શચીન્દ્રનાથ બક્ષી

ભારતીય ક્રાંતિકારી

શચીન્દ્રનાથ બક્ષી (૨૫ ડિસેમ્બર ૧૯૦૪ – ૨૩ નવેમ્બર ૧૯૮૪) એક અગ્રણી ભારતીય ક્રાંતિકારી અને હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિયેશન (એચઆરએ)ના સ્થાપક સભ્યોમાંના એક હતા, જેની રચના ભારતમાં બ્રિટિશ સામ્રાજ્ય વિરુદ્ધ ક્રાન્તિકારી પ્રવૃત્તિઓ હાથ ધરવા માટે કરવામાં આવી હતી.[૧]

શચીન્દ્ર બક્ષી
જન્મની વિગત
શચીન્દ્રનાથ બક્ષી

(1904-12-25)25 December 1904
બનારસ, બનારસ રાજ્ય, બ્રિટીશ ભારત
મૃત્યુ23 November 1984(1984-11-23) (ઉંમર 79)
સુલતાનપુર, ઉત્તર પ્રદેશ, ભારત
રાષ્ટ્રીયતાભારતીય
વ્યવસાયસ્વાતંત્ર્ય સેનાની
સંસ્થાહિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિયેશન
ચળવળભારતીય સ્વતંત્રતા ચળવળ

તેઓ કાકોરી ટ્રેન લૂંટમાં ભાગ લેનારા ક્રાંતિકારીઓમાંના એક હતા. લૂંટના બે મહિના બાદ તેમને અને તેમના મિત્રોને લખનઉ સેન્ટ્રલ જેલમાં બેરેક નંબર ૧૧માં મોકલવામાં આવ્યા હતા[૨] અને લૂંટમાં ભાગ લેવા બદલ તેમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.

સંદર્ભ ફેરફાર કરો

  1. "Kakori Train Robbery Anniversary: All You Need to Know About the Incident". News18. મેળવેલ 2020-04-12.
  2. "Republic Day 2020 Read about sachindra nath bakshi who looted the government treasury from passenger train". Nai Dunia. 2020-01-24. મેળવેલ 2020-04-12.

બાહ્ય કડીઓ ફેરફાર કરો