સાર્વજનિક કોલેજ ઓફ એન્જિનિયરીંગ એન્ડ ટેકનોલોજી

Coordinates: 21°10′55″N 72°48′29″E / 21.182°N 72.808°E / 21.182; 72.808

સાર્વજનિક કૉલેજ ઑફ એન્જિનિયરીંગ એન્ડ ટેક્નોલૉજી (SCET) એ એક એન્જિનિયરીંગ કૉલેજ છે, જે વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલયનો એક ભાગ છે, જે સુરત, (ગુજરાત)માં તાપી નદીને કિનારે આવેલ છે. કૉલેજની શરૂઆત ૧૯૯૫માં સાર્વજનિક ટ્રસ્ટ, સુરત દ્વારા અઠવાલાઇન્સ વિસ્તારમાં થઇ. આ જ વિસ્તારમાં દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલયની (જે હવે વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય તરીકે ઓળખાય છે) વિજ્ઞાન, કળા, વાણિજ્ય તેમજ કાયદાશાસ્ત્રની કૉલેજો પણ આવેલી છે. વર્તમાન સમયમાં ૨૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરી રહ્યા છે.

SCET (સાર્વજનિક કૉલેજ ઑફ એન્જિનિયરીંગ એન્ડ ટેક્નોલૉજી)
ચિત્ર:Scet logo.jpg
મુદ્રાલેખतमसो मां ज्योतिगॅमय
પ્રકારશિક્ષણ અને સંશોધન સંસ્થા
સ્થાપના૧૯૯૫
સંચાલન સ્ટાફ
૨૦૦ (અંદાજે)
સ્નાતક વિદ્યાર્થીઓ૧૬૦૦ (અંદાજે)
સ્થાનસુરત, ગુજરાત, ભારત
કેમ્પસશહેરી
વેબસાઇટwww.scet.ac.in


૧૯૯૫માં કૉલેજનાં પ્રારંભ વખતે તેમાં વિજાણુ તકનીકી (ઇલેકટ્રોનિક્સ એન્જિન્યરીંગ), રસાયણ તકનીકી (કેમીકલ એન્જિન્યરીંગ), સ્થાપત્ય, વણાટ તકનીકી અને પ્રૉસેસીંગ વગેરે વિભાગો હતા. ટેક્સ્ટાઇલ એન્જિનિયરીંગમાં ડિગ્રી શિક્ષણ આપવા વાળી પહેલી કૉલેજ હતી કે જે સુરતનો એક પ્રમુખ ઉદ્યોગ છે. ૧૯૯૭માં કૉલેજનું વિસ્તરણ થયા પછી હવે તેમાં કોમ્પ્યુટર એન્જિનિયરીંગ, ઇલેક્ટ્રીકલ એન્જિનિયરીંગ, ઇન્સ્ટ્રુમેન્ટેશન અને કંટ્રોલ, તેમજ ઇન્ફર્મેશન ટેક્નોલોજીના વિભાગો પણ છે. એન્વાઇરોમેન્ટલ સાયન્સ વિભાગ પણ આ કોલેજમાં શરૂ કરવામાં આવ્યો છે.

આ કોલેજમાં નીચે દર્શાવ્યા મુજબના વિભાગો આવેલા છે.

  • ઇલેકટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિન્યરીંગ
  • કોમ્પ્યુટર
  • ઇન્ફોર્મેશન ટેકનોલોજી
  • ઇલેક્ટ્રીકલ
  • ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ઠ કંટ્રોલ
  • કેમિકલ
  • ટેક્ષટાઇલ ટેકનોલોજી
  • ટેક્ષટાઇલ પ્રોસેસિંગ
  • આર્કિટેક્ચર

બાહ્ય કડીઓ ફેરફાર કરો