સુખડી કે ગોળ પાપડી એ ઘી, ગોળ અને ઘઉંના લોટમાંથી બનતી એક પરંપરાગત ગુજરાતી મીઠાઈ છે. આ એક પૌષ્ટિક મીઠાઈ છે અને તે શુભ પ્રસંગે તેમજ વ્યક્તિગત અનુકુળતાએ બનાવાય છે. સુખડીને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં તલ, સુકામેવા, અને કોઇક વાર તેના ઉપર વરિયાળી ભભવરાવાય છે.

સુખડી

સુખડી એ લાંબા સમય સુધી ટકે તેવી મિઠાઇ છે, આ એક પૌષ્ટીક વાનગી છે આથી પ્રાચીન સમયમાં લોકો જ્યારે કમાવવા માટે લાંબા પ્રવાસે જતાં ત્યારે તેઓ ભાથામાં સુખડી લઈ જતાં. તેઓ સુખડી અને પાણી પીને લાંબો પ્રવાસ કરતાં.

ઉત્તર ગુજરાતના મહુડી ખાતે આવેલ જૈન દેરાસરમાં ઘંટાકર્ણ મહાવીરને સુખડી ચડાવાય છે અને તેને પ્રસાદ તરીકે વહેંચાય છે. આ પ્રસાદનો એવો નિયમ છે કે તેને ત્યાંજ વાપરવી(ખાવી) પડે છે તેને મહુડી બહાર લઈ જઈ શકાતી નથી. આ મંદિરમાં જૈનો અને જૈનેતરો લાખો મણ સુખડી ચડાવે છે અને ત્યાં જ વહેંચીને ખાય છે. પર્વો અને તહેવારો માં આખા ગામમાં ભરપુર સુખડીની વહેંચણી થાય છે. શાળાના બાળકો અને ગરીબોને સુખડી આપવામાં આવે છે.

સાહિત્યમાં ફેરફાર કરો

  1. "સસ્તી સુખડી અને સિદ્ધપુરની જાત્રા" નામે એક કહેવત પ્રચલીત છે.
  2. સુખડી જમાડવી = માર મારવો.
  3. સુખડી બંધાવવી = મુસાફરી માટે કોરું ખાવાનું આપવું.