સ્વાત નદી

પાકિસ્તાનની નદી

સ્વાત નદી (પશ્તો: د سوات سیند, સ્વાત સીન્દ; અંગ્રેજી: Swat River) પાકિસ્તાનના પશ્ચિમોત્તર ભાગમાં આવેલ ખૈબર-પખ્તૂનવા પ્રાંતમાં વહેતી એક નદી છે. આ નદીનો સ્ત્રોત હિન્દૂ-કુશ પર્વતોમાં છે, જ્યાંથી તે બહાર નીકળી કાલામ ખીણ અને સ્વાત જિલ્લામાંથી પસાર થાય છે. અહીંથી આગળ તે માલાકંડ જિલ્લામાંથી પસાર થઈ પેશાવર ખીણમાં ચારસદ્દા નજીક કાબુલ નદીમાં મળી જાય છે.

ખૈબર-પખતૂન્વા પ્રાંતમાં વહેતી સ્વાત નદી

સ્વાત નદી સ્વાત જિલ્લાના ઘણા વિસ્તારો સાથે સિંચાઇ માટે ખૂબ મહત્વ ધરાવે છે અને તેથી આ નદી પર બે હાઇડ્રો-ઇલેક્ટ્રિક બંધ પણ બનાવવામાં આવેલ છે. તેમાંથી બનાવવામાં આવતી વિજળીનો સ્થાનિક સ્તરે ઉપયોગ કરવામાં આવે છે. સ્વાત નદી એક આહ્‌લાદક નજારો પૂરો પાડે છે, જેને જોવા દર વર્ષે ઘણા પ્રવાસીઓ આવે છે. સ્વાત ખીણના નીચલા ભાગમાં ઘણા પ્રાચીન સ્થળો આવેલ છે[૧].

ઋગવેદમાં ઉલ્લેખ ફેરફાર કરો

સ્વાત નદી ઋગવેદના જમાનામાં સુવસ્તુ નદીના નામથી જાણીતી હતી અને તે તેનું મૂળ નામ હતું. ઋગવેદના ૮:૧૯:૩૭ મંત્રમાં આ નદીનો ઉલ્લેખ છે.[૨]

પણ જુઓ ફેરફાર કરો

સંદર્ભો ફેરફાર કરો

  1. http://hindi.webdunia.com/entertainment/tourism/mountains/0903/03/1090303037_1.htm
  2. Journal of Indian History by: University of Kerala Dept. of History, University of Allahabad Dept. of Modern Indian History, University of Travancore, University of Kerala, Published by Dept. of Modern Indian History, 1963 page 28