સંથાલી ભાષા ઔસ્ટ્રો-એશિયાટીક (Austro-Asiatic) સમુહનાં પેટા સમુહ મુંડા સમુહની ભાષા છે, જેનો સંબંધ 'હો ભાષા' (Ho) અને મુંડારી ભાષા સાથે છે. આ ભાષા ભારત, બાંગ્લાદેશ, નેપાળ તથા ભૂતાનમાં મળી લગભગ ૬૦ લાખ લોકો દ્વારા બોલવામાં આવે છે[સંદર્ભ આપો]. આ ભાષા બોલતા મોટા ભાગનાં લોકો ભારતમાં ઝારખંડ, આસામ, બિહાર, ઓરિસ્સા, ત્રિપુરા અને પશ્ચિમ બંગાળ રાજ્યોમાં વસવાટ કરે છે. આ ભાષાને તેની પોતાની જ વર્ણમાળા છે, જે 'ઓલ ચિકી' (Ol Chiki) તરીકે ઓળખાય છે. પરંતુ તેનો સાક્ષરતા દર ઘણો નીચો છે, ફક્ત ૧૦ થી ૩૦% સંથાલ લોકો જ સંથાલી ભાષા બોલે છે. આ ભાષા ભારતની અધિકૃત ભાષાઓમાં સમાવિષ્ટ છે.

સંથાલી
ᱥᱟᱱᱛᱟᱲᱤ
સાંતાર
મૂળ ભાષાભારત, બાંગ્લાદેશ, નેપાળ, ભૂતાન
વંશસાંથાત અને તેરાઇવાસી સાંથાલી
સ્થાનિક વક્તાઓ
[૧]
ભાષા કુળ
ઔસ્ટ્રો-એશિયાટીક
  • મુંડા
    • ઉત્તર મુંડા ભાષાઓ
      • ખેરવારી
        • સંથાલી
          ᱥᱟᱱᱛᱟᱲᱤ
બોલીઓ
  • મહાલી (માહલી)
અધિકૃત સ્થિતિ
અધિકૃત ભાષા
ભારત
ભાષા સંજ્ઞાઓ
ISO 639-2sat
ISO 639-3Either:
sat – સંથાલી
mjx – મહાલી
ગ્લોટ્ટોલોગsant1410  સંથાલી
maha1291  મહાલી

સંદર્ભ ફેરફાર કરો

બાહ્ય કડીઓ ફેરફાર કરો