વિપશ્યના કે વિપસ્સના (પાળીમાં) આત્મનિરીક્ષણ દ્વારા આત્મશુદ્ધિની અત્યંત પુરાતન સાધના પદ્ધતિ છે. વિપશ્યનાનુ ધ્યાનની એક રીત હોવુ એ ભુલ ભરેલી માન્યતા છે. તે બૌદ્ધ સાધના ના ત્રણ અંગો શીલ, સમાધિ (ધ્યાન) અને પ્રજ્ઞા પૈકી ત્રીજુ અંગ છે. લગભગ ૨૫૦૦ વર્ષ પૂર્વે સાધનાની આ રીતની શોધ ગૌતમ બુદ્ધ દ્વારા સ્વપ્રયત્નોથી કરવામા આવી હતી. જોકે તેમના કહ્યા પ્રમાણે તેમણે આ રીતનો પુન:આવિશ્કાર કરેલ છે. ભગવાન શિવએ પણ ધ્યાનના પ્રાચિન ધર્મગ્રંથ 'ધ્યાનસુત્ર'માં આ ધ્યાનની રીતનો ઉલ્લેખ કર્યો હોવાનુ મનાય છે. પશ્ચિમના દેશોમાં ગુર્જીય્ફ ધ્યાનની આ રીતનો ઉલ્લેખ કર્યો હતો. બૌદ્ધ ધર્મમાં ધ્યાનનું અદકેરું મહત્વ છે.