શીતળા એક ચેપી રોગ છે જે એક વિષાણુ (વાઇરસ)ના બે પ્રકારો વેરીઓલા મેજર અને વેરીઓલા માઇનોરના લીધે થાય છે.[] આ રોગનો છેલ્લો કુદરતી કિસ્સો ઓકટોબર ૧૯૭૭માં જોવા મળેલો અને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા ૧૯૮૦માં રોગને વૈશ્વિક ધોરણે નાબૂદ જાહેર કરવામાં આવેલો.[] આ રોગથી મૃત્યુ થવાની શક્યતા ૩૦% હતી અને મહદઅંશે બાળકોમાં તેનું પ્રમાણ ઊંચું રહેતું.[][] જે લોકો રોગમાંથી બચી જતા તેમના શરીરે ચાઠા રહી જતા અને કેટલાક અંધ બનતા.[]

શીતળા થયેલ બાંગ્લાદેશના એક બાળકની ૧૯૭૩માં લેવાયેલ તસ્વીર. પાણી ભરેલા પરપોટા જેવા ચાઠા જેના કેન્દ્રમાં ખાડા જેવું હોતું તે જોઈ શકાય છે.

રોગની શરૂઆતના લક્ષણો તાવ અને ઉલટી હતા.[] ત્યારબાદ મોઢામાં ચાંદા અને ચામડી પર લાલ ચાઠા પડતા.[] થોડા દિવસો પછી એ ચાઠા પાણી ભરેલા પરપોટા જેવામાં પરિવર્તિત થતા જેના કેન્દ્રમાં ખાડા જેવું હોતું.[] ત્યારબાદ એ પરપોટા ડાઘ છોડી ખરી પડતા.[] આ રોગ લોકો વચ્ચે રોગીએ સ્પર્શ કરેલી વસ્તુ બીજો વ્યક્તિ સ્પર્શ કરે તેનાથી ફેલાતો.[][] શીતળાની રસીથી આ રોગ ફેલાતો અટકાવી શકાય છે.[] એકવાર રોગ થાય પછી એન્ટીવાયરલ દવાઓ કદાચ મદદરૂપ બને.[]

શીતળાના ઉદ્ભવ અંગે જાણકારી નથી.[] આ રોગ અંગેના સૌથી જુના પુરાવા ઇ.સ. પૂર્વે ૩૦૦ વર્ષની ઇજિપ્તની મમીમાં મળેલ છે.[] ભૂતકાળમાં આ રોગ ઉત્પાત સ્વરૂપે થતો જેમાં ટૂંકા ગાળામાં એક વિસ્તારના લોકોમાં થાય.[] ૧૮મી સદીના યુરોપમાં આ રોગથી વર્ષે ૪ લાખ લોકો મૃત્યુ પામતા અને જેમને ચેપ લાગતો એ પૈકી ત્રીજા ભાગના અંધ બની જતા.[][] આ મૃત્યુઓમાં ચાર રાજાઓ અને એક રાણીનો સમાવેશ પણ થાય છે.[][] વીસમી સદીમાં અંદાજે ૩૦ કરોડ લોકો શીતળાથી મૃત્યુ પામેલા.[૧૦][૧૧] શીતળાની નાબુદી પૂર્વેના ૧૦૦ વર્ષમાં ૫૦ કરોડ લોકો તેનાથી મૃત્યુ પામેલા.[૧૨] છેક ૧૯૬૭ સુધી દર વર્ષે દોઢ કરોડ લોકોને શીતળા થતો.[]

એડવર્ડ જેનરે ૧૭૯૮માં રસીકરણ વડે રોગ અટકાવી શકાય છે તેની શોધ કરી.[] ૧૯૬૭માં WHOએ રોગ નાબુદી માટે પ્રયત્ન આદર્યા.[] નાબુદી કરી શકાયેલા માત્ર બે ચેપી રોગો પૈકી એક શીતળા છે (બીજો રીંગરપેસ્ટ છે જે ૨૦૧૧માં નાબૂદ થયો).[૧૩][૧૪] તેના અંગ્રેજી નામ સ્મોલપોક્સનો ઉપયોગ ૧૬મી સદીના બ્રિટનમાં શરૂ થયેલ જ્યારે સિફિલિસને ગ્રેટપોક્સ કહેવાતો.[૧૫][૧૬] અન્ય અંગ્રેજી નામોમાં પોક્સ, સ્પેકલ્ડ મોન્સ્ટર અને રેડ પ્લેગનો સમાવેશ થાય છે.[૧૭][૧૮][૧૬]

હિંદુ ધર્મમાં આ રોગ સંલગ્ન શીતળા માતા નામે એક દેવી છે.[૧૯]

  1. Ryan KJ, Ray CG, સંપાદકો (2004). Sherris Medical Microbiology (4th આવૃત્તિ). McGraw Hill. પૃષ્ઠ 525–28. ISBN 978-0-8385-8529-0.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ ૨.૫ ૨.૬ "Smallpox". WHO Factsheet. મૂળ માંથી 21 September 2007 પર સંગ્રહિત.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ "What is Smallpox?". CDC (અંગ્રેજીમાં). 7 June 2016. મેળવેલ 14 December 2017.
  4. Riedel, S (January 2005). "Edward Jenner and the history of smallpox and vaccination". Proceedings (Baylor University. Medical Center). 18 (1): 21–25.
  5. ૫.૦ ૫.૧ ૫.૨ ૫.૩ "Signs and Symptoms". CDC (અંગ્રેજીમાં). 7 June 2016. મેળવેલ 14 December 2017.
  6. Lebwohl, Mark G.; Heymann, Warren R.; Berth-Jones, John; Coulson, Ian (2013). Treatment of Skin Disease E-Book: Comprehensive Therapeutic Strategies (અંગ્રેજીમાં). Elsevier Health Sciences. પૃષ્ઠ 89. ISBN 978-0-7020-5236-1.
  7. ૭.૦ ૭.૧ "Prevention and Treatment". CDC (અંગ્રેજીમાં). 13 December 2017. મેળવેલ 14 December 2017.
  8. ૮.૦ ૮.૧ "History of Smallpox". CDC (અંગ્રેજીમાં). 25 July 2017. મેળવેલ 14 December 2017.
  9. ૯.૦ ૯.૧ Hays, J.N. (2005). Epidemics and Pandemics: Their Impacts on Human History (અંગ્રેજીમાં). ABC-CLIO. પૃષ્ઠ 151–52. ISBN 978-1-85109-658-9.
  10. Microbe hunters, then and now. Medi-Ed Press. 1996. પૃષ્ઠ 23. ISBN 978-0-936741-11-6.
  11. Henderson, Donald A. (30 December 2011). "The eradication of smallpox – An overview of the past, present, and future". Vaccine. 29: D8. doi:10.1016/j.vaccine.2011.06.080. PMID 22188929.
  12. Henderson, D (2009). Smallpox : the death of a disease. Prometheus Books. પૃષ્ઠ 12. ISBN 978-1-61592-230-7.
  13. Guidotti, Tee L. (2015). Health and Sustainability: An Introduction (અંગ્રેજીમાં). Oxford University Press. પૃષ્ઠ T290. ISBN 978-0-19-932568-9.
  14. Roossinck, Marilyn J. (2016). Virus: An Illustrated Guide to 101 Incredible Microbes (અંગ્રેજીમાં). Princeton University Press. પૃષ્ઠ 126. ISBN 978-1-4008-8325-7.
  15. Harper, Douglas. "smallpox". Online Etymology Dictionary.
  16. ૧૬.૦ ૧૬.૧ Barquet N, Domingo P (15 October 1997). "Smallpox: the triumph over the most terrible of the ministers of death". Annals of Internal Medicine. 127 (8 Pt 1): 635–42. doi:10.7326/0003-4819-127-8_Part_1-199710150-00010. PMID 9341063.
  17. Fenner, F. (1988). "The History of Smallpox and its Spread Around the World" (PDF). Smallpox and its eradication. Geneva: World Health Organization. પૃષ્ઠ 209–44. ISBN 978-92-4-156110-5. મેળવેલ 14 December 2017.
  18. Medicine: The Definitive Illustrated History (અંગ્રેજીમાં). Penguin. 2016. પૃષ્ઠ 100. ISBN 978-1-4654-5893-3.
  19. Donald R. Hopkins (15 September 2002). The Greatest Killer: Smallpox in History. University of Chicago Press. પૃષ્ઠ 159. ISBN 978-0-226-35168-1.