સંતોષ યાદવ (પર્વતારોહક)

સંતોષ યાદવ (હિંદી:संतोष यादव) ભારત દેશની એક મહિલા પર્વતારોહક છે. તેણી માઉન્ટ એવરેસ્ટ પર બે વાર આરોહણ કરનારી જગતની પ્રથમ મહિલા છે.[૧] આ ઉપરાંત તેણી કાંગસુંગ તરફથી માઉન્ટ એવરેસ્ટ પર સફળતાપૂર્વક આરોહણ કરનારી પણ વિશ્વની પ્રથમ મહિલા છે.[૨] તેણીએ પહેલાં મે ૧૯૯૨માં અને ત્યારબાદ મે ૧૯૯૩માં એવરેસ્ટ શિખર સર કરવામાં સફળતા પ્રાપ્ત કરી છે.

સંતોષ યાદવ

બાળપણ અને શિક્ષણ ફેરફાર કરો

સંતોષ યાદવનો જન્મ ઇ.સ. ૧૯૬૯માં હરિયાણા રાજ્યના રેવાડી જિલ્લાના જોણીયાવાસ ગામમાં થયો હતો. તેણીએ મહારાણી મહાવિદ્યાલય, જયપુર ખાતે ઉચ્ચ શિક્ષણ મેળવ્યું છે. વર્તમાન સમયમાં તેણી 'ભારત-તિબેટ સીમા પોલિસ' ખાતે એક પોલિસ અધિકારી તરીકે ફરજ બજાવે છે. તેમને વર્ષ ૨૦૦૦માં પદ્મશ્રી પુરસ્કાર વડે સન્માનિત કરવામાં આવ્યા હતા.

સંદર્ભો ફેરફાર કરો

  1. "Santosh Yadav feels motivated to climb Everest again". સમાચાર. news.webindia123.com. ૧૧ મે ૨૦૦૭. મેળવેલ ૨૧ એપ્રિલ ૨૦૧૭.
  2. કામદાર, સીમા (૪ માર્ચ ૨૦૧૬). "'I became a mountaineer by fluke'". સમાચાર (અંગ્રેજીમાં). www.thehindu.com. મેળવેલ ૨૧ એપ્રિલ ૨૦૧૭.

બાહ્ય કડીઓ ફેરફાર કરો