હું રાજેશ પ્રહલાદભાઈ ગજ્જર... સાયન્સમાં ભણવા છતાં ગુજરાતી ભાષા પ્રત્યેની રૂચિ જાળવી રાખી. અમદાવાદના શાહપુર વિસ્તારમાં જન્મ થયો અને ત્યારબાદ નારણપુરા અને હાલમાં સાયન્સ-સીટી વિસ્તારમાં મારૂં નિવાસસ્થાન છે. 1986ની સાલમાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વ્યવસાય તરીકે શોખથી પ્રીન્ટિંગનો વ્યવસાય પસંદ કરીને કારકીર્દિમાં આગળ વધવાનું શરૂ કર્યું. 1990ની સાલમાં પ્રીન્ટિંગના વ્યવસાયમાં કમ્પ્યૂટરનો પ્રવેશ મારા માટે પ્રગતિકારક બન્યો. 1993ની સાલમાં કમ્પ્યૂટરને વ્યવસાયમાં સાંકળીને તેની મદદથી વ્યવસાયને વિકસિત કર્યો. તે જમાનામાં લોકોને કમ્પ્યૂટર શીખવાની ખૂબ મોટી સમસ્યા હતી. પ્રીન્ટિંગ ટેક્નોલોજીમાં વપરાતા સોફ્ટવેર્સનું વ્યવસ્થિત જ્ઞાન મિત્રોના સહકાર અને અનુભવથી મળ્યું હોવાથી જરૂરિયાત ધરાવતા લોકોને 1996ની સાલથી કમ્પ્યૂટરની તાલીમ આપવાની શરૂઆત કરી. તાલીમ આપવાના શરૂઆતના તબક્કે માત્ર પ્રીન્ટિંગ વ્યવસાયમાં ઉપયોગી સોફ્ટવેર્સની જ તાલીમ આપી. ત્યારબાદ પ્રોગ્રામીંગ લેન્ગ્વેજીઝ, ઓટોકેડ, 3ડી એનિમેશન, વેબ ડિઝાઈનીંગ વગેરેમાં ક્ષેત્રમાં આગળ વ્યવસાય કર્યો અને અનુભવનો લાભ તાલીમાર્થીઓને પણ આપ્યો.

હવે આવીએ મુખ્ય મુદ્દા પર... પ્રીન્ટિંગના આ વ્યવસાયમાં ભાષાનું જ્ઞાન ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. જેથી અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી એમ ત્રણેય ભાષામાં ભૂલો વિનાનું, ઝડપથી ટાઈપીંગ કરવું, સ્પેલીંગ(જોડણી) પર ખાસ ધ્યાન આપવું. વગેરે બાબતોને સતત મહત્વ આપતા રહેવાથી ત્રણેય ભાષાઓ પર પ્રભુત્વ વધતું ગયું. આથી એડવર્ટાઈઝીંગ (જાહેરાત) એજન્સીઓ અને મોટા વ્યવસાય ગૃહો સાથે ભાષાકીય કામો પણ કરવાનાં થયાં. જેને કારણે આજના સોશ્યલ મીડિયાના જમાનામાં અગ્રણી રાજકારણીઓ, મોટા વ્યવસાય ગૃહો, શિક્ષણ સંસ્થાનો વગેરે વતી તેમનું સોશ્યલ મીડિયા મેનેજમેન્ટનું કાર્ય કરવાનું વ્યાવસાયિક ધોરણે હાલ અત્યારે એક ટીમ બનાવીને કરી જ રહ્યો છું.

આ પ્રકારના વ્યાવસાયિક અનુભવને કારણે જ મારી માતૃભાષા ગુજરાતી, રાષ્ટ્રભાષા હિન્દી તથા આંતરરાષ્ટ્રીય સ્તરે વિકસીત એવી અંગ્રેજી ભાષામાં કામ કરવાની જે તક મળે તે સ્વીકારીને આગળ વધી રહ્યો છું. વીકીપીડિયામાં ભાષાને લગતાં કામ કરીને જ્ઞાનને વિશ્વસ્તરે પહોંચાડવાની તક ઝડપી લેવાના ઉત્સાહ સાથે અહીં વ્યક્તિગત રીતે સમય આપીને જ્ઞાનના ભંડારને વધારવા માટે પ્રયત્નશીલ છું. આપ સૌના સહકારની અપેક્ષા સહ...

આભાર..27.109.18.18 ૧૪:૪૮, ૨૬ જુલાઇ ૨૦૧૮ (IST)