મુખ્ય મેનુ ખોલો
ચિત્ર:Nishkalank Mahadev Koliyar.jpg
શ્રી નિષ્કલંક મહાદેવ મંદીરનું દ્રશ્ય સમુદ્ર કિનારેથી - કોળિયાક(ભાવનગર)

સૌરાષ્ટ્રમાં ભરાતાં મેળાઓમાં કોળિયાકનો મેળો જાણીતો છે.જે ભાદરવી અમાસના દિવસે ભરાય છે.આ પરંપરાગત મેળો છે. હિંદુ ધર્મની માન્યતા અનુસાર મહાભારતના યુધ્ધ પછી પાંડવો અહીં આવ્યા હતા અને કોળિયાક ગામના સમુદ્ર કિનારે દેવાધિદેવ મહાદેવની સ્થાપના કરી હતી.તેમજ વેદોક્ત વિધિથી ભગવાન શિવની પૂજા-અર્ચના કરી જેનાથી યુધ્ધમાં કરેલ હિંસાના પરિણામે લાગેલા કલંકથી તેમને મુક્તી મળતાં તેઓ નિષ્કલંક થયા.અને તેથી જ આ મહાદેવ નિષ્કલંક મહાદેવ તરીકે ઓળખાય છે.આ શિવલીંગ સમુદ્રમાં આવેલ હોવાથી માત્ર ઓટના સમયે જ તેના દર્શન થઇ શકે છે.દર વર્ષે શ્રાવણ વદ ચૌદશે તથા ભાદરવી અમાસને દિવસે અહીં પરંપરાગત રીતે જ લોકમેળો યોજાય છે.અહીં માનવ મ્હેરામણ સ્વંયભૂ રીતે ઉમટી પડે છે.આ દિવસે નિષ્કલંક મહાદેવજીના મંદિરને બાવન ગજની ધજા ચડાવવામાં આવે છે.અને મંદિરના મુહૂર્ત પ્રમાણે લાખોની સંખ્યામાં ભાવિકો અને શ્રધ્ધાળુઓ સમુદ્રમાં સ્નાન કરે છે અને ત્યારબાદ ભગવાનના દર્શન તથા પૂજા - અર્ચના કરે છે.
આ સ્થળ ભાવનગર શહેરથી આશરે ૨૩ કિલોમીટર અંતરે આવેલું છે.

બાહ્ય કડીઓફેરફાર કરો