સુદાન (હિંદી:सूडान), આધિકૃત રીતે સુદાન ગણરાજ્ય, ઉત્તર પૂર્વ આફ્રિકામાં સ્થિત એક દેશ છે. આ આફ્રિકા તથા અરબ જગતનો સૌથી મોટો દેશ છે, આ ઉપરાંત ક્ષેત્રફળના હિસાબથી જોતાં સુદાન દુનિયાનો દસમો સૌથી મોટો દેશ છે. આ દેશ ઉત્તર દિશામાં મિસ્ર, ઉત્તર પૂર્વ દિશામાં લાલ સાગર, પૂર્વ દિશામાં ઇરિટ્રિયા અને ઇથિયોપિયા, દક્ષિણપૂર્વ દિશામાં યુગાન્ડા અને કેન્યા, દક્ષિણ પશ્ચિમ દિશામાં કાંગો લોકતાન્ત્રિક ગણરાજ્ય અને મધ્ય આફ્રિકી ગણરાજ્ય, પશ્ચિમ દિશામાં ચાડ અને પશ્ચિમોત્તર દિશામાં લીબિયા સ્થિત છે. દુનિયાની સૌથી લાંબી નદી નીલ નદી, દેશને પૂર્વી તથા પશ્ચિમી હિસ્સામાં વિભાજિત કરે છે. આ દેશની રાજધાની ખાર્તૂમ શહેરમાં આવેલી છે. સુદાન દુનિયાના કેટલાક એવા ગણતરીના ચુનંદા દેશોમાં સામેલ છે, જ્યાં આજે પણ ઈ. સ. પૂર્વે 3000 વસેલા માનવોની પેઢીઓ પોતાનું અસ્તિત્વ બચાવીને વસવાટ કરે છે. યુનાઇટેડ કિંગડમના શાસનમાંથી ઈ. સ. ૧૯૫૬ના વર્ષમાં સ્વતંત્રતા પ્રાપ્ત કર્યા બાદ સુદાનને ૧૭ વરસ લાંબા ગૃહ યુદ્ધનો સામનો કરવો પડ્યો, જેમાંના અરબી અને ન્યૂબિયન મૂળની બહુમતીવાળા ઉત્તરી સુદાન અને ઈસાઈ તથા એનિમિસ્ટ નિલોટ્સ બહુમતીવાળા દક્ષિણી સુદાનની વચ્ચે જાતીય, ધાર્મિક તથા આર્થિક યુદ્ધ છેડાયું હતું.

બાહ્ય કડીઓ ફેરફાર કરો

 
Wikivoyage
વિકિયાત્રા (Wikivoyage) પર આ વિષયક વધુ માહિતી ઉપલબ્ધ છે: