મહત્ત્વના પુરોગામી મોડલ કરતા વધુ અપમાર્કેટ ઇમેજ ધરાવતી ઓલ ન્યૂ ઇસ્પેસ ઉપલબ્ધ કરાઈ.
  • 1998- સંપૂર્ણપણે નવી બોડી સાથે સેકન્ડ જનરેશન ક્લિયો ની રજૂઆત કરાઈ હતી, તે યુરોપની તમામ સુપરમિની કાર કરતા ભાવમાં સ્પર્ધાત્મકતા ધરાવતી હતી, જોકે તેની સ્ટાઇલ તમામના સ્વાદને અનુકુળ ન હતી.
  • 1999- રેનોએ જાપાનના કાયદા હેઠળ કંપની પર અસરકારક અંકુશ મેળવવા માટે 3.5 અબજ ડોલરનું રોકાણ કરીને જાપાનની લગભગ નાદારીને આરે આવેલી કાર કંપની નિસાનનો 36.8 ટકા ઇક્વિટી હિસ્સો ખરીદ્યો હતો. આ માંદી કંપનીને ફરી બેઠી કરવા માટે રેનોના વાઇસ-પ્રેસિડન્ટ કાર્લોસ ઘોસ્નને કામગીરી સોંપવામાં આવી હતી. નિસાન આના બદલામાં રેનોમાં 15 ટકા માલિકી ધરાવે છે.
  • 1999- રેનોએ રોમાનિયાની કાર કંપની ડેસિયાનો 99 ટકા ઇક્વિટી હિસ્સો 5 કરોડ ડોલરમાં ખરીદ્યો હતો, તેથી રેનોએ 30 વર્ષ બાદ પિટેસ્ટીમાં પુનરાગમન કર્યું હતું. રેનોએ 2000 અને 2007ની વચ્ચે 1.7 અબજ અમેરિકી ડોલર કરતા વધુ રોકાણ કર્યું હતું.
  • 2000- રેનોએ લગુના II-ને લોન્ચ કરી હતી, તે ‘કીલેસ’ એન્ટ્રી અને ઇગ્નિશનના ફિચર્સ સાથેની યુરોપની પ્રથમ ફેમિલી કાર હતી.
  • 2001- રેનોએ તેના ઇન્ડસ્ટ્રીયલ વ્હિકલ સબડિવિઝન (રેનો વ્હિક્યુલ્સ ઇન્ડસ્ટ્રીલ્સ )નું વોલ્વોને વેચાણ કર્યું હતું અને વોલ્વોએ 2002માં તેનું નામ બદલીને રેનો ટ્રક્સ કર્યું હતું. ક્લિયોની સુપરમિની ક્ષેત્રમાં સ્પર્ધાત્મકમાં જાળી રાખવા માટે તેમાં મોટા ફેરફાર કરાયા હતા અને 1.5 ડાયરેક્ટ-ઇન્જેક્શન ડિઝલ એન્જિનને લોન્ચ કરાયું હતું.
  • 2002- બેનેટન ફોર્મ્યુલા વન ટીમ વિધિવત રીતે રેનો એફ-1 બની હતી અને રેનોએ નિસાનમાં તેના હિસ્સાને વધારીને 44. ટકા કર્યો હતો.
  • 2002- રેનોએ તેની સેકન્ડ જનરેશન મેગેન સાથે ફરી વખત યુરોપિયન કાર ઓફ ધ યર તરીકે સફળતા મેળવી હતી, આકર્ષક લૂક સાથેની આ કારે આ દાયકામાં પછીથી નિસાનની એલ્મેરાનું સ્થાન લેવા માટેનો પાયો નિર્ધારિત કર્યો હતો.
  • 2003- રેનો કૂપ-કેબ્રિયોલેટ, એસ્ટેટ (સ્પોર્ટસ ટૂરર ) અને સેડાન (સ્પોર્ટસસલૂન ) વેરિયન્ટ્સ સાથે મેગન હેચબેક રેન્જનું વિસ્તરણ કર્યું હતું. સેકન્ડ જનરેશન સિનિકની રજૂઆત કરવામાં આવી હતી.
  • 2004- ઇલે સુગુઇનના બિલનકોર્ટ ખાતેની રેનો ફેક્ટરીને તોડી નાંખવામાં આવી હતી. સેવન-સીટર ગ્રાન્ડ સિનિક અને મોડસની રજૂઆત કરાઈ હતી.
  • 2005- કાર્લોસ ઘોસ્ન પ્રેસિડન્ટ બન્યા.
  • 2005- ક્લિયો- IIIને 2006માં યુરોપિયન કાર ઓફ ધ યર જાહેર કરવામાં આવી હતી અને તેને તેના વર્ગની અગ્રણી ગુણવત્તા માટે યુરોપભરમાંથી પ્રસંશા મળી હતી. અગાઉની જનરેશનની ક્લિયોને ટ્વિન્ગો IIનું વેચાણ ચાલુ થયું ત્યાં તેને સુધી બજારમાં ઉપલબ્ધ રાખવામાં આવી હતી. રેનો એફ-1એ કન્સ્ટ્રકટર્સ વર્લ્ડ ચેમ્પિયનશિપ તેમજ ડ્રાઇવર્સ ચેમ્પિયનશિપ જીતી હતી.
  • 2006- ફેબ્રુઆરીમાં કાર્લોસ ઘોસ્નએ નીચેના ત્રણ મુખ્ય હેતુઓ પર ધ્યાન કેન્દ્રીત કરીને ‘રેનો કમિટમેન્ટ 2009’ યોજનાની જાહેરાત કરી હતીઃ
    • 2006 કરતા 800 000 વધુ કારનું વેચાણ.
    • ઓપરેટિંગ માર્જિનને વધારીને 6 ટકા કરવું.
    • ગુણવત્તા અને સર્વિસ રેટના સંદર્ભમાં નવી લગુના રજૂ કરવી.

આ વર્ષે રેનો અને નિસાને સંભવિત જોડાણનો અભ્યાસ કરવા માટે જનરલ મોટર્સ સાથે મંત્રણા શરુ કરી હતી. પરંતુ જીએમએ રેનો પાસેથી ‘એન્ટ્રી ટિકિટ’ તરીકે નાણા માગતા આ અભિગમને આખરે પડતો મૂકવામાં આવ્યો હતો. રેનો એફ-1એ સતત બીજા વર્ષે કન્સ્ટ્રકટર્સ વર્લ્ડ ચેમ્પિયનશિપ તેમજ ડ્રાઇવર્સ ચેમ્પિયનશિપ જીતી હતી.

  • 2007-લાર્જ ફેમિલી કાર ક્ષેત્રમાં રેનોની સ્થિતિને મજબૂત કરવાના હેતુ સાથે થર્ડ જનરેશન લગુનાની રજૂઆત કરાઈ હતી.
  • 2008 - લગુનાનું વેચાણ અપેક્ષા કરતા નીચું રહેવાના આંશિક કારણોસર નોકર-કાપ યોજના (2008)ની જાહેરાત.[૧૧]

બ્રિટનમાં રેનો ફેરફાર કરો

બ્રિટનમાં સાતત્યપૂર્ણ વેચાણમાં સફળતા હાંસલ કરનારા પ્રથમ લોકપ્રિય રેનો મોટર વ્હિકલ્સ આર5 મિની-કાર અને આર18 હતા, જે બંનેએ 1970ના દાયકાના અંત ભાગમાં અને 1980ના દાયકાની શરુઆત દરમિયાન છ આંકડામાં વેચાણ નોંધાવ્યું હતું, જોકે આ બંને વાહનો ફોર્ડ, વોક્સહોલ અને ઓસ્ટિન રોવર જેવી સ્થાપિત કાર કંપનીઓ જેવું વેચાણ વોલ્યુમ હાંસલ કરવામાં નિષ્ફળ રહ્યા હતા.

1991ની શરુઆતમાં ક્લિયો સુપરમિનીના આગમન સાથે બ્રિટનના ખરીદદારોમાં રેનોની લોકપ્રિયામાં પ્રચંડ વધારો થયો હતો. તેને 1990ના દાયકા દરમિયાન દર વર્ષે બ્રિટનની સૌથી વધુ લોકપ્રિય કારમાં નિયમિતપણે સ્થાન મેળવ્યું હતું, તેના પુરોગામી મોડલ (‘નિકોલ એન્ડ પાપા’ એડવર્ટાઇઝિંગ ઝુંબેશના આખરી તબક્કાની સાથે 1998માં લોન્ચ કરાયેલ)ને પણ આવું સ્થાન મળ્યું હતું,[૧૨] જોકે તેમાં મૂળ મોડલ ન હતું. થાલિયા તરીકે ઓળખમાં આવતા સેડાન/સલૂન વર્ઝનને બ્રિટનના બજારમાં રજૂ કરાયા ન હતા.

નવેમ્બર 2002માં અલગ સ્ટાઇલની મેગેનની રજૂઆતને પગલે 2000ના દાયકા દરમિયાન રેનોએ બ્રિટનમાં વધુને વધુ મજબૂતાઈ મેળવી હતી. કંપનીની ક્વર્કી સ્ટાઇલ બ્રિટનના ખરીદદારોને પસંદ પડશે નહીં તેવા સૂચનો 2005માં ખોટા સાબિત થયા હતા અને આ કાર બ્રિટનમાં ચોથા ક્રમે સૌથી વધુ વેચાતી કાર બની હતી. રેનો હાલમાં નિસાન તરીકે ઓળખાતી કારના ઉત્પાદનમાં પણ મદદ કરે છે.

2006માં તે બ્રિટનમાં ત્રીજા ક્રમની સૌથી વધુ લોકપ્રિય કાર બ્રાન્ડ બની હતી. માત્ર ફોર્ડ અને વોક્સહોલે વધુ કારોનું વેચાણ કર્યું હતું.

2007માં રેનો યુકેનો 20 લાખ ડોલરના કાનૂની દાવામાં એક સ્વતંત્ર ડિસ્ટ્રિબ્યુટર સામે પરાજય થયો હતો, જેમને એવી ડિસ્કાઉન્ટ સ્કીમ હેઠળ 217 કારનો ઓર્ડર્સ આપ્યો હતો, કે જે બ્રિટન એરલાઇન પાઇલોટ એસોસિએશન-3ના સભ્યો માટેની હતી, કારણે કે તેમણે ‘દરેક વાહન અંગે ચોક્કસ પ્રકારનો નફો કર્યો હતો.’ મોટા ઓર્ડર્સ માટે ‘આંખ આડા કાન કરવા માટે’ રેનોના બે કર્મચારીઓની આકરી ટિકા થઈ હતી.[૧૩]

2008 સુધીમાં બ્રિટનમાં રેનોના વેચાણમાં ઘટાડાની શરુઆત થઈ હતી અને આ બ્રાન્ડ 89,570 કારના વેચાણ (2007ની સરખામણીમાં 29 ટકાનો ઘટાડો) સાથે સૌથી વધુ લોકપ્રિય બ્રાન્ડની યાદીમાં ગબડીને આઠમાં સ્થાને પહોંચી હતી અને 2002માં 194,685ના વેચાણ સામે આ વેચાણ ઘણું ઓછું હતું.

રેનોએ 2009 દરમિયાન બ્રિટનમાં મોટાભાગની મુખ્ય બ્રાન્ડની સરખામણીમાં વધુ વેચાણ ગુમાવ્યું હતું અને આ વર્ષના અંતે વેચાણ 63,174 નંગ રહ્યું હતું અને બજારહિસ્સો ઘટીને 3.17 ટકા થયો હતો.

ઓગસ્ટ 2010માં નીચું વેચાણ ધરાવતા કોલિઓસ એસયુવીને બ્રિટનમાંથી પાછી ખેંચી લેવામાં આવી હતી, કારણ કે 3,000 કરતા ઓછા નંગનું વેચાણ થતું હતું.

વાહનોની યાદી ફેરફાર કરો

અત્યાર સુધીના મોડલની યાદી :[૧૪]

  • લોગન (2004)
  • સેન્ડેરો (2008)
  • ટ્વિન્ગો (2007)
  • મોડસ (2004)
  • ક્લિયો II (1998; HB, સલૂન સિમ્બોલ તરીકે)
  • ક્લિયો III (2005/2009; HB, ડોર્સ, ગ્રાન્ડ ટોરર, સલૂન સિમ્બોલ તરીકે II, જીટી, આરએસ)
  • મેગેન II (2002/2006, સીસી, સલૂન, આરએસ, આર26.આર, એચબી હજુ પણ કેટલાંક દેશોમાં ઉપલબ્ધ છે, કેટલીક જીટી મેક્સિકોમાં ઉપલબ્ધ છે.)
  • મેગેન III (2009; HB 3 અને 5 ડોર્સ, ગ્રાન્ડ ટૂરર)
  • સિનિક III (2009; ગ્રાન્ડ સિનિક તરીકે પણ ઉપલબ્ધ છે)
  • કોલિઓસ (2008)
  • ઇસ્પેસ IV (2002; ગ્રાન્ડ ઇસ્પેસ તરીકે પણ ઉપલબ્ધ છે.)
  • કાન્ગૂ II (2009)
  • ટ્રાફિક (2003)
  • લગુના III (2007/2009; HB, ગ્રાન્ડ ટૂરર)
  • સેફ્રેન II (2008)
  • લેટિટ્યુડ (2011)

ઇલેક્ટ્રીક વ્હીકલ્સ ફેરફાર કરો

યોજનાઓ અને ભાગીદારીઓ ફેરફાર કરો

રેનો પર્યાવરણલક્ષી ઇલેક્ટ્રિક કારનું ઉત્પાદન કરવાની યોજના ધરાવે છે તેવી અફવા 2007માં શરુ થઈ હતી.[૧૫] 2008માં રેનો-નિસાને પ્રોજેક્ટ બેટર પ્લેસ સાથે ઇઝરાયેલમાં એક પહેલ માટે મોટાપાયે ઇલેક્ટ્રિક કારનું ઉત્પાદન કરવાની સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. આ કારનો ખર્ચ સરખામણી થઈ શકે તેવા ગેસોસિન એન્જિનના વાહનો જેટલો જ અથવા ઓછો હશે અને તેમાં આજીવન વોરંટી હશે. રેનો ઇઝરાયેલમાં વર્ષે 10,000થી 20,000 કારનું વેચાણ કરવાનો હેતુ ધરાવે છે.[૧૬] રેનો આ પ્રોજેક્ટ્સ માટે એક્સ્ચેન્જ થઈ શકે તેવી બેટરી પણ વિકસાવશે.[૧૭] રેનોએ ડેનમાર્કમાં તમામ ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન કરવા અને હજારો ચાર્જિંગ સ્ટેશનના નેટવર્ક માટે પ્રોજેક્ટ બેટર પ્લેસ સાથે સહકાર સાધ્યો છે, આ પ્રોજેક્ટ 2011 સુધીમાં કાર્યરત કરવાની યોજના છે.[૧૮]

2009માં રેનોએ 2011 દરમિયાન વેચાણ માટે ઇલેક્ટ્રિક કારને ઉપલબ્ધ કરવાની અને આ જ વર્ષે 20,000-40,000 કારનું વેચાણ કરવાની યોજના બનાવી હતી. રેનોના ઇલેક્ટ્રિક વ્હિકલ પ્રોગ્રામના ડિરેક્ટર થીયરી કોસ્કાસે જણાવ્યું હતું કે દરેક ચારમાંથી બે ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન ફ્રાન્સમાં કરવામાં આવશે. આ વાહનોમાં એનઈએસ ટોકિન કોર્પ સાથેના સહયોગમાં જોડાણના ભાગીદાર નિસાન મોટર કંપની લિમિટેડ દ્વારા વિકસિત કરાયેલી બેટરીઝનો ઉપયોગ કરવામાં આવશે.[૧૯]

કોર્લોસ ઘોસ્ન જણાવે છે કે રેનો ઇઝરાયેલ માટે તૈયાર કરી રહી છે તે મેગેન સલૂનના ઇલેક્ટ્રિક વર્ઝનમાં આજીવન વોરંટી હશે અને પેમેન્ટમાં મોબાઇલ ફોન ઇન્ડસ્ટ્રી દ્વારા સ્થાપિત કરવામાં આવેલા મોડલનું અનુસરણ કરવામાં આવશે. આ કારની ખરીદી બાદ માલિકો તેમના અંદાજિત માઇલેજના આધારે બેટરી રિપ્લેસમેન્ટ અને ચાર્જિંગ પ્લાન માટે લવાજમ ભરશે. પ્રોજેક્ટ બેટર પ્લેસ દ્વારા સ્થાપવામાં આવનારા અને સંચાલિત કરનારા 500,000 પોઇન્ટ્માંથી કોઇ એક પોઇન્ટમાં રિચાર્જ કરી શકાશે.[સંદર્ભ આપો] ઇઝરાયેલમાં બેટર પ્લેસ પ્રોજેક્ટ માટેની કાર રેનો ફ્યુઅન્સ ઝેડ.ઈ હશે, જે સ્વિચેબલ બેટરી સાથેની પ્રથમ ઝીરો ઉત્સર્જન સાથેનું વાહન હશે.[૨૦]

રેનો-નિસાન જોડાણ અને ફ્રાન્સની સૌથી મોટી ઇલેક્ટ્રિક યુટિલિટી કંપની ઇલેક્ટ્રિસાઇટ ડી ફ્રાન્સ (ઈડીએફ) (EDF) ફ્રાન્સમાં ઉત્સર્જનમુક્ત પરિવહનને પ્રોત્સાહન આપવા એક સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે. આ પગલાનો ઉદેશ તમામ ઇલેક્ટ્રિક વાહનો 2011થી ઉપલબ્ધ કરાવવાનો હતો જેમાં બેટરી ચાર્જિંગ સ્ટેશનના દેશ વ્યાપી નેટવર્કનો પણ સમાવેશ થાય છે. ફ્રાન્સ-જાપાનના આ કાર ઉત્પાદકોએ ઇઝરાયેલ, પોર્ટુગલ, ડેનમાર્ક, અમેરિકાના ટેનેસી[૨૧] રાજ્ય અને જાપાનમાં યોકોહામા શહેર સહિતના સંખ્યાબંધ વિસ્તારોમાં આવી જ સમજૂતી પર પણ હસ્તાક્ષર કરેલા છે. રેનો-નિસાન જોડાણ ઇલેક્ટ્રિક વાહનોના સમર્થન માટે ચાર્જિંગની માળખાગત સુવિધા વિકસાવવા અને પ્રોત્સાહન આપવા માટે વધુ બે ભાગીદારો – અમેરિકાના ઓરેગોન રાજ્ય અને પ્રિન્સિપાલિટી ઓફ મોનેકા-નો ઉમેરો કર્યો છે.[૨૨]

સર્જ યોકોઝ ઇલેક્ટ્રિક વ્હિકલ પ્રોજેક્ટના ડિરેક્ટર છે.[૨૩]

We have decided to introduce zero-emission vehicles as quickly as possible in order to ensure individual mobility against the background of high oil prices and better environmental protection

— Carlos Ghosn, CEO of Renault and Nissan [૨૧]

ઘોસ્નના જણાવ્યા અનુસાર રેનો-નિસાન જોડાણ ઇલેક્ટ્રિક કારના વિકાસ માટેનું એક પાયાનું પગલું છે અને બંને કંપનીઓ પોતાની રીતે ઇલેક્ટ્રિક કારનું ઉત્પાદન કરી શકે તેમ છે, પરંતુ બંનેને બેટરીના ઉત્પાદન, ઇલેક્ટ્રિક વ્હિકલ ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રકચર અને બિઝનેસ વ્યૂહરચના જેવા બીજા મુદ્દા માટે એકબીજાની જરુર છે.[૨૪]

I don't think either Renault or Nissan would have been able to launch an EV alone successfully. You can have an electric car alone. But what you cannot have is an EV business system, from batteries to recycling to cars to infrastructure to negotiation, by being alone.

— Carlos Ghosn, CEO of Renault and Nissan [૨૪]

તેમણે એમ પણ જણાવ્યું હતું કે બંને કંપનીઓ આ ભાગીદારીમાં સામેલ થવા માટે ત્રીજી કંપનીની વિચારણા કરી છે, જે મોટાભાગે ડેમલર એજી હોઈ શકે છે, ડેમલર એજી બીજી ઇલેક્ટ્રીક કાર કંપનીઓઃ ઝાયટેક, બીવાયડી ઓટો અને ટેસ્લા મોટર્સ સાથે ભાગીદારી પણ ધરાવે છે.[૨૪] ડેમલર એજી ભાગીદારી 2010માં પૂરી થઈ છે.

પીએચઇવી (PHEV) રિસર્ચ સેન્ટર ફેરફાર કરો

રેનો-નિસાન ગ્રૂપ પીએચઈવી (PHEV) રિસર્ચ સેન્ટરમાં પણ સામેલ છે. નિસાન ‘સમાંતર હાઇબ્રિડ’ સિસ્ટમ (ટોયોટા પ્રીયસમાં છે તેવી) અને શેવી વોલ્ટમાં છે તેવી પ્લગ-ઇન ‘સિરિઝ હાઇબ્રિડ’ સિસ્ટમ વિકસિત કરીને તેની આ બાજી માટે સુરક્ષા કવચ મેળવી રહી છે. જોકે તે સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક અભિગમની તરફેણ કરે છે, પછી ભલે તેનું વેચાણ મુશ્કેલ હોય, એમ લેન જણાવે છે. ઘોસ્નનો સવાલ છે ત્યાં સુધી તેમને આ અંગે કોઈ આશંકા નથી. ‘આપણી પાસે ઝીરો-ઉત્સર્જન વાહનો હોવા જોઇએ,’ એમ તેઓ જણાવે છે. ‘બીજુ કોઇ આ વિશ્વને વિસ્ફોટથી બચાવી શકશે નહીં.’ [૨૫]

રેનો ઓન્ડેલિયોસ ફેરફાર કરો

રેનો 1998 ઓન્ડેલિયોસ કન્સેપ્ટને ‘એન્વાર્યમેન્ટલી ફ્રેન્ડલી હાઇ-એન્ડ ક્રોસઓવર’ તરીકે ઓળખાવે છે. ઓન્ડેલિયોસને કારની આગળ અને પાછળ બે 20 કિલોવોટ ઇલેક્ટ્રિક મોટર્સ સાથેના રેનોના 2.0-લિટર ડીસીઆઇ (dCi) એન્જિનના વધુ શક્તિશાળી 205 એચપી વર્ઝનના મિશ્રણ સાથે હાઇબ્રિડ ઇલેક્ટ્રિક પારવપ્લાન્ટ મળ્યો છે.[૨૬][૨૭]

રેનો ઝેડ.ઇ. મોડલ્સ ફેરફાર કરો

રેનોએ ‘ઝેડ.ઈ.’ નામ હેઠળ વિવિધ ઓલ-ઇલેક્ટ્રિક કાર કન્સેપ્ટ દર્શાવ્યા છે, જેની શરુઆત 2008માં રેનો કાન્ગૂ બી બોપના આધારે રેનો ઝેડ.ઈ. કન્સેપ્ટ સાથે થઈ હતી, અને પછી 2009માં ચાર મોડલઃ ફાઇવ-સીટ સલૂન ફ્લુયન્સ ઝેડ.ઈ, કાન્ગૂ ઝેડ.ઈ. વાન, એલ્ટ્રા કોમ્પેક્ટ સિટી કાર ટ્વીઝી ઝેડ.ઇ અને સુપરમિની ઝો ઝેડ.ઇ સાથે આ કન્સેપ્ટને આગળ ધપાવવામાં આવ્યો હતો.[૨૮]

2010માં રેનોએ 2011માં ઉત્પાદન કરવાનો હેતુ છે તેવા પ્રથમ વાહનોની વિગત જાહેર કરી હતી, જેમાં ફ્યુયન્સ ઝેડ.ઈ. અને કાન્ગુ એક્સપ્રેસ ઝેડ.ઈ. મોડલ્સનો સમાવેશ થતો હતો.[૨૯]

પર્યાવરણ નોંધ ફેરફાર કરો

રેનોએ 2007માં પર્યાવરણીય વાહનોની નવી ઇકો શ્રેણીની રજૂઆત કરી હતી. તમામ મોડલ્સમાં ઓછામાં ઓછા 5 ટકા રિસાઇકલ્ડ પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે અને વાહનની આવરદા પૂરી થયા પછી બાકીના 95 ટકા પાર્ટસનો પણ ફરી ઉપયોગ થઈ શકે તેવા છે. વધુમાં ઇકો શ્રેણીના વાહનોમાં સીઓટુ ઉત્સર્જન પણ કિ.મી દીઠ 140 ગ્રામથી વધુ નથી અથવા બાયોફ્યુઅલથી ચાલી શકે છે.[૩૦]

2008 ફ્લીટ વર્લ્ડ ઓનર્સ ખાતે રેનોને પ્રતિષ્ઠિત પર્યાવરણ એવોર્ડ એનાયત થયો હતો. આ પ્રોગ્રામના નિર્ણાયકોમાં આ ઇન્ડસ્ટ્રીના નિષ્ણાતો હતા, જેમાં લીઝિંગ ઇન્ડસ્ટ્રીના સભ્યો, ફ્લીટ મેનેજર્સ, રેસીડ્યુઅલ વેલ્યૂ ગાઇડ્સના પ્રતિનિધિઓ અને ફ્લીટ વર્લ્ડની એડિટોરિયલ ટીમનો સમાવેશ થતો હતો. આ નિર્ણાયકોના ચેરમેન જ્યોર્જ ઇમર્સને ટીપ્પણી કરી હતી કે ‘‘ફ્લીટ વર્લ્ડ ઓનર્સના ઇતિહાસમાં આ સૌથી વધુ તીવ્ર સ્પર્ધા થયેલી કેટેગરી છે, પર્યાવરણલક્ષી અભિગમને પ્રસિદ્ધિ મળે તે માટે કંપનીઓનો પ્રોત્સાહન અદભૂત છે. કેટલીક ખૂબ જ અસરકારક એન્ટ્રીઝ મળી છે, પરંતુ સમિતિ માને છે કે રેનોની નીચા ઉત્સર્જન ધરાવતી વાહનોની અસરકારક શ્રેણી સૌથી વઘુ વાસ્તવિક છે અને સૌથી વધુ પરિમાણમાં છે.[૩૧]

મોટરસ્પોર્ટ ફેરફાર કરો

 
2005માં ઇન્ડિયાનાપોલિસ ખાતે યોજાયેલી રેનો એફ1માં કાર ચલાવી રહેલો ફર્નાન્ડો અલોન્સો. આજ વર્ષમાં તેમની ટીમે પ્રથમ ફોર્મ્યુલા વન ચેમ્પિયનશિપ જીતી હતી.

મોટરસ્પોર્ટને લાંબા સમયથી ઓટોમોબાઇલ ઉત્પાદકો માટે અસરકારક માર્કેટિંગના માધ્યમ તરીકે પ્રસિદ્ધ મળી છે. 70ના દાયકાના અંત ભાગમાં અને 80ના દાયકાની શરુઆતમાં રેનોએ મોટરસ્પાર્ટમાં મોટાપાયે સામેલ થવાની શરુઆત કરી હતી અને રેનો સ્પોર્ટ નામના વિશેષ મોટરસ્પોર્ટ ડિવિઝનની સ્થાપના કરી હતી અને લી મેન્સ 24 અવર્સની વિજેતા (નવી ખરીદવામાં આવેલી આલ્પાઇન સાથે સહયોગમાં તૈયાર કરાયેલા રેનો આલ્પાઇન એ 442 સાથે) બની હતી અને સાથે સાથે રેલિંગ (રેનો 5 ટર્બો સાથે) અને ફોર્મ્યુલા વન બંનેમાં સફળતા પણ હાંસલ કરી હતી. 1977માં રેનો ફોર્મ્યુલા વનમાં પ્રવેશી ત્યારે શરુઆતમાં તેની હાંસી ઉઠાવવામાં આવી હતી અને ટીમની પ્રથમ ડિઝાઇનને ટર્બોચાર્જર (ગેરેટ દ્રારા નિર્મિત)માં સામેલ કરાઈ હતી અને તેની ઉત્સુકતા જન્મી હતી. જોકે માત્ર બે વર્ષ પછી ડિજોનના ઘરેલુ મેદાન પર આ ટીમ તેની પ્રથમ સ્પર્ધા જીતી હતી અને 80 દાયકાની શરુઆત સુધીમાં દરેક ફ્રન્ટ રનિંગ ફોર્મ્યુલા વન ટીમમાં ટર્બોચાર્જર્સનો ઉપયોગ થવા લાગ્યો હતો.

1907માં રેનોએ તેની ફ્રેન્ચ ગ્રાં પ્રી વિજેતા કારની પ્રતિકૃતિ બનાવી હતી અને ચાર જાણીતી છે.2001માં બેનેટન એફવન ટીમ પર અંકુશ મેળવ્યો હતો અને ઝડપથી ખૂબ જ સ્પર્ધાત્મક બની હતી, કારણ કે ફર્નાન્ડો એલોન્સોએ 2003માં હંગેરિયન ગ્રાં પ્રીમાં રેનો માટે પ્રથમ રેસ જીતી હતી. 2004માં રેનોની ટીમ કન્સ્ટ્રક્ટર્સ ચેમ્પિયનશિપમાં ત્રીજા સ્થાને આવી હતી અને 2005માં આ ટીમે કન્સ્ટ્રકટર્સ અને ડ્રાઇવર્સ એમ બંને ટાઇટલ (ફર્નાન્ડો એલોન્સો સાથે) જીત્યા હતા. 2006માં રેનોએ અગાઉના વર્ષની તેની સફળતાનું પુનરાવર્તન કર્યું હતું અને ફરી વખત કન્સ્ટ્રક્ટર્સ અને ડ્રાઇવર્સ એમ બંને ટાઇટલ (2007માં મેકલેર સાથે જોડાય તે પહેલા ફરી વખત ફર્નાન્ડો એલોન્સો સાથે) જીત્યા હતા.

ખાસ કરીને સીઇઓ તરીકે કાર્લોસ ઘોસ્નની નિમણૂક પછી ફોર્મ્યુલા વન ટીમ માટેની રેનોની પ્રતિબદ્ધતા અંગે સવાલ ઉઠાવવામાં આવ્યો હતો. જોકે 2005માં ફ્રેન્ચ ગ્રાં પ્રી દરમિયાન ઘોસ્ન મોટરસ્પોર્ટમાં તેમની કંપનીની સામેલગીરી અંગેની તેમની નીતિને સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કેઃ

‘‘ અમે ટેવ કે પરંપરાગને કારણે ફોર્મ્યુલા વનમાં સામેલ નથી. અમે અમારી પ્રતિભા દર્શાવવા અને અમે આ કામ યોગ્ય રીતે કરી શકીએ છીએ તે દર્શાવવા અહીં છીએ...ફોર્મ્યુલા વનમાં જો તમને સારુ પરિણામ ન મળે તો તે એક ખર્ચ છે. જો તમે તેમાં હોવ અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણતા હોય તો ફોર્મ્યુલા વન એક રોકાણ છે. ’’

ટૂંકમાં કહીએ તો ટીમ સફળ રહે અને તેના પરિણામસ્વરુપની પબ્લિસિટીનો વ્યાપક વેપારી લાભ માટે ઉપયોગ થઈ શકે તેમ હોય ત્યાં સુધી તેઓ એફવનમાં રેનોનું રોકાણ ચાલુ રહેશે. આનાથી ઉલટુ જો ટીમ ભવિષ્યમાં નિષ્ફળ રહે તો ઘોસ્ન આ સ્પોર્ટમાંથી સંસાધનોને પાછા ખેંચી લેશે તેવી ધારણા રાખી શકાય.

2006માં કાર્લોસ ઘોસ્ન આખરે જાહેરાત કરી હતી કે ટીમ લાંબા ગાળા માટે (ઓછામાં ઓછા 2012 સુધી) આ ટીમ એફવનમાં રહેશે, તેનાથી આ અફવાનો પણ અંત આવ્યો છે.

1983-84થી રેનો અમેરિકામાં અનલિમિટેડ હાઇડ્રોપ્લેનને સ્પોન્સર કરી હતી. જેરી શોનિથની માલિકીની અને ઇ. મિલનેર ઇરવિન દ્વારા સંચાલિત મિસ રેનોમાં ટર્બોચાર્જ્ડ એલિસન વી-1710 પિસ્ટન એન્જિન હતું. મિસ રેનોએ હ્યુસ્ટન, ટેક્સાસમાં 1983ની વર્લ્ડ ચેમ્પિયનશિપ સ્પર્ધા જીતી હતી.

લા’અટેલિયર રેનો પેરિસ ફેરફાર કરો

રેનોનો મુખ્ય શોરુમ પેરિસમાં ચેમ્પ્સ ઇલિસીસમાં આવેલો છે, જ્યાં પીજીયોટ, સિટ્રોન અને ટોયોટા જેવા બીજા કાર ઉત્પાદકો પણ શોરુમ ધરાવે છે. આ શોરુમને 1963થી 1999 સુધી ચાલુ રહેલા પબ રેનોની સાઇટ પર નવેમ્બર 2000માં ખોલવામાં આવ્યો હતો. લા’અટેલિયરમાં હાલમાં રેનો બુટિક તેમજ રેગ્યુલર એક્ઝિબિશન છે, જે રેનો અને ડેસિયા કાર પ્રદર્શન કરે છે, જ્યારે અપમાર્કેટ રેસ્ટારા બીજા માળ પર આવેલી છે. ગ્રાઉન્ડ ફ્લોર પર કોઇ એક સમયે જુદા જુદા પાંચ એક્ઝિબિશનનું આયોજન કરી શકાય છે. માર્ચ 2009 સુધીમાં 2 કરોડ મુલાકાતીઓએ લા’અટેલિયરની મુલાકાત લીધી હતી.

મુખ્ય કાર્યાલય ફેરફાર કરો

રેનોની હેડ ઓફિસ બુલોગ-બિલાનકોર્ટમાં આવેલી છે.[૩૨] હેડ ઓફિસ જુની રેનો ફેકટરીઓની નજીક આવેલી છે. રેનોએ બુલોગ-બિલાનકોર્ટમાં ઐતિહાસિક હાજરી જાળવી રાખી રાખી છે,[૩૩] કારણ કે બુલોગ-બિલનકોર્ટ પ્લાન્ટમાં રેનોની કામગીરી 1898થી ચાલે છે.[૩૨]

પ્રશસ્તિ ફેરફાર કરો

રેનોની વિવિધ કારે યુરોપિયન કાર ઓફ યર એવોર્ડસમાં સારો દેખાવ કર્યો છે. ક્લિયો એકમાત્ર એવી કાર છે કે જેને 1964માં આ એવોર્ડની શરુઆત થયા પછી બે વખત આ એવોર્ડ મેળવ્યો છે.

  • 1966: રેનો 16
  • 1982: રેનો 9
  • 1991: રેનો ક્લિયો
  • 1997: રેનો સિનિક
  • 2003: રેનો મેગેન II
  • 2006: રેનો ક્લિયો III

રેનો 12 (1970), રેનો 5 (1973), રેનો 20 (1976), રેનો 25 (1985), રેનો સેફ્રેન (1993), અને રેનો લગુના (2002) તમામે સ્પર્ધામાં રનર-અપ હાંસલ કર્યા છે. રેનોના તાજેતરના મોટાભાગના મોડલ્સે તેમની સલામતી માટે જાણીતા છે અને હાલના 4 મોડલે ક્રેશ ટેસ્ટ એસેટમેન્ટ પ્રોગ્રામ યુરોપએનકેપ (EuroNCAP) પાસેથી મહત્તમ 5-સ્ટાર રેટિંગ હાંસલ કર્યું છે. રેનો ફ્રેન્ચ કારના વેચાણમાં હંમેશા અગ્રેસર રહી છે અને સિટ્રોન અને પુજો તરફથી સ્પધાર્ને લડત આપતી રહી છે.

વિદેશમાં પ્રશસ્તિ ફેરફાર કરો

વ્હિલ્સ મેગેઝિન 1963થી દર વર્ષે '''કાર ઓફ ધ યર''' ની જાહેરાત કરે છે, જોકે 1972, 1979 અને 1986માં કોઇ પણ કારને આ સન્માન માટે લાયક ગણવામાં આવી ન હતી. તેને ઓસ્ટ્રેલિયાનો સૌથી વધુ પ્રતિષ્ઠિત ઓટોમોટિવ એવોર્ડ માનવામાં આવે છે. વ્હિલ્સ મેગેઝિન ખુદ દાવો કરે છે કે તેનો કાર ઓફ યર એવોર્ડ વિશ્વમાં તેના પ્રકારનો સૌથી જુનો સાતત્યપૂર્ણ એવોર્ડ રહ્યો છે.

1963માં સૌ પ્રથમ ઓસ્ટ્રેલિયન વ્હિલ્સ કાર ઓફ યર એવોર્ડ આર8ને જીત્યો હતો (ખાસ કરીને તેની ફોર વ્હિકલ ડિસ્ક બ્રેક સિસ્ટમ માટે) અને રેનો 12ને આ પ્રતિષ્ઠિત એવોર્જ મળ્યો ત્યારે રેનોએ 1970માં ફરી સફળતા મેળવી હતી.

ટાઇપફેસ ફેરફાર કરો

રેનોના લોગો અને તેના ડોક્યુમેન્ટેશન (ટેકનિકલ અને કોમર્શિયલ બંને)માં બ્રિટનની કંપની વોલ્ફ ઓલિન્સ દ્વારા વિકસિત કરાયેલા રેનો એમએન નામના વિશેષ ડિઝાઇનના ટાઇપફેસનો વર્ષોથી ઉપયોગ કરે છે. આ ટાઇપફેસને પ્રતિષ્ઠિના કારણોસર નહીં, પરંતુ ખાસ કરીને એવા સમયે ખર્ચમાં ઘટાડો કરવા માટે ડિઝાઇન કરાયા હતા, કે જ્યારે ટાઇપફેસનો ખર્ચ હાલના સમય કરતા ઘણો વધુ હતો.

2004માં ફ્રાન્સના ટાઇપફેસ ડિઝાઇનર જીન-ફ્રાન્સકોઇઝ પોર્શને નવા ટાઇપફેસ ડિઝાઇન કરવાની કામગીરી સોંપવામાં આવી હતી. આ ટાઇપફેસને તે વર્ષના ઓક્ટોબરમાં પ્રદર્શિત કરાયા હતા અને તે રેનો આઇડેન્ટીટી તરીકે ઓળખાય છે.

પરચૂરણ ફેરફાર કરો

ઢાંચો:Trivia

  • બિલાનકોર્ટમાં રેનોની ફેક્ટરી કોડ લ્યોકો પર જોવા મળેલી ફેકટરીની દાર્શનિક પ્રેરણા છે અને તે આ સિરિઝના કેટલાંક વાહનો દર્શાવે છે.
  • રેનોએ ડિઝનીલેન્ડ પેરિસ ખાતે ટાઇમ-ટ્રાવેલ ફિલ્મ લી વિઝનરિયમને સ્પોન્સર કરી હતી અને તેમાં મોટાપાયે ચમકી હતી.

ઉચ્ચાર ફેરફાર કરો

રેનો નો મૂળ ફ્રેન્ચ ઉચ્ચાર [ʁəˈno] છે. બ્રિટનમાં સામાન્ય ઉચ્ચારણ /ˈrɛnoʊ/ છે. 1950 અને 1960ના દાયકામાં રેનોની કારને બ્રિટનમાં નિકાસમાં કરવામાં આવી ત્યારે અમેરિકન ઢબનો ઉચ્ચાર /rɨˈnɔːlt/ સામાન્ય ઉપયોગમાં ચાલુ રહ્યો હતો, જોકે મૂળ ફ્રાન્સ પ્રભાવનો/rɨˈnoʊ/ તાજેતરના વર્ષોમાં વધારો થયો છે. 1980ના દાયકામાં રેનો બ્રિટનમાં ટેલિવિઝન એડવર્ટાઇઝમેન્ટ ઝુંબેશન ચાલુ કરી હતી. આ એડવર્ટાઇઝમેન્ટમાં ‘ધ વન ટુ વોચ’ શબ્દોનો ઉલ્લેખ હતો અને તે પછી આ નામનો ઉદઘોષક સ્પષ્ટ ઉચ્ચાર કરવામાં આવતો હતો.

આ પણ જુઓ ફેરફાર કરો

  • રેનાના વાહનોની યાદી
  • એબી વોલ્વો
  • એલ્પાઇન (કાર)
  • એવટોવાઝ
  • બજાજ ઓટો
  • ડેસિઆ
  • રેનો ટ્રક
  • ઓટોમોબાઇલ ડેસિયા
  • એનઇસી
  • રેનો સેમસંગ મોટર્સ
  • રેનો F1
  • રેનો સ્પોર્ટ
  • રેનો સ્પાઇડર

સંદર્ભો ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ "Annual Results 2009" (PDF). Renault. મૂળ (PDF) માંથી 2010-08-21 પર સંગ્રહિત. મેળવેલ 2010-03-21.
  2. ૨.૦ ૨.૧ "આર્કાઇવ ક .પિ" (PDF). મૂળ (PDF) માંથી 2008-12-19 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-06.
  3. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2016-05-06 પર સંગ્રહિત. મેળવેલ 2022-06-01.
  4. "100 years in the driving seat: Renault celebrates a century of Grand Prix Victories". Renault UK. મૂળ માંથી 2011-05-10 પર સંગ્રહિત. મેળવેલ 2008-03-01.
  5. "Thirty Remarkable years of Renault". Autoworld. 45: Page 11. date April 1974. Check date values in: |date= (મદદ)CS1 maint: discouraged parameter (link)
  6. "50 Jahre Renault Dauphine". Auto-Motor, 05.10.2006, In German.
  7. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2011-09-27 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-06.
  8. "Daimler, Nissan, Renault Set Small-Car Cooperation". Wall Street Journal. 7 April 2010. મેળવેલ 2010-04-07.
  9. Pearson, David (2008-10-07). "Renault Itching for a Return to the U.S. - WSJ.com". Online.wsj.com. મેળવેલ 2009-04-12.
  10. Vlasic, Bill (2008-10-11). "G.M. and Chrysler Explore Merger". The New York Times. મેળવેલ 2010-04-10.
  11. "Quote.com France News & Commentary - News Story". Fr.quote.com. 2007-05-30. મૂળ માંથી 2011-05-10 પર સંગ્રહિત. મેળવેલ 2009-04-12.
  12. "CAP Online | Nicole and Papa: a 1990s retrospective (title page)". Jyanet.com. મેળવેલ 2009-09-29.
  13. http://www.theregister.co.uk/2007/11/26/lying_2_computer_still_lying/
  14. "Renault UK - Renault Cars". Renault.co.uk. મેળવેલ 2009-09-29.
  15. "Israel, Jordan in electric car talks with Renault, Toyota, say reports". EE Times. 2007-05-22. મૂળ માંથી 2015-11-03 પર સંગ્રહિત. મેળવેલ 2010-04-15.
  16. Steven Scheer (2008-01-21). "Renault to develop electric cars for Israel project". Reuters. Text "http://www.reuters.com/article/idUSL2143406820080121" ignored (મદદ); Missing or empty |url= (મદદ); |access-date= requires |url= (મદદ)
  17. "Renault-Nissan and Project Better Place prepare for first mass produced electric vehicles" (પ્રેસ રિલીઝ). Better Place. 2008-01-21. 
  18. Sean O'Grady (2008-05-14). "Renault Bets on Electric". The Independent. મૂળ માંથી 2008-05-15 પર સંગ્રહિત. મેળવેલ 2008-05-15.
  19. Massy-Beresford, Helen; Blamont, Matthias (2009-03-03). "INTERVIEW-UPDATE 1-Renault confirms electric car sales targets". Reuters. મેળવેલ 2010-04-15.
  20. "Israel's Better Place and Renault partner in first mass-market electric vehicle". Israel 21c Innovation News Service. 2009-09-17. મેળવેલ 2010-01-20.
  21. ૨૧.૦ ૨૧.૧ Christoph Hammerschmidt. "| Automotive DesignLine Europe". Automotivedesign-europe.com. મૂળ માંથી 2009-01-16 પર સંગ્રહિત. મેળવેલ 2009-04-12.
  22. "Renault-Nissan Alliance Adds Oregon and Monaco to Growing Roster of EV Partners". Green Car Congress. મેળવેલ 2009-04-12.
  23. "રેનો ડોટ કોમ- ઇલેક્ટ્રિક વાહન". મૂળ માંથી 2008-11-13 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-06.
  24. ૨૪.૦ ૨૪.૧ ૨૪.૨ Loveday, Eric (2010-06-25). "Ghosn says Nissan-Renault partnership makes EVs doable, companies couldn't go it alone — Autoblog Green". Green.autoblog.com. મેળવેલ 2010-07-03.
  25. "ભૂલ - લેક્સિનેક્સિસ® પબ્લિશર". મૂળ માંથી 2012-11-07 પર સંગ્રહિત. મેળવેલ 2021-07-10.
  26. Stoy, Andrew (2008-09-10). "Renault Ondelios Concept Sets Gullwing Doors Into Attack Mode Ahead Of Paris - Renault Ondelios Concept". Jalopnik. મેળવેલ 2009-04-12.
  27. Abuelsamid, Sam (2008-09-10). "Paris Preview: Renault Ondelios diesel hybrid crossover, 52.3 mpg". Autoblog Green. મેળવેલ 2009-04-12.
  28. Sebastian Blanco (2009-09-16). "Frankfurt 2009: Renault's all-electric four-car attack includes Twizy, the quirkiest car of the IAA". Autoblog Green. મેળવેલ 2010-04-15.
  29. "RENAULT FLUENCE Z.E. AND KANGOO EXPRESS Z.E.: FINALIZED DESIGNS REVEALED AND PRE-RESERVATIONS OPEN" (પ્રેસ રિલીઝ). Renault. 2010-04-15. Archived from the original on 2011-07-16. https://web.archive.org/web/20110716161444/http://www.renault.com/SiteCollectionDocuments/Communiqu%C3%A9%20de%20presse/en-EN/Pieces%20jointes/22502_CP_reveal_F61e_et_L38e_DEF._GB_F980C371.pdf. 
  30. "રેનોએ તેની 'રેનો ઇકો²' વાહનોની શ્રેણી લોન્ચ કરી". Easier.com . (11 મે 2006). દાખલ તારીખ 15 મે 2008.
  31. "રેનોએ 2008 ફ્લીટ વર્લ્ડ ઓનર્સમાં પર્યાવરણ પારિતોષક મેળવ્યું". Easier.com . (14 મે 2008). દાખલ તારીખ 15 મે 2008.
  32. ૩૨.૦ ૩૨.૧ "બોલોગ્ન-બિલનકોર્ટ- આરએએસએએસ સંગ્રહિત ૨૦૦૯-૦૯-૨૩ ના રોજ વેબેક મશિન." રેનો સુધારો, 22 સપ્ટેમ્બર 2009
  33. "રેનો ના પાસ ક્વિટ બોલોગન." લી જર્નલ દુ નેટ . સુધારો 8 જુલાઈ 2010.

બાહ્ય લિંક્સ ફેરફાર કરો

ઢાંચો:Renault ઢાંચો:Early Renault vehicles ઢાંચો:Modern Renault vehicles ઢાંચો:CAC 40 companies