સરપદડ (તા. પડધરી)
સરપદડ (તા. પડધરી) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા રાજકોટ જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા પડધરી તાલુકામાં આવેલું એક ગામ છે. સરપદડ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ,રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા,જવાહરલાલ વિધાલય નામનિ હાઇસ્કુલ આવેલા છે, જેમા આશતે દસેક ગામનાં વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે.આ હાઈસ્કૂલ ની ફરતે રાજાશાહી વખત ની મોટી દીવાલ આવેલી છે જે સંપૂર્ણરીતે પથ્થરથી બનેલી છે તેમાં જ પંચાયતઘર , આંગણવાડી આવેલી છે.તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. ગામ ની વચ્ચે આશરે ૧૫-૨૦ ગામો ને જોડતો મોટો પુલ આવેલો છે.જે ડોન્ડી નદી ઉપરથી પસાર થાય છે. ડોન્ડી નદી ના કિનારે ભરવાડ સમુદાય ના નેસ આવેલા છે. સરપદડ ગામમાં શ્રી સેવા મંડળ સરપદડ નામની વરસો જુની સંસ્થા આવેલી છે.
સરપદડ | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 22°26′05″N 70°36′09″E / 22.434808°N 70.602503°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | રાજકોટ |
તાલુકો | પડધરી |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેત-ઉત્પાદનો | ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમજ અન્ય શાકભાજી |
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |