શ્રીમદ્ વલ્લભાચાર્ય વૈષ્ણવ સંપ્રદાયના એક પ્રસિદ્ધ અને તેજસ્વી આચાર્ય હતા. પુષ્ટિ માર્ગના અનુયાયીઓ તેમને મહાપ્રભુજી તરીકે પણ ઓળખે અને પૂજે છે.

શ્રીમદ્ વલ્લભાચાર્ય
અંગત
જન્મઇ.સ. ૧૪૭૯
ચંપારણ્ય, છત્તીસગઢ (હવે ગરિદાબાજ જિલ્લો, છત્તીસગઢ, ભારત)
મૃત્યુઇ.સ ૧૫૩૧
બાળકોગોપીનાથ અને ગુંસાઇ વિઠ્ઠલનાથ
સંપ્રદાયવેદાંત
સ્થાપકપુષ્ટિમાર્ગ
શુદ્ધવૈત
ફિલસૂફીશુદ્ધવૈત, પુષ્ટિમાર્ગ

તેમનો જન્મ એક વિદ્વાન ભારદ્વાજ ગોત્રી તેલંગ બ્રાહ્મણ લક્ષમણ ભટ્ટને ત્યાં ચંપારણ્યમાં વિક્રમ સંવત ૧૫૩૫ (ઇ.સ. ૧૪૭૯)માં ચૈત્ર વદ અગિયારસના દિવસે થયો હતો. જન્મ થતાં બાળક મૃતવત્ જણાતાં માતા-પિતા આઘાત સાથે બાળકને ખીજડાના વૃક્ષની બખોલમાં મૂકીને હિંસક પશુઓથી બચાવવા વૃક્ષની ફરતે અગ્નિ પ્રગટાવી જતાં રહ્યાં હતા.

તેમણે બનારસમાં રહીને વેદ, વેદાંત, દર્શન, સૂત્રો, ધર્મશાસ્ત્ર, પુરાણો અને ઇતિહાસનો ઊંડો અભ્યાસ કર્યો હતો. તેમણે સમગ્ર ભારતમાં પર્યટન કરીને પોતાના ધાર્મિક વિચારોનો પ્રચાર કર્યો. રામેશ્વરથી હરિદ્વાર અને દ્વારકાથી જગન્નાથપુરી સુધીના તીર્થોમાં ત્રણવાર પર્યટન કરીને તેમણે પુષ્ટિમાર્ગનો પ્રચાર કર્યો. યાત્રા દરમિયાન તેમણે શ્રીમદ્ ભાગવતની કથા અને પારાયણ કર્યા. આજે એ સ્થળો 'બેઠક' તરીકે ઓળખાય છે.

રાજા કૃષ્ણદેવરાયની નગરીમાં વલ્લભાચાર્ય તીર્થયાત્રા દરમિયાન આવ્યા હતા. ત્યાં બધા પંડિતો અલગઅલગ વિષયો પર ચર્ચા કરી રહ્યા હતા ત્યારે બૃહદતત્ત્વ વિશે પોતાના વિચારો વ્યક્ત કરી ગાગા ભટ્ટ અને સોમેશ્વર જેવા પંડિત સાથે ઘણા દિવસો સુધી ચર્ચા કરી. ઉપસ્થિત પંડિતોએ અંતે વલભાચાર્યના વિચારોને યોગ્ય માનીને તેમને આચાર્યની પદવી આપી હતી.

બાહ્ય કડીઓ ફેરફાર કરો