વિન્સ્ટન ચર્ચિલ

બ્રિટીશ રાજનેતા, સૈન્ય અધિકારી, લેખક અને ઇંગ્લેન્ડના પૂર્વ વડાપ્રધાન

સર વિન્સ્ટન લિયોનાર્ડ સ્પેન્સર–ચર્ચિલ (૩૦ નવેમ્બર ૧૮૭૪—૨૪ જાન્યુઆરી ૧૯૬૫) બ્રિટીશ રાજનેતા, સૈન્ય અધિકારી અને લેખક હતા. તેઓ ૧૯૪૦–૧૯૪૫ અને ૧૯૫૧–૧૯૫૫ દરમિયાન ઇંગ્લેન્ડના વડાપ્રધાન પદે રહ્યા હતા. ચર્ચિલે પોતાના કાર્યકાળ દરમિયાન સંસદમાં પાંચ નિર્વાચન ક્ષેત્રોનું પ્રતિનિધિત્ત્વ કર્યું હતું. તેઓ આર્થિક ઉદારવાદ અને સામ્રાજ્યવાદી વિચારસરણી ધરાવતા હતા. તેઓ ૧૯૦૦–૧૯૦૪ તેમજ ૧૯૨૪–૧૯૬૪ દરમિયાન કન્ઝરવેટીવ પાર્ટી અને ૧૯૦૪–૧૯૨૪ દરમિયાન લિબરલ પાર્ટીના સદસ્ય રહ્યા હતા.

સર વિન્સ્ટન ચર્ચિલ
ડિસેમ્બર ૧૯૪૧માં કેનેડિયન સંસદ ખાતે યુસુફ કર્શ દ્વારા લેવાયેલ ચિત્ર
યુનાઈટેડ કિંગડમના પ્રધાનમંત્રી
પદ પર
૨૬ ઓક્ટોબર ૧૯૫૧ – ૫ એપ્રિલ ૧૯૫૫
રાજા
  • જ્યોર્જ VI
  • એલિઝાબેથ II
ડેપ્યુટીએન્થોની ઈડન
પુરોગામીક્લીમેન્ટ રિચર્ડ એટલી
અનુગામીએન્થોની ઈડન
પદ પર
૧૦ મે ૧૯૪૦ – ૨૬ જુલાઈ ૧૯૪૫
રાજાજ્યોર્જ VI
ડેપ્યુટીક્લીમેન્ટ રિચર્ડ એટલી (૧૯૪૨–૧૯૪૫)
પુરોગામીનેવિલ ચેમ્બરલીન
અનુગામીક્લીમેન્ટ રિચર્ડ એટલી
ફાધર ઓફ ધ હાઉસ
પદ પર
૮ ઓક્ટોબર ૧૯૫૯ – ૨૫ સપ્ટેમ્બર ૧૯૬૪
પુરોગામીડેવિડ ગ્રેનફેલ
અનુગામીરબ બટલર
વિરોધ પક્ષના નેતા
પદ પર
૨૬ જુલાઈ ૧૯૪૫ – ૨૬ ઓક્ટોબર ૧૯૫૧
રાજાજ્યોર્જ VI
પ્રધાન મંત્રીક્લીમેન્ટ રિચર્ડ એટલી
પુરોગામીક્લીમેન્ટ રિચર્ડ એટલી
અનુગામીક્લીમેન્ટ રિચર્ડ એટલી
કન્ઝર્વેટીવ પક્ષ (UK)ના નેતા
પદ પર
૯ નવેમ્બર ૧૯૪૦ – ૬ એપ્રિલ ૧૯૫૫
પુરોગામીનેવિલ ચેમ્બરલીન
અનુગામીએન્થોની ઈડન
રક્ષા મંત્રી
પદ પર
૨૮ ઓક્ટોબર ૧૯૫૧ – ૧ માર્ચ ૧૯૫૨
પુરોગામીમેની શીનવેલ
અનુગામીહેરોલ્ડ એલેક્ઝાંડર
પદ પર
૧૦ મે ૧૯૪૦ – ૨૬ જુલાઈ ૧૯૪૫
પુરોગામીઅર્નલ્વે ચેટફિલ્ડ
અનુગામીક્લીમેન્ટ રિચર્ડ એટલી
ફર્સ્ટ લોર્ડ ઓફ ધ એડમિરાલ્ટી
પદ પર
૩ સપ્ટેમ્બર ૧૯૩૯ – ૧૧ મે ૧૯૪૦
પ્રધાન મંત્રીનેવિલ ચેમ્બરલીન
પુરોગામીજેમ્સ સ્ટેનહોપ
અનુગામીએ.વી.એલેક્ઝાંડર
રાજકોષના કુલપતિ
પદ પર
૬ નવેમ્બર ૧૯૨૪ – ૪ જૂન ૧૯૨૯
પ્રધાન મંત્રીસ્ટેન્લી બાલ્ડવીન
પુરોગામીફિલીપ સ્નોડેન
અનુગામીફિલીપ સ્નોડેન
સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ધ કોલોની
પદ પર
૧૩ ફેબ્રુઆરી ૧૯૨૧ – ૧૯ ઓક્ટોબર ૧૯૨૨
પ્રધાન મંત્રીડેવિડ લોઈડ જ્યોર્જ
પુરોગામીઆલ્ફ્રેડ મિલ્નર
અનુગામીવિક્ટર કેવેન્ડીશ
વાયુ રાજ્ય સચિવ
પદ પર
૧૦ જાન્યુઆરી ૧૯૧૯ – ૧૩ ફેબ્રુઆરી ૧૯૨૧
પ્રધાન મંત્રીડેવિડ લોઈડ જ્યોર્જ
પુરોગામીવિલિયમ વેયર
અનુગામીફ્રેડરિક ગેસ્ટ
યુદ્ધ રાજ્ય સચિવ
પદ પર
૧૦ જાન્યુઆરી ૧૯૧૯ – ૧૩ ફેબ્રુઆરી ૧૯૨૧
પ્રધાન મંત્રીડેવિડ લોઈડ જ્યોર્જ
પુરોગામીઆલ્ફ્રેડ મિલ્નર
અનુગામીલેમીંગ વોર્થિંગટન
શસ્ત્ર મંત્રી
પદ પર
૧૭ જુલાઈ ૧૯૧૭ – ૧૦ જાન્યુઆરી ૧૯૧૯
પ્રધાન મંત્રીડેવિડ લોઈડ જ્યોર્જ
પુરોગામીક્રિષ્તોફર એડિસન
અનુગામીઍન્ડ્ર્યું વેયર
ચાન્સેલર ઓફ ધ ડચી ઓફ લેન્કાસ્ટર
પદ પર
૨૫ મે ૧૯૧૫ – ૨૫ નવેમ્બર ૧૯૧૫
પ્રધાન મંત્રીએચ.એચ.એસ્ક્વીથ
પુરોગામીઍડવીન મોન્ટેગ્યું
અનુગામીહર્બટ સેમ્યુઅલ
ફર્સ્ટ લોર્ડ ઓફ ધ ઍડમિરલ્ટી
પદ પર
૨૪ ઓક્ટોબર ૧૯૧૧ – ૨૫ મે ૧૯૧૫
પ્રધાન મંત્રીએચ.એચ.એસ્ક્વીથ
પુરોગામીરેજીનાલ્ડ મેક્કેના
અનુગામીઆર્થર બાલફોર
ગૃહ વિભાગના રાજ્ય સચિવ
પદ પર
૧૯ ફેબ્રુઆરી ૧૯૧૦ – ૨૪ ઓક્ટોબર ૧૯૧૧
પ્રધાન મંત્રીએચ.એચ.એસ્ક્વીથ
પુરોગામીહર્બટ ગ્લેડસ્ટોન
અનુગામીરેજીનાલ્ડ મેક્કેના
વ્યાપારમંડળના અધ્યક્ષ
પદ પર
૧૨ એપ્રિલ ૧૯૦૮ – ૧૪ ફેબ્રુઆરી ૧૯૧૦
પ્રધાન મંત્રીએચ.એચ.એસ્ક્વીથ
પુરોગામીડેવિડ લોઈડ જ્યોર્જ
અનુગામીસીડની બક્ષટોન
સંસદ સભ્ય (વુડફોર્ડ)
પદ પર
૫ જુલાઈ ૧૯૪૫ – ૨૫ સપ્ટેમ્બર ૧૯૬૪
પુરોગામીનિર્વાચનક્ષેત્રની રચના
અનુગામીનિર્વાચનક્ષેત્ર રદ્દ
સભ્ય: સંસદ
- સંસદ સભ્ય (એપિંગ)
પદ પર
૨૯ ઓક્ટોબર ૧૯૨૪ – ૧૫ જૂન ૧૯૪૫
પુરોગામીલિયોનાર્ડ લેલે
અનુગામીલેહ મેનિંગ
સભ્ય: સંસદ
- સંસદ સભ્ય (ડ્યુન્ડી)
પદ પર
૨૪ એપ્રિલ ૧૯૦૮ – ૨૬ ઓક્ટોબર ૧૯૨૨
Serving with એલેક્ઝાંદર વિલ્કી
પુરોગામી
  • એડમંડ રોબર્ટસન
  • એલેક્ઝાંડર વીલ્કી
અનુગામી
  • એડવિન સ્ક્રીમજૂર
  • ઇ.ડી.મોરલ
સભ્ય: સંસદ
- સંસદ સભ્ય (વાયવ્ય માન્ચેસ્ટર)
પદ પર
૮ ફેબ્રુઆરી ૧૯૦૬ – ૨૪ એપ્રિલ ૧૯૦૮
પુરોગામીવિલિયમ હોલ્ડ્સવથ
અનુગામીવિલિયમ જોન્સન
સભ્ય: સંસદ
- ઓલ્ડહૅમ
પદ પર
૨૪ ઓક્ટોબર ૧૯૯૦ – ૮ જાન્યુઆરી ૧૯૦૬
પુરોગામીવોલ્ટર રુંચીમેન
અનુગામીજ્હૉન આલ્બર્ટ બ્રાઇટ
અંગત વિગતો
જન્મ
વિન્સ્ટન લિયોનાર્ડ સ્પેન્સર-ચર્ચિલ

૩૦/૧૧/૧૮૭૪
વુડસ્ટૉક, ઓક્સફર્ડશાયર, ઇંગ્લેન્ડ
મૃત્યુ૨૪/૦૧/૧૯૬૫
કેન્સીંગટન, લંડન, ઇંગ્લેન્ડ
અંતિમ સ્થાનસેન્ટ માર્ટીન ચર્ચ, લંડન
રાજકીય પક્ષ
  • કન્ઝરવેટીવ પાર્ટી (યુ.કે.)
    • ૧૯૦૦–૧૯૦૪
    • ૧૯૨૪–૧૯૬૪
  • લિબરલ પાર્ટી (યુ.કે.)
    (૧૯૦૪–૧૯૨૪)
જીવનસાથીક્લેમેન્ટાઇન ચર્ચિલ (૧૨ સપ્ટેમ્બર ૧૯૦૮)
સંતાનો
  • ડાયના ચર્ચિલ
  • રેનડોલ્ફ ચર્ચિલ
  • સારાહ ચર્ચિલ (અભિનેત્રી)
  • મેરીગોલ્ડ ચર્ચિલ
માતા-પિતા
  • લોર્ડ રેન્ડોલ્ફ ચર્ચિલ
  • જેની જેરોમ
શિક્ષણ
  • હેરો સ્કૂલ
  • રોયલ મિલેટરી કોલેજ
સૈન્ય સેવાઓ
Allegiance UK
શાખા/સેવા
  • આર્મી (યુ.કે.)
  • યુનાઇટેડ કિંગડમપ્રાદેશિક સેના
સેવાના વર્ષો૧૮૯૩–૧૯૨૪
હોદ્દોમિલિટરી રેન્ક
કમાન્ડરોયલ સ્કોટ ફ્યુસીલિયર્સ (૬ઠ્ઠી બટાલીયન)
લડાઈઓ/યુદ્ધો

જીવન પરિચય ફેરફાર કરો

 
બ્લેનહેમ પેલેસ, ચર્ચિલનું પૈતૃક ઘર અને જન્મસ્થળ

ચર્ચિલનો જન્મ ૩૦ નવેમ્બર ૧૮૭૪ના રોજ તેમના પૈતૃક ઘર બ્લેનહેમ પેલેસમાં (ઓક્સફોર્ડશાયર) થયો હતો[૧] તેમનો પરિવાર બ્રિટનના આભિજાત્ય વર્ગ પૈકીનો એક હતો.[૨]તેમના પિતા લોર્ડ રેન્ડોલ્ફ ચર્ચિલ ૧૮૭૩માં વુડસ્ટોકના સાંસદ (કન્ઝરવેટીવ પાર્ટી) રહી ચૂક્યા હતા[૩]તથા માતા જેની જેરોમ અમેરીકન પરિવારના હતા.[૪] તેઓએ હેરો અને સેન્ડહર્સ્ટ ખાતેથી શિક્ષણ મેળવ્યું હતું.[૫] ડિસેમ્બર ૧૮૯૪માં તેમણે સ્નાતકની પદવી મેળવી.[૬] જાન્યુઆરી ૧૮૯૫માં તેમના પિતાનું અવસાન થયું.

 
ચર્ચિલ ૧૮૮૧માં ૬ વર્ષની ઉંમરે[૭]

ફેબ્રુઆરી ૧૮૯૫માં તેઓ લેફ્ટનન્ટ તરીકે લશ્કરમાં જોડાયા.[૮][૬] દક્ષિણ આફ્રિકાના બોઅર–વિદ્રોહ દરમિયાન તેમણે મોર્નિંગ પોસ્ટ સમાચારપત્રના યુદ્ધ ખબરપત્રી તરીકે જવાબદારી સંભાળી હતી. ૧૯૦૦માં તેઓ કન્ઝરવેટીવ પાર્ટીના સભ્ય તરીકે સામાન્ય સભામાં ચૂંટાયા. ૧૯૦૬માં લિબરલ પાર્ટીના સભ્ય તરીકે વાયવ્ય માન્ચેસ્ટર મતક્ષેત્રનું પ્રતિનિધિત્ત્વ કર્યું.[૯][૧૦] સર હેન્રી કેમ્બલ બેનર્મેનના વડપણ હેઠળની સરકારમાં તેઓએ સાંસ્થાનિક ખાતું સંભાળ્યું. ૧૯૦૮માં તેમને વ્યાપાર મંડળના અધ્યક્ષ નીમવામાં આવ્યા.[૧૧][૧૨][૧૩] ત્યારબાદ ગૃહખાતાના પ્રધાન તરીકે નિમણૂંક પામ્યા.[૫]

૧૯૧૧માં તેમને ફર્સ્ટ લોર્ડ ઓફ એડમિરલ્ટી તરીકે પસંદ કરાયા.[૫][૧૪][૧૫] ફરજના શરૂઆતના અઢી વર્ષ દરમિયાન તેમણે નૌસૈનિક તૈયારીઓ, નૌસૈનિક મથકો અને ડોકયાર્ડની મુલાકાતો લીધી તેમજ નૌસેનાના સૈનિકોનું મનોબળ વધારવા પર તેમજ જર્મન નૌસેનાની ગતિવિધિઓ પર નજર રાખવાની બાબતો પર ધ્યાન કેન્દ્રિત કર્યું.[૧૬] નૌસૈનિક સુધારાઓના ભાગરૂપે તેમણે નૌસેનાના કર્મચારીઓના વેતન અને મનોરંજક સુવિધાઓમાં વધારો કર્યો.[૧૭] પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન નૌકા સેનાપતિ સાથે યુદ્ધ રણનીતિમાં મતભેદ થવાના કારણે તેમજ નવા યુદ્ધ પ્રધાનમંડળમાં સમાવેશ ન થવાથી નારાજ ચર્ચિલે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું.

૧૯૧૭માં લોઈડ જ્યોર્જના પ્રધાન મંડળમાં તેમનો ફરીવાર સમાવેશ કરવામાં આવ્યો અને તેમને હથિયાર વિભાગના મંત્રી બનાવવામાં આવ્યા.[૧૧][૧૮][૧૯] જાન્યુઆરી ૧૯૧૯માં લોઈડ જ્યોર્જના દ્વિતીય શાસનકાળ દરમિયાન તેમને યુદ્ધ વિભાગ અને વાયુસેના વિભાગના રાજ્ય સચિવ બનાવવામાં આવ્યા.[૨૦][૨૧] ૧૯૨૨માં લોઈડ સરકારના પતન પછી તેમની રાજકીય કારકિર્દી સ્થગિત રહી અને તેઓ લેખન પ્રવૃત્તિ તરફ ઢળ્યાં.[૫] યુદ્ધનિર્માણ અને ત્યારપછીની પરિસ્થિતિ આધારીત પુસ્તકના પાંચ ભાગ પૈકીનો પ્રથમ ભાગ ધ વર્લ્ડ ક્રાઈસીસ શીર્ષક હેઠળ પ્રકાશિત કર્યો.[૨૨]

૧૯૨૪ની સામાન્ય ચૂંટણીમાં સ્વતંત્ર ઉમેદવાર તરીકે તેમણે હારનો સામનો કરવો પડ્યો.[૨૩][૨૪] સમાજવાદની નિષ્ફળતા અને લિબરલ પાર્ટી સાથેના મતભેદોને પરિણામે તેઓ મે મહિનામાં કન્ઝરવેટીવ પાર્ટી સાથે જોડાયા. જુલાઈમાં સ્ટેનલી બાલ્ડવીનની સરકાર રચાઈ તેમાં નાણાં મંત્રી બન્યા.[૨૫] ૧૯૨૯માં કન્ઝરવેટીવ સરકારનું પતન થતાં મંત્રી પદેથી રાજીનામું આપ્યું.

૧૯૨૯–૩૧નો સમયગાળો ચર્ચિલ માટે રાજકીય અલગાવનો સમય રહ્યો. બાલ્ડવીન સાથે ભારત મુદ્દે તેમને મતભેદ થતાં ૯ વર્ષ સુધી મંત્રીમંડળથી બહાર રહ્યા પરંતુ પ્રભાવશાળી નેતા હોવાથી સાર્વજનિક મુદ્દાઓ પર પોતાના વિચારો રજૂ કરતા રહ્યાં. હિટલર સાથેની સમજૂતિનો તેમણે ખુલ્લો વિરોધ કર્યો. મ્યુનિખ સમજૂતીને યુદ્ધ વિનાની હાર તરીકે લેખાવ્યો.

૩ ડિસેમ્બર ૧૯૩૯ના રોજ બ્રિટને યુદ્ધની ઘોષણા કરતાં ચર્ચિલને જલસેના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરાયાં. દરમિયાન મે ૧૯૪૦માં નોર્વેની હાર થતાં પ્રધાનમંત્રી ચેંબરલેનની યુદ્ધ સંચાલનનીતિ અને વિદેશનીતિ જનતામાં ટીકા પાત્ર બનતાં તેમને હોદ્દા પરથી રાજીનામું આપ્યું અને ચર્ચિલે પ્રધાનમંત્રી પદ સંભાળ્યું. તેઓ ૧૯૪૦થી ૧૯૪૫ સુધી વડાપ્રધાન પદે રહ્યા. દ્વિતીય વિશ્વયુદ્ધમાં ઇંગ્લેન્ડ તેમજ મિત્ર રાષ્ટ્રોને વિજય અપાવવામાં તેમની મહત્ત્વની ભૂમિકા રહી. યુદ્ધ બાદ યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં ચર્ચિલના પક્ષની હાર થઈ પરંતુ ૧૯૫૧ની ચૂંટણીમાં તેઓ ફરી સત્તામાં પાછા ફર્યા[૨૫] અને ૭૭ વર્ષની ઉંમરે બીજી વાર ઇંગ્લેન્ડના વડાપ્રધાન બન્યા.

૧૯૫૩માં નાઈટ ઓફ ધ ગાર્ટર સન્માન મેળવ્યું. કથળતી તબિયતને પગલે ૬ઠ્ઠી એપ્રિલ ૧૯૫૫ના રોજ તેમને સક્રીય રાજનીતિમાંથી રાજીનામું આપ્યું. ૨૪ જાન્યુઆરી ૧૯૬૫ના રોજ તેમનું અવસાન થયું.[૨૫]

તેમના યુદ્ધ સંસ્મરણો ધ સેકન્ડ વર્લ્ડવોર માટે ૧૯૫૩માં સાહિત્યનું નોબલ પારિતોષિક આપવામાં આવ્યું હતું.[૨૫]

ચિત્ર ઝરૂખો ફેરફાર કરો

સંદર્ભો ફેરફાર કરો

  1. Gilbert 1991, p. 1.
  2. Gilbert 1991, p. 3,5.
  3. Jenkins 2001, p. 4.
  4. Jenkins 2001, p. 5-6.
  5. ૫.૦ ૫.૧ ૫.૨ ૫.૩ દેવેન્દ્ર ભટ્ટ 1996, p. 55.
  6. ૬.૦ ૬.૧ Jenkins 2001, p. 21.
  7. Haffner 2003, p. 4.
  8. Gilbert 1991, p. 51.
  9. Gilbert 1991, p. 175.
  10. Jenkins 2001, p. 109.
  11. ૧૧.૦ ૧૧.૧ Gilbert 1991, p. 194.
  12. Jenkins 2001, p. 129.
  13. Rhodes James 1970, p. 33.
  14. Gilbert 1991, p. 239.
  15. Jenkins 2001, p. 205.
  16. Gilbert 1991, p. 23.
  17. Gilbert 1991, p. 247.
  18. Jenkins 2001, p. 374.
  19. Rhodes James 1970, p. 90.
  20. Gilbert 1991, p. 404–405.
  21. Rhodes James 1970, p. 100.
  22. Gilbert 1991, p. 456.
  23. Gilbert 1991, p. 460–461.
  24. Rhodes James 1970, p. 151–153.
  25. ૨૫.૦ ૨૫.૧ ૨૫.૨ ૨૫.૩ દેવેન્દ્ર ભટ્ટ 1996, p. 56.
  26. Haffner 2003, p. 18.
  27. Haffner 2003, p. x.

સંદર્ભ સૂચિ ફેરફાર કરો

  • Haffner, Sebastian (2003). Churchill. John Brownjohn (translator). London: Haus. ISBN 978-1-904341-07-9. OCLC 852530003.CS1 maint: ref=harv (link)
  • Gilbert, Martin (1991). Churchill: A Life. London: Heinemann. ISBN 978-0-434-29183-0.CS1 maint: ref=harv (link)
  • Jenkins, Roy (2001). Churchill. London: Macmillan. ISBN 978-0-333-78290-3.CS1 maint: ref=harv (link)
  • ભટ્ટ, દેવેન્દ્ર (૧૯૯૬). "ચર્ચિલ, સર વિન્સ્ટન". માં ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૭ (પ્રથમ આવૃત્તિ). અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૫૫–૫૬. OCLC 248967600.
  • James, Robert Rhodes, ed. Winston S. Churchill: His Complete Speeches, 1897–1963. Eight vols. London: Chelsea, 1974.