વિશ્વ જનસંખ્યા દિન એ એક વાર્ષિક ઉજવણી છે, જે દર વર્ષે જુલાઇ ૧૧નાં મનાવાય છે, આ ઉજવણી વિશ્વમાં વસ્તીવધારાની સમસ્યા પ્રત્યે લોકજાગૃતી આવે તે માટે કરાય છે. આ ઉજવણીની શરૂઆત સંયુક્ત રાષ્ટ્રસંઘનાં 'સંયુક્તરાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ'ની સંચાલન પરિષદ દ્વારા ૧૯૮૯માં કરવામાં આવેલ. લગભગ જુલાઇ ૧૧ ૧૯૮૭નાં દિવસે વિશ્વની જનસંખ્યા ૫ અબજને પાર કરી ગયેલ, જે દિવસ 'પાંચ અબજ દિન' તરીકે ઓળખાવાયો, અને આ દિવસથી પ્રેરીત થઇ જનહીતમાં આ ઉજવણી કરાય છે.

જુલાઇ ૧૧, ૨૦૦૭ માં, 'પાંચ અબજ દિન'ની ૨૦મી વર્ષગાંઠે, વિશ્વની વસ્તી ૬,૭૨૭,૫૫૧,૨૬૩ લગભગ પહોંચેલ.

બાહ્ય કડીઓ ફેરફાર કરો