સ્કેન્ડિયમ એ એક રાસાયણિક તત્વ છે જેની સંજ્ઞા Sc અને અણુ ક્રમાંક ૨૧ છે. આ એક સફેદ ચળકતું સંક્રાંતિ ધાતુ તત્વ છે. ઐતિહાસિક રીતે આને યટ્રીયમ અને લેંથેનોઈડ્સ સાથે ઘણી વખત દુર્લભ પાર્થિવ તત્વ ગણવામાં આવતું હતું. સ્કેન્ડેનેવિયામાં યુક્સેનાઈટ અને ગેડોલિનાઈટ નામના ખનિજના વિશ્લેષણ સમયે આની શોધ થઈ હતી.

દુર્લભ રેતીઓ કે માટીઓ અને યુરેનિયમના સંયોજનોમાં પ્રાયઃ સ્કેન્ડિયમ મળી આવે છે, પણ ધાતુ ગાળણ દ્વારા આનું નિષ્કર્ષણ દુનિયાની માત્ર અમુક ખાણો દ્વારા કરવામાં આવે છે. આની ઓછી ઉપલબ્ધત અને કપરી ધાતુ નિષ્કર્ષણ વિધી (૧૯૩૭માં શોધાઈ) ને કારણે ૧૯૭૦ માં પ્રથમ વલ્હત સ્કેન્ડિયમનો ઉપયોગ વિકસાવાયો. એલ્યુમિનિયમની મિશ્ર ધાઅતુઓ પર સ્કેન્ડિયમની લાભદાયક અસરો ૧૯૭૦માં શોધાઈ. આવી મિશ્ર ધાતુમાં થતો વપરાશ જ સ્કેન્ડિયમનો મુખ્ય ઉપયોગ રહ્યો છે.

સ્કેન્ડિયમ એ એલ્યુનિયમ અને યટ્રીયમની વચ્ચેના ગુણધર્મો ધરાવે છે. જેમ બેરિલિયમ અને અલ્યુમિનિયમ ના વર્તન વચ્ચે ત્રાંસો સંબંધ છે તેમ મેગ્નેશિયમ અને સ્કેન્ડિયમના વર્તન વચ્ચે પણ ત્રાંસો સંબંધ છે. આની ઓક્સિડેશન સ્થિતી +૩ છે આથી અને આવર્ત કોઠાના જૂથ ૩ માં સ્થાન મળ્યું છે.