સાનિયા મિર્ઝા

ભારતીય ટેનિસ ખેલાડી

સાનિયા મિર્ઝા (હિન્દી: सानिया मिर्ज़ा, ઉર્દૂ: ثانیہ مرزا)નો જન્મ 15 નવેમ્બર, 1986[૧]ના રોજ થયો હતો અને તે ભારતની એક ટેનિસ ખેલાડી છે. વર્ષ 2003માં તેમણે ટેનિસ કારકીર્દિની શરૂઆત કરી હતી. વર્ષ 2004માં ભારત સરકાર દ્વારા તેમને અર્જુન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તે તેમના શક્તિશાળી ફોરહેન્ડ ગ્રાઉન્ડ સ્ટ્રોક્સ માટે જાણીતા છે.

સાનિયા મિર્ઝા
Country India
ResidenceHyderabad, India
Height1.73 m (5 ft 8 in)
Weight57 kg (126 lb; 9.0 st)[૧]
Turned pro2003
PlaysRight (two-handed backhand)
Prize moneyUS$ 1,561,465
Singles
Career record219–113 (64.6%)
Career titles1 WTA, 13 ITF
Highest rankingNo. 27 (August 27, 2007)
Current rankingNo. 58 (October 19, 2009)
Grand Slam Singles results
Australian Open3r (2005, 2008)
French Open2r (2007)
Wimbledon2r (2005, 2007, 2008, 2009)
US Open4r (2005)
Doubles
Career record153–82
Career titles8 WTA, 4 ITF
Highest rankingNo. 18 (September 10, 2007)
Grand Slam Doubles results
Australian Open3R (2007, 2008)
French Open3R (2006)
WimbledonQF (2008)
US OpenQF (2007)
Mixed Doubles
Grand Slam Mixed Doubles results
Australian OpenW (2009)
French Open2R (2007)
Wimbledon3R (2006)
US OpenQF (2007)
Last updated on: October 19, 2009.
સાનિયા મિર્ઝા
ચંદ્રક યાદી
Women's Tennis
Asian Games
સુવર્ણ 2006 Doha Mixed Doubles
રજત 2006 Doha Singles
રજત 2006 Doha Team

પૂર્વજીવન ફેરફાર કરો

સાનિયા મિર્ઝાનો જન્મ મુંબઈમાં એક ખેલ પત્રકાર, ઇમરાન મિર્ઝા અને માતા નસીમાને ત્યાં થયો હતો. તેમનો ઉછેર હૈદરાબાદમાં એક મુસ્લિમ પરિવારમાં થયો હતો.[૨][૩] મિર્ઝાએ છ વર્ષની નાની વયે ટેનિસ રમવાની શરૂઆત કરી હતી અને વર્ષ 2003માં તેઓ વ્યાવસાયિક ખેલાડી બન્યા હતા. તેમણે તેમના પિતા અને કુટુંબના અન્ય સભ્યો પાસેથી પ્રશિક્ષણ મેળવ્યું હતું. તેણીએ હૈદરાબાદની નસ્ર શાળામાં શિક્ષણ મેળવ્યું હતું અને ત્યાર બાદ તેઓ સેન્ટ. મેરીઝ કોલેજમાંથી સ્નાતક થયા હતા.[૪][૫]

કારકીર્દિ ફેરફાર કરો

એપ્રિલ 2003માં, મિર્ઝાએ ત્રણેય સિંગલ્સ મેચ જીતીને ભારતની ફેડ કપ ટીમમાં રમવાની શરૂઆત કરી હતી. તેણીએ રશિયાની એલિસા ક્લેબાનોવા સાથે મળી 2003 વિમ્બલડન ચેમ્પિયનશીપ ગર્લ્સ ડબલ્સ ટાઇટલ જીત્યું હતું.

મિર્ઝા ભારતની અત્યાર સુધીની સૌથી ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરનાર ભારતીય મહિલા ટેનિસ ખેલાડી છે, જેમાં તેણીએ પોતાની કારકીર્દિમાં સિંગલ્સમાં 27મુ અને ડબલ્સમાં 18મુ સ્થાન મેળવ્યું હતું. તેણી ગ્રાન્ડ સ્લેમ ટેનિસ ટુર્નામેન્ટમાં સ્થાન મેળવનારી સૌ પ્રથમ ભારતીય મહિલા ટેનિસ ખેલાડી બનવાની સિદ્ધી ધરાવે છે.

2005ની શરૂઆતમાં, તેણી મેશોના વોશિંગ્ટન, મારિયા એલેના કેમેરિન અને મેરિયોન બાર્ટોલીને હરાવીને 2005 યુ.એસ. ઓપનની ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટના ચોથા રાઉન્ડમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા બની હતી. 2004માં, તેણી એશિયન ટેનિસ ચેમ્પિયનશીપમાં બીજા ક્રમે રહી હતી. 2009 ઓસ્ટ્રેલિયન ઓપન ખાતેની મિક્સ્ડ ડબલ્સમાં મહેશ ભૂપતિ સાથે મેળવેલી જીત બાદ તે કોઇ પણ ગ્રાન્ડ સ્લેમ ઇવેન્ટ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બની હતી.

2005માં, મિર્ઝા ઓસ્ટ્રેલિયન ઓપનના ત્રીજા રાઉન્ડમાં પહોંચી અંતિમ વિજેતા સેરેના વિલિયમ્સ સામે હારી ગઇ હતી. 12 ફેબ્રુઆરી, 2005ના રોજ, હૈદરાબાદ ઓપન ફાઇનલ્સમાં યુક્રેનની એલ્યોના બોન્ડારેન્કોને હરાવીને ડબ્લ્યૂટીએ સિંગલ્સ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બની હતી. સપ્ટેમ્બર 2006 સુધીમાં, મિર્ઝાએ સ્વેત્લાના કુઝ્નેત્સોવા, નાદિયા પેટ્રોવા અને માર્ટિના હિંગીસ જેવા ટોચના 10માંથી ત્રણ ખેલાડીઓ સામે જીતી ચૂકી હતી. 2006ની દોહા એશિયન ગેમ્સમાં, મિર્ઝાએ વુમન્સ સિંગલ્સ કેટેગરીમાં સિલ્વર અને લિએન્ડર પેસ સાથે મિક્સ્ડ ડબલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણી ટીમ ઇવેન્ટમાં સિલ્વર જીતનારી ભારતીય મહિલા ટીમના પણ સભ્ય હતા.

2006માં, મિર્ઝાને ટેનિસ ખેલાડી તરીકેની સિદ્ધીઓ બદલ ભારતના ચોથા ક્રમના સૌથી સર્વોચ્ચ સન્માન, પદ્મ શ્રીથી નવાજવામાં આવ્યા હતા.[૬]

મિર્ઝા 2007ની સમર હાર્ડકોર્ટ સિઝન દરમિયાન કારકીર્દિનું સૌથી સારૂ પરિણામ ધરાવતા હતા, જેમાં 2007 યુ.એસ. ઓપન સિરીઝમાં તેણી આઠમા ક્રમે રહ્યા હતા. તેણી બેન્ક ઓફ વેસ્ટ ક્લાસિકની ફાઇનલમાં પહોંચી હતી અને શાહર પીર સાથે ડબલ્સ ઇવેન્ટ જીતી લીધી હતી, અને ટિયર 1 એક્યુરા ક્લાસિકની ક્વાર્ટરફાઇલ્સમાં પહોંચી હતી.

2007 યુ.એસ. ઓપન ખાતે, તેણી અન્ના ચક્વેતાડ્ઝે સામે તાજેતરના સપ્તાહમાં સતત ત્રીજી વાર હાર્યા પહેલા ત્રીજા રાઉન્ડ સુધી પહોંચી હતી. ડબલ્સમાં તેણીનું પ્રદર્શન ઘણું સારૂ રહ્યું હતું, જેમાં તેણી ભાગીદાર મહેશ ભૂપતિ સાથે મિક્સ્ડની ક્વાર્ટરફાઇનલ સુધી અને વુમેન્સ ડબલ્સમાં બેથની મટ્ટેક સાથે ક્વાર્ટરફાઇનલમાં પહોંચ્યા હતા, જેમાં બીજો ક્રમ ધરાવતી લિઝા રેમન્ડ અને સમન્તા સ્તોસૂરની જોડી સામે મેળવેલી જીતનો સમાવેશ થાય છે.

તેણીએ બિજીંગના 2008 સમર ઓલમ્પિક્સમાં વુમન્સ સિંગલ્સ અને ડબલ્સ ઇવેન્ટમાં ભારતનું પ્રતિનિધીત્વ કર્યું હતું. સિંગલ્સમાં, ઝેક રિપબ્લિકની આઇવેટા બેનેસોવા સામે 64મા રાઉન્ડમાં તેણી ખસી ગઇ હતી, જે સમયે તેઓ 1-6, 1-2થી પાછળ હતા. ડબલ્સ ઇવેન્ટમાં તેમણે સુનિતા રાવ સાથે જોડી બનાવી હતી. 32ના રાઉન્ડમાં તેણીને વોક-ઓવર મળ્યું હતું, પરંતુ 16ના રાઉન્ડમાં રશિયાની સ્વેતલાના કુઝ્નેત્સોવા અને દિનારા સાફિના સામે 4-6, 4-6થી હારી ગઇ હતી.

11-12-2008ના રોજ, ચેન્નાઇની એમજીઆર એજ્યુકેશનલ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ યુનિવર્સિટી તરફથી ડોક્ટર ઓફ લેટર્સની માનદ પદવી આપવામાં આવી હતી.[૭] તેણીની ભત્રીજી, સોનિયા બૈગ મિર્ઝા ત્યાં ભણે છે.

2008 ફેરફાર કરો

મિર્ઝા હોબાર્ટ ખાતેની ક્વાર્ટર ફાઈનલમાં છઠ્ઠા ક્રમે રહીને પહોંચી હતી, જેમાં તેણી ફ્લેવિયા પેનેટ્ટા સામે ત્રણ સેટમાં હારી ગઇ હતી. તેણી 31મા ક્રમે રહીને ઓસ્ટ્રેલિયન ઓપનના ત્રીજા રાઉન્ડમાં પહોંચી હતી, જેમાં તેણી 8મી ક્રમાંકિત ખેલાડી વિનસ વિલિયમ્સ સામે પહેલા સેટની 5-3 ની સરસાઈ બાદ 7-6(0), 6-4 થી હારી ગઇ હતી. તેણી ઓસ્ટ્રેલિયન ઓપનની મિક્સ્ડ ડબલ્સમાં મહેશ ભૂપતિ સાથે બીજા ક્રમે રહી હતી. સન તીઆન્તિયન અને નેનાદ ઝીમોનીકે ફાઈનલ 7–6(4), 6–4 થી જીતી લીધી હતી.

તેણીએ ડાબા થાપામાં ખેંચાણને કારણે પતાયા સિટીમાંથી તે પાછી ખસી ગઇ હતી.

મિર્ઝા 21મા ક્રમે રહીને ઇન્ડિયન વેલ્સના ચોથા રાઉન્ડમાં નવમી ક્રમાંકિત ખેલાડી શહર પીઅરને હરાવી હતી, પરંતુ 5મી ક્રમાંકિત દેનીએલા હેન્તુચોવા સામે હારી ગઇ હતી.

2008 વિમ્બલડન ચેમ્પિયનશીપમાં 32મા ક્રમે રહીને મિર્ઝા મારિયા જોસ માર્ટીનેઝ સાંચેઝ સામે 6-0, 4-6, 9-7 થી મેચ પોઈન્ટ હોવા છતાં હારી ગઇ હતી.

મિર્ઝા 2008 બિજીંગ ઓલમ્પિક્સ દરમિયાન આઇવેટા બેનેસોવા સામેની મેચમાં જમણા કાંડની ઇજાને કારણે ખસી ગઇ ત્યાર બાદ તે પ્રથમ રાઉન્ડમાં જ બહાર થઇ ગઇ હતી. 2008ના સમગ્ર વર્ષ દરમિયાન, મિર્ઝાને વારંવાર કાંડાની ઇજાઓ થઇ હતી, જેને પગલે તેણી કેટલીક મેચો તેમજ રોલેન્ડ ગેરોસ અને યુએસ ઓપન ગ્રાન્ડ સ્લેમ્સમાંથી ખસી ગઇ હતી.

2009 ફેરફાર કરો

મિર્ઝાએ 2009 ઓસ્ટ્રેલિયન ઓપનમાં તેનું પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યું હતું. મહેશ ભૂપતિ સાથે જોડી બનાવીને, તેણીએ મેલબોર્ન ખાતે રમાયેલી ફાઇનલમાં નથાલિ ડેકી (ફ્રાન્સ) અને એન્ડી રેમ (ઇઝરાઇલ)ને 6-3, 6-1થી હરાવીને મિક્સ્ડ ડબલ્સ ટાઇટલ જીત્યું હતું. ત્યારબાદ તે બેંગકોકમાં પતાયા વુમન્સ ઓપન ટુર્નામેન્ટમાં ભાગ લઇ સારા પ્રદર્શન બાદ ફાઇનલમાં પહોંચી હતી. તેણી વેરા વોનારેવા સામે 7-5, 6-1 થી હારી ગઇ હતી. આ જ ટુર્નામેન્ટમાં તે ડબલ્સની સેમિફાઇનલમાં પણ પહોંચી હતી.

ત્યાર પછી મિર્ઝાએ બીએનપી પરિબાસ ઓપનમાં ભાગ લીધો હતો, જેમાં તે બીજા રાઉન્ડમાં ફ્લેવિયા પેનેટ્ટા સામે હારી ગઇ હતી. ત્યાર બાદ તેણી મિયામી માસ્ટર્સમાં પ્રથમ રાઉન્ડમાં ફ્રાન્સની માથિલ્ડે જોહાન્સન સામે હારી ગઇ હતી. મિર્ઝા અને તેની ડબલ્સની જોડીદાર ચાઇનીઝ તેઇપેઇ ચિયા-જંગ ચુઆંગ ડબલ્સ ઇવેન્ટની સેમિફાઇનલમાં પહોંચ્યા હતા. મિર્ઝા એમપીએસ ગ્રુપ ચેમ્પિયનશીપ્સના પ્રથમ રાઉન્ડમાં જ હારી ગઇ હતી, પરંતુ ચુઆંગ સાથે મળી ડબલ્સ ટાઇટલ જીતી લીધું હતું. રોલેન્ડ ગેરોસના પ્રથમ રાઉન્ડમાં જ તેણી કઝાખસ્તાનની ગેલિના વોસ્કોબોએવા સામે હારીને બહાર થઇ ગઇ હતી. તેણી ડબલ્સમાં (ચુઆંગ સાથે) અને મિક્સ્ડ ડબલ્સમાં (મહેશ ભૂપતિ સાથે) બીજા રાઉન્ડમાં હારી ગઇ હતી. તેણીએ 2009 એગોન (AEGON) ક્લાસિકમાં ભાગ લીધો હતો અને સેમીફાઈનલ્સમાં પહોંચી સ્લોવેકીઆની મગ્દાલેના રાયબરીકોવા સામે 3-6,6-0,6-3થી હારી ગઇ હતી, જેણે તે ટાઇટલ જીત્યું હતું.

2009 વિમ્બલડન ચેમ્પિયનશીપ્સમાં મિર્ઝાએ પ્રથમ રાઉન્ડમાં એન્ના-લેના ગ્રોનફેલ્ડને હરાવી હતી. બીજા રાઉન્ડમાં તે 28મો ક્રમ ધરાવતી સોરાના કર્સ્ટી સામે હરી ગઇ હતી. લેક્સિંગ્ટન ચેલેન્જર ઇન્વેન્ટમાં ભાગ લઇ તેણીએ ફ્રાન્સની ટોચના ક્રમની જૂલિ કોઇનને હરાવીને ઇવેન્ટ જીતી લીધી હતી. તેણી વાનકુવરની આઇટીએફ ઇવેન્ટની ફાઇનલમાં પણ પહોંચી હતી, પરંતુ કેનેડાની સ્ટેફની ડ્યુબોઇસ સામે હારી ગઇ હતી. યુ.એસ. ઓપનમાં રમતા, તેણીએ પ્રથમ રાઉન્ડમાં ઓલ્ગા ગોવોર્ત્સોવાને હરાવી હતી, પરંતુ ઇટાલિની 10નો ક્રમ ધરાવતી ફ્લેવિયા પેનેટ્ટા સામે 6-0,6-0થી પરાજિત થઇ હતી. તેણી ડબલ્સ ઇવેન્ટમાં પણ બીજા રાઉન્ડમાં (ફ્રાન્સેસ્કા સ્કિયાવોન સાથે) શાહર પીઅર અને ગિસેલા દુલ્કો સામે હારી ગઇ હતી.

મિર્ઝા ટોક્યોમાં તોરાઇ પેન પેસિફીક ઓપન માટે ક્વોલિફાઇ થવામાં સફળ રહી હતી, પરંતુ પ્રથમ રાઉન્ડમાં ઝેંગ જિ સામે હારી ગઇ હતી. મિર્ઝાએ પ્રથમ સેટમાં જીત મેળવી હતી, પરંતુ લિડ ન જાળવી શકતા અંતે ચીનની ખેલાડી સામે 7-5,2-6,3-6થી હારી ગઇ હતી.

ઓસાકા ખાતે, મિર્ઝાએ પ્રથમ રાઉન્ડની મેચમાં પાંચમી ક્રમાંકિત શાહર પીઅર સામે 3-6,6-3,6-4થી જીત મેળવી હતી. મિર્ઝાએ ત્યાર બાદ વિક્ટોરિયા કુતુઝોવાને 6-4,6-3થી હાર આપી હતી અને ક્વાર્ટરફાઇનલમાં તેણીએ બીજો ક્રમ ધરાવતી મેરિયોન બાર્ટોલિને 6-4,2-0 બાદ મેચમાંથી ખસી જતા હરાવી હતી. બાર્ટોલિએ તેની મેચ છોડી દીધી અને મિર્ઝા ઇટાલિની ચોથી ક્રમાંકિત ફ્રાન્સેસ્કા સ્કિયાવોન સામે રમવા માટે સેમિફાઇનલમાં પહોંચી હતી.

કારકીર્દિની ફાઈનલ્સ ફેરફાર કરો

સિંગલ્સ ફેરફાર કરો

જીત (1 ડબલ્યુ.ટી.એ.(WTA)/12 આઈ.ટી.એફ.(ITF) ફેરફાર કરો

તેણી 4 ફાઈનલ્સમાં પહોંચી હતી; 2005 હૈદરાબાદ ઓપનમાં જીત મેળવી હતી.

 
સાનિયા મિર્ઝા 2011 ઓસ્ટ્રેલિયન ઓપન દરમિયાન મહિલાઓની ડબલ્સ મેચના પ્રથમ તબક્કામાં.

ડબલ્સ ફેરફાર કરો

જીત (12) ફેરફાર કરો

લિજેન્ડ : 2009 પહેલા લિજેન્ડ : 2009ની શરૂઆતમાં
ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટ્સ (0)
ડબલ્યુટીએ (WTA) ચેમ્પિયનશીપ્સ (0)
ટિઅર I (0) પ્રિમિયર મેન્ડેટરી(0)
ટિઅર II (2) પ્રિમિયર 5 (0)
ટિઅર III (3) પ્રિમિયર (0)
ટિઅર IV & V (2) ઇન્ટરનેશનલ (1)
આઈટીએફ(ITF) સર્કિટ (4)
ક્રમ તારીખ ટુર્નામેન્ટ સર્ફેસ પાર્ટનર ફાઈનલના પ્રતિસ્પર્ધીઓ સ્કોર
1. 7 જાન્યુઆરી, 2002 મનીલા , ફિલીપાઈન્સ સખત  રાધિકા તુલ્પુલે   યાન-હુઆ ડોંગ
 યાઓ ઝેંગ
6–4, 6–3
2. 3 માર્ચ, 2003 બેનિન શહેર , નાઇજીરિયા સખત ઢાંચો:Country data GBR રેબેકા દાન્દેનીયા [22] ફ્રાન્ઝીસકા એત્ઝેલ
[23] ક્રિસ્ટીના ઓબર્મોસર
6–3, 6–0
3. 22 ફેબ્રુઆરી, 2004 હૈદરાબાદ, ભારત સખત [24] લીએઝેલ હુબર   ટીંગ લી
[26] ટિઆન ટિયન સન
7–6, 6–4
4. 15 ઓગસ્ટ, 2004 લંડન, ગ્રેટ બ્રિટન સખત [27] રશ્મી ચક્રવતી [28] અન્ના હોકિન્સ
[29] નિકોલ રેન્કેન
6–3, 6–2
5. 10 ઓક્ટોબર, 2004 લાગોસ , નાઈજીરિયા સખત [30] શેલ્લી સ્ટીફન્સ [31] સુરીના ડી બીઅર
[32] ચનેલે સ્કીપર્સ
6–1, 6–4
6. 19 ફેબ્રુઆરી, 2006 બેંગલોર, ભારત સખત [33] લીએઝેલ હુબર [34] અનાસ્તાસિયા રોડિઓનોવા
[35] એલિના વેસ્નીના
6–3, 6–3
7. 24 સપ્ટેમ્બર, 2006 કોલકાતા , ભારત કાર્પેટ [36] લીએઝેલ હુબર [37] યુલિયા બેયગેલ્ઝીમેર
[38] યુલીઆના ફેદક
6–4, 6–0
8. 14 મે, 2007 ફેસ , મોરોક્કો માટી [39] વેનિયા કિંગ [40] આન્દ્રે વેંક
[41] એનાસ્તાસિયા રોદીઓનોવા
6–1, 6–2
9. 22 જુલાઈ, 2007 સીનસીનાટી , યુ.એસ. સખત [42] બેથેન મેટ્ટેક [43] એલીના જીડ્કોવા
[44] તાતીઆના પોઉચેક
7–6(4), 7–5
10. 29 જુલાઈ, 2007 સ્ટેનફોર્ડ , યુ.એસ. સખત [45] શહાર પીર [46] વિક્ટોરિયા એઝારેન્કા
[47] અન્ના ચક્વેતાદ્ઝે
6–4, 7–6(5)
11. 25 ઓગસ્ટ, 2007 ન્યુ હેવન , યુ.એસ. સખત [48] મારા સાંતાન્ગેલો   કારા બ્લેક
[50] લીએઝેલ હુબર
6–2, 6–2
12. 12 એપ્રિલ, 2009 પોન્ટે વેદરા બીચ, યુ.એસ. માટી [51] ચુઆંગ ચિઆ-જંગ [52] ક્વેતા પેસ્ચકે
[53] લીસા રેમન્ડ
6–3, 4–6, [10–7]

મિક્સ્ડ ડબલ્સ (1) ફેરફાર કરો

જીત (1) ફેરફાર કરો

વર્ષ ચેમ્પિયનશીપ જોડીદાર ફાઈનલના પ્રતિસ્પર્ધી સ્કોર/ફાઈનલ
2009 ઓસ્ટ્રેલિયન ઓપન [54] મહેશ ભૂપતિ [55] નતાલિ ડેકી
[56] એન્ડી રેમ
6–3, 6–1
 
સાનિયા મિર્ઝા 2007 ઓસ્ટ્રેલિયન ઓપનમા

સિંગલ્સ પ્રદર્શનનો ક્રમ ફેરફાર કરો

ઢાંચો:Performance timeline legend

એનએમ5 (NM5) નો મતલબ એવી ઇવેન્ટ કે જે ન તો પ્રિમિયર મેન્ડેટરી હોય કે ન તો પ્રિમિયર 5 ટુર્નામેન્ટ.

મૂંઝવણ દુર કરવા અને બે વાર ગણતરી રોકવા માટે, આ કોઠાની માહિતી દરેક ટુર્નામેન્ટ વખતે અથવા તો ખેલાડીના ટુર્નામેન્ટમાં ભાગ લીધા પછી અપડેટ કરવામાં આવે છે. આ ટેબલ ફ્રાન્સના પેરિસમાં યોજાયેલી 2009 ફ્રેન્ચ ઓપન જે જુન 6, 2009ના રોજ પૂરી થયી હતી, તેની છેલ્લી માહિતી મુજબ છે.

ટુર્નામેન્ટ 2004 2005 2006 2007 2008 2009 કારકીર્દિ ક્રમાંક કારકીર્દિ
જીત-હાર
ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટ્સ
ઓસ્ટ્રેલિયન ઓપન A 3R 1R 2R 3R 2R 0 / 4 7–4
ફ્રેન્ચ ઓપન align="center" style= A A 1R 2R align="center" style= A 1R 0/3 7–3
વિમ્બલ્ડન align="center" style= A A 1R A 2R 2R 0/3 7–3
યુ.એસ.(U.S.) ઓપન A 4R 2R 3R align="center" style= A 2R 0/3 6–3
SR 0/0 0/2 0 / 4 0/2 0/3 0/2 0 / 12 લાગુ પડતું નથી
જીત-હાર 0-0 2-2 9–4 5–2 4–3 1-1 લાગુ પડતું નથી 21–12
ઓલિમ્પિક રમતો
સમર ઓલિમ્પિક્સ A યોજાઈ નહિ 1R NH 0/1 4–2
વર્ષના અંતે ચેમ્પિયનશીપ
ડબલ્યુ.ટી.એ.(WTA) ટૂર ચેમ્પિયનશીપ્સ A A A A A align="center 0/0 0/0
ડબલ્યુ.ટી.એ. (WTA) પ્રિમિયર મેન્ડેટરી ટુર્નામેન્ટસ
ઇન્ડિયન વેલ્સ A A 4R SF A 4R 0/2 10–3
મીઆમી A A 2R QF A QF 0/3 8–3
મેડ્રીડ યોજાઈ નહિ 2R 0/1 1-1
બિજીંગ ટિઅર I સિવાય align="center 0/0 0/0
ડબલ્યુ.ટી.એ.(WTA) પ્રિમિયર 5 ટુર્નામેન્ટસ
દુબઈ ટિઅર I સિવાય 1R 0/1 0-1
રોમ A A A A A 1R 0/1 0-1
સીનસીનાટી ટિઅર I સિવાય align="center" 0/0 0-0
મોન્ટ્રિયલ/ટોરોન્ટો A 3R 1R A A align="center" 0/2 2-2
ટોક્યો A A A 2R 1R align="center" 0/2 1-2
પહેલાની ડબલ્યુ.ટી.એ.(WTA) ટિઅર I ટુર્નામેન્ટસ (અત્યારે ના પ્રિમિયર મેન્ડેટરી કે ના પ્રિમિયર 5 ઈવેન્ટ્સ)
ચાર્લસ્ટન A A A 3R A NM5 0/1 1-1
મોસ્કો A A 1R A 1R 0/2 0/2
દોહા 1 ટિઅર I સિવાય SF નથી
યોજાઇ
0/1 4-1
બર્લિન A A SF 2R A 0/2 5–2
સાન ડીએગો 1 A A A A નથી
યોજાઇ
0/0 0-0
ઝુરીચ1 A A A A નથી
ટિઅર I
0-0 0-0
કારકીર્દિ રૂપરેખા
ટુર્નામેન્ટસ જીતી 1 0 0 0 1 0 લાગુ પડતું નથી 2
બીજો ક્રમ 0 1 1 0 0 2 લાગુ પડતું નથી 4
એકંદર જીત-હાર 6-1 23–14 40–21 23–13 29–15 21–10 લાગુ પડતું નથી 127–63 2
વર્ષના અંતે ક્રમાંક 80 57 21 29 23 align="center" લાગુ પડતું નથી લાગુ પડતું નથી
  • A = ટુર્નામેન્ટમાં ભાગ લીધો નહતો
  • Q = ક્વાલીફાઈંગ તબક્કામાં હાર

જીત માટે ગ્રીન બેકગ્રાઉન્ડ. પ્રથમ-8 માટે પીળો બેકગ્રાઉન્ડ (ક્વાર્ટર ફાઈનલ્સથી ફાઈનલ્સ)

  • 12008 સુધીમાં, દોહા તબક્કા I માટેની ટુર્નામેન્ટ છે, જેણે સાન ડીએગો અને ઝુરીચનું સ્થાન લીધું.
  • 2 જો આઈ.ટી.એફ.(ITF) વુમન્સ સર્કિટ ભાગીદારીઓ જોડવામાં આવે તો એકંદર જીત-હારનો રેકોર્ડ 272-89 નો થાય છે.

વિવાદ ફેરફાર કરો

ટેનિસ રમતા સમયે તેણીએ જે ટૂંકા વસ્ત્રો પહેરવા પડે છે તેને કારણે તેણી મુસ્લિમ ધાર્મિક જૂથ દ્વારા ટીકાનો ભાગ બની. મિર્ઝા મુસ્લિમ હોવાના નાતે દિવસમાં પાંચ વાર નમાજ પઢે છે, તેમજ રમઝાન દરમિયાન ઉપવાસ કરે છે.[૩] 8મી સપ્ટેમ્બર, 2005ના રોજ પ્રકશિત થયેલા એક અહેવાલ પ્રમાણે, એક બેનામી મુસ્લિમ વિદ્વાને ફરમાન આપ્યુ કે ટેનિસમાં મહિલાઓ માટેનો ડ્રેસ ઇસ્લામને અનુરૂપ નથી.[૮] ઓલ ઇન્ડિયા શિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે આ અજાણી વ્યક્તિના ફરમાનને મહત્વ ન આપીને તેને રમતમાં આવી દાખલ કરવાની ના પાડી હતી.[સંદર્ભ આપો]જમીયાત-ઉલેમા-એ-હિન્દએ એવું કહેતા તેણીની રમત અટકાવી હોવાની અફવાનો અસ્વીકાર કર્યો હતો કે તેઓ કોઇને રમત રમતા રોકતા નથી, જોકે તેમને મહિલા ટેનિસ ખેલાડીઓનો ગણવેશ વિરોધયોગ્ય લાગે છે. અંતે, કલકત્તા પોલિસે તેણીની સુરક્ષા માટે સલામતી વધુ કડક બનાવી હતી.[૯]

મિર્ઝા નવેમ્બર 2005માં એક કોન્ફરન્સમાં સલામત સંભોગ અંગે બોલી ત્યાર બાદ કેટલાક જૂથોએ જણાવ્યું," તેને ઇસ્લામથી અલગ કરવામાં આવી છે" અને તે "યુવાનો પર ખોટો પ્રભાવ ધરાવે છે." મિર્ઝાએ એવું કહેતા સ્પષ્ટતા કરી હતી કે તેણી લગ્ન પહેલાના સેક્સ જીવનનો વિરોધ કરતી હતી.[૧૦]

2006 માં અમુક સમાચારપત્રોએ લખ્યું હતું કે મિર્ઝાએ ઈઝરાએલી ટેનિસ ખેલાડી શહર પીર સાથે રમવાની ના પાડી હતી કારણકે તેને ભારતના મુસ્લિમ સમાજ તરફથી વિરોધનો ભય હતો.[૧૦] પરંતુ, તેણી જ્યારે કેલિફોર્નિયામાં 2007 ડબ્લ્યૂટીએ ટુર ઓફ સ્ટેનફોર્ડમાં પીઅર સાથે રમી ત્યારે કોઇ વિરોધ ઉઠ્યો ન હતો.

2008 હોપમેન કપ ખાતેની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, મિર્ઝા પગને આરામ આપતી જેની દોરી ખુલ્લી હતી અને આગળ ભારતનો ધ્વજ હતો.[૧૧] એક ખાનગી નાગરિકની ફરિયાદ બાદ પ્રિવેન્સન ઓફ ઇન્સલ્ટ ટુ નેશનલ ઓનર એક્ટ હેઠળ તેણીએ શક્ય ફરિયાદનો સામનો કરવો પડ્યો હતો. મિર્ઝાએ એવું કહેતા વિરોધ કર્યો, "હું મારા દેશને ચાહું છું, નહીં તો હું હોપમેન કપ રમી ન હોત."

4 ફેબ્રુઆરી, 2008ના રોજ, મિર્ઝાએ જણાવ્યું કે સંખ્યાબંધ વિવાદો અને તેમના મેનેજરની સલાહ પ્રમાણે 2008 બેંગલોર ઓપનથી તેણી ભારતમાં યોજાતી ટેનિસ ટુર્નામેન્ટ્સમાં ભાગ લેવાનું બંધ કરી દેશે.[૧૨]

અંગત જીવન ફેરફાર કરો

સાનિયા મિર્ઝાએ હૈદરાબાદના ઉદ્યોગપતિ, સોહરાબ મિર્ઝા સાથે સગાઇ કરી છે, જેને તે શાળા સમયથી જાણતી હતી. છતાં સોહરાબ વધુ શિક્ષણ મેળવવા માગતો હોવાથી તેમજ સાનિયા તેની કારકીર્દિ આગળ ધપાવવા માગતી હોવાથી તેઓ નજીકના સમયમાં લગ્ન કરે તેવી કોઇ શક્યતા નથી.[૧૩][૧૪][૧૫]

સંદર્ભો ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ "Sania Mirza profile". મેળવેલ 2009-06-04.
  2. [9] ^ સાનિયા મિર્ઝા એક રહસ્ય - ટેનિસ સ્ટાર અને ઘણું બધું સ્પોર્ટીંગો
  3. ૩.૦ ૩.૧ અમેલિયા જેન્ટલમેન (5 ફેબ્રુઆરી 2006) ઇન્ડિયાસ મોસ્ટ વોન્ટેડ ગાર્ડિયન. 30-09-2009ના રોજ મેળવવામાં આવેલું
  4. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2010-02-27 પર સંગ્રહિત. મેળવેલ 2010-02-05.
  5. [૧]
  6. "Sania Mirza gets Padma Shri". Rediff. મેળવેલ March 9, 2009.
  7. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2008-12-14 પર સંગ્રહિત. મેળવેલ 2010-02-05. સંગ્રહિત ૨૦૦૮-૧૨-૧૪ ના રોજ વેબેક મશિન
  8. Randeep Ramesh (2005). "Fatwa orders Indian tennis star to cover up". The Guardian. મેળવેલ April 11 2007. Unknown parameter |dateformat= ignored (મદદ); Check date values in: |access-date= (મદદ)
  9. ""Protection for Indian tennis star"". 2005. મેળવેલ April 27 2007. Unknown parameter |dateformat= ignored (મદદ); Check date values in: |access-date= (મદદ)
  10. ૧૦.૦ ૧૦.૧ ""Sania Mirza Indian tennis star refuses to play with Israeli"". 2006. મેળવેલ April 27 2007. Unknown parameter |dateformat= ignored (મદદ); Check date values in: |access-date= (મદદ)
  11. "Sania Mirza 'considered quitting'". BBC.
  12. "Mirza boycotts Indian tournaments". BBC. મેળવેલ 2008-04-02.
  13. "India's Mirza finds her love match". The Guardian. 29 May 2009. મેળવેલ 2009-05-29.
  14. "Sania, Sohrab have been friends for long". Times of India. 29 May 2009. મૂળ માંથી 2009-05-31 પર સંગ્રહિત. મેળવેલ 2009-05-29.
  15. "Sania tied in love-all match, getting engaged to Sohrab". IBN Live. 29 May 2009. મૂળ માંથી 2009-06-01 પર સંગ્રહિત. મેળવેલ 2009-05-29. સંગ્રહિત ૨૦૦૯-૦૬-૦૧ ના રોજ વેબેક મશિન

સ્રોતો ફેરફાર કરો

પુરોગામી WTA Newcomer of the Year
2005
અનુગામી
Agnieszka Radwańska

બાહ્ય કડીઓ ફેરફાર કરો