સાયલા

ભારતના ગુજરાત રાજ્યનું એક નગર

સાયલા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાનું નગર અને તાલુકાનું મુખ્ય મથક છે.

સાયલા
—  નગર  —
સાયલાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°32′42″N 71°28′43″E / 22.545035°N 71.478483°E / 22.545035; 71.478483
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો સુરેન્દ્રનગર
તાલુકો સાયલા
વસ્તી ૧૬,૧૬૯ (૨૦૧૧[૧])
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી,
કપાસ, દિવેલા, રજકો, શાકભાજી

અગાઉ આઝાદી પૂર્વે સાયલા બિનતોપ સલામી ધરાવતું રજવાડું હતું, જે ઝાલાવંશના શાસકોના શાસન હેઠળ હતું. સાયલા ભગતનું ગામ નામે પણ જાણીતું છે.

અહીં આવેલા માનસરોવર તળાવ અને લાલજી મહારાજનાં મંદિરની જોવા લાયક સ્થળોમાં ગણના થાય છે.

સાયલામાં લાલા કે લાલજી ભગતનું ધાર્મિક સ્થાનક, રણછોડરાયનું મંદિર, છાત્રાલય, નિ:શુલ્ક ભોજનાલય અને ભગતની ગૌશાળા આવેલાં છે. શીતળાસાતમ અને ગોકુલઆઠમે અહીં મેળો ભરાય છે. આ ઉપરાંત અહીં કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર, રામજીમંદિર, હનુમાનનું મંદિર, બે આર્યસમાજી વેદમંદિરો, અજિતનાથ જૈન મંદિર, વીસભુજેશ્વરી માતાજીનું મંદિર જેવાં ધાર્મિક સ્થાનો પણ છે.

જાણીતા વ્યક્તિઓ ફેરફાર કરો

સાયલા જૈન મુનિ નાનચંદજી મહારાજની જન્મભૂમિ છે. તેમની પ્રેરણાથી અહીં સાધના-કુટિર, અતિથિગૃહ, પુસ્તકાલય વગેરે સંસ્થાઓ અસ્તિત્વમાં આવી છે. અર્ધમાગધી, પાલી, પ્રાકૃત અને જૈન તત્ત્વજ્ઞાનના ઊંડા અભ્યાસી દલસુખભાઈ માલવણિયા; ધાર્મિક પુસ્તકોના અભ્યાસી જયભિખ્ખુ (બાલાભાઈ વીરચંદ દેસાઈ) અને સામાજિક કાર્યકર અને છ પુસ્તકોના લેખક બબલભાઈ પ્રાણજીવન મહેતા સાયલાના હતા.[૨]

સંદર્ભ ફેરફાર કરો

  1. "Sayla Population - Surendranagar, Gujarat". મેળવેલ ૨૦ ઓક્ટોબર ૨૦૧૬.
  2. "સાયલા – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ". મેળવેલ 2023-06-17.