સીઆઇડી સોની ટીવી ચેનલ પર પ્રસારિત થતી એક અપરાધ અને જાસૂસી પર આધારિત ભારતની સૌથી વધુ લાંબી ચાલેલી ધારાવાહિક છે. ૨૧ જાન્યુઆરી ૧૯૯૮થી તેના પ્રસારણનો પ્રારંભ થયો હતો. ત્યારથી લગાતાર તેનું પ્રસારણ ચાલુ છે. ૨૧ જાન્યુઆરી ૨૦૧૫ના દિવસે ધારાવાહિકે ૧૭ વર્ષ પૂર્ણ કરીને ૧૮મા વર્ષમાં પ્રવેશ કર્યો હતો. ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૩ના તેની ૧૦૦૦ સ્ટોરીઓ પૂર્ણ થઇ હતી. તેના સર્જક, નિર્દેશક અને લેખક બૃજેન્દ્રપાલ સિંહ છે. તેનું નિર્માણ ફાયરવર્ક્સ નામની એક નિર્માતા કંપની દ્વારા કરાયું છે. જેના સ્થાપક બૃજેન્દ્રપાલ સિંહ અને પ્રદિપ કપૂર છે. શિવાજી સાટમ, દયાનંદ શેટ્ટી, આદિત્ય શ્રીવાસ્તવ અને દિનેશ ફડનીશ આ ધારાવાહિકમાં સૌથી લોકપ્રિય કિરદાર નિભાવે છે.

આ ધારાવાહિકમાં રોજ અલગ-અલગ નવી કથાઓ પર આધારીત કથાનક બતાવવામાં આવે છે. સામાન્ય રીતે કોઇપણ કેસનો નિકાલ એક્ જ્ ઍપિસોડમાં કરવામાં આવે છે, કેટલાક ખાસ કિસ્સાઓને એકથી વધુ ઍપિસોડમાં પણ બતાવવામાં આવે છે. શિવાજી સાટમ એસીપી પ્રદ્યુમનનો રોલ ભજવે છે. કથાનક મુજબ એસીપી પ્રદ્યુમન પોતાની ફરજ પ્રત્યેની વફાદારીના કારણે તેના ગુનેગાર પુત્રને ગોળી મારી ચૂક્યા છે. દયાનંદ શેટ્ટી ઇન્સ્પેક્ટર દયાનો રોલ ભજવે છે. દયા હાથથી દરવાજા તોડવામાં કુશળ છે. આદિત્ય શ્રીવસ્તવ ઇન્સ્પેક્ટર અભિજીતનો રોલ ભજવે છે. અભિજીતને પ્રથમ ગુનેગારની ભૂમિકામાં દેખાડાયા બાદ તે નિર્દોષ સાબિત થાય છે અને પરાક્રમ તથા કુશળતાના કારણે સીઆઇડી બ્યૂરોમાં ઇન્સ્પેક્ટર તરીકે સ્થાન મેળવે છે તેવું બતાવવામાં આવ્યુ હતુ. તે પોતાની યાદદાસ્ત ખોવાના કારણે જૂની બધી જ વાતો ભૂલી છે. દિનેશ ફડનિશ ફેડ્રીક્સનું પાત્ર નિભાવે છે, જેને બધા ફ્રેડી પણ કહે છે. તેમનું પાત્ર પ્રેક્ષકોને હસાવનારું છે. તેમને ભૂતપ્રેત અને આત્માઓથી ઘણો ડર લાગે છે. નરેન્દ્ર ગુપ્તા ડૉ.સાળુખેની ભૂમિકા અદા કરે છે. તેઓ પોતાના પ્રયોગોથી અપરાધી સુધી પહોચવામાં સીઆઇડી ટીમને હંમેશ મદદરુપ થઇ પડે છે. નિર્માતા બૃજેન્દ્રપાલ સિંહ ક્યારેક ક્યારેક ડીસીપી ચિત્રોલેના કિરદારમાં દેખા દે છે.

નિર્માણ

ફેરફાર કરો

સીઆઇડીની શરુઆત થઈ તે પહેલા બૃજેન્દ્રપાલ સિંહે ૧૯૭૩ થી ૧૯૮૩ સુધી દૂરદર્શન પર કેમેરામેન તરીકે કામ કર્યુ હતું. તે દરમ્યાન તેમને જાસૂસી કથા આધારીત ધારાવાહિક બનાવવાનો વિચાર આવ્યો. ત્યારે એ સમયમાં આ પ્રકારના જાસૂસી ધારાવાહિક બનતા નહોતા અને તેમની પાસે આ પ્રકારના ધારાવાહિક બનાવવાનું કોઇ જ્ઞાન પણ નહોતુ. ત્યારથી તેમણે આ ધારાવાહિકના સ્વપ્નને સાકાર કરવા માટે કામ કરવાનું શરુ કર્યુ હતુ. આ પ્રાકારના ધારાવાહિક માટે તેમણે દૂરદર્શનને પૂછ્યુ હતું કે શું તેઓ આ વિષય પર બનેલ ધારાવાહિકનું પ્રસારણ કરશે ? પ્ણ દૂરદર્શને આ ધારાવાહિકના પ્રસારણ માટે કોઇ દિલચશ્પી દાખવી નહોતી. દરમ્યાન તેઓ ચાર દિન નામની એક્ હિન્દી ફિલ્મની તૈયારીમાં લાગી ગયા. ફિલની સાથે-સાથે તેઓ પોતાની નવી ધારાવાહિકની પણ તૈયારી કરતા હતા. આ માટે તેમણે પોલીસ સ્ટેશનોની મુલાકાત લઈને અપરાધ અને તપાસ સબંધિત માહિતી એકઠી કરવાનું પણ શરુ કર્યુ. ત્યાર બાદ તેમણે શ્રીકાંત સિંકર દ્વારા લખાયેલી જાસૂસી નવલકથાઓ પણ વાંછી અને એ તેમને ખૂબ જ ગમી ગઈ. આ બધાથી પ્રેરણા મેળવીને બૃજેન્દ્રસિંહે એક જાસૂસી ધારાવાહિકના નિર્માણના કાર્યનો આરંભ કર્યો.  ૧૯૮૬માં પ્રથમ તેમણે છ પ્રકરણ બનાવ્યા. તે પછી તેમને જુદી જુદી ટીવી ચેનલોની મુલાકત લઈને આ ધારાવાહિકના પ્રસારણ માટે પૂછપરછ શરુ કરી. સોની ટીવીએ આ માટે રુચી દેખાડી અને આ રીતે સોની ટીવી પર આ ધારાવાહિકનો પાયો નખાયો. હવે બૃજેન્દ્રપાલ સિંહે માત્ર પાત્રોની પસંદગીની કાર્યવાહી જ કરવાની હતી.[૧]

સૌપ્રથમ પાત્ર તરીકે હિન્દી અને મરાઠી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા શિવાજી સાટમની મુખ્ય પાત્ર એસીપી પ્રદ્યુમન તરીકે પસંદગી કરવામાં આવી હતી. શિવાજી સાટમ આ પહેલા પણ બૃજેન્દ્રની ઘણી પરિયોજનાઓમાં કામ કરી ચૂક્યા હતા. સીઆઇડી નિર્માણ કાર્ય ટીમના સદસ્ય સંજય શેટ્ટીએ દયાનંદ શેટ્ટીની ઇન્સ્પેક્ટર દયાના પાત્ર તરીકે પસંદગી કરી હતી અને બૃજેન્દ્ર સાથે મુલાકાત્ કરાવી ત્યારે તેઓ તેમનાથી એટલા પ્રભાવિત થયા કે પમાત્ર પાંચ જ મિનિટમાં હા કહી દીધી હતી. દાયાનું પાત્ર દર્શકોમાં લોકપ્રિય છે. આશુતોષ ગોવરિકર કે જે અગાઉ ઇન્સ્પેક્ટર વિરેનની ભૂમિકા ભજવતા હતા તેમને લગાન ફિલ્મના નિર્દેશનના કરણે સીઆઇડી ધારાવાહિક છોડવી પડી. તે પછી આદિત્ય શ્રીવાસ્તવને ઇન્સપેક્ટર અભિજીતનો રોલ આપવામાં આવ્યો. શરુઆતમાં તે માત્ર ૨૬ પ્રકરણ માટે જ્ આ રોલ ભજવવા રાજી થયા હતા પણ આજેય તે આ ધારાવાહિકમાં કામ કરે છે. ૧૯૯૮માં તેમને આ ધારાવાહિકમાં અપરાધીની ભૂમિકામાં દેખાડાયા હતા. ત્યારે આદિત્ય રામ ગોપાલ વર્માની ફિલ્મ સત્યામાં કામ કરતાં હતા. તેમાં તેમનો અભિનય જોઇને તેમને સીઆઇડીમાં ઇન્સ્પેક્ટરની ભૂમિકા માટે ઓફર કરવામાં આવી હતી. પ્રથમ વખત ૨૩ જુલાઇ ૧૯૯૯ના ઇન્સ્પેક્ટર અભિજીત આ ધારાવાહિકમાં પ્રથમ વખત દેખાયા હતા. [૨]

લાંબા સમયથી અને મુખ્ય રુપે આ ધારાવાહિકનું શુટીંગ મુંબઈમાં જ કરવામાં આવે છે. તે સાથે-સાથે ઘણા હપ્તાનું શુટીંગ  ભારતના જુદા-જુદા ભાગોમાં પણ કરવામાં આવ્યુ છે. જેમ કે, દિલ્હી, જયપુર, કોલકાતા, મનાલી, ચેન્નઈ, શિમલા, જોધપુર, જેસલમેર, ગોવા, પુના, ઔરંગાબાદ, કોલ્હાપુર, હિમાચલ પ્રદેશ, કેરળ અને કોચીના જુદા-જુદા સ્થાનો પર કરાયુ છે.[૩][૪] આ ઉપરાંત કેટલાક ભાગોનું શુંટીંગ વિદેશોમાં પણ કરાયુ છે.[૫]

પ્રસારણ

ફેરફાર કરો

૨૧ જાન્યુઆરી ૧૯૯૮ની રાત્રે ૯:૩૦ વાગ્યે સોની ટીવી પર પ્રથમ વખત આ ધારાવાહિકનું પ્રસારણ કરવામાં આવ્યું હતું. પહેલા બુધવારે ૯:૩૦ વાગ્યે પ્રસારણ થતુ હતુ તે સમય બદલીને શક્રવારે ૧૦ વાગ્યાનો કરવામાં આવ્યો હતો.[૬] ૨૧ મે ૨૦૧૦થી શુક્ર-શનિ રાત્રે ૧૦ વાગ્યે એક કલાકના ઍપિસોડનું પ્રસારણ થતું હતુ.[૭] ૩ ફેબ્રુઆરી ૨૦૧૦થી શુક્રથી રવિ રાત્રે ૧૦ વાગ્યે પ્રસારણ થાય છે. [૮]

આ ધારાવાહિકની લોકપ્રિયતાના કારણે અન્ય ભારતીય ભાષાઓમાં પણ તેનું ડબીંગ કરવામાં આવ્યુ છે. તેનું તેલુગુ સંસ્કરણ  મા ટીવી અને તમિલ સંસ્કરણ જી તમિલ ઉપર પ્રસારિત થાય છે. તે ઉપરાંત બંગાળીમાં પણ તેનું પ્રસારણ થાય છે.[૯][૧૦] ટીઆરપી મુજબ ડિસેમ્બર ૨૦૦૪માં પ્રથમ વખત તેણે ૩.૭ મૂલ્યાંકન ક્રમાંક પ્રાપ્ત કર્યો અને પ્રથમ વખત ભારતમાં ૨૧મુ સ્થાન મેળવ્યું.[૧૧] ટીટીએમ અનુસંધન અનુસાર તેને સપ્ટેમ્બર ૨૦૧૦માં ૬.૧૭નો ઉચ્ચત્તમ મૂલ્યાંકન ક્રમાંક પ્રાપ્ત થયો હતો જે તેના કેટલાક વર્ષોના મૂલ્યાંકન ક્રમાંકમાં સૌથી ઊંચો છે.[૧૨]] વર્તમાનમાં આ ધારાવાહિકનો મૂલ્યાંકન ક્રમાંક ૪.૧ આસપાસ રહે છે.[૧૩][૧૪]

 
(દાબેથી જમણે) શ્રદ્ધા મૂસલે, અંશા સયદ, ઋષિકેષ પાંડે, શિવાજી સાટમ, નરેન્દ્ર ગુપ્તા, જાન્હવી છેડા અને અજય નાગરથ નજરે પડે છે.
 
(દાબેથી જમણે) દયા શેટ્ટી, અક્ષય કુમાર, સોનાક્ષી સિન્હા અને શિવાજી સાટમ. 

પુરસ્કાર

ફેરફાર કરો
वर्ष पुरस्कार श्रेणी कलाकार टिप्पणी एवं सन्दर्भ
૨૦૦૨ ભારતીય ટેલી અકાદમી પુરસ્કાર  સર્વશ્રેષ્ઠ ધારાવાહિક બૃજેન્દ્રપાલ અને પ્રદિપ કપૂરबृजेन्द्र  [૧૫]
भारतीय टेली पुरस्कार सर्वश्रेष्ठ व्यक्तित्व शिवाजी साटम [૧૬]
२००३ भारतीय टेली अकादमी पुरस्कार सर्वश्रेष्ठ रोमांचक / डरावना धारावाहिक बृजेन्द्र पाल सिंह और प्रदीप उपूर [૧૭]
२००४ भारतीय टेली अकादमी पुरस्कार सर्वश्रेष्ठ निर्देशक - नाटक बृजेन्द्र पाल सिंह [૧૮]
भारतीय टेली अकादमी पुरस्कार सर्वश्रेष्ठ रोमांचक / डरावना धारावाहिक सोनी (भारत) [૧૮]
भारतीय टेली अकादमी पुरस्कार सर्वश्रेष्ठ अभिनय रजत अरोड़ा [૧૮]
भारतीय टेली अकादमी पुरस्कार सर्वश्रेष्ठ वीडियोग्राफी बृजेन्द्र पाल सिंह [૧૮]
२००५ भारतीय टेली अकादमी पुरस्कार सर्वश्रेष्ठ अभिनेता - नकारात्मक भूमिका मकरंद देशपांडे [૧૯]
२००९ भारतीय टेली अकादमी पुरस्कार सर्वश्रेष्ठ रोमांचक / डरावना धारावाहिक बृजेन्द्र पाल सिंह और प्रदीप उपूर [૨૦]
२०१० भारतीय टेली अकादमी पुरस्कार सर्वश्रेष्ठ रोमांचक / डरावना धारावाहिक बृजेन्द्र पाल सिंह और प्रदीप उपूर [૨૧]

સંદર્ભો

ફેરફાર કરો
 1. लालवानी, विक्की. "सीआईडी और फायरवर्क्स के सर्जक बृजेन्द्र पाल सिंह का साक्षात्कार". इंडियन टेलिविजन. http://www.indiantelevision.com/interviews/y2k4/producer/bpsingh.htm. अभिगमन तिथि: ९ जनवरी २००४. 
 2. सेथुरमन, श्रेया (२७ जुलाई २०१२). "अपराधियों का पीछा करना और प्रकरण हल करना" સંગ્રહિત ૨૦૧૫-૦૭-૧૫ ના રોજ વેબેક મશિન. हिंदुस्तान टाइम्स. http://www.hindustantimes.com/Brunch/Brunch-Stories/Chasing-criminals-cracking-cases/Article1-902785.aspx સંગ્રહિત ૨૦૧૫-૦૭-૧૫ ના રોજ વેબેક મશિન. अभिगमन तिथि: १६ जनवरी २०१३. 
 3. "सीआईडी का दल ओर वास्तविक दिखने के लिए एक नए जगह पर! સંગ્રહિત ૨૦૧૩-૦૧-૧૧ ના રોજ વેબેક મશિન
 4. "एसीपी प्रद्युमन ने निरीक्षक से पूछा कि क्या वे उन्हें शांति से धारावाहिक बनाने में सहायता करेंगे। સંગ્રહિત ૨૦૧૨-૧૧-૧૫ ના રોજ વેબેક મશિન
 5. "इतिहास बनाता सीआईडी। સંગ્રહિત ૨૦૧૬-૦૭-૦૬ ના રોજ વેબેક મશિન
 6. "२१ दिसम्बर २००५ को सोनी में सीआईडी का समय". Archived from the original on २१ दिसम्बर २००५. https://web.archive.org/web/20051221003633/http://www.setindia.com/shows/shows_inside.php?
 7. "३ जून २०१० को सोनी में सीआईडी का समय". Archived from the original on =३ जून २०१०. https://web.archive.org/web/20100603075507/http://www.setindia.com/show_details.php?
 8. "३ मार्च २०१३ को सोनी में सीआईडी का समय". Archived from the original on २ मार्च २०१३. https://web.archive.org/web/20130302144835/http://setindia.com/show_details.php?
 9. "सोनी पर आने वाला धारावाहिक सीआईडी अब बंगाली भाषा में भी बन रहा है। સંગ્રહિત ૨૦૧૩-૦૧-૨૯ ના રોજ archive.today
 10. इंडो-एशियन समाचार सेवा (३१ अक्टूबर २०१२). "बंगाली भाषा में अनुवादित 'सीआईडी' का १२ नवम्बर से होगा प्रसारण शुरू। સંગ્રહિત ૨૦૧૪-૧૨-૧૧ ના રોજ વેબેક મશિન
 11. "सोनी का तारकीय धारावाहिक सीआईडी शिखर पर" સંગ્રહિત ૨૦૧૫-૦૨-૧૮ ના રોજ વેબેક મશિન. इंडियन टेलीविज़न. http://www.indiantelevision.com/node/11668 સંગ્રહિત ૨૦૧૫-૦૨-૧૮ ના રોજ વેબેક મશિન. अभिगमन तिथि: ६ दिसम्बर २००४. 
 12. "सीआईडी सोनी का दूसरा सबसे देखा जाने वाला धारावाहिक". इंडियन टेलिविजन. http://www.indiantelevision.com/mam/marketing/mam/sonys-cid-is-no-2-show. अभिगमन तिथि: २९ दिसम्बर २०१०. 
 13. "टीएएम मूल्यांकन ३ सप्ताह का (२०१५)". टेली चक्कर. http://www.tellychakkar.com/tv/tv-news/tam-ratings-week-3-2015-150123. अभिगमन तिथि: २३ जनवरी २०१५. 
 14. "टीवी रेटिंग: टॉप 10 शो में एक बार फिर आया 'सीआईडी'". अमर उजाला. http://www.amarujala.com/news/multiplex/television/television-indian-tv-ratings-week-19/. अभिगमन तिथि: ११ मई २०१५. 
 15. "भारतीय टेली अकादमी पुरस्कार » भारतीय टेली अकादमी पुरस्कार २००२" સંગ્રહિત ૨૦૧૨-૦૫-૨૯ ના રોજ વેબેક મશિન. http://www.indiantelevisionacademy.com/site/awards_hhita_details_new.php? સંગ્રહિત ૨૦૧૨-૦૫-૨૯ ના રોજ વેબેક મશિન
 16. "भारतीय टेलीविज़न सर्वश्रेष्ठ व्यक्तित्व पुरस्कार" સંગ્રહિત ૨૦૧૬-૦૩-૦૪ ના રોજ વેબેક મશિન. http://tellyawards.indiantelevision.com/y2k2/winners.htm સંગ્રહિત ૨૦૧૬-૦૩-૦૪ ના રોજ વેબેક મશિન. अभिगमन तिथि: ९ मार्च २००२. 
 17. "भारतीय टेली अकादमी पुरस्कार » भारतीय टेली अकादमी पुरस्कार २००३" સંગ્રહિત ૨૦૧૨-૦૫-૦૪ ના રોજ વેબેક મશિન. http://www.indiantelevisionacademy.com/site/awards_hhita_details_new.php? સંગ્રહિત ૨૦૧૨-૦૫-૦૪ ના રોજ વેબેક મશિન
 18. ૧૮.૦ ૧૮.૧ ૧૮.૨ ૧૮.૩ "भारतीय टेली अकादमी पुरस्कार » भारतीय टेली अकादमी पुरस्कार २००४" સંગ્રહિત ૨૦૧૨-૦૫-૨૬ ના રોજ વેબેક મશિન. http://www.indiantelevisionacademy.com/site/awards_hhita_details_new.php? સંગ્રહિત ૨૦૧૨-૦૫-૨૬ ના રોજ વેબેક મશિન
 19. "भारतीय टेली अकादमी पुरस्कार » भारतीय टेली अकादमी पुरस्कार २००५" સંગ્રહિત ૨૦૧૨-૦૫-૦૪ ના રોજ વેબેક મશિન. http://www.indiantelevisionacademy.com/site/awards_hhita_details_new.php? સંગ્રહિત ૨૦૧૨-૦૫-૦૪ ના રોજ વેબેક મશિન
 20. "भारतीय टेली अकादमी पुरस्कार » भारतीय टेली अकादमी पुरस्कार २००९" સંગ્રહિત ૨૦૧૫-૦૯-૦૯ ના રોજ વેબેક મશિન. http://www.indiantelevisionacademy.com/site/awards_hhita_details_new.php? સંગ્રહિત ૨૦૧૫-૦૯-૦૯ ના રોજ વેબેક મશિન
 21. "भारतीय टेली अकादमी पुरस्कार » भारतीय टेली अकादमी पुरस्कार २०१०" સંગ્રહિત ૨૦૧૦-૦૮-૨૦ ના રોજ વેબેક મશિન. http://www.indiantelevisionacademy.com/site/awards_hhita_details_new.php? સંગ્રહિત ૨૦૧૦-૦૮-૨૦ ના રોજ વેબેક મશિન