શાંતિનાથ હાલના યુગ (અવસર્પિણી કાળ)ના સોળમા જૈન તીર્થંકર છે.[૨] તેમનો જન્મ ઈક્ષ્વાકુ કુળમાં હસ્તિનાપુરના રાજા વિશ્વસેન અને રાણી અચિરાને ઘેર થયો હતો. જૈન પંચાંગ અનુસાર તેમની જન્મ તિથી જેઠ વદ તેરસ છે. તેઓ ચક્રવર્તી અને તરીકે પણ ઓળખાતા. ૨૫ વર્ષની ઉંમરે તેઓ સિંહાસન પર બેઠા હતા. [૩] [૪] ૫૦ વર્ષની વયે, તી જૈન સાધુ બન્યા અને તેમનો તપ સાધના શરૂ કરી. જૈન માન્યતા અનુસાર, તેમનો આત્મા કર્મોનો ક્ષય કરી સિદ્ધ બન્યા.

શાંતિનાથ
૧૬મા જૈન તીર્થંકર, ૫મા ચક્રવર્તી, ૧૧મા કામદેવ
શાંતિનાથ
શાંતિનાથ બાસડી, જીનાનાથપુર કર્ણાટકમાં ઈ.સ.પૂ. ૧૨૦૦ની મૂર્તિ તેના પાયામાં જૂની કન્નડ ભાષામાં શિલાલેખ છે.
ધર્મજૈનધર્મ
પુરોગામીધર્મનાથ
અનુગામીકુંથુનાથ
પ્રતીકહરણ or સાબર
ઊંચાઈ૪૦ ધનુષ્ય (૧૨૦ મીટર)
ઉંમરલગભગ ૭૦૦,૦૦૦ લાખ વર્ષ
વર્ણસુવર્ણ
વ્યક્તિગત માહિતી
આવિર્ભાવ
દેહત્યાગ
જીવનસાથીયશોમતિ
માતા-પિતા
  • વિશ્વસેન (પિતા)
  • અચિરા (માતા)

જૈન પરંપરા અનુસાર જીવનચરિત્ર ફેરફાર કરો

જન્મ ફેરફાર કરો

તેમનો જન્મ ઈક્ષ્વાકુ કુળમાં હસ્તિનાપુરના રાજા વિશ્વસેન અને રાણી અચિરાને ઘેર થયો જેઠ વદ તેરસના દિવસે થયો હતો.[૩] તેમના સમય દરમિયાન વાઈનો રોગચાળો ફાટી નીકળ્યો અને તેમણે લોકોને તેમાંથી ઉગારવામાં મદદ કરી આથી તેમને શાંતિનાથ એવું નામ મળ્યું.[૫]

સર્વજ્ઞપદ - કેવળજ્ઞાન ફેરફાર કરો

શાંતિનાથ પાંચમા ચક્રવર્તી હતા અને ૨૫ વર્ષ સુધી શાસન કરી તેમણે સંસારનો ત્યાગ કરી દીક્ષા લેવાનો નિર્ણય લીધો. [૫]એક વર્ષના દીક્ષા પર્યાપ પછી પોષ (ડિસેમ્બર/જાન્યુઆરી)ની સુદ નોમને દિવસે, નંદી વૃક્ષ નીચે તેમને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. [૩] દિગંબર મત અનુસાર કિંપુરુષ અને મહામાનસી તેમના યક્ષ અને યક્ષીણી છે અને શ્વેતાંબર મત અનુસાર ગરુડ અને નિર્વાણી તેમના યક્ષ યક્ષિણી છે.[૬]

મોક્ષ ફેરફાર કરો

સિદ્ધ આત્માઓના શારિરીક મૃત્યુને પરંપરાગત રીતે મોક્ષ તરીકે ઓળખવામાં આવે છે. તેનો અર્થ કર્મોનો ક્ષય કરી જન્મ-પુનર્જન્મના ચક્રમાંથી આત્માની મુક્તિ એવો થાય છે.[૭] જેઠ (મે-જૂન) વદ તેરસના દિવસે શિખરજી ઉપર તેઓ મોક્ષે પધાર્યા. [૩] [૧૦] આ સ્થલ હાલના ઉત્તર ઝારખંડના પારસનાથ હિલ્સ તરીકે ઓળખાય છે.[૧૧]

પાછલા જન્મો ફેરફાર કરો

  • રાજા શ્રીસેન
  • ઉત્તર કુરુક્ષેત્રમાં યુગલિક
  • સુધર્મા દેવલોકમાં દેવ
  • અમિતેજ, આર્કકીર્તિના રાજકુમાર
  • ૧૦મા દેવલોક - પ્રાણતમાં દેવ (૨૦ સાગરનું આયુષ્ય)
  • પૂર્વ મહાવીદેહ ક્ષેત્રમાં અપારજિત બળદેવ (૮૪,૦૦,૦૦ પૂર્વનું આયુષ્ય)
  • ૧૨મા દેવલોક અચ્યુતમાં ઇન્દ્ર (૨૨ સાગરનું આયુષ્ય)
  • પૂર્વ મહવિદેહમાં તીર્થંકર ક્ષેમનકરના પુત્ર વજ્રયુદ્ધ ચક્રિ
  • નવગ્રૈવેયક દેવલોકમાં દેવ
  • પૂર્વ મહાવિદેહ ક્ષેત્રમાં ધનરથના પુત્ર મેઘરથ જ્યાં હાલમાં સીમંધર સ્વામી વિચરે છે.
  • સર્વાર્થ સિદ્ધ વિમાન માં દેવ (૩૩ સાગર આયુષ્ય)

સાહિત્ય ફેરફાર કરો

  • આચાર્ય અજિતપ્રભુસૂરી દ્વારા શાંતિનાથ ચરિત્ર, આ લખાણ યુનેસ્કો દ્વારા વૈશ્વિક ધરોહર તરીકે જાહેર કરવામાં આવ્યું છે.[૧૨]
  • શ્રી પોન્ના દ્વારા ૧૦ મી સદીની આસપાસ રચેલ પુસ્તક શાંતિપુરાણ.[૧૩]

લેગસી ફેરફાર કરો

 
હરણના લાંછન સાથે શ્વેતમબર પંથની શાંતિનાથની મૂર્તિ

શાંતિનાથને સામાન્ય રીતે બેઠેલી અથવા ઊભેલી ધ્યાનસ્થ અવસ્થામાં દર્શાવવામાં આવે છે. [૧૪] દરેક તીર્થંકરની ઓળખાણ દર્શાવવા માટે એક વિશિષ્ટ પ્રતીક વાપરવામાં આવે છે તેને લાંછન કહેવામાં આવે છે. સામાન્ય રીતે તીર્થંકરના પગ નીચે તે કોતરવામાં આવે છે. [૧૫] [૧૬] શાંતિનાથનું લાંછન હરણ અથવા સાબરનું ચિહ્ન હોય છે. તમામ તીર્થંકરોની જેમ, અને ઢળેલી આંખોથી દર્શાવવામાં આવે છે.

પ્રખ્યાત મંદિરો ફેરફાર કરો

  • શાંતિનાથ મંદિર, ખજુરાહો - યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ
  • પ્રાચિન બડા મંદિર, હસ્તિનાપુર - શાંતિનાથનું જન્મ સ્થળ
  • શાંતિનાથ મંદિર, દેવગઢ
  • શાંતિનાથ બસાડી, જીનાનાથપુરા
  • શાંતિનાથ જૈન તીર્થ
  • અહારજી જૈન તીર્થ
  • શાંતિનાથ જૈન મંદિર, કોઠારા
  • શિયાણી જૈન તીર્થ, સુરેન્દ્રનગર, ગુજરાત
  • લિસેસ્ટરમાં શાંતિનાથ જૈન મંદિર (યુરોપ અને પશ્ચિમી વિશ્વનો પ્રથમ જૈન મંદિર)[૧૭]

ભવ્ય મૂર્તિઓ ફેરફાર કરો

૨૦૧૬ માં, અજમેરમાં ૫૪ ફીટની ઊંચાઈ ધરાવતી શાંતિનીથની સૌથી ઊંચી પ્રતિમા બનાવવામાં આવી છે.[૧૮]

આ પણ જુઓ ફેરફાર કરો

નોંધો ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

  1. Tandon 2002, p. 45.
  2. Tukol 1980.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ Jain 2009.
  4. Shah, Chandraprakash. "SHRI SHANTINATH, 16TH TIRTHANKARA". મૂળ માંથી 2017-10-08 પર સંગ્રહિત. મેળવેલ 2019-07-12.
  5. ૫.૦ ૫.૧ Mittal 2006.
  6. Shah 1987.
  7. Sangave 2001.
  8. Jacobi 1964, p. 275.
  9. Cort 2010, pp. 130–133.
  10. Some texts refer to the place as Mount Sammeta.[૮] This place is revered in Jainism because 20 out of 24 Jinas died here.[૯]
  11. Kailash Chand Jain 1991.
  12. Shāntinātha Charitra, UNESCO.
  13. Das 2005.
  14. Doniger 1999.
  15. Encyclopædia Britannica.
  16. Zimmer 1953.
  17. Wilson & Ravat 2017.
  18. "Ajmer will have tallest Jain statue". Rajasthan Patrika. 16 June 2016.

ગ્રંથસૂચિ ફેરફાર કરો