બળવંત જાની

ગુજરાતી લેખક
(સભ્ય:Sushant savla/બળવંત જાની થી અહીં વાળેલું)

બળવંત જાની (૨૪ ઑગસ્ટ ૧૯૫૧) એ ગુજરાતી લેખક અને વિવેચક છે. તેમને વર્ષ ૨૦૧૭નો ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યો હતો.[૧]

બળવંત જાની
બળવંત જાની ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ ખાતે, ૨૦૧૯
બળવંત જાની ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ ખાતે, ૨૦૧૯
જન્મ૨૪ ઑગસ્ટ ૧૯૫૧
કમળાપુર રાજકોટ, ગુજરાત
રાષ્ટ્રીયતાભારતીય
નોંધપાત્ર પુરસ્કારોઝવેરચંદ મેઘાણી પુરસ્કાર

જીવન ફેરફાર કરો

તેમનો જન્મ ૨૪ ઑગસ્ટ ૧૯૫૧ના દિવસે કમળાપુર રાજકોટ ખાતે થયો હતો.[૨] તેઓ હસ્તપ્રત વિદ્યાના જાણકાર છે.[૧] તેમણે સૌરાષ્ટ્ર વિશ્વવિદ્યાલયના ગુજરાતી ભાષા-સાહિત્ય ભવનમાંથી એમ.એ.નો અભ્યાસ કર્યો છે. તેઓ ૧૯૭૯માં ગુજરાતી વિષયનાં અધ્યાપક બન્યા બાદ ૧૯૮૧માં પીએચ.ડી.ની પદવી મેળવી હતી. ૨૦૦૨ થી ૨૦૦૩ દરમ્યાન તેઓ પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત વિશ્વવિદ્યાલયમાં કુલપતિ પદે રહ્યા હતા. ૨૦૦૪ થી ૦૭ સુધીના ત્રણ વર્ષો દરમિયાન તેઓ નેશનલ કાઉન્સિલ ફોર ટીચર્સ એજ્યુકેશન - વેસ્ટઝોન - ભોપાલના ચેરમેન પદે રહ્યા હતા.[૩] તેઓ ગુજરાતી ભાષા સાહિત્ય ભવનના અધ્યક્ષપદે પણ રહ્યા હતા.[૪][૫] તેઓ મધ્યપ્રદેશની ડૉ. હરિસિંહ ગૌર સાગર સેન્ટ્રલ યુનિવર્સિટીના કુલાધિપતિ, રાષ્ટ્રપતિના પ્રતિનિધિ સભ્ય, રાજારામ મોહનરાય લાયબ્રેરી ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ કમિટીના સભ્ય, યુજીસી વાઇસ ચેરમેનની સર્ચ કમિટીમાં સદસ્ય, ગુજરાત સરકારની મેડિકલ અને પેરામેડિકલ કોર્સની ફી નિર્ધારણ કમિટીના સદસ્ય રહી ચૂક્યા છે. આ ઉપરાંત તેમણે ‘વિદ્યાભારતી’ અને ‘અખિલ ભારતીય સાહિત્ય પરિષદ’ જેવી સંસ્થાઓમાં અખિલ ભારતીય અધિકારીપદે, ભારતીય ભાષા વિશ્વ વિદ્યાલયમાં ‘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટ્રાન્સલેશન એન્ડ ઇન્ટરપ્રિટેશન’ સંસ્થાનના ધારાધોરણો માટે બનાવેલી અગિયાર સભ્યોની ઉચ્ચસ્તરીય કમિટીના સભ્યપદે પણ કાર્ય કર્યું છે.[૫]

લેખન ફેરફાર કરો

તેમણે મધ્યકાલિન સાહિત્ય, અલોક સાહિત્ય, શ્રુત જ્ઞાન પરંપરા, જૈન સાહિત્ય, ચારણી, બારોટી, વનવાસી, સંતવાણી, કાવ્યશાસ્ત્ર અને વિવેચન આદિ ઉપર ૧૦૦[૩] જેટલા પુસ્તકો લખ્યા છે. તેમણે વિદેશમાં વસતા ગુજરાતી લેખકોના વિષયમાં સંશોધન અને સંપાદન કાર્ય કર્યું છે. પીર શમ્સ કૃત રાજા ગોવરચંદનો આખ્યાનમાં એમણે શ્રુત પરંપરા દ્વારા રચેલી આ કૃતિનું વિવેચન કર્યું છે.[૧]

સન્માન ફેરફાર કરો

સંત લોકસાહિત્યમાં ઉત્કૃષ્ટ પ્રદાન બદલ તેમને ૨૦૧૭નો ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યો હતો.[૩]

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ ૧.૨ "ગુજરાત સાહિત્ય પરિષદ ૨૦૧૩-૧૪ના પુરસ્કૃત લેખકો" (PDF). gujaratisahityaparishad.com. મેળવેલ 2021-10-04.
  2. GujLit, ગુજરાતી લિટરેચર !. "ડૉ.બળવંત જાની". GujLit (અંગ્રેજીમાં). મૂળ માંથી 2021-08-01 પર સંગ્રહિત. મેળવેલ 2021-10-04.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ Media, Abtak (2017-08-01). "સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્વર્ણિમ વર્ષે સ્થાપના નિમિતે ડો. બળવંત જાનીને ઝવેરચંદ મેઘાણી એવોર્ડ એનાયત કરાશે". Abtak Media (અંગ્રેજીમાં). મેળવેલ 2021-10-04.
  4. "ગુજરાતી સાહિત્ય પરિષદ પ્રમુખપદની ચૂંટણીમાં દાવેદારી કરતા બળવંત જાની". www.akilanews.com. મેળવેલ 2021-10-04.
  5. ૫.૦ ૫.૧ "શિક્ષણ વિભાગની ઉચ્ચસ્તરીય રાષ્ટ્રિય સમિતિમાં ડો. બળવંત જાની | Gujarat Times" (અંગ્રેજીમાં). મેળવેલ 2021-10-04.